adhura prem ni vaato - 7 books and stories free download online pdf in Gujarati

અધુરા પ્રેમ ની વાતો.. - 7

આગળ ના ભાગ માં જોયું કે સુરભી ગભરાઇ ગઇ હતી અને નિશ્ચિંત થઈ જગ્યાની મુલાકાત સૌવ લેય છે.

***********

સૌવ ઉમેદ ભવન પોહચા અને ફરવા લાગ્યા સુરભી સાથે દેવ ચાલતો હતો એને મનમાં ઍક્જ ધુન હતી સુરભી જોરે બનેલી ઘટના જાણવી હતી. સુરભી સમજી જાય છે કે આ માને તેમ નથી એને કેહવુ જોયે તેથી એ બસ ફરી ઉપડે ત્યારે કહીશ એમ કહીને આગળ વધી જાય છે.

જૂહી અનેક ફુલો અને શોભાવો માં ખોવાઈ ગઈ હતી વિવેક ત્યાથી એક ગુલાબ લઈ જૂહી ને આપે છે કહે છે સ્વિકાર કરી લે મારું મન રાખવા માટે હવે આવો રૂડો અવસર ક્યારે આવશે કોને ખબર છે જૂહી પોતના હાથ માં ફુલ લેય છે અને કહે છે વિવેક આમ કરશે તો હું હારી જવા મારું સ્વપ્ન અધુરુ રહશે. અને તારી જોરે અહિજ રેહવુ પડશે. વિવેક કહે નહિ જૂહી એવુ ન વિચાર તું તારુ કામ પૂરું કર હું રાહ જોઈશ તું આવે તો ઠીક છે નહીંતર કોઇ બીજું સોધીશ જૂહી જોરથી એના પીઠ પાછળ મારે છે અને કહે છે બસ હવે ઓછા ચારા કર સારો નથી લાગતો તું વિવેક ખુશ થઇ ભેટી પડે છે જૂહી ને. બન્ને આગળ જઈ કોઇ સારી જગ્યા સોધી બેસવા માગતા હોઈ એમ જગ્યા શોધે છે આમ બન્ને એક નાનકડા છાયામાં બેસે છે ત્યાજ બધાં અચાનક આવી જાય છે અને બેસી જાય છે.

માયા કહે છે સોરી વિવેક અહિયા જગ્યા સારી છે બેસવા માટે તમને કદાચ ડીસ્તોપ તો નથી કરીયાને. જૂહી કહે ના હવે એવું કઈ નથી બેસી જાવ બધાં મજા કરીશું. બધાં ત્યાં બેસી ને વાતો કરે છે માયા સુરભી ને આગળ ની વાટ કરવા કહે છે સુરભી શરમાઈ જાય છે. માયા બધાં ને સુરભીયે જે એને વાટ કરી હતી બસમાં એ જણાવે છે. બધાં ને હવે આગળનું જાણવું હતું સુરભી પાસે સુરભી જ્યાં થી અટકી હતી ત્યાથી વાત શરૂ કરી.

સુરભી એ વાટ શરૂ કરી છોકરા નું નામ માનવ હતું મારી અને એની મિત્રતા વધી ગઈ અને ક્યારે પ્રેમ થઇ ગયો ખબર ન પડી એની જોરે વાટચિત વધી તેમ તેમ ખબર પડી કે એના માતા ને બ્લડ કેન્સર હતુ એની રજા પાડવાનું કારણ પણ એજ હતું મને ખબર પડતાજ એની જોરે હું ધણી વાર એના ધરે જતી એના પિતા એક્સીડન્ટમાં મૃત્યુ પામ્યા હતા અને એના દાદા જોરે એ મોટો થયો હતો દાદી પણ ન હતા તે પણ ડેન્ગ્યુ ના શિકાર થયા હતા માનો એના જ ઘરમાં બધી મુશ્કેલીઓ હતી. માતા છેલ્લા ચાર મહિના થી ખુબ બિમાર હતા એટલે એ રસોઈ પણ જાતે બનાવી નાખતો હું સમજી ગઈ હતી એની તકલીફો ને હું એની મદદ કરવા નો પુરો પ્રયત્ન કરતી હતી.

