Prem path na sangi books and stories free download online pdf in Gujarati

પ્રેમ પથના સંગી..

સોજન્ય મોર્નિઁગવાૅકનો હિમાયતી હતો..એટલે રોજ પ્રાત:એ ઘરની બહાર જ મલે..

નિત્યક્રમ મૂજબ એક વાર એ રસ્તા પર ઝડપી ગતિએ ચાલી રહ્યો હતો કે ત્યાં જ ...સામેના ધર આંગણે નુ દ્રશ્ય જોઈ એના પગ થંભી ગયા..
એક નઠોર આદમી વૃઘ્ઘાને ખૂબજ બેરહેમી થી ધોલ-ધપાટ કરી રહયો હતો.  એના નરી તોછડાઈ ભરેલા તીખા શબ્દો સૌજન્યને જાણે વિંધી ગયા.
"મારા મુઆ બાપ ની પેન્શન પચાવી મારા પર રોફ જમાવે છે..? તુ ..તો "મા" છે કે મોકાણ..?
પડે પડે પેટ ભરવુ છે ને દિકરા ને રુપિયો પણ દેવો નથી..ચોરટી..!
જતાં-જતાં ય વૃધ્ધાને ધુત્કારી ઠેબે દેતો ગયો..."કયાંક ઉઁડા ખાડામાં પડી મર વાધરણ..!"
સૌજન્યના શરીરનુ રૂવે-રૂવુ ઊભુ થઈ ગયુ.
વૃધ્ધાના દારૂડિયા દિકરા નો નશો ઉતારી દેવાનો તેજાબી વિચાર એના મનમાં પ્રવેશી ગયો.
મન પર કાબુ રાખી એ વૃધ્ધાને મનાવી ઘરે લઈ આવ્યો.
જીવનભર સત્ય,પ્રામાણિકતા અને પરોપકારના ગુણ ગાનારો રઘુનાથ માસ્તર મુવા પછી પણ મંગુના જીવનમાં એ ઝંઝાવાત સર્જતો ગયો.
મંગુની કૂખે દિકરા રાધવના રૂપમા "દાનવ" અવતર્યો.
રાધવના અત્યાચારો મંગુ જેમ-જેમ બયાં કરતી ગઈ,તેમ-તેમ સૌજન્ય અને માતા "વત્સલા" ભીઁજાતાં રહ્યાં. અહીં તો એક બે ઊઝરડા નહિ ...ધાવનુ જંગલ ઉગેલુ.
"મંગુ..! તારે હવે લગી રે ચિંતા કરવી નહિ...!
મંગુની આપબીતી જાણી વત્સલાએ ઊષ્મા વેરી.એ આકાશ ભણી અંગુલી ચિંધતાં બોલી.
"પેલો ..ઉપર બેઠો ને એની જ આ બધી રમત છે.! તારા દુખો નો અધ્યાય પૂરો થયો ..! તુ હવે બધુ વિસરી ..સ્વસ્થ ચિતે નવેસરથી જીવવાનુ શરૂ કર...! જીઁદગી ની દરેક પલ જીવવા જેવી છે..! ફરી આ મનખો મલે ના મલે..!"
"અને આન્ટી..! સોજન્ય પણ એનો ઉત્સાહ વધારતાં  બોલ્યો
તમને નવરા-નવરાં જો ના ફાવે તો તમારે મરજી પડે ત્યારે પ્રાંગણના ફૂલ છોડવા સિઁચવાના...ઓકે..?
સૌજન્યના શબ્દોથી મંગુ ગદગદિત થઈ ગઇ.
રૂંધાયેલા કંઠે તે બોલી.-"મને એમ હતુ કે ભગવાન હવે માત્ર પથરામાં પૂરાઈ ગયો છે પણ આ જ તો એણે રૂબરૂ દર્શન દીધાં બહેન...!"
મંગુ વત્સલા ના પગમાં પડી ગઈ...
અરે..અરે...કહેતાં વત્સલા એ તરત એણે બેઠી કરી છાતી સરસી લગાવી લીધી.
મંગુની વાચાલતાએ વત્સલા અને સૌજન્યનુ અલ્પ સમયમાં જ મન જીતી લીધેલુ.
પછી ઉભયના જીવનમા મઁગુ અત્યઁત નિકટનુ સ્વજન બનીને ગઈ..
વત્સલા શહેરની જ ગુજરાતી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતી..જ્યારે સૌજન્ય શહેરની કોલેજમાઁ નવો-નવો જોડાયેલો જોશિલો પ્રોફેસર હતો.
