adhura prem ni vaato - 6 books and stories free download online pdf in Gujarati

અધુરા પ્રેમ ની વાતો... - 6


આગળ ના ભાગ માં જોયું કે જૂહી વિવેક ને કહી દીધું કે એ શું કરવા માગે છે..


*********
વિવેક જૂહી ને કહે છે ઠીક છે જૂહી તો હવે તું તારી લાઈફ સ્ટાઈલ તારા પ્રમાણે જિવ અને હુ મારી રીતે જીવીશ બન્ને એક બીજાના ને ભેટી ખુબ રડે છે અને અંતે જૂહી ત્યાથી નિકળી પડે છે તેની રૂમાં જઈ વધારે રડે છે...

વિવેક પણ પોતાની રૂમમાં જાય છે બન્ને ને ઊંધ નથી આવતી અને સવાર થઈ જાય છે. 9 વાગે સૌવ ત્યાર થઇ નાસ્તા પાણી કરી જોધપુર ફરવા નીકળ્યા પણ જૂહીનું મુડ ન હતું તે કિલ્લો જોઈ રહી હતી પણ વિચાર ક્યાક બીજે હતાં. જોધપુર નો મેહરાનગઢ કિલ્લો જોતા હતાં. સૌવ પોત પોતાની રીતે જોઈ રહ્યા હતા. નયન, દેવ, સુરભી, માયા ચારે અલગ અલગ ફરી ને ત્યાની ક્લાવો નિહારી રહ્યાં હતાં ત્યાર બાદ સૌવ ફરી બસમાં આવ્યા અને ત્યાથી ઉમેદ ભવન જવા નીકળ્યા.

બસમાં બધાં પોતાની જગ્યા પર બેસી ગયા જૂહી અને વિવેક બન્ને એકબીજાને જોઈ રહ્યા હતાં વિવેક કહે છે જૂહી બસ કર હવે ફરવા આવ્યા છે તો આમ નિરાશ થવાથી શું થશે ? તારો આ પ્રવાસ યાદગાર બનાવ જૂહી. જ્યારે યાદ કરશે ત્યારે ખુશી થાય એવો પ્રવાસ બનાવી દે. જૂહી તૂ અમેરિકમાં હશે ત્યારે યાદ આવશે તને અને આમ વાટ કરતા બન્ને હસી પડ્યાં.

માયા સુરભી ને પૂછે છે સુરભી તને ક્યારેક પ્રેમ થયો છે ?
સુરભી કહે હા પણ હું એ યાદ કરવા નથી માગતી.
માયા સુરભી ને કહે છે એટલે પાંચ વર્ષ પહેલાં થયો હશે કેમ?
અત્યારે આ કોલેજ માં તો મેં તને કોઇ જોરે વાત કરતા પણ નથી જોઈ.
માયા કહે છે ક્યારે થયો તને પ્રેમ સુરભી ? બોલ ને છુપી રૂસ્તમ કોણ છે એ? સુરભી એ કહ્યું હા હું 11માં ધોરણ માં હતી ત્યારે જ થયો હતો. માયા સુરભી તરફ જોઈ આટલું જ્લ્દી થયો પ્રેમ.
હા યાર ખુબ ઉતાવળ કરી દીધી મેં સુરભી કહે છે. હું એને મારી નોટબુક લખવા આપતી અને એ મને પાછો આપતો. આવું અઠવાડિયામાં એક વાર બનતુ તેથી અમે મિત્ર બની ગયા હતા. મહિના માં એ 10 દિવસ રજા પર હોઈ અને ચાર રવિવાર અલગ એટલે ફક્ત 15 દિવસ હાજર હોઈ આથી એ મારી બુક લેતો પણ ભણવામા હોશિયાર હતો. આટલી વાત કેહતા સુરભી ની આંખો આશુ થી છલકાઈ આવી.

