Follow books and stories free download online pdf in Gujarati

પીછો


ફટાફટ નાસ્તો પતાવી રીમા એ ડ્રેસ ચેન્જ કરી હળવો મેકઅપ કર્યો ત્યાં સુધીમાં કામવાળી બાઇનું કામ પૂરું થઈ ગયું હતું, જેવી બાઈ નીકળતી હતી કે રીમાએ એને 200 ની એક નોટ આપી, અને કહ્યું જા હવે 4 દિવસ પછી આવજે. અને આ રૂપિયાથી તારા છીકરાઓને મીઠાઈ ખવરાવજે, શીતલની સગાઈની ખુશીમાં.


23 વર્ષની રીમા મૂળ જૂનાગઢની માં-બાપનું એકનું એક સંતાન, પપ્પા મુળજીભાઈનો યુગાન્ડામાં વારસાગત બિઝનેસ હતો પણ ઈદીઅમીનના ત્રાસથી જયારે ભારત ભાગીને આવ્યા ત્યારે 10-11 વર્ષના મુળજીભાઈ દોમ દોમ સાહેબીથી નીકળી ગરીબાઈ નો અનુભવ કર્યો રાજકોટમાં જ્ઞાતીની હોસ્ટેલમાં રહીને કોલેજ પુરી કરી બાપાની નાનકડી દુકાનમાં જોડાયા ત્યારે કોલેજે તેમને 2 અનમોલ વસ્તુ ભેટ આપી હતી ધંધામાં સફળ થવાય એવું દિમાગ અને મુંબઈના મનસુખલાલની ભાઈબંધી.


મૂળજીભાઈએ જયારે જૂનાગઢની નાનકડી દુકાનમાં વેપારની સાથે સાથે આજુબાજુના ગામડામાં ફરીને નાના ખેડૂતો અને વાડીઓવાળાના માલના ઉભા સોદાની શરૂઆત કરી ત્યારે મનસુખલાલે મુંબઈમાં જથ્થાબંધ માર્કેટમાં પપ્પાના ધંધામાં ઝંપલાવ્યું મનસુખલાલના પપ્પાની આર્થિક સહાયથી, મુળજીભાઈ ખેડૂતોનો ઉભા મોલનો સોદો કરીને માલ મનસુખલાલને મોકલી આપે અને મુંબઈમાં એ માલ મનસુખલાલ વેચે। આમ બે મિત્રોએ ધંધો જમાવ્યો અને મુળજીભાઈ બે પાંદડે થયા તો મનસુખલાલે પપ્પાની મિલકત ૧૦ ગણી કરી બન્ને મિત્રોના લગ્ન પછી અને સંતાનોના જન્મ પછી પણ આ ધંધો અને દોસ્તી અકબંધ રહી મનસુખલાલના દીકરા રોહિતના જન્મ પછી 8 મહિના બાદ મૂળજીભાઈના ઘરે લક્ષ્મી (રીમા) નો જન્મ થયો એકાદ વર્ષ બાદ મનસુખલાલનું બીજું સંતાન શીતલ જન્મી. વેપારની સાથે દોસ્તી વધતી ગઈ. એકબીજાના ઘરે બંને પરિવારનો આવરી જાવરો વધતો ગયો રીમાએ જૂનાગઢ અને પછી અમદાવાદમાં ભણીને એમબીએ કર્યું તો રોહિતે મુંબઈમાંથી એમબીએની ડિગ્રી લીધી વર્ષમાં 4-5 વાર એકબીજાના ઘરે સતત મળતા રહેવાથી અને દિલ અને વિચારો મળતા હોવાથી રોહિતે પપ્પાને કહીને રીમા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો, જે રીમા અને એના પરિવાર દ્વારા સહર્ષ સ્વીકારાયો આમ બાળપણના ૨ મિત્રો પતિ પત્ની બન્યા, અને 2 મિત્રો વેવાઈ બન્યા. રીમાએ લગ્ન પછી પતિ અને સસરાના ધંધામાં મદદ કરવાનું શરું કર્યું અને અત્યારે લગ્નના દોઢ વર્ષ પછી એક્સપોર્ટના રોહિતના ધંધામાં મોટાભાગના નિર્ણયો એકલી લેતી થઈ ગઈ. શીતલને પણ રીમાં ભાભી નહીં મોટી બહેન જ લાગતી હતી, તો રીમાને પણ શીતલ નાનીબહેનથી વિશેષ હતી


અને એટલે જ આજે શીતલની સગાઈના એક દિવશ પહેલા જ્યારે આખો પરિવાર વડોદરાના પોતાના ફાર્મ હાઉસ પર, જ્યાં શીતલની સગાઇ વડોદરાના એક ઉદ્યોગપતિ સાથે થવાની હતી ત્યાં ગઈ કાલે જ પહોંચી ગયો હતો ત્યારે રીમા મુંબઈના પોતાના બોરીવલી ખાતેના રો હાઉસ પર જ રોકાઈ હતી અને રોહિત અને પરિવારના અન્ય સભ્યોને કહ્યું કે હું કાલે આવીશ મારે થોડું કામ છે અને એકાદ મીટીંગ અર્જેન્ટ છે. જિંદગીમાં પહેલીવાર એ પોતાના ઘરનાઓને ખોટું કહી રહી હતી એનો ખચકાટ એને હતો ."બેટા તારું કામ પતાવી સાંજ સુધીમાં જલ્દી આવી જજે પરમ દિવસે સગાઈ છે અને ઘણી તૈયારી કરવાની છે" બહુ ઓછું બોલતા સાસુને ધરપત આપતા રીમા એ કહ્યું મમ્મી તમે ચિંતા ના કરો નોકરો અને ઇવેન્ટ ઓર્ગેનાઈઝર બધું સંભાળી લેશે। અને હું પણ કાલ સાંજ સુધીમાં પહોંચી જઈશ. "પણ તું ડ્રાઇવિંગ સાંભળીને કરજે આ કોઈ તું કોઈ રેસિંગ કોમ્પિટિશનમાં ભાગ નથી લેતી એ યાદ રાખજે" શીતલે કહ્યું તો રીમા એ હસીને હા કહી ગઈ રાત્રે બધા નીકળી ગયા પછી રીમાએ પોતાના રેગ્યુલર ઓફિસના ઇમેઇલ છે કર્યા। અને થોડું રિસર્ચનું કામ લગભગ દોઢ વાગ્યા સુધી કર્યું અને પછી સુઈ ગઈ.