એનુ વ્યક્તિત્વ વિધ્યાસંપન્ન માતાના ઊમદા સંસ્કારો થી ઓપતુ હતુ...બાકી આજની તારીખમા પર દુખમાં ભાગ પડાવે એવાં લોકો કયાં હતાં.
પછી ફૂલછોડવા સિચવા નો મંગુએ નિત્યક્રમ બનાવી લીધો...કેમકે આ કાર્યથી એનુ મન પ્રફૂલ્લિત રહેવા લાગેલુ..
"આ..ન્ટી..!,
ફૂલછોડવા સિચતાં અલૌકિક દૂનિયામાં સરી જતી મંગુને કોયલ જેવા મીઠા સ્વરે ઝબકાવી દીધી.
આરસના શિલ્પ જેવી અપ્સરાને નજર સામે જોઈ પાંપણો પટપટાવી પોતાની સભાનતાની એણે ખાતરી કરી લીધી.
"આં..ન્ટી...તમે સોજન્યને સાવ નજીક થી જાણો ખરાં..?"
એણે સવાલ કરી પોતાની હયાતી ની સાબીતી આપી દીધી.

મંગુ સ્વગત બબડી -"બહેન કહેતાં હતાં સાહેબ ને જોવા છોકરીના ધરનાં આવવાના છે..પણ આ તો...છોકરી પોતે જ..! કઁઈ સમજ પડતી નથી. !"
મંગુ છેલ્લા શબ્દો જરા મોટે થી બોલી ગઈ
"હુ..જ સમજ પાડુ તમને જુઓને આન્ટી..!,મંગુ શરમાઈ ગઈ..અચકાતાં ખચકાતાં એ બોલી.
"તમારી ગોઠવણ થાય એમજ ને..?"
"હા..!" સાચુ સમજ્યાં.
ગૌરદેહિ યૌવનાના ચહેરા પર સંતોષની લાલિમા પથરાઈ ગઈ.
"બટ...તમે કંઈ ઉલટ-સુલટ ના વિચારજો..
એકચુલિ મમ્મીએ જ મને બોલાવેલી..!"
"હું આશ્કા છુ આશ્કા..!"
"અચ્છા હવે તમે કહો ને સાહેબને તમે નજીકથી જાણો ખરાં..?"
"ખરૂ કહુ બેટા..!,જો માનવતાની પૂજા થતી હોતતો હુ આ સાહેબ અને બહેનની પૂજા કરતી...બધાં માણસો આ મા-દિકરા જેવાં હોયતો આ ધરણી ધન્ય થઈ જાય...!"
મંગુએ આશ્કાને પોતાની આપબીતી જણાવી.
મંગુની નિખાલસતા આશ્કાના હૈયાને સ્પર્શી ગઈ.
થેન્કસ આન્ટી..! થેન્કસ..!" કહી બબ્બે વાર આશ્કા એ મંગુનો હાથ ચુમી લીધો..
મંગુ વાતનો મર્મ પામે એ પહેલાં તો આશ્કા ભાગી .
એણે જેટલુ સમજવુ હતુ એટલુ સમજી લીધુ..
મનની ગડમથલ મંગુને ભીસતી રહી.
મંગુ એ વત્સલા ને આશ્કાના અણધાર્યા આગમન-ગમન ની વાત જણાવી.
અને કહયુ-"બહેનજી ...! છોડી ઘણી સઁસ્કારી અને નેક જણાય છે..યૌવન વયે હોવી જોઈએ એવી ધેલછા ભરી મુગ્ધતાની સાથે લજ્જાનો સમન્વય છે એનામાં .!નખશિખ ઈશ્વરિય આવિશ્કાર જાણે..!તમારી દ્રષ્ટીને પણ દાદ દેવી પડે...!"
મંગુ એ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.
"આશ્કા મારી એક સહેલી ની ગુણિયલ દિકરી છે મંગુ..! હુ એને સારી પેઠે જાણુ પરંતુ ડર છે કે સૌજન્ય માનશે ખરો....
મા થઈને પણ આજ સુધી એના મનનો હુ તાગ પામી શકી નથી...એણે ભીતરનો ખૂણો જાણે અલિપ્તજ રાખ્યો છે..!"
"સાહેબ માનશે જ ..ના કેમ માને બહેનજી...સાહેબ ને હુ પણ કહિશ ...આશ્કા તો ગુણવાન પરિ છે પરિ..!"
સૌજન્ય ઘરે આવ્યો ત્યારે વત્સલાએ આશ્કાની વાત કરી...પણ એણે કોઈજ પ્રત્યુતર આપ્યો નહોતો.
