Tamari aadato - Mitra ke dushman ? books and stories free download online pdf in Gujarati

તમારી આદતો : મિત્ર કે દુશમન ?

તમારી આદતો : મિત્ર કે દુશમન ?

“આદત” આ શબ્દ આપણે બાળક હોઈએ ત્યારથી સાંભળીએ છીએ. એક વ્યક્તિ તરીકે આપણો વિકાસ કરવામાં આપણી આદતોનો ખુબ મોટો ફાળો હોય છે. આપણા ઘરનું વાતાવરણ, સ્કૂલનો માહોલ અને આપણી આસપાસના લોકો આપણી અનેક આદતો માટે જવાબદાર હોય છે કારણકે આપણે તેમને જોઇને જ સમજ્યા હોઈએ છીએ કે “શું કરવું? અને કેવી રીતે કરવું?” આપણે ગ્રજ્યુએટ થઈએ પછી જેમ જોબ શોધવાની શરૂઆત કરીએ એમ જ આપણે સમજતા થઈએ પછી આપણી આદતોને સમજીને આપણા વ્યવહારને ઓળખતા થઈએ. કોઈપણ વ્યક્તિ માટે તે જે કામ, જેવી રીતે સતત અને એક રીતે કર્યા કરે એટલે તે કામ કરવાની પધ્ધતિ તેની આદત બની જતી હોય છે. રીસર્ચ એવું કહે છે કે તમે કોઈ કામ ૨૧ દિવસ એકધારું કરો એટલે એ તમારી આદત બની જાય છે અને પછી તમારું મગજ અને શરીર તે કામ તેવી રીતે આપોઆપ કરે છે. તમારા મગજને કોઈ સૂચનની જરૂર પડતી નથી. માટે જ કહેવાય છે કે તમે બાળક ૧૨ વર્ષનું થાય ત્યાં સુધી જે શીખ્દાવો છો તેવું એ ચુપચાપ શીખે છે અને પછી તે જોઇને પોતાની રીતે સમજીને “શું કરવું ?” તે શીખતા હોય છે. આપણી આદતો આપણો સારામાં સારો મિત્ર પણ બની શકે છે અને ખરાબમાં ખરાબ દુશ્મન પણ બની શકે છે.

તમે ક્યારે વિચાર્યું કે ચકાસ્યું છે કે તમારી આદતો તમારા મિત્ર જેવી છે કે દુશ્મન જેવી ?

ઘણીવાર તો આપણે આપણી અનેક આદતો વિશે જ અજાણ હોઈએ છીએ.

પાન ફાકી મસાલો ખાવો એ ખરાબ આદત છે જે આપણો જીવ જોખમમાં મૂકી શકે છે એટલે એ આપણો દુશ્મન અને દરરોજ સવારે વોકિંગ માટે જવાની આદત આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે માટે તે આદત આપણા મિત્ર જેવી કહી શકાય. “આદત પાડો તેવી પડે” તેવું બધા કહે છે પણ મોટાભાગે આપણા અજાણતા જ આપણે ખોટી અથવા ખરાબ આદતોનો શિકાર બનતા હોઈએ છીએ. પણ જયારે ખબર પડે કે આ ખરાબ કે ખોટી આદત છે ત્યારે જો આપણે તેને છોડતા નથી તો એ આપણી જાણી જોઇને કરવામાં આવતી ભૂલ છે, જેથી આપણે જ ખુદના દુશ્મન કહેવાઈએ. ઘણીવાર આપણી આદતો જ આપડી મોટી મુશ્કેલીઓનું કારણ હોઈ શકે છે પણ આપણે તે જનતા નથી કારણ કે આપણે અરીસા સામે ઉભા રહી ચેહરો ચકાસીએ છીએ પણ પોતાની જાતને ચકાસતા નથી.ખુદના વ્યવહાર અને વર્તનથી જે આદતો ઘડાઈ હોય છે એ આપણને નુકસાન પણ કરી શકે છે. તમારી આદતોને લીધે લોકો તમારાથી દુર રહેવાનું પસંદ કરતા હશે તો પણ તમને ખબર નહી જ હોઈ. “જુદાઈ” ફિલ્મના પરેશ રાવલના પાત્રની જેમ તમે સતત પ્રશ્ન પૂછતાં હશો તો લોકો તમારાથી દુર જ રહેશે. તમે હેદ્ફોન્સ કે ઈયર ફોન પર વાતો જ કરતા હશો તો પણ કોઈ તમને બોલાવશે નહી. તમે ઓફિસમાં કામ પૂર્ણ કયા પછી કોમ્પ્યુટર કે મોબાઈલમાં જ જોયા કરશો તો લોકોને લાગશે કે તમે વ્યસ્ત છો અથવા કોઈ સાથે વાત કરવામાં તમને રસ નથી, માટે તમને કોઈ બોલાવશે નહી. આ બધી આદતો એવી છે જેના વિશે તમને ખબર નહી હોય પણ અન્ય જોવાવાળા લોકોને તેનાથી તકલીફ થતી જ હશે. આ લોકો તમારા પરિવારના સભ્ય કે ખુબ અંગત મિત્રો નહી હોય માટે તેઓ તમારી ખોટી આદતોથી તમને થતા નુકસાન વિશે તમને જણાવશે નહી. આજકાલ તો લોકો વોટ્સઅપમાં વાતો કરશે અને એ પણ નજીક બેઠા હશે છતાં પણ. આપણે અજાણતા એવી આદતોનો ભોગ બનીએ છીએ જે લોકોથી તો દુર કરે જ છે પણ આપણી પ્રગતી પણ અટકાવે છે.

