Collage ni yaadgar safar books and stories free download online pdf in Gujarati

કોલેજ ની યાદગાર સફર

કોલેજની યાદગાર સફર

"આવ્યા ત્યારે અજાણ્યા હતા

જઈશું અમે તો જાણીતા થઈને"

આપણે તો ખાલી આવજો કીધું.

યાદ છે ને જ્યારે પેહલા દિવસે

કોલજની તે વસ્તીદિનનીરેલી

જ્યારે નોહતા જાણતા કોણ હતું.

તેમની સાથે આપણે પણ જોડાયા

મળ્યા પછી થઇ ઘણી વાતચિત

લાગણીના તારે આપણે બંધાઇ ગયા .

યાદ છે ને આપણી પેહલી મુલાકત

એ અજાણતા થયેલી લાઇબ્રેરીની

સમય જતા આપણે સારા મિત્ર બની ગયા.

પહેલું વર્ષ હતું એટલે નવું નવું લાગતું

સિનિયર સાથે આપણે હળીમળી ગયા .

કયા ખબર હતી કોણ હશે આપણા પ્રોફેસોર


આજે તમને હુ પરિચય આપું રાજેન્દ્ર જાની સરનો જેમનો લેક્ચર આવે ત્યારે રૂમ ની બહાર જવાનું મન નોહતું થતું કેમ કે તેઓ જ્યારે પણ બોલે ત્યારે અમે મંત્રમુગ્ધબનીને સાભળ્યા જ કરીએ તેઓઅમને શિખવાડતા કે દૂધમાં થી છાંસ તો થાય પણ છાંસ માંથી દૂધ તો તેમને શીખવાડ્યું હતુ.

તેઓ જ્યારે એક સુંદર ઉદાહરણ આપે કે એક સ્કુલ હતી અમેરીકાની જેમાંથી રોજ બાળકો છુટી ને આવે અને એક દુકાન સામે જોઇ ને હસ્યા કરે અને દુકાનદાર સાથે આવુ સતત ૧૦ દિવસ સુધી થયુ એટ્લે એક દિવસ દુકાન દારે તે છોકરા ને રોક્યા ને પુછ્યુ તમે કેમ હસો છો ત્યારે જવાબ આંગળી બતાવી ને બતાવે છે અરિસા સામે તો તે દુકાનદાર તેના વજન થી ૧૦ ઘણો જાડો લાગતો ત્યારે પછી વિચાર આવ્યો એક વિદ્યાર્થી ને કે જો આવુ દુર નુ ના જોઇ શકતા લોકો ને આપવા મા આવે તો તે પણ જોઇ શકે ને હસતા હસતા બાળક નવુ શિખવાડી ગયા.






તેમના શબ્દમાં શિક્ષણ એટલે જીવનમાં ઉતારવું આપણે શુ સમજ્યા ચોપડ્યું ક્યાં સુધી સરના વિચારો ઉચ્ચ હતા તેવો હંમેશા કેહતા જ્યારે અમે તેમના કેબીનમાં જતા ત્યારે તેવો કેહ્તા અમે પુછતા કે આવિએ ત્યારે તેવો કેહેતા કે આવવા નુંહોય ને ને બેસી જાઓ સર નો પ્રેમ અને બધા ને માનથી જ બોલાવે તેજ તેમનો પ્રેમ હતો એક વિદ્યાર્થી અને પ્રોફેસોરનો રાજેન્દ્ર જાની સરનો સ્વભાવ મને બહુજ ગમે છે તેવો એક વસ્તુ કહેતા કે તમે કેમ ચોપડા ના પેજ ફાળો છો ને બસ તેવો ખર્ચ ના કરવો પડે તે શીખવાડ્યું.


ગૌરાંગ જાની સરનું નામ આવે ત્યારે આપણે ગુરુવાર ને યાદ ના કરીયે તો કેમ ચાલે .
કેમ કે જાનીસર દિલ ના બહુજ સારા પરંતુ તે સમયે ભૂલ મારી હતી કે હું કોલેજ આવતો નોહતો એક મહિનો આવ્યો નહિ એટલે કોઈ પણ હોય બોલે તો ખરું એમ પણ ગુરૂ છે તે ટોકશે નહિ તો કોણ ટોકશે કદાચ તેમના તે શબ્દ મારા આગળ ના ભવિષ્ય નો વળાંક હશે.