કામવાળી બાઈ નીકળી કે તરતજ રીમા એ એક નજર આદમકદ આયનામાં નાખી ૫ ફૂટ ૭ ઈચ ની હાઈટ ૬૦ કીલો વજન એકવડિયો બાંધો, પીળા કલરની સ્લીવલેશ કુર્તી અને જીન્સમાં એ ખુબજ સુંદર દખાતી હતી પોતાનું પ્રિય પરફ્યુમ ની 2-3 આછેરી સ્પ્રે કરીને લાઈટ એસી બંધ કર્યું. એક નજર પોતાના પર્સમાં નાખી થોડો મેકઅપનો સામાન એક પરફ્યુમ લિપસ્ટિક ૨-૩ જવેલરી આયટમ ઉપરાંત પીમ્પર સ્પ્રેની બોટલ, એક મીડીયમ સાઈઝનું વોલેટ જેમાં જરૂરી ડોક્યુમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ ૪-૫ ક્રેડિટકાર્ડ અને થોડીક ૨૦૦૦-૫૦૦ની નોટો સિવાય ૨૦-૫૦ ની ૪ -૫ નોટ અને પરચુરણ બધું પરફેક્ટ હતું। એને ઘરની બહાર આવી મુખ્ય પ્રવેશદ્વાર લોક કર્યું ઝાંપાને બહારથી કડી મારી બાજુના બંગલામાં (રો હાઉસ) રહેતા પાડોશીને ઘરનું ધ્યાન રાખવાનું અને જે સભ્યો સગાઈમાં આવવાના હતા એમને સમયસર પહોંચી જવાનું કહ્યું। અને પોતાની પજેરો ગાડી કે જે રીમાની પ્રિય હતી એને ખોલીને ડ્રાઇવસીટ પર ગોઠવાઈ।

મુખ્ય માર્ગ પર આવીને એને ગાડીને હાઇવે તરફ જવાના રસ્તાને બદલે લિંક રોડ પર લીધી અને બરોડા તરફ જવાને બદલે એને મુંબઈ સિટિ તરફ હંકારી,, ન તો એને કઈ ઓફિસે નું કામ હતું ન કોઈ બિઝનેશ મિટિંગ, હા એક જગ્યા એ જવાનું હતું અત્યારે સવારના પોણા દસ વાગ્યા હતા. રીમા એ મનોમન વિચાર્યું જો બધું પોતે ધાર્યું છે એમ થશે તો 6 વાગ્યા આસપાસ બરોડા શહેરથી થોડા પહેલા પોર ગામના આવેલ પોતાના ફાર્મ હાઉસ પર પહોંચી જવાશે। એને ગાડી લિંક રોડ પર ભગાવી પણ માત્ર 10 મિનિટ પછી એ ટ્રાફિક માં ફસાઈ ગઈ અને માંડ 13-14 કિલોમીટરનો રસ્તો જે એને વિસ મિનિટનો ધાર્યો હતો, ત્યાં ઈર્લા માર્કેટ પહોંચતા એને લગભગ સવા કલાક થયો.

