Mara naamni kalam na panthe books and stories free download online pdf in Gujarati

મારા નામની કલમ ના પંથે.

       પાચડે પાંચ–પાંચ ધારથી નીર નિતારીયું ઝરણું,
        ઝીણો તો જળબંકાય બન્યા ગંગાધર આવ્યા.

         ચૌદ કળાએ ચંદ્ર, તો સહસ્ત્ર કળાએ આંખ,
          વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ભસ્મ ફૂટે શાખ.

         તમારામાં તુંજ સત્યલિંગ, હું તમારા માં લીન,
          ઘર મંદિર ની ભીંત પર પ્રતિમાં લટકતું બીન.

       તું ચૌદ ભુવન નો નાથ તું જ પુરાણ મંત્ર નો જાપ,
       દેવો કે દેવ મહાદેવ ,સઘળે તારો જગત નો વ્યાપ.

        મારા હદય ‘માં’ ઉપર તમેજ પંચતત્વ નો તાપ,
           સુર આવિયો કંઠ માં પળપળ પ્રગટ્યા દીપ.

           એક સત્ય ની મૂળ તમે, તમે અઘોર સાંજ,
          નયન માં હું તમને સાંભરુ ,મારા હૈયે દાઝતો.

           મારા આત્મા ના પળ માં,મેં પ્રગટાવી જ્યોત,
          પ્રકાશ લઇ નાદ મા, અજવાળું કરવા આવ્યો.

                   
                 જીવન મા મેં અનેક સંઘર્ષ કર્યા ,
               તોય સફળતા ન મળી મારા વ્હાલા.

               આગળ દોડ્યો છતાં પાછળ દોડ્યો,
     તો પણ રતી શ્રણ ભર પ્રકાશ ની ચપટી હાથ ન આવી.

        સમય ની પહેલા ગયો. સમય ની સાથે ચાલ્યો,
          છતાં સફળતા ની ગતિ મારી સાથે ન આવી.

    ડાકે ઘુળિયો. મંનત રાખી .અંધશ્રદ્ધા એ માથું ઝુકાવીયું,
          તો પણ સફળતા હાથ ન આવી મારા વહાલા.

    ભાગ્ય ને માન્યું.નસીબ નું ખોળિયું. લકીર ને માથે રાખી,
        આ બધા ખોટા શબ્દો નકામા થઈ ને વહી ગયા.

 સેવા આપી.ચાકરી ઘડી.ભક્તિ એ બંધાયો.ભાવ થી લડ્યો,
       તોય જીવનના આગળ ના દરવાજા ખુલિયા નહિ.

       પુરાણ માં ડૂબ્યો.છંદ માં તરિયો. દુહા: માં નીકળ્યો,
ગ્રથો ને બાંધિયા.વ્યાકરણ માં ઘડાયો.એક સુર હાથ આયો.

               આવેલા સુર ને "લય"સાથે જોડીયો,
       તેમાંથી"નાદ"નો અવાજ આવિયો મારા વ્હાલા.   

     આવેલો "નાદ" જીવડાં(આત્મા)સાથે જોડાઈ ગયો.
        આવેલી સફળતા "મારા નામની કલમે"બંધાણી.  

              મારી કલમે "એકાંત વિહોણા"રચના કરી,
        તેજ"એકાંત વિહોણા"નવા માર્ગ નું સર્જન કરીયું.

 "મને જીવન નો સફળ થવાનો માર્ગ મળી ગયો મારા વ્હાલા"
    "એકાંત એજ આત્મા નો નાદ.નાદ એજ મારો વ્હાલો"
 
         મારા વ્હાલા એ ડમરું ઉઠાવીયું,
                          તેમાંથી નિકળિયો "સુર નો નાદ".

        નાદ વાગતાજ ભૂતડા ભેગા થયા,
                         પશુ અને સર્પ નાચવા લાગ્યા.

       તેત્રીસ કરોડ દેવી-દેવતા દોડતા આવ્યા,
                         મહાપરમેશ્વર ની ઝાંખી ની વંદના કરી.

       મહાઆદ્ય શક્તિ નૃત્ય કરવા લાગ્યા,
                     તેના નૃત્ય થી સહસ્ત્ર બ્રહ્માંડ ઝૂલવા લાગ્યા
.
       મહાપરમેશ્વર ના ડમરુ માંથી નીકળતો સુર,
                             રામ રામ રામ બોલી ને ગુંજી ઉઠીયો
.
     "જીવન નો સફળતાનો નાદ સુર નો મંત્ર રામ છે.
             સંગીત વિદ્યા નો છેલ્લો સુર "રામ"છે.

