વાંક કોનો કપડાં નો કે છોકરી હોવા નો

  શરમ તો આવતી હશે એ ક્રાંતિકારી અને મહાત્મા ને કે  જેમના માટે અમે શહીદ થાયા એવા વ્યક્તિ માટે કે જે દેશ માં એક બાજુ સ્ત્રી સશક્તિકરણ ની આડંબર ચલાવે છે તો બીજી થોડાક ને થોડાક સમયાંતરે નાની બાળકી કે પછી ૬૦ વર્ષ ની વૃધ્ધ મહિલા પર દુષ્કર્મ ના કિસ્સા પ્રકાશમાં આવે છે ત્યારે અમુક મહાન માણસોનું માનવું છે કે બળાત્કાર ની પાછળ જેટલા પુરુષ જવાબદાર છે તેટલી જ મહિલા પણ જવાબદાર છે જવાબદાર છે તેના ટૂંકા કપડાં જવાબદાર છે તેને બધા સાથે હસી ને વાત કરવા ની ટેવ જવાબદાર છે તેની મોડે સુધી બહાર ફ્રેન્ડ સાથે ફરવા ની આદતો તો એવું કહેનાર ને મારો એક નિષ્પક્ષ સવાલ છે શું વાંક હતો પેલી માત્ર 8 વર્ષ ની માસૂમ અસિફા બાનો નો તેની પાસે તો નહતા ટૂંકા કપડા કે નો હતી મોડે સુધી બહાર ફરવા ની ટેવ તો શું વાંક હતો એ માસૂમ બાળકી નો? અને એકવાર નહિ અનેક વખત તે માસૂમ સાથે દુષ્કર્મ કરવા માં આવ્યું અને તેની પાછળ બીજું કોઈ ની તેનાજ ગામના પૂજારી અને પોલીસ ઓફિસર અને તેના મિત્રો જોડાયા હતા આ માસૂમ બાળકી નો વાંક માત્ર એટલો જ હતો કે તે બક્વાલા હતી ની હતી અને તે ગામ માંથી તે જતી ને દૂર કરવા માટે તે માસૂમ બાળકી નો સહારો લેવામાં આવ્યો હતો આખરે અનેકવાર બળાત્કાર કરી ને તે માસૂમ ફૂલ ને કરમાવી નાખવા માં આવ્યું તમે જ કહો શું હતો વાંક એ માસૂમ અસિફા નો ? 

   આવા એક નહિ અનેક કિસ્સા છે બીજો એક બિહાર ના છાપરા નો છે ત્યાં માત્ર ૯માં ધોરણ માં અભ્યાસ કરતી બાળકી પર તેની જ શાળા ના વિદ્યાર્થી વડે દુષ્કર્મ કરવા માં આવ્યું દુઃખ ની વાત તો એ છે એ બાળકી સાથે ૧ નહિ ૨ નહિ સતત ૧ વર્ષ સુધી તેનું યોન શોષણ કરવા માં આવ્યું આખરે એ બાળકી એ શાળાના આચાર્ય અને શિક્ષક ને વાત પણ બિચારી બાળકી ના નસીબ માં જ નહતું કે આચાર્ય  અને શિક્ષક એ પણ તે બાળકી નું શોષણ ચાલુ કરી દીધું એના થી શરમજનક વાત શું હોય શકે અને એનાથી વધારે તુચ્છ અને નિમ્ન શું હોય કે જે આચાર્ય અને શિક્ષક ને વિદ્યાથી નું ભવિષ્ય સુધારવા નું હોય તેજ શિક્ષક તેનું ભવિષ્ય રગદોળી રહ્યા છે હવે એમાં પણ કોનો દોષ દેવો ટૂંકા કપડાંને? કે .............

  આમ કહેનાર કે ટૂંકા કપડાં અને સ્ત્રીની રેહણી કેહની બીજા ને દુષ્કર્મ માટે ઉતેજીત કરે છે તો સુ એ ૮ વર્ષ અને ૧૩ વર્ષ ની બાળકી નો વાંક શું હતો? આવું કહેનાર માટે આ ઉદાહરરૂપ છે હજુ અમુક સમાજ માં માન્યતા છે કે સ્ત્રીને ટૂંકા કપડા કે વધારે ફેન્સી કપડાં પેહરનાર સ્ત્રી કે ચરિત્રહીન માનવા માં આવે છે તો શું બધા ૧૮૭૦ ની જેમ સાડી લાજ કાઢી ને જ જિંદગી વિતાવવા ની શું એક સ્ત્રી ની જીંદગી જિંદગી નથી? એમને બધા શોખ પૂરા કરવા નો અધિકાર નથી? આને જો આ બધું કરવાથી જો બળાત્કાર થતાં હોય તો ૮ વર્ષ ની અસિફા નો શું વાંક હતો હમણાં તાજેતર માં તમિલ માં માત્ર ૯ મહિનાની બાળકી સાથે દુષ્કર્મ થાય તે એ માસૂમ નો શું વાંક હતો અને હા એ બિચારી તો હજુ બોલતા પણ નોહતી શીખી 

  ના અમુક સારા લોકો પણ છે જે રેપ થાય ત્યારે આંદોલન કરે છે ધરણાં પર પણ બેસે છે અખા શેહર માં કેન્ડલ માર્ચ થાય છે મોટી મોટી રેલી ઓ કાઢવામાં આવે છે શાળા કૉલેજ માં ૨ મિનિટ માટે મૌન રખાય છે પણ આ બધું કેટલા દિવસ વધીને ૫ કે ૭ દિવસ પછી બધું ભૂલી જવાય છે અમુક આરોપીઓ બળાત્કાર કરી ને સાબૂત ના હોવા ના લીધે નિર્દોષ છૂટી જાય છે તો અમુક એરોપી ને સજા પડે છે પણ સજાએ કેટલી ૪/૬/૮ વધી ને ૧૦ વર્ષ ની સજા મળે છે પછી ફે આરોપી આઝાદ પણ એ બાપ નું શું કે તેં પોતાની લાડકી દીકરી ને ખોય છે એ ભાઈ નું શું જેને પોતાની બહેન ને ખોય છે તે આરોપી તો છૂટી ગયો ને એ પણ જીવતો ! આપડા દેશ આના માટે ઘણી કલમ પણ છે(૩૭૫/૩૭૬/૩૭૬a/૩૭૬b/૩૭૬c/૩૭૬d) પણ એમાંથી એકપણ કલમ ઉંમર કેદ કે ફાંસી ની સજા નથી તો શું એ નરાધમો ને ૪/૫/૬ વર્ષ માં છૂટા કરી દેવા ના વાહ 

  અને જે સ્ત્રી પર બળાત્કાર થયો છે તેમાં તેનો શું વાંક છે છતાંપણ અપડો સમાજ તેને કેમ એક નિમ્ન નજર એ જોવે છે શામાટે? આપડે એ સ્ત્રી ને યુવતી ને પીઠબળ પૂરું પડવું જોયએ 

    અંત માં બળાત્કારી ને ઓછાં માં ઓછી તો ઉંમર કેદ ની સજા તો થવી જ જોય એ તમે સહમત હોય તો કોમેન્ટ માં કહો 

  અને કોમેન્ટ કરો તમને મારી વત સાચી અને કેવું લાગી 

***

Rate & Review

Verified icon

Sagar Garaniya 4 months ago

Verified icon

ANISH ANISH 2 months ago

Verified icon
Verified icon

Parul Gandhi 4 months ago

Verified icon

Moiz Dhankot 4 months ago

Share