ઈર્લા માર્કેટની વચ્ચોવચ આવેલા ફેશન શૉ રૂમ એશ્વર્યા સાડી દુકાનમાં દાખલ થઈ અને કાઉન્ટર પર બિલ મુંક્યું બિલ જોઈ અને શૉ રૂમના માલિક રમણીકભાઈએ કહ્યું મેડમ થોડીવાર બેસો અને એના માટે ઠંડુ મગાવ્યું ૧,૩૦,૦૦૦ ના ડ્રેસની ડિલિવરી આપવાની હતી અને વર્ષે લગભગ ૫-૬ લાખનો ધંધો હતો આ કસ્ટમરનો. વળી હજી પરિવારમાં આવી રહેલી લગ્નની ખરીદીનો આંક દશ લાખ થી ઉપર જવાનો હતો. માલિક એની આગતાસ્વાગત કરે એ સ્વભાવિક હતું. દશેક મિનિટ વીતી ગઈ રીમા ઉભી થઈ અને કાઉન્ટર પર ગઈ રમણીકભાઇ થોડેક દૂર એક ખૂણા માં કોઈક ૨-૩, આશરે ૪૦ થી ૫૦ની ઉંમરના લાગતા મધ્યવયસ્ક સાથે કૈક વાતો કરતા હતા. દાઢી મૂછો મજબૂત બાંધાના લગભગ ૬ ફૂટની ઉંચાઈ અને સો કિલોથી વધુ વજનદાર કાયા ધરાવતા એ યુવાનો ચા ની ચુસ્કી લેતા હતા. રીમાને એ કોઈ ગ્રાહક હોય એવું ના લાગ્યું, વ્હાઈટ શર્ટ અને જીન્સ પહેરેલા અને દેખાવમાં જ ખુંખાર લાગતાં આ યુવાનોના માથા પર કેસરી તિલક ખભે ભગવો ખેસ જોઈને રીમાને થયું હજી ગઈ કાલેજ લોકસભાના પરિણામ પછી ખુશીની સેલિબ્રેશન કરતા આવા લાખો લોકોને એણે ન્યૂઝ ચેનલોમાં જોયા હતા. પણ આ તો કેવા ખૂખાર દેખાય છે રીમા ને એક ક્ષણ ડર લાગ્યો પણ પછી થયું હશે, મારે એની સાથે શું લેવાદેવા। એણે કાઉન્ટર પાર ઉભેલા માણસને જરા જલ્દી કરવાનું કહ્યું। તે યુવકે કહ્યું બસ ૫ મિનિટ મેડમ રીમા ફરીથી પોતે બેઠી હતી એ ખુરશી તરફ ગઈ ત્યાંજ કાઉન્ટર પડેલા ફોનની રિંગ વાગી ફોન ઉંચકી યુવકે હલ્લો કહ્યું સામેથી આવતો અવાજ સાંભળી એ યુવકે રીમા સામે જોયું અને પછી કંઈક ચિંતાગ્રસ્ત અવાજે રમણીકભાઇ ને બોલાવ્યા, રીમાનું ધ્યાન એ બાજુ જ હતું। પેલા ત્રણે જણાએ રમણીક ભાઈને આવજો કહી ચાલવા લાગ્યા એ વખતે રીમાને લાગ્યું કે એમાંથી સૌથી વધુ ખુંખાર દેખાતો અને સહુથી મોટી ઉંમરનો લાગતો માણસ એને (રીમાને) તાકી રહ્યો હતો અને પછી એ લોકો નીકળી ગયા. રીમાને હાશ થઈ. રમણીકભાઇ એ ફોન લઈને વાત કરવા માંડી વચ્ચે વચ્ચે રીમાની સામે જોતા જતા હતા. ફોનમાં વાત પુરી કરી એમણે સ્ટાફના એક યુવાનને બોલાવી કૈક સૂચના આપી પેલો તરત કાઉન્ટર પર ટીંગાડેલા ડેશબોર્ડ પરથી એક બાઈકની ચાવી લઈ બહાર ચાલ્યો ગયો રીમા ફરી ઉભી થઈ "રમણીક અંકલ હજી કેટલી વાર લાગશે મનેં મોડું થાય છે હજી મારે બરોડા પહોંચવું છે " બસ બેટા માત્ર દશ મિનિટ રમણીક ભાઈ એ કહ્યું। રીમાને પહેલીવાર લાગ્યું કે પોતાનો આ રીતે રોકાઈ જવાનો નિર્ણય યોગ્ય ન હતો એટલીસ્ટ રોહિત ને તો જણાવવાની જરૂર હતી. પણ પછી મન મક્કમ કરી લીધું.


ખરેખરતો શીતલ ની સગાઈ માટે તેઓ ખરીદી કરવા આવ્યા અને ખરીદી કરી ત્યારે શીતલને એક ચણિયાચોળી મોરપિચ્છ રંગના બહુ પસંદ પડ્યા હતા. પણ થોડાક મોંઘા લાગ્યો હતો એટલે આ તો લગ્નમાં લેવાય, એમ કહીને મમ્મીને ગમતો બીજો ડ્રેસ પાસ કર્યો હતો રીમાએ મનોમન આ નોંધ્યું હતું અને ૩ દિવશ પહેલા શીતલના ફિયાન્સે એ પોતે સગાઈમાં શું પહેરવાનો છે એ ડ્રેસિસનો ફોટો મોકલ્યા જે રીમા એ જોયું અને તરતજ વિચાર્યું કે આની સામે તો ઓલા મોરપિચ્છ ચણિયાચોળી જ જામશે. એણે બીજે દિવસે કોઈને પણ જણાવ્યા વગર, એ ડ્રેસ ફાયનલ કરીને પેમેન્ટ કરીને ફિટિંગ કરવા મોકલી આપ્યો હતો. જેની આજે ડિલિવરી લેવાની હતી રીમા પોતાની નણંદ, પોતાની નાની બહેન અને ઘરનાઓને સરપ્રાઈઝ આપવા માંગતી હતી એટલે જ એ ગઈ રાત્રે પરિવાર સાથે ન જતા રોકાઈ ગઈ હતી.


લગભગ ૧૫ મિનિટ પસાર થઈ ગઈ સાડાબાર વાગવા આવ્યા હતા. "ઓહ" રીમાની અકળામણ વધી ગઈ એને રમણીકભાઇની સામે જોયું "બસ માત્ર ૫ મિનિટ સોરી તને મોડું થાય છે પણ..." કહી રમણીકભાઇ બીજા કામમાં પરોવાયા લગભગ ૧૦ મિનિટ પછી પેલો યુવક જે બાઈક લઈને ગયો હતો એ દુકાનમાં દાખલ થયો, એના હાથમાં થેલીઓ હતી. રમણીકભાઇ એ ફટાફટ થેલીઓ ખોલી એમાંથી શીતલનો મનપસંદ ડ્રેસ કાઢીને બોક્સમાં પેક કરવા આપ્યો। રીનાના ચ્હેરા ઉપર રાહતની લાગણીઓ પ્રસરી એ કાઉન્ટર ઉપર ગઈ. કૈજ પૂછ્યા વગર રમણિકભાઈએ ખુલાશો કર્યો કે જે માણસ ડ્રેસ ફિટિંગવાળા પાસે ડ્રેસ લેવા ગયો હતો એનો રસ્તામાં એક્સીડંટ થયો હતો. એને વાગ્યું હતું હોસ્પિટલમાં હતો આતો કોઈએ એને પૂછીને દુકાનમાં ફોન કર્યો અને માલ અને માણસને ઠેકાણે પાડ્યા એ લેવાજ દુકાનમાંથી માણસ મોકલ્યો હતો.