         હૈ મહેશ્વર તારા ડમરું માંથી નીકળતો નાદ,
    તે સુર ઝાંખી મારા જીવન માં ઉતરવા લાગી.વ્હાલા

 "મારા વ્હાલા શિવ તમે બતાયેલા માર્ગ મૃત્યુ સુધી ઋણી"

                  શિવ તાંડવઃ અને ગુજરાતી અનુવાદ...

જે શિવ માં વિકરાળ જટામાં(વાળ) જંગલ માથી પ્રવાહિત (પસાર) થતી ગંગા ના પ્રવાહ ને ધારણ કરે તેના કંઠ ને સુંદર અને મનમોહક બનાવે છે. તે ગળા માં મોટા ભયાનક સાપ પહરે છે. તથા શિવ ડમડ ડમડ ડમડ ડમ ડમરુ વગાડે છે. તે  શિવ મારૂ કલ્યાણ કરે. (૧)

જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે
ગલેવલંબ્યલંબિતાંભુજંગતુંગમાલિકામ |
ડમડ ડમડ ડમડ ડમ નિનાદવડ્ડમર્વયં
ચકારચંડતાંડવંતનોતુનઃશિવઃશિવમ || 1 ||

જે શિવ માં અતિ પ્રચડ વેગથી વિલાશ પુર્વક ભ્રમણ કરતી માતાગંગા ને પોતાના વાળો માં લહેરાવે છે.જેના મસ્તકની વચ્ચે ઉગ્ર રૂપે અંગ્નિ(જ્વાળા) ધગ્ધ ધગ્ધ ધગ્ધ કરીને પ્રગટે છે. તેના વાળ ઉપર બાળચંદ્ર શોભે છે. તે મહાદેવ અમને માર્ગદર્શન આપી મને અનુરાગ કરે. (૨)

જટાકટાહસંભ્રમભ્રમન્નિલિંપનિર્ઝરી-
-વિલોલવીચિવલ્લરીવિરાજમાનમૂર્ધનિ |
ધગદ્ધગદ્ધગજ્જ્વલ્લલાટપટ્ટપાવકે
કિશોરચંદ્રશેખરેરતિઃપ્રતિક્ષણંમમ || 2 ||

જે પર્વતરાજ હિમાલય ની પુત્રી (માતાસતી પાર્વતી) તે વિલાશમય રમણીય વેગો થી આનંદ થી રહે છે. જેના મસ્તક માં સમગ્ર વિશ્વ અને પ્રાણી જગત નિવાશ કરે છે. અને તેની કૃપા દ્રષ્ટિ માત્ર થી તમામ પ્રકાર ના દુઃખો દુર થાય તે દિગ્મર મહાદેવ મારી પ્રાથના સાભણી અમને ગૌરાંગીત (રક્ષણ) કરે. (૩)

ધરાધરેંદ્રનંદિનીવિલાસબંધુબંધુર
સ્ફુરદ્દિગંતસંતતિપ્રમોદમાનમાનસે |
કૃપાકટાક્ષધોરણીનિરુદ્ધદુર્ધરાપદિ
ક્વચિદ્દિગંબરેમનોવિનોદમેતુવસ્તુનિ || 3 ||

જે શિવની ભક્તિ માં હું આનદિત રહુ છું. તે બધા પ્રાણી જગતનો એક જ રક્ષક છે. જેની જટા માં વાળ માં સાપ વિટાઈ ફેણો કાઢી ને બેસે છે. તેની પીળા રંગ ના પ્રકાશ ની મણિ (આંખ) થી દશ દિશાઑ પ્રગટ થઈ ને નવી ક્રાંતિ નું સર્જન કરે છે. જે ગજચામડું પહરે છે. તે મહાદેવ નકરાત્મક શક્તિ થી મારૂ કલ્યાણ કરે. (૪)

જટાભુજંગપિંગળસ્ફુરત્ફણામણિપ્રભા
કદંબકુંકુમદ્રવપ્રલિપ્તદિગ્વધૂમુખે |
મદાંધસિંધુરસ્ફુરત્ત્વગુત્તરીયમેદુરે
મનોવિનોદમદ્ભુતંબિભર્તુભૂતભર્તરિ || 4 ||

જે શિવ ને બધા દેવી દેવતા પુજા કરીને તેના ચરણ અને મસ્તક માં પુષ્પ(ફુલો) અર્પણ કરે છે. જેની જટા લાલ સાપ થી  વિરાજમાન છે. તે ચંદ્રશેખર મહાદેવ મને અંતન કાળ સુધી મને સંપદા(સુખ) આપે. (૫)

