Aapva mate ke potana mate ? books and stories free download online pdf in Gujarati

આપવા માટે કે પોતાના માટે ?

આપવા માટે કે પોતાના માટે?
- જૈનિલ કે.જોષી
એક એવો વિષય કે જે આપને વિચારવા માટે ચોક્કસ થી મજબૂર કરશે.

આજનો વિષય જ કઈક અલગ છે.આપને વિષય જોતાં જ લાગતું હશે કે કે મેં આ વિષયનું નામ કેમ આમ રાખ્યું? મિત્રો આ સમાજમાં બનતી વ્યવહારિક ઘટના છે જે આપ સમક્ષ રજુ કરું છું.
થોડા દિવસ પહેલા હું વેકેશનમાં ખરીદી કરવા માટે કપડાંની એક દુકાનમાં ગયો. ત્યાં ગયો એટલે ત્યાં ઉભા રહેલા માણસે મને પૂછ્યું, "સાહેબ શું જોઈએ છે", મેં કહ્યું ,"શર્ટ લેવો છે, મને બતાવશો જરા?" એટલે પેલા ભાઈ એ મને પૂછ્યું," તમારે આપવા માટે જોઈએ છે કે પછી પોતાના માટે?" મને પહેલા કઈ સમજાયું નહિ એટલે મેં કહ્યું," બંને માટે" બસ મારા આ શબ્દો સાંભળતાં એક પછી એક શર્ટ મારી સામે આવવા લાગ્યા. ત્યારે મેં એક સરખા રંગ ના બે શર્ટ લીધા અને પૂછ્યું કે," બંને શર્ટ ની કિંમત કેટલી છે?" એટલે પેલા ભાઈએ મને કિંમત કહી ત્યારે મને ખબર પડી કે એક શર્ટ ૫૦૦ રૂપિયા નો હતો અને બીજો શર્ટ ૩૫૦ રૂપિયાનો હતો.બંને સરખા જ લાગતા હતા એટલે મને એમ થયું કે બંને સરખા જ છે તો ચલ ૩૫૦ વારો શર્ટ લઈ લવ.એટલે મેં પેલા ભાઈ ને કહ્યું,"૩૫૦ વારો શર્ટ મને આપી દે."સાથે મે પૂછ્યું " કેવો રહેશે શર્ટ?" ત્યારે પેલા ભાઇએ કહ્યું," સાહેબ જો તમારે પોતાના માટે જોઈતો હોય તો ૫૦૦ વારો લો.કેમ કે આ શર્ટ નો કલર જેમ જેમ ધોશો તેમ તેમ ઊડી જશે." ત્યારે મને મન માં થયું કે દુનિયા પણ ખરી છે,એક પહેલા નો જમાનો હતો કે જ્યાં લોકો પોતાના માટે સસ્તું પહેરતા અને જ્યારે બીજાને આપવાનું હોય ત્યારે સારું આપતા.મારી ભારતીય સંસ્કૃતી તો હંમેશા એમ જ કહે છે કે કોઈને આપવું તો શ્રેષ્ઠ આપવું.તો પછી આજની આ ૨૧ મી સદીમાં માનવી ને શું થયું છે કે દુકાન માં જતા જ દુકાનદાર પહેલા પૂછે છે," આપવાનું છે કે તમારા માટે?" હજુ આટલું વિચારતો હતો ને એવામાં પેલા વ્યક્તિએ મને કહ્યું," સાહેબ,ક્યાં ખોવાઈ ગયા?" ત્યારે મારા મોઢામાં થી શબ્દો સરી પડ્યા,"હું મારા સંસ્કારો માં ખોવાઈ ગયો હતો,એજ સંસ્કારો કે જે હંમેશા બીજા નું પહેલા વિચારે છે પછી પોતાનું." ત્યારે દુકાનદારે કહ્યું," શું કહો છો સાહેબ!, કાંઈ ખબર નથી પડતી." ત્યારે મેં કહ્યું,' બસ આપવા માટે કે પોતાના માટે તેમાં અટકી ગયો છું."
આ સામાન્ય લાગતો બનાવ ચોકકસ થી આજની આપણી લાગણી સામે પ્રશ્નાર્થ ચિન્હ કરી જાય છે,કેમ કે આવું મોટા ભાગની દુકાનો માં પ્રવેશતા ની સાથે જ સાંભળવા મળે છે.તેમાં દુકાનદાર નો વાંક નથી પણ વાંક આપણો જ છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે બીજાને આપવા માટે વસ્તુ થોડી હલકી લઈએ છીએ પણ આપને ભૂલી જઈએ છીએ કે સારી વસ્તુ હલકી વસ્તુ કરતા કદાચ ૫૦, રૂપિયા વધારે હશે.ને ૫૦ રૂપિયા વધુ ખર્ચવા ના પડે એટલે આપણે હલકી વસ્તુ લઈએ છીએ અને આપણે બીજા આગળ આપણી કિંમત પણ ઓછી કરી દઈએ છીએ.મારું અંગત રીતે એવું માનવું છે કે કોઈને આપવું તો સારું આપવું.નહિ તો આપવું જ નહિં.કારણ કે કેટલીક વખતે હલકું આપવાની કોશિશ માં આપણે પોતાની કિંમત સામે વાળી વ્યક્તિ સામે હલકી કરી દઈએ છીએ.આપના પ્રતિભાવ ચોકકસ થી આપજો.કારણ કે આપના
પ્રતિભાવો જ મને લખવા માટે પ્રેરણા આપે છે.અને મને હિંમત પણ આપે છે.stay Blessed.....