રીમા ડ્રેસના બોક્સની થેલી લઈ પાર્કિગ લોટ તરફ ગઈ ગાડી ખોલીને એ ડ્રાઇવિંગ સીટમાં ગોઠવાઈ ગાડી સ્ટાર્ટ કરી એણે અંધેરી હાઈવે તરફ્નો રસ્તો લીધો અંધેરી ઈસ્ટ વેસ્ટને જોડતો પુલ રાબેતા મુજબજ જામ હતો મંદ મંથર ગતિ એ ધીરે ધીરે ગાડી જયારે હાઈવે પર પહોંચી ત્યારે દોઢ વાગવાની તૈયારી હતી. "ઓહ શીટ " રીમા એ વિચાર્યું। હવે સાત વાગ્યા પહેલા ફાર્મહાઉસ પહોંચવું મુશ્કેલ હતું રીમાને પોતાના કરતા પોતાની ચિતા ઘરના લોકો કરશે એ બીક હતી. એણે ડૅશબોર્ડના ફોન પર સાઉન્ડ મેસેજથી ડ્રાઇવિંગ કરતા કરતા એણે પોતાના પતિ રોહિતને ફોન લગાવ્યો. પણ ૨-૩ પ્રયાસ પછી પણ એનો ફોન સતત એન્ગેજ આવતો હતો. કંટાળીને એને પ્રયત્ન કરવાનું બંધ કરી એણે ડ્રાઇવિંગમાં ધ્યાન પોરવ્યું પણ. રોજિંદા ટ્રાફિકમાં અટવાતા અટવાતા એ જયારે દહિસર ચેકનાકે પહોચિઁ ત્યારે બે, અને ફોઉંટેન હોટેલ પહોંચી ત્યારે પોણાત્રણ વાગ્યા હતા. ભૂખ લાગી હતી છતાં એને મનોનં વિચાર્યું "હાઇવે પર ટ્રાફિક ઓછો છે તો થોડુ ફાસ્ટ ખેચી લઉં," અને એણે ગાડીની સ્પીડ વધારી મનોમન ગણતરી કરી કે એક કલાકમાં મનોર અને દોઢ કલાકમાં વાપી ક્રોસ કરી નાખીશ" લગ્ન પહેલા પોતાનાં ફ્રેંડ અને ક્યારેક રોહિત શીતલ સાથે, તો લગ્ન પછી રોહિતના મિત્રો સાથે એણે આખા ભારત ઉપરાંત નેપાળ ભૂટાન વગેરેની રોડ ટ્રીપ કરી હતી એમાં રેગ્યુલર એ પણ ડ્રાઇવીંગ કરતી એને એમાં મજા આવતી।