સહસ્રલોચનપ્રભૃત્યશેષલેખશેખર
પ્રસૂનધૂળિધોરણીવિધૂસરાંઘ્રિપીઠભૂઃ |
ભુજંગરાજમાલયાનિબદ્ધજાટજૂટક
શ્રિયૈચિરાયજાયતાંચકોરબંધુશેખરઃ || 5 ||

જે મહાદેવ એ દેવરાજ ઇન્દ્ર નો ગર્વ દહન કરીને કામદેવ ને પોતાના ત્રીજા નેત્રના પ્રચડ જ્વાળાથી બાળી રાખ કરીદિધો.
તે બધા દેવો માં પુજ્ય છે. તે દેવો કે દેવ મહાદેવ મને તમામ પ્રકાર ની સિદ્ધિ પ્રદાન કરે. (૬)

લલાટચત્વરજ્વલદ્ધનંજયસ્ફુલિંગભા-
-નિપીતપંચસાયકંનમન્નિલિંપનાયકમ |
સુધામયૂખલેખયાવિરાજમાનશેખરં
મહાકપાલિસંપદેશિરોજટાલમસ્તુનઃ || 6 ||

જેના મસ્તક માં ધક ધક કરતી જ્વાળા પ્રગટે છે. કામદેવ ને ભસ્મ કરવા વાળા અને શિવ પાર્વતી તે ધારણ કરીને નેના 
અગ્ર ભાગને ચીતરવા માં અતિ ચતુર છે.(પાર્વતી એ પ્રકૃતિ છે. શિવ એ સર્જન છે.) એ શિવ માં મારી પ્રિતી અટલ થાય (૭)

કરાલફાલપટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ-
દ્ધનંજયાધરીકૃતપ્રચંડપંચસાયકે |
ધરાધરેંદ્રનંદિનીકુચાગ્રચિત્રપત્રક-
-પ્રકલ્પનૈકશિલ્પિનિત્રિલોચનેમતિર્મમ || 7 ||

જેનો કંઠ નવીન પ્રકાર ના મેઘોના ઘટા થી પરીપુર્ણ છે. જેનો રંગ અમાસવસ્યા જેવો કાળો છે. જે ગજ-ચામડું-ગંગા અને ચંદ્ર શોભે છે. અને તે જગત ને જ્ઞાન આપે છે. તે શિવ મને બધા પ્રકારની સંપદા પ્રદાન કરે. (૮)

નવીનમેઘમંડલીનિરુદ્ધદુર્ધરસ્ફુરત-
કુહૂનિશીથિનીતમઃપ્રબંધબંધુકંધરઃ |
નિલિંપનિર્ઝરીધરસ્તનોતુકૃત્તિસિંધુરઃ
કળાનિધાનબંધુરઃશ્રિયંજગદ્ધુરંધરઃ || 8 ||

જેનો કંઠ અને રૂપ સહસ્ત્ર કળા થી ખીલેલુ છે. જે નિલકમળ છે. જે શ્યામવર્ણ ના છે. જેને કામદેવ ત્રિપુરાસુર નો વિનાશ કર્યો.સંસાર તમામ પ્રકાર ના દુઃખો ને હરણ કરે છે. જેને દક્ષ નો યજ્ઞ નો નાશ ગજાસુર અંધકાસુર નો સંહાર કરીયો. જે મૃત્યુ ને પોતાના વશ માં રાખે છે.તે મહામૃત્યુજય નુ હુ સ્મરણ કરુ છુ. (૯)

પ્રફુલ્લનીલપંકજપ્રપંચકાલિમપ્રભા-
-વિલંબિકંઠકંદલીરુચિપ્રબદ્ધકંધરમ |
સ્મરચ્છિદંપુરચ્છિદંભવચ્છિદંમખચ્છિદં
ગજચ્છિદાંધકચ્છિદંતમંતકચ્છિદંભજે || 9 ||

જે કલ્યાણ ના સાગર, અવિનાશી, સમસ્ત કળા ઓને પ્રદાન કરે છે. કામદેવ ભસ્મ કરી નાખીયો. ગજસુર અંધકાસુર અને દક્ષ યજ્ઞ નો વિનાશ કર્યો. જે યમ ના પણ યમસ્વરૂપ છે. તે નટરાજ મહાદેવ નુ હુ સ્મરણ કરુ છુ. (૧૦)

