jinu the sayar ni kalame books and stories free download online pdf in Gujarati

jinu the sayar ni kalame

રોજ મારો જન્મ એની આંખ માં ઉજવાય છે;
માને માટે દીકરો મોટો કદી કયાં થાય છે?
કોણ જાણે કેવી માટી નો બનેલો દેહ છે;
દદૉ આપ્યાં કેટલાય તોય મા હરખાય છે,
એક અક્ષર પણ ન જાણે કયાં ભણી છે સ્કુલ માં,
તોય મારા મુખ્ય ઉપર શબ્દ વાંચી જાય છે.
એક મારી ઊંઘ ખાતર રાતને ગણતી દીવસ,
કોણ જાણે તોય એનો થાક કયાં ઠલવાય છે,
વાતે વાતે હું કસમ ખાતો રહયો માની બધે,
ક્યાંય સાંભળ્યું કે કસમ મા દીકરા ની ખાય છે?
આ જ માની છે હયાતી પરભુ તારા ધામ માં,
ત્યાં તે જળહળ થશે , તુલસી અહીં સુકાય છે,
સૂર્ય ને પાલવથી ઢાંકી ચાંદ સમ શીતળ કરે,
તું કહી દે આ જગતમાં માનો કોઈ પયૉય છે?
Jinu the sayar

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


અમે કહયું કે, અંધકાર માં ક્યાંય સુજે નહીં મારગ

ઝરણું બોલ્યું માંડ ચાલવા, આગળ સઘળું ઝગમગ.

અમે કહયું કે ,આડા આવે ભેખડ -પાણા-પર્વત

ઝરણું હસતાં બોલ્યું એને વહાલ કરી આગળ વધ.

અમે કહયું કે, સુનું લાગે એકલ પંડે વહેવુ,

ઝરણાં એ ગાયું કે કોઈ ગીત સદા ગણગણવું.

અમે કહયું કે, અટકી જઇશું એવી બીક સતાવે,

ઝરણાં એ મલકીને કીધું કરશું મઝા તળાવે.

અમે કહયું કે,ઝરણાં તારી વાતો માં છે દમ,

ઝરણું કંઈ ન બોલ્યું એ તો વહ્યા કયુઁ હરદમ.

Jinu the sayar

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


હે, મિત્ર !
હું તને ચાહું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને ચાહું છું તે તારી જાત ને જે રીતે આકારી છે.
એટલા માટે જ નહીં, પણ તું મને જેવી ઘડયા કરે છે એટલા માટે પણ.
હું તને એટલા માટે ચાહું છું કે મને એક સુંદર વ્યક્તી બનાવવા માટે કોઈ પણ સંપદાય જે કંઈ કરી શકયો હોત એનાથી અને મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના
કરતા તે મારે માટે વધારે કયુઁ છે.
તું આજે સાથે છે તે પોતાપણું જાળવી ને જ.
અંતે તો,
મિત્ર બનાવવા નો મર્મ જ આ છે.
મારા મિત્રો નું જીવન "અંજલિ "થજો.
Jinu the sayar

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



મારી બોલી માં મીઠાશ, મારી વાનગીઓ માં મીઠાશ,

હું છું ગરવી ગુજરાતી. ....

મારા લોહી માં વેપાર, મારા વર્તન માં આવકાર,

હું છું ગરવી ગુજરાતી. .....

મારા ગુજઁર ના મહાત્મા, મારી ધરા ના સરદાર ,

હું છું ગરવી ગુજરાતી. ...

મારી નવરાત્રી ઓળખ, મારું કેડીયું મોહક ,

હું છું ગરવી ગુજરાતી. ...

મારા મલક મા સોમનાથ, મારા હૈયા માં ગિરનાર,

હું છું ગરવી ગુજરાતી. ..

મારા સાહિત્ય માં નરસિંહ, મારી કવિતાઓમાં કલાપી. ....

મારા હાથમાં તાપી, મારી 56 ની છાતી,

હું છું ગરવી ગુજરાતી. ..

મારી લોથલ સંસ્કૃતિ, મારી ભારત ભુમિ,

હું છું ગરવી ગુજરાતી. ..

Jinu the sayar


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹1) કોઇ પુછે કે કેમ છો??

તો એટલું જ કહેવું છે મારે બસ ચાંદની સી મોજ માં ને સિતારો ની ખોજ માં ઉડી રહી છું આ ઊંચેરા

ગગન માં.....મારી ઉડાન ગગન સુધી

જીનલ ડુંગરાણી" જીનુ"

2) કોઈ પુછે કેમ આવી છો અહીં


તો એટલું જ કહેવું છે મારે બસ આ નફરત ની દુનિયા માં મહોબ્બત નો પૈગામ લઈ ને આવી છું

જીનલ ડુંગરાણી "જીનુ


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


આ જિંદગી ની સફર માં એક વસંત બનવા માંગુ

છું તું મહેસૂસ તો કર તારી જિંદગી બની જીવવા

માંગુ છું .....


જિંદગી ની સફર માં એક રંગ બનવા માંગુ છુ

તું મહેસૂસ તો કર તારી જિંદગી રંગીન બનાવવા

માંગુ છુ. ......


આ જિંદગી ની કવિતાઓ નો સુર બનવા માંગુ છુ

તું મહેસૂસ તો કર તને મારી જિંદગી નો સુર

બનાવવા માંગુ છુ

મા તને જ મારી જિંદગી નો સુર બનાવવા માંગુ છુ ....😇

તારી લાડકવાયી જીનુ😇😘😍👪