પણ અચાનક એના માતાનું મૃત્યુ થયું અને એ સ્કુલમાં આવતો બંધ થયો હું એના ધરે કોઈક વાર જઈ આવતી અને મારા ધરે એ વાટની જાણ થતા જ મને મારા માતા પિતા એ ઠપકો આપ્યો મને રોજ પિતાજી સ્કુલ મુકવા અને લેવા આવતા હું એની નજીક થી આવતા છોકરા સાથે ચિઠ્ઠી લખી મોકલતી અને બે ત્રણ મહિના પછી એણે સ્કુલ ચાલુ કરી અને એ એના માસી ને ત્યાથી સ્કુલ આવતો બન્ને પરીક્ષા આપી અને સારા માક્સ લાવ્યા પછી તો પિતાજી અને માતા પણ બધું ભૂલી ગયા હતા.

12 ધોરણ માં અમે આવી ગયા હતા હું એને ધણી વાર કહતી કે હું ઘર છોડીને તારી પાસે આવા ત્યાર છુ પણ એ ત્યાર ન હતો એ આગળ ભણવા માગતો હતો અને એ ભણવાની સાથે સાથે ટ્યુશન ચલાવતો જેનાથી એના અમુક ખર્ચા એની જાતે જ કાઢતો ભગવાનની દયા થી બધું બરાબર હતું પછી તો હું પણ એના ઘરે જતી અને મદદરૂપ થવા લાગી નાના છોકરા ને પણ મજા આવતી અમે 1થી 5 ધોરણ નાં છોકરા ને ટ્યુશન આપતા અને ધીમે ધીમે સંખ્યા વધતી ગઇ પણ બોર્ડ ની પરીક્ષા નજીક હતી આથી બન્ને થોરા સમય ટ્યુશન બંધ કરયુ અને પરીક્ષા ની ત્યારી કરી અને ખુબ સરસ પરીક્ષા રહી અમે ખુશ હતા.

ફરી ટ્યૂશન ચાલુ કરી દીધા હવે હું પણ કમાતી હતી એ ટ્યુશન ક્લાસ ચલાવી જે ફી આવતી અમે અર્ધી કરી લેતા આથી મારા ઘરે પણ કોઇ પ્રોબ્લેમ ન હતો. હવે માનવે એક બાઈક લીધી હતી કારણ કે એની ઇચ્છા હતી બાઈક ખરીદવાની નાની ઉમરે એને ધણું શીખવી દીધું હતું ગામ નાં લોકો પણ ખુબ સ્પોટ કરતા સૌવ નો લાડકવાયો બની ગયો હતો. એક દિવસે રવિવારે અમે બધાં મિત્રો એના ઘરે ભેગા થવાના હતા એની ત્યારી માટે અમુક સામાન લેવા અમે બજાર જવા નિકરીયા એના ગામ થી થોડા આગળ ગયા અને એક મોતી ટ્રક જોરથી આવી રહિ હતી હજી તો એ બોલ્યો જ કે સુરભી આ ટ્રકનો ડ્રાયવર સવાર સવાર માં પી ને ચલવતો લાગે છે આટલું કહતા અચાનક ટ્રક આગળ ગાય આવી ટ્રક વારો અમારી સામે આવતા માનવ બાઈકનો કાબૂ ગુમાવ્યો હું બાઈક પરથી પડી ને બાજુ ની નહેર માં ફેકાઈ ગઈ અને માનવ ટ્રક ની અડફટ માં આવી ગયો....
આટલું કહી સુરભી ખુબ રડી સૌવ ની આખો આશુ થી છલકાઈ ગઈ સુરભી કહ્યું માયા મારો પ્રેમ તો અધુરો રહી ગયો. માયા કહે છે ના સુરભી તારો પ્રેમ ભલે અધુરો હતો પણ તને બચાવી માનવે પ્રેમ પુરો કરી દીધો...

હવે આગળના ભાગમાં.....

આપ સૌવની હીના પટેલ...