Teri Galio me books and stories free download online pdf in Gujarati

તેરી ગલીઓ મેં

" તેરી ગલીયો મેં" "હાશ હવે વારાણસી આવી ગયું.૩૪ કલાક ની મુસાફરી પછી...એક કલાક ટ્રેન લેટ...". ....... કરણ વારાણસી સ્ટેશન આવતાં મનમાં ને મનમાં બબડ્યો. સવાર ના સાત વાગ્યા ને બનારસ આવ્યું.ટ્રેન ઉભી રહેતા કરણ પોતાનો સામાન લઈ ને ઉતર્યો અને સ્ટેશન ની બહાર આવેલી ઓટો વાળા ને પુછ્યુ... સ્વામિનારાયણ મંદિર મચ્છેન્દ્રનાથ જાના હૈ..કિતના લોગે.". .. સાબ.૨૦૦₹ લગે ગે..... .ભૈયા જ્યાદા હૈ..મૈં તો ૧૫૦ દુંગા..... અચ્છા ભૈયા બૈઠ જાઓ... કરણ ઓટો માં બેસી ને સ્વામિનારાયણ મંદિર પહોંચ્યો.. અને ત્યાં અગાઉ થી ફોન કરી ને એક રૂમ નક્કી કરી હતી.. કરણ એક પચીસ વર્ષ નો નવયુવાન તેને કાશી ના કાશી વિશ્વનાથ ના દર્શન અને ગંગા જી ના દર્શન કરવા હતા એટલે આ યાત્રા કરી. કરણ બાજ ખેડાવાડ બ્રાહ્મણ , મણિનગર માં તેના પપ્પા સાથે રહેતો.તેના પપ્પા એ તેને એક ચીઠ્ઠી આપી હતી.જે તેના પપ્પા ના મિત્ર ના પિતરાઈ ભાઈ ના નામે હતી. તેઓ કાશી,બનારસ માં રહેતા હતા.... દસ વર્ષ પહેલાં કરણ ના માતા એ કહ્યું હતું કે બેટા તું જીવનમાં એક વાર કાશી જજે.અને મહાદેવ ના દર્શન કરજે.. તારા ભાગ્ય ની શરૂઆત ત્યાંથી થશે....કરણ ને એના માતા ની ઈચ્છા પણ પુરી કરવી હતી..જે આજે આ દુનિયામાં નથી....... બીજે દિવસે કરણ ઓટો કરીને કાશીવિશ્વનાથ ના દર્શન કરવા નિકળ્યો... મંદિર માં બહુ ભીડ હતી પણ દર્શન કરીને જ કરણ નિકળ્યો... એને દર્શન કરીને ઘણો જ આનંદ થયો.. પછી એ દશાશ્વમેઘ ઘાટ પર જવા વિશ્વનાથ ગલીઓ માં થી નીકળી ને જતો હતો.. અને... નાની ગલીઓ.. ઘણીબધી સરસ દુકાનો..કરણ ચાલતા ચાલતા દુકાનો માં જોતો હતો ત્યારે અચાનક એક છોકરી સાથે અથડાયો...સોરી મેડમ..કરણ બોલ્યો...દેખતે નહીં છોટી ગલી હૈ..દેખકે ચલના ચાહીયે..મેરે ફુલ ગીર ગયે. એ છોકરી બોલી.. સોરી ..કરણ...એ છોકરી સાથે એક નાટી નાની છોકરી બોલી .ઈસ શહર મેં નયે હો? દર્શન કે લીએ આયે હો..ભૈયા દેખ કે ચલો કીસીકો લગ જાતી.....સોરી..સોરી ..કહેતો કરણ એ નાની ગલીઓ માં થી નીકળી ને દશાશ્વમેઘ ઘાટ પર ગયો... ગંગાજી ના દર્શન કર્યા અને થોડીવાર ગંગા જી સમીપે બેઠો... અને વિચારતો.... આ મારૂં ભાગ્ય મને ક્યાં લઇ જશે?. મારી મમ્મી ના આત્મા ને શાંતિ મલે ............ અને ફરીથી કરણ વિશ્વનાથ ગલીઓ માં પેઠો... એણે ઘંટડીઓ, શિવલિંગ અને પુજા ની વસ્તુ ઓ લીધી... અને એને એના ભાણિયા માટે રમકડાં લેવા હતા એટલે રમકડાં ની એક દુકાનમાં ગયો... દુકાન માં કોઈ દેખાયું નહીં એટલે બોલ્યો.. અરે કોઈ હૈ ? મુજે ખિલૌને લેને હૈ... એટલામાં દુકાનની અંદર થી પેલી નાની નાટી છોકરી ને જોઈ... એણે તરત બુમ પાડી.. બહેન કોઈ ખિલોના લેવા આવ્યું છે..... આ સાંભળી ને કરણ ચમક્યો.. અરે આ તો ગુજરાતી માં બોલે છે.ચોક્કસ કોઈ ગુજરાતી ની દુકાન....અંદર થી પેલી બીજી છોકરી આવી..