Answer towards North - 6 books and stories free download online pdf in Gujarati

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૬

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૬

.....એ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતો ન હતો એટલે હું એક પછી એક પ્રશ્નો કરતોજ રહેતો હતો. એ કશુજ બોલી રહ્યો ન હતો અને મારામાં જાણવાની ઉત્સુકતા વધી રહી હતી. મેં પ્રશ્નોનો બીજો રોઉંન્ડ શરુ કર્યો. મેં એણે પૂછ્યું કે, ‘તું કોણ છે અને ક્યાંથી આવે છે તારું શું કામ છે તું અમને ક્યાં લઇ જાય છે.?’

હવે આગળ.....

એ મારા કોઈ પણ પ્રશ્નોનો જવાબ નહોતો આપી રહ્યો માટે મારા પેલા ત્રણ પત્તામાંથી એક પત્તુંતો મેં વાપરી દીધેલું હવે બીજુ અને ત્રીજું પત્તું એકસાથે વાપરવાનો સમય હતો. મેં એણે ચેતવણી આપી કે તું મને માહિતી નહિ આપે તો હું તારી ફેમિલીને ખતમ કરી દઈશ. એ મનમાં જાણે હસતો હોય એમ મને લાગ્યું. એણે એમ થતું હશે કે હું એની ફેમીલીને અહીં બેઠો બેઠો કેવી રીતે મારી શકું. હું એને મારી નહિ નાખું એતો એને મેં જયારે પગમાંથી ગોળી કાઢવા માટે મદદ કરી ત્યારેજ ખબર પડી ગઈ હશે કે જો એ મરી જશે તો મને એના બોસ સુધી કોણ લઇ જશે.

મેં મારા બીજા મિત્રને ફોન લગાડીને જોહનનાં ઘરનું સરનામું અને નંબર આપતા કીધું કે આ જગ્યાની આસપાસ તારા માણસો પહોચાડી દે અને હું કહું ત્યારે એમના ઘરમાં ઘૂસીને એમને ખતમ કરી દેજે, તારા પૈસા તારા ખાતામાં બે દિવસમાં જમા થઇ જશે. સામેથી પેલા મિત્રએ પણ એવીજ રીતે વાત કરી જાણે એ બઉં મોટો ડોન હોય. આ વખતે પણ મેં ફોન લાઉડ-સ્પીકર પરજ રાખેલો હતો જેથી જોહન સુતીર્થની મિમિક્રી સાંભળીને આ બધું નાટક સાચું માની લે.

***

હું અને મારો મિત્ર આવી મસ્તી કોલેજ સમયે ખુબ કરતા જયારે અમને ચાર રસ્તા ઉપર પોલીસ પકડે કે જયારે અમે અમારા પ્રિન્સીપલ, પિતા જોડે વાત કરવાનું કહે ત્યારે અમે એકબીજા માટે કાંતો પોલીટીશીયન બની જતા કાંતો એક બીજાના પિતા. ફોન ઉપર કોણે ખબર પડે છે કે સામેવાળો માણસ ખરેખર કોણ છે, અને આજ ગેમ આજે મને કામમાં લાગી.

***

મને ખાલી નવાઈ એ લાગી કે સુતીર્થને કેવી રીતે ખબર પડી કે એણે આવું કરવાનું છે. મને એ બીક હતી કે હું સુતીર્થને આમ એકદમ જોહનના ફેમિલીને મારવાની સુપારી આપીશ તો એ સામે શું પ્રતિભાવ આપશે. કારણકે કોલેજ વખતે તો અમે આમ અવાર નવાર કરતા એટલે ખબર પડી જાત, પણ આ વખતે કદાચ કુશને જેટલી ખબર હતી એટલી માહિતી સુતીર્થને પહેલેથીજ આપી દીધી હશે. કુશને થોડો તો અંદાજો આવી ગયો હશે કે હું મુશ્કેલીમાં છું. માટેજ આ વાત એણે સુતીર્થને કરી હશે અને માટેજ સુતીર્થ મારું આ નાટક તરત સમજી ગયો. જો એણે મારા આ ફોનનો જવાબ ગુંડો બનીને ન આપ્યો હોત તો મારી આખી બાજી બગડી જવાની હતી અને જોહન મને એના બોસ વિષે કે બીજી કોઈપણ માહિતી ન આપત. સુતીર્થે મને એ દિવસે બચાવી લીધો જેમ કોલેજ વખતે અમે એકબીજાને બચાવતા હતા. સુતીર્થ પહેલેથી ભણવામાં નબળો હતો પણ કોઈની મિમિક્રી કરવામાં એની માસ્ટરી હતી. કોલેજના સમયમાં જયારે કલ-ફેસ્ટ થતા ત્યારે એ હમેશા પ્રથમ આવતો. એની સ્ટેન્ડ-અપ કોમેડી જોવા તો અમારા કોલેજનાં ટ્રસ્ટીઓ પણ આવતા. અત્યારે હાલ તો એ કોઈ એડ એજન્સીમાં અવાજ આપવાનું કામ કરે છે. મારા એ ત્રણે પત્તા બરાબર કામમાં આવી ગયા હતા.

