circles of relations books and stories free download online pdf in Gujarati

સંબંધોના વર્તુળ

" લોકો તમારા વિશે વાતો કરે,તમારી ઈર્ષા કરે તો માનજો કે તમે સાચા રસ્તે જઈ રહ્યા છો અને તમે આગળ છો "
ઘણા બધા લોકોની આવી માન્યતા હોય છે .પરંતુ મારો મનતવ્ય થોડો અલગ છે .
લોકોની ઈર્ષા કરવાની વૃત્તિને આપણી સફળતાનો આધાર કઈ રીતે બનાવો !!! આપણે સાચા રસ્તે છીએ કે નહીં એના સૌથી મોટા જજ આપણે જ છીએ . આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ .
એક ચિત્રકાર તેના મિત્ર ને Art Exhibition માટે આમંત્રિત કરે છે .તેનો મિત્ર એક માણસને ચિત્રોમાં ભૂલો કાઢતો નજરે પડે છે ." ચિત્રોમાં ઘણી ભૂલો છે","તેને હજી ઘણુ શીખવાનું છે "," આવી ભૂલો તે વારંવાર કરે છે "વગરે વગેરે ... આ બધી વાતની જાણ મિત્ર દ્વારા ચિત્રકારને થાય છે.ચિત્રકાર તરત જ મિત્ર સામે પેલા માણસને કોલ કરે છે અને પોતાની ભૂલો વિશે જાણે છે." તમે મારી ભૂલો બતાવી તેના બદલ આભાર,હકીકતમાં હું પણ મારી ભૂલોથી અજાણ હતો "ત્યારે પેલો માણસ કહે છે" મારો ઈરાદો તમને ખરાબ કહેવાનો નહોતો પણ હું જે કહેવા માંગતો હતો એ જ સેન્સમાં તમે લીધું એ ગમ્યું ".મિત્રએ કહ્યું" મને એમ કે તું હમણાં ઝઘડીશ "ચિત્રકારે કહ્યું કે" એ મારા ચિત્રો વિશે એટલું વિચારે છે એ પણ મોટી વાત છે ,મારુ કામ એના વિચારો પર કન્ટ્રોલ કરવા કરતાં અગત્યનું મારી ભૂલો સુધારવાનું છે " .
ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો એક યુવાન કાઉન્સેલર પાસે જાય છે.યુવાનની તકલીફ સાંભળ્યા પછી કાઉન્સેલર એવું તારણ કાઢે છે કે તે યુવાન પોતાના વિશેના અમુક લોકોના ખરાબ અભિપ્રાયથી હતાશ છે .
કાઉન્સેલર સમજાવે છે કે આપણાથી જિંદગીમાં અનેક પ્રકારના લોકો હોય છે.થોડાક પોતાના,થોડાક પરિચિત અને થોડાક પારકા.અમુક લોકોથી આપણેને ફેર પડતો હોય છે અને અમુક લોકોને આપણાથી.સંબંધોમાં પણ વર્તુળો બનાવવા પડે.અમુક લોકો પહેલા વર્તુળમાં આવે,અમુક બીજા કે ત્રીજા વર્તુળમાં ને અમુક લોકો વર્તુળની બહાર.આપણા વિશે સારું કે ખરાબ બોલનાર વ્યક્તિ કઈ કેટેગરીમાં આવે છે એ મહત્વનું છે.(ટપાલી કરતા ટપાલ કોને લખી છે એ મહત્વનું છે.)ઘણી વાર આપણે કોઈ વ્યક્તિને વધારે ઇમ્પોર્ટન્સ આપી દેતા હોય છીએ. વર્તુળ બહારની કેટેગરીમાં આવતા લોકોને પ્રથમ વર્તુળમાં રાખવાથી અંતે દુઃખી થવાનો જ વારો આવે છે.
કોઈ નવું કામ કરવા જઈએ ત્યારે આપણે તે મારા વિશે શું વિચારશે?એવા ડરથી આપણે અટકી જાય છીએ. જ્યારે અમુક વાર તો આપણને ખબર જ હોય છે કે આ વ્યક્તિ સારું બોલવાની જ નથી.છતાં તેની વાત શુ કામ ગંભીરતાથી લેવી જોઈએ!એવા લોકો ને તમને ડિસ્ટર્બ કરવામાં જ મજા આવતી હોય છે અને આપણે ડિસ્ટર્બ થઈ ને તેનો ઈરાદો મજબૂત કરતા હોય છીએ.તું એને ભૂલી જા તે પણ તને ભૂલી જશે,તું યાદ રાખે છે એને એટલે જ તો એ તને ભૂલવા નથી દેતો .
ઘણીવાર આપણાથી પણ ભૂલ થઈ જતી હોય છે.આપણે પણ વિચારતા નથી કે કોના વિશે શું બોલીએ છીએ.માનવામાં ન આવતા વ્યક્તિ સફળ થાય . ત્યારે"એનામાં આવડત હતી જ નહીં આતો એના નસીબ સારા છે"એવું આપણે પણ કહી દેતા હોય છીએ .
એટલે જે શબ્દો આપણને પોતાના માટે નથી ગમતા એનો ઉપયોગ બીજા માટે પણ ન કરવો જોઈએ...
અને છેલ્લે વાત પુરી કરતા પહેલા હિન્દીમાં એક શેર છે. જિંદગીના કડવા સત્ય ઉપર જે મારો પોતાનો પ્રિય છે .
ज़िन्दगी आसान नही होती,आसान बनाना पड़ता हैं ।
कुछ अपने "अंदाज" से कुछ "नज़र-अंदाज़ से ।