વાપી ક્રોસ કર્યું ત્યારે માંડ સવ્વા પાંચ વાગ્યા હતા રીમા એ ગણતરી કરી હજી લગભગ ૨૨૫ કિલોમીટર એટલેકે સાડાત્રણ કલાક, જો રસ્તો સાફ હોય તો એ લગભગ સવા બે અઢી કલાકમાં એટલેકે લગભગ 8 વાગ્યે ફાર્મહાઉસ પહોંચી જશે અને જો કડોદરા સુધી ટ્રાફિક નહીં મળે તો નાસ્તો કરવા ત્યાં દસ મિનિટ રોકાશે પોતે ફાસ્ટ ડ્રાયવીંગ કર્યું એની ટ્રીટ પણ મેળવી જોઈએને આમેય એને સખ્ત ભૂખ લાગી હતી. એક કલાકમાં કડોદરાનો ટાર્ગેટ રાખી એને ગાડીની સ્પીડ વધારી ૬-૧૭ મિનિટે જયારે એની ગાડી "વામદુત પેટ્રોલ પંપ "ના પ્રાંગણમાં ઉભી ત્યારે એને ટાંકી ફુલ કરાવી અને બાજુમાંજ આવેલ રિફ્રેશમેન્ટ + રેસ્ટોરાં તરફ ચાલી હળવો નાસ્તો કરતા કરતા એને રોહિતને ફોન લગાવ્યો। અને કૈં લાવવાનું હોય તો પૂછ્યું રોહિતે એને ૨ ક્રેટ કોલ્ડડ્રિંક્સ અને થોડા નાસ્તાના પેકેટ લાવવાનું કહ્યું અને પૂછ્યું "ક્યાં પહોંચી" "કડોદરા લગભગ દોઢ કલાકમાં પહોંચી જઈશ ઘરે (ફાર્મહાઉસ)" રીમા એ જવાબ આપ્યો "ટેક કેર અને રેસ ડ્રાઇવિંગ ના કરતી તારા મમી પપ્પા આવી ગયા છે જલ્દી આવજે" રોહિતે સૂચના આપી. "રેસ ડ્રાઇવિંગ ન કરતી અને જલ્દી આવજે એ બે વિરોધાભાષી વાક્યો છે ગાંડા " રીમાએ હસતા હસતા કહ્યું "ઓકે બાય જલ્દી આવુંછું" બોલીને રીમા એ ફોન કટ કર્યો અને અચાનક જ એણે જોયું કે સવારે રમણીકભાઇની દુકાનમાં હતા એ 3 જણા નાસ્તો કરીને ઉભા થતા હતા. પેલો ખુંખાર લાગતો માણસ જાણે હજી એને જ તાકી રહ્યો હોય એવું રીમાને લાગ્યું। "ઓહ માઇ ગોડ આ લોકો અહીંયા ક્યાંથી।" મનોમન વિચારી રીમા રોહિતે કહેલ વસ્તુનો ઓર્ડર આપવા કાઉન્ટર પર ઉભી "પ્લીઝ જરા આ સમાન મારી ગાડીમાં મુકાવી આપોને આ ૨ ક્રેટ અને નાસ્તાના પેકેટ" તેને રિકવેસ્ટ કરી અને પર્શમાંથી વોલેટ કાઢીને બિલ ચૂકવ્યું. "આવો મેડમ કઈ ગાડી છે તમારી" એક હેલ્પર જેવા લગતા છોકરાએ સમાન ઉંચકીને એને પૂછ્યું રીમા એને લઈને પોતાની પજેરો પાસે આવી પાછળનો દરવાજો ખોલીને એને સમાન મુકાવ્યો અને ઓલા છોકરાને બક્ષિસ આપવા પોતાનું પર્સ ખોલ્યું અને ચોકી ગયી "અરે મારુ વોલેટ," ત્યાંજ રેસ્ટોરાંમાંથી બીજો છોકરો દોડતો આવ્યો મેડમ તમારું પાકીટ કાઉન્ટર પર ભૂલી ગયા છો, ચેક કરીને લઈ જાવ. "હાશ" કરતી રીમા ફરીથી કાઉન્ટર તરફ ચાલી "ચલ, મારે તને કૈંક આપવું છે" કહી સમાન મુકવા આવનારા છોકરાને સાથે લીધો પ્રાંગણમાં એક નજર નાખી પેલા ત્રણે ભગવાધારી ખૂંખાર એક બુલેરો પાસે ઊભીને સિગારેટ પિતા હતા રીમાએ કૈક અણગમાથી તીરછી નજરે એમને જોયા, એને લાગ્યું કે પેલો થોડો મોટી ઉંમરનો એને જ તાકી રહ્યો છે કૈંક સંકોચાઈને એને કેપ્રીની ફરીથી ખેંચીને સરખી કરી કાઉન્ટર પરના માણસે કહ્યું કે મેડમ આ તમારું પાકીટ ચેક કરી લ્યો આતો સારું હતું કે આજે ગીર્દી ઓછી છે અને મારો માણસ સામાન મુકવા આવ્યો હતો નહિ તો હું તમને કેવી રીતે શોધત અને રસ્તામાં તમને પણ તકલીફ પડત "થેંક્યુ". કહી વોલેટમાં અડછતી નજરનાખી બધું વ્યવસ્થિત હતું એંક પચાસની કડકડતી નોટ એને સમાન મુકવા આવનારને આપી અને બીજી નોટ બોલાવવા આવનારને આપી. બન્ને એ ખુશ થઈને એને સેસેલ્યુટ કરી કાઉન્ટર પર બેઠેલો માણસ અને રીમા સહેજ હસી પડ્યા।

રીમા પોતાની ગાડી પાસે આવી સાત વાગી ગયા હતા અને હજી લગભગ ૧૨૫-૧૩૦ કિલોમીટર કાપવાના હતા જો ટ્રાફિક નહીં મળે તો ૯ વાગતા પહેલા ઘરે પહોંચી જવાશે. પોતાના મમી પપ્પાને મળવું હતું. અને સાસુ, સસરા, નણંદ અને પતિની માફી માંગતા માંગતા, સરપ્રાઈઝ આપવું હતું. (માફી માંગવાનું એણે ખોટું કહ્યું ત્યારેજ નક્કી કરી લીધું હતું.) ફ્રન્ટ ડોર ખોલ્યું અને ડ્રાઇવિંગ સીટ પર બેઠી. એક નજર એણે ચારે તરફ મારી અને ગાડી સ્ટાર્ટ કરી. રિર બેક વ્યુ મિરરમાં નજર નાખતા નાખતા એને પજેરોને મેન રોડ પર લીધી, અચાનક એણે બેક મિરરમાં જોયું કે ઓલા ૩ જણા એની જ ગાડી સામે જોઈને હાકોટા કરી રહ્યા હતા. "એ હોય, ઉભી રે, ગાડી ઉભી રાખ" એમ બુમ પાડતો ૩ માંથી એક જાણ એની તરફ દોડ્યો. ભયભીત થઈને રીમા એ ગાડી ભગાવી. ગાડીને સ્પીડ પકડતા જોઈને પેલો ઉભો રહી ગયો એ રીમા એ મિરરમાં જોયું એને હાશ થઈ. ટ્રાફિક આજે ખરેખર જ ઓછો હતો. ડ્રાઇવિંગ કરતા કરતા રીમા એ પાછળ જોયું અને એના ધબકારા વધી ગયા ઓલા ખૂંખાર લોકોની બુલેરો એની પાછળજ હતી અને જાણે એને પકડી પાડવી હોય એમ ફુલ સ્પીડમાં આવતી હતી. મુસીબતોના ભણકારા વાગતા અચાનક રીમાએ સ્પીડ વધારી અને ભગાવી. "હું એમ તમારા હાથમાં થોડી આવીશ," પોતાના ડ્રાઇવિંગ પર અભિમાન કરતા કરતા એણે મિરરમાં પાછળ નજર નાખી બુલેરો એની પાછળ જ હતી અંતર થોડું વધ્યું હતું પણ પીછો છૂટ્યો નહતો. બન્ને ગાડીઓ બીજા વાહનોની વચ્ચેથી ખતરનાક સ્પીડે ભાગી રહ્યા હતા.રીમાએ એક નજર આગળ નાખી અને સ્પીડ પકડી, આવું તેની જિંદગીમાં કરે બન્યું ન હતું. ઘણીવાર રોડ ટ્રિપમાં એણે બીજા ડ્રાઈવર દોસ્તો સાથે આવી રેસિંગ કરી હતી પરંતુ મોટેભાગે રોહિત એની સાથેજ હતો. અને રેસિંગ દોસ્તો સાથે થતી જયારે આ તો સૌ અજાણ્યા ખુંખાર લોકો અને પોતે સૌ એકલી બહાર અંધારું વધતું જંતુ હતું અને હાઈવેની આજુબાજુ નો ઇન્ડસ્ટ્રીયલ એરિયા પૂરો થઈ ગયો હતો. સામેની લાઈનના વાહનોની રોશની રીમાની આંખોને અકળાવતી હતી. વારંવાર એ મિરરમાં જોતી હતી, બોલેરો અને એની વચ્ચેનું અંતર ક્યારેક ઘટતું તો ક્યારેક વધતું હતું પરંતુ એ ખુંખાર લોકો એ એનો પીછો છોડ્યો નહતો।


