Daughter's mother - 2 books and stories free download online pdf in Gujarati

દીકરી ની મા (ઉત્તરાર્ધ)

ઉત્તરાર્ધ
જાનકી તેની પુત્રી ઋજુતા અને સાસુ સાથે ઘરે ચાલવા લાગી. બંને ઘરે આવ્યા. એની સાસુનું સંપૂર્ણપણે હ્ર્દયપરિવર્તન થઈ ચૂક્યું હતું. ધીમે ધીમે ઋજુતા પણ મોટી થવા લાગી. સમય વીતતો ચાલ્યો. 
આ તરફ પિયુષ પણ ઇશ્વર તરફ જવાના રસ્તે ગતિ કરવા લાગ્યો. સમય ને ક્યાં કોઈ બંધન નડે છે. આમ આ તરફ ઋજુતા અને જાનકી અને તેની સાસુનો પરિવાર ગતિ કરવા લાગ્યો અને બીજી તરફ પિયુષ ઈશ્વરમાં લીન રહેવા લાગ્યો. આમ કરતાં બીજા વીસ વર્ષ વીતી ગયા. આ વીસ વર્ષ માં પિયુષ ઋજુતા અને જાનકી ના જન્મદિવસે મળવા આવતો.
****
20 વર્ષ પછી-
ઋજુતા હવે મોટી થઈ ગઈ છે. ગઈ કાલે જ હજુ એને 21મું વર્ષ બેઠું. કોલેજ નો અભ્યાસ એણે હજુ પૂરો કર્યો એને માત્ર 2 જ મહિના થયા હતા. હવે એની લગ્ન ની ઉંમર થઈ હતી. એની માતા તથા દાદીને એના માટે યોગ્ય વર ની તલાશ હતી પણ ઋજુતા ના મન માં તો કઈ બીજા જ વિચાર ચાલી રહ્યા હતા. એને તો લગ્ન કરવા જ નહોતા. 
સમાજ ભલે ગમે તેટલો આગળ વધ્યો હોય પરંતુ આજે પણ દીકરીઓની માતાને એ સન્માન મળતું નથી જે દીકરાઓ ની માતાને મળે છે. અને આ તો એના ખુદના પરિવાર જોડે બનેલી ઘટના જ હતી. એની દાદી નું હ્ર્દયપરિવર્તન ભલે થયું હોય પણ હજુ મનના એક ખૂણે દીકરો ન હોવાનો રંજ તો હતો જ અને માટે જ ઋજુતા એ નક્કી કર્યું હતું કે, હું આજીવન લગ્ન નહીં કરું. હું માત્ર મારા જેવી દીકરી ઓ ની મા બનીને રહીશ.
ઋજુતા એ આ વાત એના માતા પિતાને જણાવી ત્યારે એના માતા પિતાએ તેને સાથ આપ્યો પણ લગ્ન ન કરવાની વાતમાં સહમત ન થયા. ઋજુતા ના માતા પિતા બંનેએ એને સમજાવી કે, બેટા, તું સેવા કરે એની સામે અમને કોઈ વાંધો નથી પણ તારે લગ્ન તો કરવા જ રહ્યા. લગ્ન એ જીવનનો એવો લાડું છે જે ખાઈને પણ પસ્તાવવાનું છે ને ના ખાઈને પણ તો પછી ખાઈને પસ્તાવવામાં વાંધો શું છે? તને એવો છોકરો જરૂર મળશે જે આ કાર્યમાં તને મદદરૂપ થાય. જયાં સુધી એવો છોકરો નહીં મળે ત્યાં સુધી અમે તારા લગ્ન નહીં કરાવીએ બસ. પછી તો તું ઈચ્છે તેમ જ કરીશું.
ઘણું સમજાવ્યા પછી અંતે ઋજુતા લગ્ન માટે તૈયાર થઈ. અને એના માતા પિતા એ છોકરાં શોધવાનું આરંભ કર્યું. ઋજુતા બધા છોકરાઓ ને મળતી અને પેલી શરત એ મુકતી કે, હું દેશ ની કન્યાઓની સેવા કરવા ઈચ્છું છું. માટે હું તમારી જોડે લગ્ન તો કરું પણ મને સેવા કરવાની છૂટ આપવાની. અને બીજી શરત એ કે, આપણે પોતાના બાળકો ક્યારેય ન થવા દેવા. જેથી અનેક જરૂરિયાત મંદ કન્યાઓને ને હું મારી સેવા આપી શકું.