કરણ એને જોતો રહી ગયો.. હવે એણે ધારી ધારીને જોયું.. અરે સરસ દેખાય છે! કરણ મનમાં બોલ્યો.. ક્યા લેના હૈ કૌન સા ખિલૌના ચાહિએ...કરણ બોલ્યો.. તમે ગુજરાતી છો.હુ પણ ગુજરાતી છું..મારે નાના બાળકો માટે જોઈએ... હવે પેલી છોકરી હસી ને બોલી..નાના બાળકો ના જ રમકડાં છે..લો આ રસોઈ ગેસ ના સામાન ના રમકડા,આ અવાજ કરતાં ,આ ચાનીસ ચેકર, અને ઘણા બધા છે... કરણ હસ્યો... તમને સારા લાગે એવા ત્રણ ચાર આપી દો... હવે પેલી નાની નાટી બોલી,કાજલ બેન રૂપિયા પુરેપુરા લેજો...અમદાવાદી લાગે છે...મોટા ભાઈ પણ જમી ને આવતા જ હશે...‌‌... હા બહેન.હા.. કાજલે સારા સારા ચાર રમકડાં કરણ ને આપ્યા... તમે ગુજરાતી છો એટલે ભાવ ઓછો કરું છું....હા પણ બજારમાં ખરીદી કરતા ધ્યાન રાખજો. કરણ આ રમકડાં લ ઈ ને હસતો હસતો બનારસ ની ગલીઓમાં નિકળ્યો....એકાદ કલાક પછી... ચાલતા ચાલતા એને ચિઠ્ઠી યાદ આવી . સરનામું વાંચ્યું અને ગલીઓમાં પુછતા પુછતા આગળ ચાલ્યો......ચાલતો હતો.. એટલામાં બુમ પડી..બાબુ પીછે ગૈયા આ રહી હૈ..કરણે પાછળ જોયું નાનકડી ગલી માં ગાય દોડતી આવતી હતી.એ નજીક ના ઘર ના ઓટલે ઉભો રહ્યો..ગાય જતી રહી . એટલામાં કાજલ અને એની નાની બહેન ને જોઈ.. કહાં જાના હૈ કાજલ બોલી.. કરણે ચિઠ્ઠી નું સરનામું બતાવ્યું..કાજલ સરનામું જોઈ ચોંકી.. અને ક્હ્યું આગે ગોપાલ મંદિર વાલે રાસ્તે જાના.વહા Right hand જો ગલી આતી હૈ વહાં જાકર આગે થોડા જાના બાદ મેં લેફ્ટ થોડા આગે..થોડા આગે જાકર રાઈટ ને જો ગેરૂએ રંગ કા દરવાજા હૈ વહીં હૈ .. ચલો મૈં ચલી... કરણે જોયું તો કાજલ અને એની બહેન ઝડપી ચાલતા જતા રહ્યા..કરણ ધીમે ધીમે.. ગલીમાં જતો જોતો જોતો બતાવેલા રસ્તે એ સરનામે પહોંચ્યો. દરવાજો બંધ હતો.એણે જોયું અહીં ગલીઓમાં બધા ના દરવાજા બંધ જ હોય છે... એણે આજુબાજુ જોયું એટલામાં બાજુ નું બારણું ખુલ્યું.. કરણે પુછ્યું.. કૃષ્ણ શંકર કા મકાન યહી હૈ..... એ માણસે હા કહી અને બોલ્યો દરવાજા ખટખટાઓ.... કરણે મકાન નો દરવાજા ની સાંકળ ખખડાવી.. અવાજ..કૌન?.. ઉપર ની બારી માં થી કોઈ એ ડોકીયું કર્યું.. અને કરણ ને પેલી નાની નાટી નો અવાજ સંભળાયો..આ તો પેલો અમદાવાદી આવી ગયો... બારણું ખુલ્યું..કરણ કૃષ્ણ શંકર ભાઈ ને મલ્યો.. અને ચિઠ્ઠી આપી.. કૃષ્ણ શંકરે કરણ નું નામ સરનામું.અને ચિઠ્ઠી વાંચી.. અરે આતો ગોવિંદ નો છોકરો....કરણ ને બીજા રૂમમાં થતાં અવાજ તરફ નજર ગઈ.કંઈક ગુસર પુસર થતી હતી.અને હસવાનો અવાજ...આ સાંભળી ને કૃષ્ણ શંકર બોલ્યા .. અરે બેટી ક્યા કર રહી હૈ મહેમાન હૈ થોડા મીઠા ઔર પાની લે કે આઓ. કાજલ પૈઠા અને પાણી મરક મરક હસીને લાવી..... અરે કાજલ કી માં મહેમાન હૈ દેખતો મેરે ભાંજે કે સાલે હૈ......સાથ મેં ભાઈ કી ચિઠ્ઠી હૈ ઉસમેં લીખા હૈ યહ ઈલા કા ભાઈ.ઔર દેવેશ કા સાલા.....હૈ..... ....આ વાત ને છ મહિના પછી કાજલ અને કરણ ની સગાઇ અમદાવાદ બહેન બનેવી ના ઘરે થઈ ગઈ...........અબ તો તેરી ગલીઓ મેં રખેગે કદમ હર બાર બાર....કરણ હસતા હસતા બોલ્યો.............@ કૌશિક દવે.