Adhi akshar ni ranjat books and stories free download online pdf in Gujarati

અઢી અક્ષર ની રણજટ

અઢી અક્ષર ની રણજટ !!
પ્રેમ ! પ્રેમ એ અઢી અક્ષર ની રણજટ ☺ ☺
પ્રેમ કોઈ પાગલ ને ડાયા કરી નાખે છે , તો કોઈ ડાયા ને પાગલ કરી નાખે છે . પ્રેમ ગાંડા કરી નાખે છે માણસો ને.
આમ મારા મત મુજબ કહુ તો "પ્રેમ એ ભગવાન ની ભક્તી છે , ખુદા ની ખુશામત છે , અલ્લાહ ની અમાનત છે ,
આમજ પ્રેમ એ ઈશ્વર ની આપેલી અમૂલ્ય ભેટ છે .
આ અઢી અક્ષર ના પ્રેમ ની સામે સાક્ષાત ભગવાન પણ જુકે છે , પણ જો આ પ્રેમ પવિત્ર અને સાચો હોય તો !
આ દુનીયા ના લોકો આ પ્રેમ ને ધિક્કારે છે , સાવ તુચ્છ ગણે છે , એક જાત નો ગુનો સમજે છે , પણ શૂ ખરેખર પ્રેમ એ આટલો હલકો શબ્દ છે ?
" ના " પ્રેમ નામના શબ્દ થી તો બ્રહ્માંડ પણ હલી જાય છે ઈ શબ્દ હલકો તો ના હોઈ શકે .
લોકો કહે છે મારો પહેલો પ્રેમ ને મારો બીજો પ્રેમ છે
શુ આ ??
હુ માનુ છુ કે પ્રેમ એ એક જ વાર થાય છે , હા કદાચ એક વ્યક્તી સાથે હજાર વાર થાય , હજાર રીતે થાય પણ હજારો વ્યક્તી સાથે તો ના જ થાય . કોઈ એક ને પ્રેમ કરો છો ઈ જતા રે તો તમે તો તેને પ્રેમ કરો જ છો ને ! તો પછી બીજા કોઈ ને પ્રેમ કરવાનો સવાલ જ નથી ! હસે દુનીયા છે ભાઈ 😀😀
પ્રેમ જેની કોઈ મૂરત નથી , મંદીર નથી તોય પૂજાય છે સાચા પ્રેમ કરનાર ના દિલ ❤ મા .
પ્રેમ એ એવો સફર છે જેમા કોઈ રસ્તો કે કોઈ મંઝીલ જ નથી .
પ્રેમ એ તો શબ્દ જ એવો છે કે બોલતી વખતે લંબાવુ પડે તો પછી વાલા ! પ્રેમ કરવા મા તો ટૂંકી જીદંગી ને પણ લંબાવુ પડે છે.
પ્રેમ શબ્દ એ માત્ર અઢી અક્ષર નો છે તોય એની રણજટ છે દુનીયા મા . અઢી અક્ષર ના આ પ્રેમ ની વ્યાખ્યા આપતા ગ્રંથો પણ ટુંકા પડે છે .
ખૂદા ને પણ હરાવી સકે એટલી તાકાત છે આ શબ્દ મા છતા પણ એ ખૂદા ની બનાવેલી દુનીયા થી હારી જાય છે , થાકી જાય છે આ દુનીયા ખરાબ કેવાની આદતો થી છતા પણ તોય આ દુનીયા થાકતી નથી બે પ્રેમી ઓ ને અલગ કરવા મા થી .
બિજા સંબંધો થી અલગ તરી આવે , જેમા લાગણી ઊલળકા હોય , હેત ના દરવાજા હોય અને સૌથી અમુલ્ય "વિશ્વાશ" નુ ઘર હોય તે પ્રેમ છે .
પ્રેમ જેમા એક બીજા ની ચિંતા હોય , નાનકડી એવી કસમ થી પણ જે ડરતા હોય , એક રિસાઈ જાય ને બીજા મનાવે , નાનકડી બાબતો પર ગૂસ્સો કરે અને કાઈપણ ઘાવ લાગે એક ને મહેશૂસ બેય કરે આવી જ રંગીલી હોય છે પ્રેમ ની રણજટ .
પ્રેમ કરવો સહેલો છે પણ પ્રેમ ને સમજવો અને નીભાવવો બવ જ અઘરો છે .
પ્રેમ ને સમજવો એટલે કોઈની લાગણી ઓ સમજવી કોઈ ની નજર ની પણ ભાસા સમજવી બવ અઘરી છે વાલા .
પ્રેમ ને નીભાવવો એટલે તે નો સાથ ક્યારેય છોડવો નહી , દુનીયા થી લડી ને પણ એ નો સાથ આપવો કોઈ પણ સંજોગે તે નો સાથ આપવો એ છે સાચો પ્રેમ .
અજીબ છે આ પ્રેમ ની
રણજટ...
બોલી ને ખુટતી નથી ને
લખી ને પુરી થાતી નથી
અજીબ છે આ પ્રેમ ની રણજટ......

-------- ------- -------- -------- --------- ---------- ------------ ----