Ashadh no varsad maldhari sathe books and stories free download online pdf in Gujarati

અષાઢ નો વરસાદ માલધારી સાથે

બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો અને અચાનક કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો..
આજે તું મન મૂકી ને વર્ષે છે તો તું બસ વરસ્યા જ કર તારી રાહ જોઈ ને ચાતક બિચારું તરસતું હતું મોરલા તારી એ મીઠી છાટ મા પોતાની કલા બતાવવા થનગની રહ્યા છે. અને મારા જેવા લેખક તારા ઉપર આજે લખી રહ્યા છે.
બહાર વરસાદ રાહ જોઈ ને બેઠો છે .
અને આ બાજુ પેલા વણઝારા તને સાદ પાડે તો કેમ વરસતો નથી .
મોરલા પણ કહી રહ્યા છે કે તું આવ હું તને મારી કળા બતાવું
હું જાણે ૩ મહિને જાંબુડા ની યાદ આવતા ખેતર તરફ જઈ રહ્યો હતો .
ત્યાં મારી નજર પેલા માલધારી પર પડી ગઈ .
કે જે પોતાના ધણ લઈ ને દેશ છોડી ને અહીંયા છેલ્લે ૫ મહિના થી રહી રહ્યા છે .
તું મેઘ મારે મેઘ ઘાઘા થઈ ને બસ વરહ્યા જ કર
જોવું છું હું તને કોણ ટોકે છે !
" મેઘ વરસ્યા ને મોરલા ના ટહુકા બોલે
વણઝારા બોલી ઉઠી ગીર જિલે ""
હા હા રે ગીર ઝીણું ઝીણું મન મા મૂંઝાય છે.
"" કોણ પૂછે કે એને શું થાય છે .
ગીર છોડી ને માલધારી હાલ્યા છે .""
છોરું વિના હવે કેમ રેહવાય રે હા હા હારે ગીર ઝીણું ઝીણું
મન મા મુંઝાય છે.
આ ગીર ના માલધારી ક્યાં હાલી રહ્યા છે કોઈકે પૂછ્યું
કે છોરું ને આજે છોડતા બહુ દુઃખ થાય છે પણ આ મેહ વરહ્યો જ કય છે છેલ્લે ૩ વર્ષ થી અમારા છોરું સાથે સંતાકૂકડી રમી રહ્યો છે
હું તો આમ નીરખી ને બસ તેને જોઈ રહ્યો છે!


અરે ઓ મેહુલિયા તું આ તારા છોરું હ્યામુ કાઈક તો જો તે તને સાદ પાડી રહ્યા છે કે તું છે કે આવતો જ નથી આ ઉંમરે તો આ બાળુડાને રમવા ને બદલે તે કેમ આમને ગીર થી છૂટા કરી દીધા .
જ્યારે હું તેમની પાસે ગયો તે માલધારી ની બાજુ મા હુ બેઠો નીચે જમીન ઉપર એમની ખાન દાની તો જોવો વટેમાર્ગુ ને પણ નથી તો પણ કેટલો પ્રેમ અને મે તે માલધારી ને ત્યાં ચા પીધો અને મે પૂછ્યું કે તમે કેટલા સમય થી છો અહીંયા તો તેમને જવાબ જે આપ્યો તે સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો .
હે મારા માઈ બાપ અમે રહ્યા માલધારી છોરું ક્યારે અહીંયા તો ક્યારે બીજે ક્યાંય અમારા જેવા માલધારી ને આશરો આપ્યો તમે તો અમારા મા બાપ કેહવાય અમે તો તમારું ઋણ કેવી રીતે ચૂકવી શકીએ .


કો


અમારા આ ઘેટાં બકરા ના નાનકડા બાળ ને તમે આશરો આપ્યો તે તમે અમારા ભગવાન બન્યા હું બસ ત્યાજ થંભી ગયો અને વિચાર્યું કે શું જીવન જીવી રહ્યા છે આ માલધારી .
હું જ્યારે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો અને વિચાર્યું કે આમના માટે હું ફક્ત ઇન્દ્ર દેવ ને પ્રાથના કરી શકું કે તમે મન મૂકી ને વર્ષો તમારી ગીર તમને યાદ કરે છે .આ માલધારી તમને સાદ પાડી રહ્યા છે.
મોરલા ટહુકી રહ્યાં છે.
ટેહુક,ટેહુક,ટેહુક,ટેહુક

અને પોતાની સાતે કળા એ થનગનાટ તરવાત કરી રહી છે.
ત્યારે એક ગીત યાદ આવે છે ઝવેરચંદ મેઘાણી નું
બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે

આની યાદ આવી જાય .
અષાઢી સાંજ
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!

માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે

ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે, સૂતી ગોપી જાગે

વીરાની વાડીઓમાં અમૃત રેલે
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!
-ઝવેરચંદ મેઘાણી
ક્લીક કરો અને સાંભળો
આ હા શું મેઘાણી ની કૃતિ છે
જે સાદ દઈ ને કહી રહી ના હોય કે મેઘ તું વરસ્યા કર.

" તું વરસ્યા કર નિજ અંબર મા જોઈ સાદ પાડે તારા બાલુડા
માલધારી બોલી ઉઠ્યા યાદ આવી ગીર બોલાવે છે નિજ ધરીતી મા ""
" તું વરસ્યા કર ઓ મેહુલિયા તું નઈ વર્ષે તો તો તારા આ બાલુડા તારું આ ગાયો નું ધણ તરસ્યુ મરશે.
આજે તું. આમ મન મૂકી ને વરસી રહ્યો છે .
તું બસ વરસ્યા જ કર
" રાહ જોઈ રહ્યું છે ચાતક તારા મીઠા એક ધાર ની.
ટહુકો દઈ રહ્યો છે મોરલો થનગનાટ કરતો તાલ દઇ""
તું વર્ષે છે મુજ ધરતી પાવન થાય ઘણી .
તારા છોરું વિનવી રહ્યા તને સાદ દઈ


ભલે ને અમે પલળી જાશું પણ તું અમારી ચિંતા કર માં તુ બસ
વરહ્યા જ કર વરહ્યાં જ કર તારા આ માલધારી બાળુડાને તેની ગીર સાદ દઈ રહી છે
પણ છેવટે તું વરસ્યા કરી રહ્યો છે .
તારા એ વીજળી ના ચમકારા પણ મને જોઈ જોઈ ને સતાકુકડી ના રમી રહ્યા હોય તેમ આવન જાવન
કરી જ રહ્યા છે.
હું વિચારી જ રહ્યો હતો . કે કાંઈક તો લખું હું પણ મને સમય જ નોહતો મળી રહ્યો પણ તું આમ મન મૂકી ને વરહ્યા કરી રહ્યો છે તો પછી હું પણ ક્યાં તારા થી દુર રહી શકું .
તારા એ આવવા થી મારા મા નવચેતના આવી ગઈ છે .
હું તો બહાર જઈ ને જોયું તો તુજ હતો તે મારું બારણું ખખડાવી રહ્યો છે ને તો હા
તું આજે જેમ વર્ષે છે તેમ બસ વરહ્યા જ કરજે તારી ગુજરાત ની પાવન ધરા પર એક તારી નદી સૂકી ના રહી જાય તો તારી વીજળી ની બત્તી મારી ને જોઈ લેજે તું કેમ મોડો આવ્યો તેનો મને અફસોસ નથી પણ તે તારા આ નાના


ભૂલકાં નો સાદ સાંભળી ને તું આજે આવ્યો તો ખરો બસ મને તારી એ વાત બહુજ ગમી ભલે તું ૨ વર્ષ થી સંતાઈ રહ્યો હતો પણ આજે આવ્યો તેની ખુશી તેને પણ ભૂલવી જાય છે
આ નાના બાલુડા સાદ તે સાંભળી તો લીધો હવે તને તારી ગાંડી ગીર યાદ કરે ને તું ના આવે તેવું બને ખરું
કોયલની જેમ ચાતકનું ગાન પણ સૌને ગમે તેવું હોય છે. વર્ષાઋતુ એ ચાતકની પ્રજનનઋતુ છે. આથી વર્ષાઋતુમાં મત્ત બનીને ચાતક યુગલ ગાય છે.