એટલે મંગુ મૂજવાઈ  ગયેલી પછી સૌજન્યને સમજાવતાં બોલી.
-"સાહેબજી..,ધૂપ-છાંવની અસર પછી મારી હેવાયેલી આંખો હિર પારખતી થઈ ગઈ છે..તમે એ પારેવડા જેવી છોંડી નુ દિલ દૂભવશો નહિ...કોઈને જલાવી તો આપણેય આગની લપટોમાઁ હોમાઈ જઈએ છીએ.
"પણ..આન્ટી....મમ્મા...તમે મને પણ બોલવા દેશો કે નઈ..?
મંગુ અને વત્સલા સૌજન્યના ચહેરાની તણાવગ્રસ્ત લિપિ ને ખોતરતાં રહયાં
"ઊમ્મિદ મારા જીવનનુ પહેલુ અને આખરી સોપાન મમા..સૌજન્યએ ધટસ્ફોટ કર્યો.
કોઈ ધૈર્યમૂનિ જેવા નિર્ધાર સાથે સૌજન્ય બોલ્યો. .ઉમ્મિદને કાવ્યગોષ્ઠીની મહેફિલમાં હૈયુ વલોવતી-વિલખતી જોઈ ..ત્યારે જ મારા ભીતરે એનુ નામ કોતરાઈ ગયેલુ.
મારા અજંપ અંતરને ઠારવા એક વરસાદી સાંજે તક જોઈ મે મારી લાગણી વ્યકત કરેલી.
વત્સલા અધ્ધર શ્વાસે સૌજનની વાતને શ્રવણતી રહી.
મંગુનો જીવ પણ ઊચો-નીચો થતો હતો.
પણ મને શી ખબર....એક ધોધમાર ઝાપટૂ એની આઁખેથી વરસી જશે અને એની પરાધિનતા દર્શાવતો "સોરી" શબ્દ મારા પર વજ્રની જેમ પ્રહાર કરશે.
અમારી અનમોલ દોસ્તી નો એ અંત હતો.
ઘણી વાર ત્યાર પછી પણ મે મહેસૂસ કર્યુ સામયિકો માં મારા માટેની અદમ્ય ચાહત અને દર્દ પ્રકટ થતાં રહયાં.
એક દિ અમારી સર્કલ ફ્રેન્ડ બ્રિન્દા એ કહ્યુ..ઊમ્મિદ હમેશા તારીજ ઊમ્મદ કરતી રહેલી.
પણ...
એનાં પાલનહાર મામા-મામી એ કંઈ લેતી-દેતી કરી ને ક્યાંક બીજે જ એનુ ગોઠવી નાખેલુ.
ઉમ્મિદ પરણી ગઈ.એ મજબૂર હતી.
પણ ક્યારેક મૂંગે મોઢે અત્યાચારો સહેવાથી પણ કેવાં માઠાં પરિણામ આવી શકે છે..
ઉમ્મિદ ની એ બદનસિબી કે પરણ્યાની પહેલી રાતે જ પતી મૃત્યુ પામ્યો અને એનુ ઈલઝામ ઊમ્મિદ પર આવ્યુ.
સાસૂ-સસરા ના અપમાન અને તિરસ્કારથી દાજેલી ઉમ્મિદ ઘર ભેગી થઈ ગઈ.
સૌજન્યએ એક ઊડો શ્વાસ લીધો.
"એમા તારો વાંક નહિને બેટા..!' વત્સલા એ નરમાશ થી કહ્યુ.
"એમા એનોય વાંક નહોતો મમા.!"
હવે ઊમ્મિદ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા કોલેજ મા પાછી ફરી.
એક વાર સ્ટૂડન્ટસ સાથે ક્રિકેટ રમતાં મને ઈજા થતાં
મૂર્છા આવેલી..
હુ એક કમરા મા આરામ કરતો હતો.. મને હોશ ઝડપી આવી ગયેલો છતાં આંખો બંધ કરી હુ સૂતો હતો.
ત્યારે જ એ મારા કમરામાં આવેલી..મને મૂર્છિત સમજી એણે મારા ચરણ સ્પર્શ કર્યા અને તરત ચાલી ગયેલી...
એની વેદના મારા થી જોવાતી નથી.. એ કેટલી દુખી હશે મા...? તમે જ કહો આન્ટી ...એને શુ હુ છોડી દઊ..?
ના..રે સાહેબ...ભગવાન નારાજ થાય...
વત્સલાનુ અવાજ રૂઁધાઈ ગયેલો...એને પૂત્રને છાતી એ લગાવી લીધો..