પોણા આઠ વાગ્યા હતા. ભરૂચ ક્રોસ થયે પાંચ સાત મિનિટ થી હતી હાઇવે પર અન્ય બીજા વાહનોની વચ્ચે આ પજેરો અને બુલેરોની રેસ ચાલુ હતી રીમા વારંવાર મિરરમાં જોતી હતી અચાનક કૈક કૂતરું કે બિલાડી જેવું પ્રાણી એની ગાડીના આગળના પૈડાં સાથે અથડાયું. અને ગાડીએ આંચકો ખાધો. અથડામણથી અનાયાસે રીમાએ બ્રેક મારવી પડી, સ્પીડ ધીમી થતા રીમાએ નજર ફેરવી પાછળ જોયું. થોડે દૂર કોઈ પ્રાણી તરફડતું હતું। રીમાને કંપારી છૂટી ગઈ. અને એરકંડિશનર કારમાં પણ પરસેવે વળવા મંડ્યો. એકાદ ક્ષણ એને થયું કે પાછળ જઈ અને એ જીવની કૈક મદદ કરે એ જ ક્ષણે એણે બુલેરો ને જોઈ જે હવે એનાથી માત્ર દોઢસો મીટર જ દૂર રહી હતી. કાંપતા હાથે એને ગાડી સ્ટાર્ટ કરી હવે માંડ ૭૦ મીટરનું આંતર બચ્યું હતું। એણે મિરરમાં જોયું કે એક યુવક બહાર ડોકું કાઢીને કૈક હાકોટા કરી રહ્યો હતો પ્રસ્વેદની ધાર એના કપાળ પરથી ટપકી રહી હતી અને આખું શરીર પરસેવે ભીંજાવા માંડ્યું હતું "ઓહ માય ગોડ. આ હું ક્યાં ફસાઈ, એમ વિચારી રીમાએ ફરીથી સ્પીડ વધારી બસ હવે માત્ર 52-55 કિલોમીટર। એને ગણતરી કરી. નબીપુર પાસ થયું। "બસ હવે ૧૦ ૧૨ મિનિટમાં પાલેજ પછી લાકોદ્રા અને કરજણ અને પછી બામણગોર ગામની સિમ માં હાઇવે પર રહેલું એનું ફાર્મ હાઉસ" "હજી અડધો કલાક કે 40 મિનિટ બસ એકવાર ફાર્મ હાઉસ પહોંચી જાઉં એટલે જંગ જીત્યો." એને ગાડીની સ્પીડ વધારી ૧૧૦-૧૨૦ વચ્ચે સ્પીડોમીટરનો કાટો ફરતો હતો મિરરમાં નજર કરી બુલેરો હવે થોડીક વધારે દૂર થઈ હતી, પણ એ અંતર માંડ ૧૬૦-૧૮૦ મીટરનું જ હતું. બુલરોનો ડ્રાઈવર પણ ખુબજ હોશિયાર હતો "બસ હવે ડ્રાઈવમાં કાઈ જ ભૂલ ન થવી જોઈએ નહીં તો પોતે ભયકંર મુસીબતમાં મુકવાની હતી એની રીમાને ખાતરી હતી. સામે નજર જમાવી એણે સ્પીડ જાળવી રાખી બીજા વાહનોને ક્રોસ કરતા કરતા સ્પીડ જાળવવી સહેલી નહતી. પણ રીમા માટે આ જીવન મરણનો સવાલ હતો. પાલેજ પાસ થયું અને અચાનક જ હાઇવે પરના વાહનો સૌ ઓછા થઈ ગયા. રીમાએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો। અને લાકોદ્રા પણ પસાર થયું કરજણ પાસ થયું અને બસ, હવે કંડારી. રીમાએ પાછળ જોયું એના અંદાજ પ્રમાણે બુલેરો એની પાછળ જ હતી આંતર હવે થોડુંક જ બચ્યું હતું. રીમાએ ડ્રાઈવે કરતા કરતા કાંડા ઘડિયાળમાં જોયું ૮-૩૫ થઈ હતી. બસ હવે માત્ર ૫મિનિટ અને હું ફાર્મ હાઉસમાં અને પછી રોહિત અને બીજા લોકોને લઈને આ હરામખોરો પીછો કરી એને પોલીશમાં પકડાવીશ સા।.. મારો પીછો કરેછે. ભલું હશે તો મને ફાર્મ હાઉસ ઘુસતા જોઈને જ રફુચક્કર થઈ જશે હું એને છોડીશ નહીં.


