Wastage books and stories free download online pdf in Gujarati

કચરો

મુંબઇ ના ધારાવી માં જ્યાં આખો જગ્યા નો કચરો નંખાઈ છે ત્યાં અચાનક એક છોકરી નો રડવાનો અવાજ આવતો હતો .કોણ હતી આ છોકરી ???? કોણ મૂકી ગયું હતું એને???? કંઈ જ ખબર પડતી નહોતી .કચરા માંથી મળી હતી એટલે એને લોકો કચરો સમજી ને કચરી કહેતા હતા. આ સમાજ માં કહેવતા સજ્જન લોકો નું પાપ એને મળી રહ્યું હતું. એ કચરા માં એક ગાંડી સ્ત્રી પણ રહેતી હતી.જે એનું ધ્યાન રાખતી હતી . એને આ મળી ત્યારે એને લાગ્યું કે આ એક રમકડું છે .સમજણ હોઈ ત્યાં માણસ સાચા અને ખોટા સંબંધો રાખે . પણ , આ તો ગાંડી હતી એને શું ખબર, શું સાચું ને શું ખોટું ???? .એ રડે ત્યારે આ પણ રડવા લાગે . એને કચરા માંથી જે મળે એ ખાવાનું ખવડાવે. અને જ્યારે એને મન થાય ત્યારે એને કચરા માં ફેરવતી જાય . આમ આ શહેર ની ભીડભાડ થી દુર એ લોકો ની જીંદગી ચાલી રહી હતી.આખા શહેર નો બધો કચરો આ જગ્યા માં નખાતો હતો. રોજ સવારે 10 વાગે અને સાંજે 5 વાગે કચરા ની ગાડી આવે તેમાંથી આ લોકો નું ગુજરાન ચાલતું હતું.

પણ આજ ની વાત કંઈક અલગ હતી.આજે કચરી 8 વર્ષ ની થઇ ગઈ હતી. અને ધીમે ધીમે થોડી સમજણ આવવા લાગી હતી. આ ગાંડી સ્ત્રી પોતાની માં છે કે નહીં???? એ છે કોણ ???? એ જાણતી ના હોવા છતાં હવે એ એનું ધ્યાન રાખવા લાગતી હતી. સડેલું ગંદુ ખાવા માંથી એને અટકાવતી હતી. પોતાનું ટોયલેટ દૂર કરવા માટે એની મૂકી આવતી. ક્યાં જો એ ભાગી જાય તો એને પાછી લઈ આવતી. એ બધું કામ એ પોતે સંભાળતી હતી. આ દુનિયા ના સમાજ અને રીતિ રીવાજો અને ખોટા સંબંધો થી દુર અલગ જ દુનિયા માં પોતે જીવી રહ્યા હતા.
પણ કહેવાય છે દિવસો ક્યારે પણ એક જેવા નથી હોતાં. આજે ગાંડી સ્ત્રી માં પેટ માં ખૂબ દુખતું હતું.જોર જોર થી બુમો પાડતી હતી. કચરીને ખબર નહોતી પડતી શું કરવું. ????? એ ભાગતી ભાગતી રસ્તા પર આવી ગઈ અને પછી લોકો ને બોલવા લાગી . એને બોલતા તો આવડતું હતું નહીં . એટલે જોર જોર થી ચિલાવતી હતી એ પણ કોઈ એની વાત સાંભળતું નહોતું . પણ થોડી વાર પછી એક સારા માણસ એ એને જોઈ . અને કંઈક ખોટું લાગતા એની સાથે આવ્યો પણ ત્યાં સુધી માં એ ગાંડી બાઈ ના મોઢા માંથી ફીણ બહાર આવ્યા લાગ્યું હતું. કદાચ ફૂડ પોઇઝનિંગ થી એનું મૃત્યુ થઈ ગયું હતું. આ માણસ ને દયા આવી એટલે એને મ્યુનિસિપલ માં કહેડાવી દીધું અને આ છોકરી ને કોઈ અનાથાલય માં દાખલ કરાવી દીધી .
કચરી ને અનાથલય માં કંઈ ખબર પડતી નહોતી. હમણા- હમણાં તો એ અનાથાલય માં આવી હતી અને બીજી એના ઉમર ની છોકરી ઘણી આગળ નીકળી ગઈ હતી. એને બોલતા પણ નહોતું આવડતું કે વાંચતા પણ નહોતું આવડતું . અહીંયા એની કોઈ ને પડી નહોતી. બધા એને હેરાન કરતા હતા . કોઈ ની પણ માટે એ કચરા થી વિશેષ કોઈ જ નહોતી. આખો દિવસ એ એની ગાંડી માં ને યાદ કરી ને રડતી રહેતી હતી. બિચારી કરે તો પણ શું???? આ દુનિયા માં એવું કોઈ હતું જ નહીં જે એને યાદ કરે.
એક વાર જે માણસ કચરી ને અનાથાલય માં મૂકી આવ્યો હતો . એ એને જોવા આવ્યો . કચરી એ એને જોયો અને જોયા ભેગા એ એના ગળે વળગી પડી . અને જોર જોર થી રડવા લાગી. એને અહીંયા જરા પણ નથી ગમતું . કોઈ એનું ધ્યાન નથી રાખતું . બીજી છોકરી પણ એને ખૂબ હેરાન કરે છે . આ બધી વાત એને પોતાના આંસુ થી કહી દીધી. આ સ્વાર્થી દુનિયા માં એવાં પણ ઘણા સંબધો છે જે ને ખૂન થી નહીં પણ લાગણી થી સમજી શકાઈ છે. આ માણસ ને ખૂબ દયા આવી . અને એ એને પોતાના ઘરે લઈ ને આવ્યો. પોતાની પત્ની હતી અને એમની એક ની એક દીકરી ને એમને રોડ અકસ્માત માં એમને ખોઈ નાખી હતી. એમની પત્ની ને પણ કચરી ખૂબ ગમી ગઈ અને પોતાની દીકરી ના નામ થી એનું નામ એમને પરી રાખી દીધું.
પરી હવે ખૂબ ખુશ હતી. એના પિતા અને નવી માતા મળી હતી. જે એને ખૂબ પ્રેમ કરી રહ્યા હતા. એને બોલતા અને વાંચતા પણ એમને શીખવાડી દીધું હતું. મોટી થતા હવે એ સુંદર પણ દેખાવા લાગી હતી. પોતાની દુનિયા માં હવે એ ખુશ રહેવા લાગી હતી.અને હવે જુના દિવસો ભૂલી ને નવી જિંદગી ની શરૂવાત કરી રહી હતી.પણ એક વાર એક કચરા ની ટ્રક એને દેખાઈ એને એના જુના દિવસો યાદ આવી ગયા.