અગર્વસર્વમંગળાકળાકદંબમંજરી
રસપ્રવાહમાધુરીવિજૃંભણામધુવ્રતમ |
સ્મરાંતકંપુરાંતકંભવાંતકંમખાંતકં
ગજાંતકાંધકાંતકંતમંતકાંતકંભજે || 10 ||

જે અત્યંત વેગ થી સાપો ફેણ કાઢી ફુફાડા મારે છે. અને જેનો વેગ વિકરાળ પ્રચંડ અગ્નિ જેવો છે. જે ઉચ્ચ પ્રકાર ના મંગળ કારી દેવો ના દેવ મહાદેવ ધિમિધ ધિમિધ ધિમિધ કરીને તાંડવ કરવા વાળા દેવ માં લીન થઈ ને જે બધા પ્રકાર ના ગુણો થી સુશોભીત રહેનારા મહાકાળ નુ હું આહવાન કરુ છુ. (૧૧)

જયત્વદભ્રવિભ્રમભ્રમદ્ભુજંગમશ્વસ-
-દ્વિનિર્ગમતક્રમસ્ફુરત્કરાલફાલહવ્યવાટ |
ધિમિદ્ધિમિદ્ધિમિધ્વનનમૃદંગતુંગમંગળ
ધ્વનિક્રમપ્રવર્તિતપ્રચંડતાંડવઃશિવઃ || 11 ||

કઠોર પથ્થર થી અત્યંત કોમળ રહે. સાપ ને મોતી સમજી ગળા માં પહરે જે તેના માટે સાપ બહુમુલ્ય સોનાથી પણ કિમતી છે.જે માટી પર સુવે છે. શત્રુ ને મિત્ર સમજે છે. અમીર અને ગરીબ ને એક સમાન દ્રષ્ટિ થી જોવે છે. તેવા નિરાકાર મહાદેવ ને હુ ચરણ પખાણું છુ. (૧૨)

દૃષદ્વિચિત્રતલ્પયોર્ભુજંગમૌક્તિકસ્રજોર-
-ગરિષ્ઠરત્નલોષ્ઠયોઃસુહૃદ્વિપક્ષપક્ષયોઃ |
તૃષ્ણારવિંદચક્ષુષોઃપ્રજામહીમહેંદ્રયોઃ
સમંપ્રવર્તયન્મનઃકદાસદાશિવંભજે || 12 ||

જે શિવ જટા માં નિવાશ કરતી ગંગા ભ્રમણ કરે છે. તેને હુ અંતર મન સ્મરણ કરીને તેવા આત્મલિંગ પર પરમ ભાવ થી
જળ અપર્ણ કરુ છુ. જે મને તમામ પ્રકારના સુખ પ્રદાન કરીને અક્ષયસુખ પ્રાપ્ત કરુ છુ. (૧૩)

કદાનિલિંપનિર્ઝરીનિકુંજકોટરેવસન
વિમુક્તદુર્મતિઃસદાશિરઃસ્થમંજલિંવહન |
વિમુક્તલોલલોચનોલલાટફાલલગ્નકઃ
શિવેતિમંત્રમુચ્ચરનસદાસુખીભવામ્યહમ || 13 ||

જે ઉત્તમ પ્રકાર થી શિવ તાંડવ નુ વર્ણન અને સાંભળે તે પવિત્ર થઈ જશે. તે તમામ પ્રકાર ના ભ્રમો થી મુક્ત થઈ જશે.અંત:કાળ માં મને શિવ લોક ની પરમ ધામ પ્રાપ્ત થશે. (૧૪)

ઇમંહિનિત્યમેવમુક્તમુત્તમોત્તમંસ્તવં
પઠન્સ્મરન્બ્રુવન્નરોવિશુદ્ધિમેતિસંતતમ |
હરે ગુરૌ સુભક્તિમા શુયાતિ નાન્યથા ગતિં
વિમોહનં હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ || 14 ||

છેલ્લે રાવણે એ લખિયું છેકે શિવ તાંડવ થી લક્ષ્મી સ્થિર રહેશે. તે રથ ગજ ભક્ત ઘોડા થી મને તમામ પ્રકાર ના સુખો થી પરિપુર્ણ રહશે. (૧૫)  

પૂજાવસાનસમયે દશવક્ત્રગીતં યઃ
શંભુપૂજનપરં પઠતિ પ્રદોષે |
તસ્ય સ્થિરાં રથગજેંદ્રતુરંગયુક્તાં
લક્ષ્મીં સદૈવ સુમુખિં પ્રદદાતિ શંભુઃ |