તમારી એક સારી આદત તમને અનેક લોકો સાથે જોડી શકે છે અને એક ખરાબ આદત અનેકથી દુર કરી શકે છે. તમારા શુભેચ્છકો તમને તમારી ખોટી આદત વિશે ધ્યાન દોરશે પણ તેમાંથી બહાર તો તમારે જાતે જ નીકળવું પડશે. સારી આદતને લાવવા માટે મેહનત કરવી પડે છે જયારે ખરાબ આદતને શીખવા માટે મેહનત નથી કરવી પડતી પણ છોડવા માટે વધુ મેહ્ન્તની જરૂર પડે છે. આદતો તમને સફળ પણ કરી શકે અને નિષ્ફળ પણ કરી શકે. અમુક ઉમર અને સમય પછી આદતો આપણા વિચાર અને વ્યવહારનો એવો ભાગ બની જાય છે જેને છોડવા માટે ઘણી તકલીફ ભોગવવી પડે જેમ સંજય દત્તને ડ્રગ્સના ચુંગાલમાંથી બહાર લાવવા માટે તેના માતાપિતા અને પરિવારે ખુબ મેહનત કરી હતી. આદતો તમને રાજા બનાવી શકે અને ગુલામ પણ બનાવી શકે. આદતો જેટલી ઝડપથી અપનાવી શકાય એટલી ઝડપથી છોડી શકાતી નથી. તમે જે વ્યક્તિત્વના માલિક છો અથવા બનવા માગો છો તે માટે તમારે કઈ આદતો કેળવવી જોઈએ તેની જન તમને હોય તો તમારા માટે સફળ થવું ઘણું સહેલું થઇ જશે.

નરેન્દ્ર મોદી આજે જે કઈ કરી શકે છે તે તેમની કેળવેલી આદતોની શિસ્ત છે અને રાહુલ ગાંધી જે નથી કરી શકતા તે તેમણે ન કેળવેલી આદતોને લીધે જ છે. અક્ષયકુમાર પણ તેની સકારાત્મક આદતોને લીધે પ્રખ્યાત છે અને સલમાન ખાન પણ તેની આદતોને લીધે જ વિખ્યાત છે. પ્રિયકા ચોપરા સતત તેની આદતો બદલીને સફળતાના નવા મુકામ હાસિલ કરી રહી છે તો શિલ્પા શેટ્ટી લોકોને તેમની આદતો બદલાવીને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપી રહી છે. માનવી તેના વિકાસની દોર તેના હાથમાં રાખી શકે જો તેને સારી આદતો કેળવી હોય તો!

કોઈએ ખુબ સરસ કહ્યું છે કે “તું તારી આદતો થકી જ ઓળખાઇશ એટલે તારે બોલવાની જરૂર નથી.” જોરથી હસવું, જ્રોથી બોલવું , જાહેરમાં ઝગડવું , મોબિલ પર રાડો નાખીને વાતો કરવી જેવી નાની બાબતો પણ તમારી આદતોનું જ પરિણામ હોય છે. જે તમે સતત કરો છો એ તમારી આદત બની જાય છે અને જો તમે તેને કેળવો છો તો તમે તેને બદલી પણ શકો છો જેમકે જરૂર પડે ત્યાં અંગ્રજીમાં બોલવું. આમ જુઓ તો આદત એક માયાજાળ પણ છે એ જરૂરી હોય ત્યારે ફાયદારૂપ હોય અને બિનજરૂરી હોય ત્યારે નુકસાનરૂપ માટે વ્યક્તિને સમય સંજોગો મુજબ પોતાની આદતો બદલતા પણ આવડવું જોઈએ. પરિવાર સ્તાહે રહેવાની આદત તમને પરિવારથી દુર થવા ન દે પણ જો તમે એકલા જ છો તો એકલા રહેતા પણ આવડવું જોઈએ. જીવનમાં દરેક આદત ક્યારે, કેટલી જરૂરી છે તે સમજતા આવડી જાય તો પણ તમારી ઘણી મુશ્કેલી દુર થઇ જાય. બસ આદતો એવી રાખો જે તમને જિંદગી જીવવા મજબુર કરે, જે તમને સુખ , શાંતિ અને ખુશી આપે, જે તમને કામ કર્યાનો સંતોષ આપે , જેને લીધે તમારી સાથે જોડાયેલા લોકો ખુશ રહે અને જે તમારી પ્રગતિનું કારણ બને. તમે જ તમારા ભાગ્યવિધાતા છો એવું એમ જ નથી કહેવાયું, પણ તમે જે આદતોને પોષણ આપો છોએ એ જ આદતો તમને સફળ બનાવે છે. સફળતાના અલગ અલગ માપદંડ હશે પણ આદતો એક જ રીતે માપી શકાય છે અને તે છે સારી કે ખરાબ. નક્કી કરો તમારી આદતો કેવી છે, મિત્ર કે દુશ્મન?

***