chahat - ek love story - 2 books and stories free download online pdf in Gujarati

ચાહત - એક લવ સ્ટોરી - 2

હવે આગળ,

સ્ટેશન પર બપોર ના પોણા 4 વાગ્યા છે, હજી પણ બરફ નો વરસાદ ધીમો -ધીમો વરસી રહ્યો છે, ચારે બાજુ પહાડો બરફ ની ચાદર થી અને સૂરજ ની થોડીક કિરણો થી મનમોહક દ્રશ્ય ખીલી ઉઠ્યું છે, નીચે રેલવે ના પાટા પર પણ બરફ પથરાયેલો છે આખું શિમલા જાણે સ્વર્ગ હોય તેવી અનુભૂતિ હતું, ખુબ જ સુંદર દ્રશ્ય,

હવે તેમાં એક છોકરા ની એન્ટ્રી થાય છે તેમની પાસે એક સાયકલ હોય છે અને તે સ્ટેશન પર ચા ની દુકાન ધરાવે છે તેનું નામ............ હોય છે, તે દેખાવે એકદમ પાતળો બાંધો, શ્યામ વર્ણ નો ચહેરો ઉંમર આશરે 17-18વર્ષ તે હમેશા એક શર્ટ અને એક ચડ્ડી પહેરતો હોય છે, આજે
પણ તેને એક ગ્રે - બ્લેક કલર નું ચેસ્ટ વાળું શર્ટ પહેર્યું હતું અને બ્લેક કલર ની ચડ્ડી પહેરી હતી તે સ્કૂલે જતો ને બપોરે સ્ટેશન પર તેના પિતા ની ચા ની દુકાન ચલાવતો સ્ટેશન ઉપર આવતાની સાથે જ તે ને સ્ટેશન માસ્ટર એ તે છોકરા કહ્યું કે 'એલા !એ આજેય તે ખાલી શર્ટ ને ચડ્ડી પહેર્યા છે ' (એમ દાંત કાઢતા કહે છે ) જોતો નથી બારે બવ ઠંડી છે, કારણ કે છોકરા સાથે તેને બવ ભળતું., છોકરો તેની સાયકલ તેમની દુકાન પાસે રાખીને પેલા તો સ્ટેશન માસ્ટર ની ઓફિસ માં જાય છે ને પહેલા તેમને 'hello' કહીને તેમની ખુરશી પાસે જમીન પર નીચે બેસી જઈ ને તેમની સેવામાં લાગી જાય છે, (પછી થોડોક સમય બન્ને હસી મઝાક ને વાતો કરે છે ).,

પછી બન્ને વાતો કરતા કરતા છોકરા નું ધ્યાન પેલા બાકળા પર બેઠા યુવક પર જાય છે તે સ્ટેશન માસ્ટર ને પૂછે છે કે 'આ ભાઈ કોણ છે ' કેમ તે એકલા બેઠા છે!, ત્યારે સ્ટેશન માસ્ટર તેને જવાબ આપતા કહે છે કે 'તે હતાશ છે, તે કેટલા કલાકો થી એકદમ હતાશ, સાવ સુનમુન બેઠો છે ' તું એક કામ કર જ તેને એક ચા આપી આવીશ તેમ કહેતા કે તરત જ છોકરો તેમની ચાની દુકાન ખોલીને બઘી તૈયારી કરવા માંડે છે ત્યાં આ બાજુ સ્ટેશન માસ્ટર ફરીથી તેમની આદત પ્રમાણે ખુરશી પર પગ પર પગ ચડાવી બુક વાંચવા માંડે છે, સ્ટેશન માસ્ટર ની નઝર તો વારંવાર બુક માં તો ક્યારેક તે યુવક પર હોય છે ત્યાં આ બાજુ છોકરો ચા બનાવીને તે યુવક પાસે જાય છે, ને તે યયવક ને ચા નો કપ આપે છે ને કહે છે કે હું અહીં ચા ની દુકાન ધરાવું છુ, તમે બવ એકલા હતા એટલે સ્ટેશન માસ્ટર એ મને કહ્યું કે જા એક ચા તેને પણ આપી આવ એમ કહેતા યુવક તે પેલા સ્ટેશન માસ્ટર ની સામું જુવે છે ને તેમની તરફ નારાજગી વ્યક્ત કરે છે, પછી તે ઇગ્નોર કરતા તે છોકરો તરત બોલે છે કે 'ચાલો સાહેબ, કડક મીઠી ગરમા -ગરમ ચા, રાતો કી નીંદ ઉડાડે, દિમાગ કી બત્તી જલાદે ' એમ ડાયલોગ મારી ને તે યુવક ને ચા આપે છે, ચા આપી ને તરત તે સ્ટેશન માસ્ટર ની ઓફિસ પર દોડી ને જાય છે, આ છોકરા ને દોડતા જઈ તે યુવક એક ધીમું હાસ્ય કરે છે, ને છોકરો સ્ટેશન માસ્ટર ને ધીરા -ગંભીર અવાજ માં મજાક માં કહે છે કે "સાહેબ !પેલા ના પડતા તા ને પછી તમારા આગ્રહ ને કારણે તેને ચાનો કપ લઈ લિધો " (બન્ને ધીમે થી હાથ મિલાવી હશે છે ),

હવે આગળ શું થશે તે હવે આગળ ના ભાગમાં,.
થેન્ક્સ,,,.....