દેવ સુરભી ને બુમ પાડી માયા અને સુરભી ની વાટમાં જાણે ડખલગીરી કરી હોઈ તેવું માયા ને લાગ્યું પણ સુરભી આશુ લૂછી દેવ તરફ નજર કરી દેવ તેને પાછળ ની સીટ પર બોલાવી રહ્યો હતો. માયા કહે છે અમે અહિયાજ બરાબર છે પરંતુ સુરભી વાત તારવા ત્યાથી ઉઠી જાય છે. અને દેવ પાસે જઈ ને બેસી જાય છે. માયા ત્યાજ બેસી રહે છે દેવ સુરભી ને જોઈ કહે છે તું ઠીક છે કેમ તારો ચહેરો ફિકો પડી ગયો ના બેસવું હોઈ તો ઠીક છે તુ જઈ શકે છે. સુરભી કહે છે ના એવું કઈ નથી બસ ઉંઘ આવે છે હવે દેવ કહે છે ઉઘવા માટે નથી બોલાવીમેં તને સુરભી તું તારી જોરે બનેલી ઘટના જણાવ ને મને તું કેમ ના ડરી તે દિવસે એવું તો શું થયું છે તારી સાથે દેવ હું પછી કહીશ અત્યારે સુવા દે મને પ્લીઝ દેવ કહે છે ઠીક છે સુઈ જાય.

આ તરફ જૂહી વિવેક ને કહે છે ભાઈ નો ફોન છે ક્યાંક કોઇ સારા સમાચાર આપશે મને. વિવેક જોઈ રહયો હતો એના કપાળ પર પડેલી કરચલીયો કહી રહિ હતી કે હવે કદાચ જૂહી ના જવાનાં સમાચાર મળશે. વાટ ફક્ત કયા પોહચા અને શું કરે છે ઍજ પુછી જૂહીનો ભાઈ ફોન મુકે છે જૂહી જે સાંભળવા માગતી હતી એવી કોઇ વાત નથી તેથી જૂહી નિરાશ થઇ ફૉન મુકે છે. વિવેક જૂહી ને કહે છે ચિતા ન કર તું ફરી ને જશે ત્યાં સુધી તો ખબર પડી જ્શે ઓકે હવે વિચાર બંધ કર અને મજા લે ફરવાની આટલું કહી વિવેક આંખો બંધ કરી આરામ થી સીટનો ટેકો લીધો.

સુરભીનું ઊંધમાં દેવનાં ખભા ઉપર માથું આવી ગયું અને દેવની જેવી નજર પડી કે તરત તેને સરખી કરવાનો પ્રયત્ન કરે છે. તેના ગાલ સુધી પહોંચી ગઈ તેની લતો હવા માં ઉડી રહી હતી દેવ તેને સરખી કરવા જાય ત્યાં તો ઝબકી ને સુરભી ઉઠી જાય છે ખુબ ગભરાઇ ગઇ હતી સુરભી દેવ એને જોતો રહ્યો શું થયુ દેવે પુછ્યુ પણ સુરભી કશું બોલી નહિ દેવ એના બેગ માથી પાણી કાઢી સુરભી ને આપીયુ.

બસ હવે પોહચી ગઈ હતી ઉમેદ ભવન ગાઈડ આગળ આવી સૌવ ને જાણ કરે છે કે જમવાનું અહિજ જમીશું અને પછી આગળ બસ જશે કોઈ નું મુડ ન હતુ છતાં બધાં બસમાથી ઉતરે છે અને ઉમેદ ભવન પોહચે છે. નયન એક કપલ ને ઝગડતા જુવે છે બન્ને નો ઝગડો સાવ નાની બાબત પર થઇ રહયો હતો સિમલા અને મનાલી ની મજા લેવી હતી આ કિલ્લાવો માં મન ન લાગતુ હતુ એ બન્ને. નયન હસતા હસતા બોલ્યો લિસ્ટ વાચી ને બુકિંગ કરાવું હોય ને તો આ ઝગડો નહી થાઈ. બન્ને ચુપ થઇ જાય છે અને આગળ જાય છે.

સુરભી કેમ ગભરાઇ હતી હવે આગળના ભાગમાં જોઈ શું ....