'પી.પિયુ..પી..પિયુ,' વરસાદ ન આવે ત્યાં સુધી ચાતક તરસ્યું રહે છે, રિબાયાં કરે છે ને વાદળ વરસે એ જ પાણી તે પીએ છે - આવી બધી કલ્પનાઓ કવિઓએ ચાતક વિશે કરી છે,


આમ ક્યાં સુધી તું રાહ જોઈ ને તરસ્યું રહીશ થોડુ પાણી પિલે તો કે હું નઈ પીવું હું ભલે ને મૃત્યુ પામીશ તો પણ તેને હસતા મુખે જીલવી લઈશ પણ હું આજે પાણી તો નહિ જ પીવું અને પીસ તો મારા મેહ નું જ પીસ એના વગર નું મોત પણ મને કબૂલ છે
આ પક્ષી આપડે એ શીખવી ગયું કે હું બન્યું છું તો મેહ માટે મારી પ્રીતિ મેહ ની સાથે છે તો તું મને વરસ્યા કરવા દે ક્યાં સુધી તું મને રોકી શકીશ આમ હું તારા માટે જ તો બન્યો છે .
સમય ના વહેણ માં હું નઈ ભોળવાઈ જાઉં .
આપડે પણ આપડા જીવન મા આવું જ રાખવું જોઈએ કે હું બનીશ તો આજ બનીશ એવું તો નહિ કે આજે આ સારું તો ત્યાં દોટ પેલું સારું તો પેલી બાજુ દોટ બસ ચાતક ના જેમ એક જ લક્ષ્ય જેમ તેનું લક્ષ્ય છે મેહ નું જાડ તેમ આપડું લક્ષ્ય એક જ રાખવું આ વારે ઘડીએ બદલાવું તે કેટલું યોગ્ય
આ વાત આપણે જાણી લેવી જોઈએ












મારી નાનકડી કવિતા


ઝરમર ઝરમર વરસે મેહ
આખો ને ભિજાવે મેહ
નવા સપના બતાવે મેહ
ચાતક ને મોઢું મીઠું કરાવે મેહ
મનને ભીજી તું ભીજાવે મેહ
પ્રેમ ની વાત તે શીખવાડે મેહ
દિલ ની વાત તે જણાવે મેહ
નાની ડાળ ના પખી રે
કલરવ કરી સમજાવે મેહ
ઝરમર ઝરમર વરસે મેહ
લાગણી ઓ સમજાવે મેહ
મીઠી વાતો તે જણાવે મેહ
બે આખો ને તે મિલાવે મેહ
દિલ ની વાત જણાવે મેહ
યાદ જૂની આપવે મેહ
વિચારો મા ખોવાય તે મેહ
મન મોર બનીથનગનાટ કરાવે મેહ
આંખલડી ને ભીનાજાવે મેહ
વીજળી ના ચમ કારે જોવે મેહ
પ્રેમ થી સમજાવે મેહ


પેહલા વરસાદ ની એ મીઠી માટી નું સુગંધ જાણે તમે અંત્તર થી મહેકતા હોય તેમ લાગી રહ્યું છે આજે જાણે કે મેહ ની સાથે વાદળ પણ ખડખડાટ હસી રહ્યા હોય તેવું લાગે છે.
મને તો એવું લાગે છે ઉપર વાદળો ની વચ્ચે ઇન્દ્ર દેવ અને દેવો ની ટીમ બેટ દડો ના રમી હોય તેમ પવન દેવ બોલિંગ કરી રહ્યા છે ઇન્દ્ર દેવ ઓપનિંગ મા આવી ને રાહુલ દ્રવિડ ના જેમ ક્રિઝ પર દીવાલ બની ને ટકી જ ગયા હોય તેવું લાગે છે પણ વરુણ દેવ પણ બુમ્રાહ ની જેમ યોર્કર નાખી ને આખું વાદળ હચ મચાવી ના રહ્યા હોય તેવો આભાસ થઈ રહ્યો છે .
આ રીતે લાગે આજે ૧૦૦% ઇન્દ્ર દેવ ત્રેવડી સદી મારશે .
પણ વરુણ દેવ પણ તેમના યોર્કર રૂપી વીજળી થી થોડા સમય માટે કાબૂ મા રાખશે .
ત્યાં તો દડો ક્યાં ખોવાઈ ગયો એટલે વીજળી ની લાઈટ કરી ને જોઈ લે છે ક્યાં શુકુ તો નથી રહી ગયું ને બસ આમ આવી લાંબી ઇનીંગ તમે રમતા જ
આપ સર્વે નું આ વર્ષાઋતુ નું વર્ષ ખુબજ સારું જાય અને ઇન્દ્રદેવ મન મૂકી ને વરસે તેવી મારા તરફ થી આપ સર્વે ને શુભ કામના
સમય લેખન નો -૨:૬:૧૬ થી ૪:૩૧:૧૦ sec