3 મિનિટ। .. અઢી મિનિટ। ... બુલેરો હજી પાછળ જ હતી રીમાને સ્પીડ ઓછી કરવી પડી 2 મિનિટ। ... એક મિનિટ।..... રીમાએ આગળ નજર કરી લોકેશનને મનમાં સેટ કર્યું અને મનોમન ગણતરી શરૂ કરી ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, અને ૧ આવતાજ અચાનક એણે સ્ટિયરિંગ લેફ્ટમાં ઘુમાવ્યું. અને ગાડી હાઇવે છોડીને કાચા પગરણમાં ઉછળી, અને બરાબર સામે જ રહેલા ફાર્મ હાઉસના લાકડાના ઝાંપાને તોડતી આંચકો ખાઈને અંદર ઘુસી. એ જ ક્ષણે રીમા ડ્રાઇવિંગ સીટ પરથી લગભગ ઉભી થઈ ગઈ, અને બ્રેક દબાવી. આંચકા સાથે ગાડી ઉભી રહી અને ઝડપથી લગભગ ૩૦ ૪૦ મીટર અંદર સમીયાણો બાંધતા મજૂરો અને બીજા લોકો પાસે આવીને અટકી. બધા સ્તબ્ધ થઈ ગયા. રીમાએ માંડ પોતાનું સંતુલન જાળવ્યું અને "રોહિત રોહિત હેલ્પ હેલ્પ" કરતી, ગાડીમાંથી બહાર આવી. એ પરસેવે રેબઝેબ હતી એનો શ્વાશ ફૂલી ગયો હતો. ઝાંપો તૂટવાનો અવાજ અને પજેરોની બ્રેકની ચિચિયારી સાંભળી ઘરના બધા લોકો બહાર દોડી આવ્યા. રોહિતને બહાર આવતો જોઈને એ સાસુ સસરા અને મમ્મી-પપ્પાનો સંકોચ છોડીને દોડીને એને વળગી પડી. એની છાતી હાંફતી હતી, શ્વાસ હજી ભારેખમ હતો. " શું થયું? તું આવડી ગભરાયેલ કેમ છે? અને ઝાંપો શું કામ તોડ્યો? આવીને હોર્ન માર્યું હોત તો કોક ઝાંપો ખોલી દેત રોહિતે એને કહ્યું, પણ પછી રીમાની આવી હાલત જૉ અને એના વાંસામાં હાથ પસવાર્યો.


બરાબર એ જ વખતે, બુલેરો તૂટેલા ઝાંપા પાસે ઉભી રહી. એની બ્રેકની ચિચિયારી એ બધાનું ધ્યાન એ બાજુ દોરાયું. રીમા એ ચીસ પડી "આ લોકો. ..... આલોકો, છેક કડોદરાથી મારો પિછો કરી રહ્યા છે. રીમા નું વાક્ય પૂરું થાય એ પહેલા જ બુલરોનો દરવાજો ખુલ્યો અને પેલા ત્રણે ખુંખાર ઉતર્યા ૨ જણાના હાથમાં હોકીઓ હતી તો ૩જો જે થોડીક મોટી ઉમરનુ અને વધું ખુંખાર દેખાતો હતો એના હાથમાં ગન હતી. અચાનક હથિયારધારી લોકોને જોઈને બધા સત્બ્ધથી ગયા. કોઈને કઈ બોલવાના હોશ ન હતા રીમા થરથર કાપતી હતી શીતલ ગભરાઈને મનસુખલાલની પાછળ ઉભી હતી મનસુખલાલ અને મુળજીભાઈ હતપ્રભ હતા. પેલા ત્રણે આગળ વધ્યા અને પજેરો પાસે પહોંચ્યા સમીયાણો બાંધવા માટે બહાર કનેક્સન લીધેલી ફ્લેશ લાઈટનું અંજવાળું ત્રણે પર પડતું હતું. અચાનક મુળજીભાઈ આગળ આવ્યા અને "અરે જીતુભા તમે" કહી સહુથી ખુંખાર દેખાતા તરફ આગળ વધ્યા કે તરત જ પેલા એ નાક પર આંગળી રાખી એમને ત્યાંજ ઉભવાનો ઈશારો કર્યો અને ઝટકાભેર પજેરોનો પાછળનો દરવાજો ખોલી નાખ્યો અને ત્રાડ પડી. "સા....., હરામખોર બહાર આવ. નહીતો હમણાં ગોળી ધરબી દઉં છું." હાથમાંની ગન અંદર તરફ તકાયેલી હતી અને જીતુભા પાછળના ગેટ થી ૨-૩ ફૂટ દૂર ઉભા હતા. એકાદ ક્ષણ પછી એક દુબળો પાતળો દેખાતો માણસ પજેરોના પાછળના દરવાજેથી બહાર નીકળ્યો એણે કોઈ હોસ્પિટલના દર્દી પહેરે તેવો ડ્રેસ પહેર્યો હતો એનો એક હાથ એના ખીસામાં હતો. અચાનક જીતુભાએ એક ઝાપટ એને મારી. હટ્ટાકટ્ટા મજબૂત જીતુભાની એક જ ઝાપટે પેલો ભોંય પર પછડાયો જીતુભાનાં એક સાગરિતે આગળ આવી હોકીનો એક ફટકો એની પીઠમાં માર્યો. પેલો લગભગ બેવડ થઈ ગયો. બીજા સાગરિતે એના ખિસ્સા તપસ્યા અને એક ભંયકર ચાકુ એમાંથી કાઢીને ફંગોળ્યું.