જ્યારે જ્યારે એ કચરા ની ટ્રક દેખાતી ત્યારે ત્યારે એ જુના દિવસો ની યાદ એને આવી જતી. આજે એ 15વર્ષ જેટલી મોટી થઈ ગઈ હતી. એના પિતા એ એને એક ભેટ આપી . આટલા વર્ષ માં કોઈ એ એને ભેટ આપી નહોતી. કેમ કે એનો જન્મદિવસ એને યાદ જ નહોતો. આજે એના પિતા એ કીધું એને આજે એક ફંકશન માં જવાનું છે. એના પિતા એ ખૂબ જ પ્રતિષ્ઠિત કંપની માં ખૂબ મોટા હોદા પર કામ કરતા હતા . એટલે પૈસા ની કોઈ કમી એમને હતી જ નહીં.
એક જગ્યા આજે એના પિતા એ એના નામ પર કરી હતી. એના માટે આજે એમને જવાનું હતું. કાર માં બેસી જ્યારે એ લોકો એ જગ્યા પર ગયા એ જોઈ પરી ને આંખો આંસુ થી ભરાઈ ગઈ. આ જગ્યા બીજી કોઈ નહીં એ કચરા પેટી હતી જ્યાં એને નાખી દેવાઈ આવી હતી. એ જગ્યા એના પિતા એ પોતાની લાગવગ થી ખરીદી લીધી હતી. એ જગ્યા પર એક અનાથાશ્રમ બનવા જઈ રહ્યું હતું.
એ જગ્યા ની વચ્ચોવચ એક મૂર્તિ બનાવા જઈ રહી હતી એ મૂર્તિ બીજી કોઈ ની નહીં એ ગાંડી સ્ત્રી ની હતી. એના પિતા એ ગાંડી સ્ત્રી નો ફોટો મ્યુનિસિપલ માંથી મળ્યો હતો. આ જોઈ ને પરી ની આંખો આંસુ થી ભરાઈ ગઈ. પોતાના પિતા ને ભેટી જોર જોર થી રડવા લાગી .
એના પિતા એ એને કીધું ."" દિકરી તું એક કચરો નથી પણ કોઈ ના ઘર ની લક્ષ્મી છે. બસ તને તારી સાચી જગ્યા તને મળી નથી. એક સોનુ જો કચરા માં ફેંકી દેવાઈ તો એમાં વાંક સોના નો નહિ પણ સોના ની કિંમત ન કરનાર માણસ નો છે. આજ થી આ અનાથાલય તારે સાંભળવાનું છે. હવે થી કોઈ પણ છોકરી અનાથ નહીં રહે કેમ કે તારો પિતા જગજીવન દાસ બધાનો પિતા બનવા જઈ રહ્યો છે. ""
આજે 20 વર્ષ પછી 150 છોકરી ના સામૂહિક લગ્ન થયા એ બધી જ છોકરી આ અનાથલય માંથી આવી હતી. અને બધી છોકરી ના નામ ની પાછળ નામ હતું જગજીવન દાસ અને એમની કન્યાદાન ની રસમ પણ જગજીવન દાસ એ કરી. જગજીવન દાસ ના મૃત્યુ પછી આ અનાથલય પરી સાંભળી રહી છે અને આજે પણ આ અનાથલય માં મોટા મોટા નિઃસંતાન દંપતી આવી આ છોકરી ને અપનાવી એને સાચી જિંદગી આપે છે. જે લોકો કચરો સમજી લક્ષ્મી ને ફેંકી જાય છે એને પરી એને એમની સાચી જગ્યા બતાવે છે.