ઋજુતા ની આવી શરતો સાંભળી ને કોઈ સામાન્ય પુરુષ લગ્ન માટે તૈયાર થતો ન હતો. પણ એક દિવસ ની વાત છે. એક છોકરો કે જેનું નામ રહસ્ય હતું એ ઋજુતા ની આ શરત માટે તૈયાર થયો. અને લગ્ન માટે માની પણ ગયો. રહસ્ય એના નામ પ્રમાણે ખૂબ જ રહસ્યમય હતો. એ લગ્ન માટે માની ગયો. એને ઋજુતા ની બધી જ શરતો પણ સ્વીકાર્ય હતી.
ઋજુતા ના માતા પિતા ખૂબ ખુશ થયા. અને બંનેના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. બંને કન્યા ઓ ની સેવા કરવા લાગ્યા. બંને એ આશ્રમ માં ખૂબ સુખેથી રહેવા લાગ્યા. થોડા સમય પછી એટલે કે, ઋજુતા ના પિતા એ સંસાર નો ત્યાગ કર્યો. એમનું કાર્ય હવે પૂર્ણ થયું હતું. અને એના એક મહિના પછી તેની માતા નો પણ દેહાંત થયો. હવે માત્ર એની દાદી અને ઋજુતા રહ્યા.
ઋજુતા ના માતા પિતા નું મૃત્યુ થતા હવે એની દાદી ની ઉપર કોઈ નજર રાખવા વાળું રહ્યું નહીં. એમનું જે હૃદયપરિવર્તન થયું હતું એ ફરી પાછું મૂળ જગ્યાએ આવી ગયું. અને એમનો જે દીકરો ન હોવાનો રંજ હતો એ ફરી ફૂંફાડા મારવા લાગ્યો.
અને એક દિવસ-
ઋજુતા અને એનો પતિ રહસ્ય બંને આશ્રમમાં સેવા કરી રહ્યા હતા. રાત્રિ નો એ સમય હતો. રોજિંદા કર્યો પુરા થયા અને બંને સુવાની તૈયારી કરવા લાગ્યા. ઋજુતા ની આંખો થોડીવાર માં મીંચાઈ ગઈ. રહસ્ય હજુ જાગી રહ્યો હતો. એટલીવાર માં ઋજુતા ની દાદી આવી અને ઋજુતા ના પેટમાં જોરથી છરો ભોંક્યો. અને એનું ખૂન કરી નાખ્યું. અને રહસ્ય સામે જોઇને બોલી, "પ્લાન સફળ થયો આપણો રહસ્ય. વર્ષો પહેલા જે ના કરી શકી એ આજે કરી દીધું. હા હા હા... મારે તો જન્મી ત્યારે જ એને દૂધ પીતી કરવી હતી પણ એની માં ને બાપ બંને એ મને આ શુભ કાર્ય કરવા ના દીધું. પણ આજે હવે એ બંને નથી માટે આ કાર્ય આસાનીથી પૂરું થયું."
રહસ્ય પણ સામે અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને બોલ્યો, "હા દાદી, તમારા વિના આ શક્ય ન બનત. સમાજમાં જ્યાં સુધી તમારા જેવી દાદીઓ છે ત્યાં સુધી દીકરીઓ ને સુખ નહીં મળે. તમને શું લાગે છે, ઋજુતા મરી ગઈ? ના હજુ જીવે છે. આ તો નાટક હતું. મરવાનો વારો તો હવે તમારો છે. અને રહસ્ય એ બંદૂક તાકી. એટલી વાર માં તો ઋજુતા ઉભી થઇ. એણે રહસ્ય ના હાથમાંથી બંદૂક લીધી અને ધડ ધડ...ધડ... ગોળી ઓ છૂટી અને એની દાદી ની છાતી ને આરપાર વીંધી ગઈ.
હવે આ સંસારમાં મારું કાર્ય પૂર્ણ થયું. આટલું બોલી એ ઢગલો થઈ ને બેસી ગઈ. 
સમય વીતતો ચાલ્યો. ઋજુતા અને રહસ્ય પૂર્વવત આશ્રમમાં કન્યાઓની સેવા કરવા લાગ્યા. થોડા સમય પછી ઋજુતા એ પુસ્તક લખ્યું, "દીકરી ની માં". જેમાં એણે લોકોને સમજાવ્યું કે દીકરી ની માં હોવું એ ગર્વ ની વાત છે. 
ઘણા વર્ષો પછી આજે લોકોને સંસારમાં દીકરી નું મહત્વ સમજાયું છે. સમાજ ઘણો સુધર્યો છે પણ આજે પણ અમુક કુટુંબમાં દીકરીઓ ને માન અપાતું નથી ને એવા કુટુંબ નો હંમેશા સર્વનાશ જ થાય છે. આ વાર્તા એક પ્રયત્ન છે સમાજની દીકરીઓ માટેનો. દીકરી ને સન્માન ની દ્રષ્ટિએ જોતો થાય એ માટેનો એક નાનકડો પ્રયાસ છે આ વાર્તા 
(સંપુર્ણ)