આ બધું શું ચાલી રહ્યું છે એ ન સમજતા રોહિતે મૂળજીભાઈની સામે જોયું "આ જીતુભા છે. વંથલીમાં એમની વાડિયું છે કેશર કેરીની, જે માલ આપણે લઈએ છીએ. અને આ પ્રતાપસિંહ અને ભાણુભા" બધા આપણા ઓળખીતા ખેડૂતો અને મિત્રો છે. મુળજીભાઈ એ ખુલાશો કર્યો. મનસુખલાલ પણ બધાને ૨-૩ વાર મળ્યા હતા. "એ બધી વાતું પસી કરજો મુરજીભાઈ, પેલા આને ક્યાંક બાંધોને પોલિશને ફોન કરો. આ રા...નો મારી સોડી (રીમા)નો જીવ લય લેત." જીતુભાએ રીમા સામે પ્રેમાળ દ્રષ્ટિ નાખીને કહ્યું। "મેં એને ભગવાનજીભાઈની દુકાને જોય તયે જ થતું તું કે આ સોડી ને ક્યાંક જોય શે પણ યાદ નોતું આવતું, આવડીક અમથી હતી તયે મારી વાડીયે મુરજીભાઈ ભેગી કેરિયું ખાવા આવતી નાક નકશો જોઈને એંધાણ યાદ કરતો તો પણ યાદ નોતું આવતું।"

દરમિયાનમાં પેલાને બાંધવામાં આવ્યો, રીમા શીતલ ઘરમાં જઈ અને પાણી લઈ આવ્યા. ૩-૪ ખાટલા નાખી બધા ગોઠવાયા. મજૂરોએ એમનું કામ ફરી શરૂ કર્યું. પછી જીતુભાએ વાતનું અનુસંધાન સાધતા કહ્યું કે ચૂંટણીમાં અમારો ભાઈબંધ જીતી ગયા એનો આનંદ મનાવવા અમને બોલાવ્યા હતાં કાલે પાર્ટી મનાવીને આજે ભગવાનજી ભાઈની દુકાને એને મળવા ગયા. "યા આ સોડીને જોય, ક્યાંક પેલા જોય હોઈ એવું લાગ્યું પણ કે યાદ ન તું આવતું. અમે કડોદરા સા પાણી કરવા ઉભા ન્યાં કોક વાતું કરતા તા કે દવાખાનામાંથી કોક કેદી ભાગી ગયો સે જે ને ઘણાબધા ખૂન (સિરિયલ કિલર) કર્યા સે. એ જ વખતે આ સોડી એની ગાડીમાં સમાન મુકાવવા આવી ને પછી અચાનક પા સી કાઉન્ટરબાજુ ભાગી પણ એણે વાહલો દરવાજો બંધ નો તો કયરો, ને એમાં આ હરામીને ઘુસતા અને પસી દરવાજો બંધ કરતા અમે જોયો એના કપડાથી લાગ્યું કે આ ઓલો ખૂની જ લાગે શે, સોડી પાસી આવી ને ગાડી ઇસ્ટાર્ટ કરતી તી તયે મને યાદ આવ્યું કે આ તો મુરજીમેઇની સોડી સે. અમે રાડું નાખી એને ચેતવવા, પણ એ ને કોણ જાણે અમે તણેય માથાભારી મવાલી લાયગા એટલે એણે ગાડી તેજ ભગાવી। આ પ્રતાપસિંહ કોકનો વાહો લે તો ૨૦-૨૫ કિલોમીટરમાં પકડી પાડે પણ સોડી હુંશિયાર નિકરી અમને ઠેઠ લગી આંબવા નો દીધા" હાલો તયી જે ભગવાન. કહી જીતુભા ને એના સાથીદારો ઉભા થયા. "અરે જીતુભા અહીં લગી આવ્યા છો તો કાલે મારી શીતલની સગાઈમાં થઈ જાય પછી જજો" મનસુખલાલ કહ્યું. પણ જીતુભા એ કીધું મનસુખલાલ તમારી વાત હાચી પણ અમને ખરેખર જરૂરી કામ છે કાલે ગામમાં, કહી શીતલના હાથમાં શુકનના રૂપિયા આપીને બહાર નીકળ્યા. રીમા પગે લાગવા જતી હતી તો રોકી અને કહ્યું "રવા દે બટા દીકરીયું પગે પડે એ હારું નો કેવાય" કહી એના માથે હાથ ફેરવ્યો આવા ખુંખાર માણસે માથે હાથ ફેરવ્યો તો પણ આ વખતે રીમાને બીક ન લાગી.

અલ્કેશ રસિકલાલ ભાયાણી

મોં. 9619992572