મને જ્યારે રૂમ વચ્ચે ઉભો કરી ને કીધું ત્યારે મને થોડું દુઃખ થયું પણ ગુરુ ના કડવા વેણ મારા માટે તો અમૃત હતું જે સેમ 3 મા જોવા મળ્યું સેમ 2 નું 54 ટકા થી સેમ 3 મા 67 ટકા સુધી લઈ ગયું હંમેશા જાની સર દર ગુરુવારે નવા વિષય સાથે આવતા અને હું ક્યારેય નામ નોહતો લખાવતો કેમ હું આવતો ગુરુવારે ખાલી આવુ પહેલું વર્ષ તો નીકળી ગયું અજાણતા પણ સર ના શબ્દ ને તો મેં જીવન મા ઉતારી લીધા.

સર હમેશા અમને નવું નવું કહેતા તેવો પેહલા હશે જેમના જન્મ દિવસ ની મને મળેલ ભેટ સૌરાષ્ટ્રની રસધાર મને જીવનભર યાદ રહેશે કેમ કે મારા માટે દુઃખ નું ક્ષણ તો તેજ હતું જેને હું મારાં ગુરુ માનું તેવા ઝવેરચંદ મેઘાણી નું અવસાન મારા જન્મ દિવસ એટલે કે 9 માર્ચ ના રોજ થયું,
પણ સર હું ખુશ એટલે છું કે તમે મને અમૂલ્ય યાદ ભેટ માં આપી છે જે હંમેશા મને યાદ અપાવશે ગૌરાંગ જાની સર તમારુ તે સંશોધન નું પેપર હતું ને તમે જ શીખવાડેલી ફોકસ ગ્રૂપ ડિસ્કશન મને મારા અભ્યાસ માં ખુબજ મદદ થઇ ગૌરાંગ જાની સર તમારી તે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ થી મેં નવી બોલી ના 100 થી વધુ શબ્દ શીખ્યા જે કદાચ તમારા ભણાવા ના કારણે હું જાણી શક્યો.સર અમે જ્યારે સેમ 3 મા આવ્યો ત્યારે તમે સ્મશાન ની મુલાકાત કરાવી ને સ્ત્રી ના જઇ શકે સ્મશાન તે ભ્રમ પણ તમે તોડી ને બતાવ્યું .ત્યાં અમે જે જોયું તે કદાચ હું પહેલું વહેલું જોઈ રહ્યો હતો. યાદ ઘણી છે તાજી હજુ પણ યાદો છે વહાલ નો દરિયો.

ગૌરાંગ જાની સર તમારુ એક નવું પેપર અમને મળ્યું ભણવા જ્યારે તમારી નિવૃત્તિની ભેટ સ્વરૂપ છેલ્લે તમારા શબ્દો જે મારા હ્યદય મા શામિલ છે..યાદ છે તે 25 પ્રતીક કદાચ હું કલાસ મા એકલો હતો જે અલગ આવ્યો ને તમે આપેલી 100 ની નોટ કેમ ભુલાય તમે પ્રથમ હશે જે હમેશા તૈયાર રહેતા વિદ્યાર્થી માટે હંમેશા 100 ની નોટ સાથે તૈયાર રહેતા ને વિદ્યાર્થી મા એક નવી ઉર્જા નું સંચાર કરતા .


સર છેલ્લે તમારી પાણી પૂરી ની પાર્ટી કેમ ભુલાય છેલ્લો દિવસ અમારા બધા માટે યાદગાર રહેશે

ચંદ્રિકા મેમ તમારા શબ્દો મા હમેશા પ્રવાસ ની મીઠાસ હોય છે તમારા શબ્દો ને હું હંમેશા સાંભળતો ને ખાસ તમારી જિમમી ને તિબેટ ની વાત કેવી રીતે ભુલાય ને તમારા ને તમે હમેશા તમારા પ્રવાસ નું સુંદર વર્ણન કરતા રહેતાં જેથી એકજ વિષય પર ભાર ના રહે અમે 2 વર્ષ તમારા સાથે ના ઘણા યાદ કરશું હમેશા સાથે રહેતા .

સંગીતા મેમ તમે કોઈ પણ કાર્યક્રમ હોય તો હંમેશા તમેજ સૌથી પહેલા રહેતા ને તમે અહીંયા ભણ્યા ને અહીંયાં ભણાવી રહ્યા છો જે અમને ઉર્જા નું સંચાર કરે છે , હમેશા કલાસ સિવાય ની પ્રવૃત્તિ મા આગળ રહેતાં.

હંમેશા અમારી સાથે રહેતા કેવી રીતે ભૂલી શકાય.

મિત્રો સાથે નો તે પ્રેમ કેવી રીતે ભુલાય .