Prem - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - 2

આરવ ને પહેલી નજરે જ આરોહી તરફ અલગ જ ખેંચાણ થંયુ. જ્યારે આરોહી કોઈ સાથે હાય -હેલ્લો થી વધારે વાત ના કરે.

મન અને યામી કૉલેજ ની વાતો કરતા હતા. આ બાજુ આરવ આરોહી સાથે વાત કરવા માંગતો હતો પરંતુ આરોહી યામી ને કહેવા લાગી હું કલાસ માં જવ છું મારે કામ છે તુ શાંતિ થી આવ.
આરવ આરોહી ને જતા જોય રહયો. યામી આ આ આરોહી કેમ બહુ આેછી વાત કરે? -મન એનું કામ જ એવું છે, પહેલા નવું -નવું હોય કોઈ ને મળે તો ખાલી હાય જ પણ પછી ધીરે ધીરે તેને વિશ્ચાસ આવે કે આ વ્યક્તિ બરાબર છે તો જ તે વાતે વળગે. કહી યામી હસવા લાગી.

અને એક વાર તે વાત કરવા લાગે તો તેને સમય ઓછો પડે. આમ વાતો કરતા -કરતા ત્રણેય કલાસમાં પહોંચ્યા, આરોહી લખી રહી હતી, શું તું પણ લખવા બેસી ગય ? કહી યામી આરોહી ની બાજુ માં બેઠી. મન અને આરવ તેમની પાછળ બેઠા.

યામી થોડી વાર પાછળ આવી જા. સર ના આવે ત્યાં સુધી અને આરવ તું આગળ જા, સર આવે પછી પાછો આવી જજે પાછળ -મન

યામી મન સાથે વાત કરવા લાગે છે અને આ બાજુ આરવ ને સમજ નથી પડતી કે શું વાત કરે, શું લખે છે આરોહી? વાત કરતા આરવે કહ્યું. બસ આનસર સારા અક્ષરે બરાબર લખું છું કે પછી વાંચવા માં તકલીફ નઈ પડે. તારે વાંચવા ની શું જરૂર? તું તો એમ પણ હોંશિયાર જ છે. એમ કહી આરવ હસયો. વાંચુ છું તો જ હોંશિયાર છું ને એમ કહી આરોહી પણ હસી. એક વાત કહું આરોહી? જો તને ખોટું ના લાગે તો. -આરવ

હા બોલ ને આરોહી એ કહ્યું. તું કેમ મારી સાથે વાત ઓછી કરે, સીધું જ આરવે પૂછયું. થોડી વાર તો આરોહી થી કંઈ બોલાયુ જ નહી. પછી વિચારી ને કહે એવું કંઈ જ નથી, આ તો હું શું વાત કરું હું તને વધારે જાણતી નથી.ઓહ ! એવું છે, કહી આરવ હસયો. ઓકે, આપણે મિત્ર બની શકયે ? કહી આરવે હાથ લબાંવ્યો, આરોહી વિચાર કરવા લાગી શું કરુ, પછી વિચારી તેણે હાથ મિલાવતા કહ્યુ ઓકે. અને બન્ને હસી પડ્યા.

એટલા માં પ્રો. રમેશ પટેલ ક્લાસ મા પ્રવેશે છે. ગુડ મૉર્નિંગ ઓલ ઓફ યુ કહી ભણાવા નું ચાલુ કરે છે. આરવ નું ધ્યાન આજે ભણવામાં લાગતું નથી કારણ કે સર વગૅ માં આવી જાય છે અને તે અને યામી જગ્યા નથી બદલી શકતા .

તેનું ધ્યાન આરોહી બાજુ જ રહે છે . પરંતુ આરોહી નુ ધ્યાન ભણવામાં હોય છે. લૅકચર પૂરો થતા ચારેય કૉલેજ ગાડૅન મા બેઠા. યામી આજે ભણવામાં બહુ મજા આવી તુ રોજ મારી સાથે બેસજે કહી મન હસયો. આરોહી તને મજા આવી ? આરવે આરોહી બાજુ જોતાં કહ્યુ. હા એમ પણ મને પટેલ સર નો કલાસ બહુ ગમે, હાહાહા,,,, તને પટેલ સર નો કલાસ ગમે??? મને તો પટેલ સર ભણાવે તે ગમે.. આરવ તું છે ને બસ ! શું બસ, બોલ -બોલ કહી તેને ચીડવવા લાગયો. મન અને યામી પણ હસવા લાગ્યા. એટલે જ હું કોઈ જોડે બહું વાત નંઈ કરુ,, એમ કહીને ખોટો -ખોટો ગુસ્સો કરે છે.
ઓ મારી માં ! હવે તારા નાટક શરૂ નઈ કરતી. કહી યામી ખડખડાટ હસવા લાગી. સારું તો તું જો ! આરોહી ખૂંણા મા જઈને બેઠી. હવે તમે લોકો વાત કરો, મારે નથી આવવું. સૉરી આરોહી ભૂલ મારી છે, તું કહે તો કાન પકડું બસ ! આરવ કાન પકડે છે, એટલે આરોહી પણ જોર માં હસવા લાગે છે, હું પણ મજાક જ કરુ છું. હાહાહા.....

બસ હવે હસવા નું બંધ ડાયન જેવી લાગે છે,,,, કહી આરવ ચીડવવા નું ચાલુ રાખે છે. હું ડાયન અને તું ? હું તો અક્ષય કુમાર... ચલ બસ હવે કાચ માં ફૅસ જોય આવ. તો તું કહે મને કેવો લાગુ છું??? હમમમમં આરોહી આરવ નું નામ વિચારે છે.

આરવ અને આરોહી ની મિત્રતા પ્રેમ માં કઈ રીતે પરીણમે છે? તે માટે વાંચતા રહો "પ્રેમ "