જેવું મેં સુતીર્થને જોહનના ફેમિલીને મારી નાખવાની સુપારી આપીને ફોન મુક્યો કે જોહન તરતજ નબળો પડી ગયો. માણસને માત્ર એની ફેમીલી જ નબળો બનાવે છે અને એની ફેમીલીજ મજબુત બનાવે છે. જોહન અને મારા કિસ્સામાં આ દાખલો બરાબર ફીટ બેસતો હતો. હું રોશનીનાં કારણેજ આટલો બધો મજબુત અને નીડર થઇ ગયો હતો. જોહન એની ભાષામાં કશુક બબડ્યો. માણસ જ્યારે જ્યારે માયુસ કે ગુસ્સે થાય છે ત્યારે એના મોઢા પર એની માતૃભાષા આવ્યા વગર રહેતી નથી. મેં એણે મોટા અવાજથી ધમકાયો કે તારે મારા સવાલોના જવાબ આપવાના છે કે નહિ કે પછી પેલા સલીમને ફોન લગાવું. સલીમ એટલે સુતીર્થ. જોહન તરતજ મારી સામે ઘુટણે બેસી ગયો અને મને કીધું કે, ‘દુર્ધ તું કહીશ એમજ કરીશ. બોલ તારે શું જાણવું છે?’.

મેં થોડાક અલગ અંદાજમાં કીધું કે અત્જેયાર સુધી જેટલા પ્રશ્નો મેં તને કર્યા છે એ બધા યાદ કરીને એક એક પ્રશ્નનો મને જવાબ આપ. જોહને કીધું દુર્ધ તારા કોઈજ પ્રશ્નોનો જવાબ મારી પાસે નથી. હું પૈસા માટે સોપારી લઉં છું અને અમારા ધંધામાં ખાલી ફોન આવે અને સોપારી આપવાવાળી પાર્ટી અમારા ખાતામાં ૫૦% પૈસા જમા કરાવે અને એક ફોટો મોકલે અને બાકીનાં ૫૦% કામ પૂરું થઇ જાય એટલે. આનાથી વધારે અમને કશીજ ખબર ન હોય. જોહનની વાત પૂરી રીતે ખોટી પણ નહોતી અને સાચી પણ નહોતી. કારણકે જો એટલુજ ખબર હોય તો અમને આમ ક્યાં લઇ જાય છે એનો જવાબ તો તે આપી શકત. મેં ફરીથી જોહનને પૂછ્યું, ‘જો એવુજ હોય તો તારે અમને અમારા ઘરે મારી નાખીને જતા રહેવું જોઈએ? અમારી લાશને આમ તારી ગાડીની ડેક્કીમાં નાખીને લઇ જવાનું શું કારણ?’ આ સવાલનો જવાબ એની જોડે હતો પણ જોહન આપવા નહોતો માંગતો એટલે મેં ફરીથી એક હાથમાં સલીમને ફોન લગાવવાનું કહીને અને બીજા હાથથી રીવોલ્વેર એના માથે તાકીને પૂછ્યું, ‘ફરીથી એજ બધું બોલવા લાગ્યો કે દુર્ધ એ બધી મને ખબર નથી, બોસ મને થોડી થોડી વારે ફોન કરીને તમારી લાશોને ક્યાં લઇ જવાનું સરનામું આપ્યા કરે છે, અને આ કામ માટે એણે મને વધારે પૈસાની લાલચ આપી માટે હું ના ન પાડી શક્યો.’, આ જવાબે મને ફરીથી વિચારતો કરી દીધો. એવો તો એ માણસ કોણ છે જે રોશનીની બોડીને એની જોડે પોહ્ચાડવાના જોહનને અલગથી પૈસા આપે છે, અને એના કરતા પણ વધારે મૂંઝવનારો પ્રશ્ન એ હતો કે એ માણસને રોશનીની "લાશ" કેમ જોઈએ છે?

જોહન જોડે આનાથી વધારે કોઈ માહિતી હતી નહી. હવે મારે આગળ શું કરવું એ વિચારવાનું હતું. રાતના ૪ વાગ્યા હતા. ખુબજ ઠંડી લાગતી હતી. જાણે પૂનમ હોય એમ ચંદ્રનું પ્રકાશ જંગલના ઊંચા ઊંચા વૃક્ષોમાંથી અમારા પર પડતો હતો. પવનના કારણે ડાળીઓ એકબીજા જોડે અથડાતી હતી અને એક અજબ અવાજ ઉત્પન કરતી હતી. થોડેક દુર કોઈ ઝરણું હોય એવો અવાજ આવતો હતો. પક્ષીઓ અને જાનવરો જો હશે તો બધા સુઈ ગયા હશે, નાના નાના જીવજંતુઓનો ધીમે ધીમે અવાજ આવતો હતો.

આગળ શું કરવું એ મને કશીજ ખબર પડતી ન હતી. ઠંડીના કારણે મેં જોહનને તાપણું કરવાનું કીધું. અમે લોકો તાપણું કરવા બેઠા. મારા બંને હાથ હવે પિસ્તોલ અને ફોન પકડીને થાકી ગયા હતા. આનું કશુંક રસ્તો કાઢવો પડશે, કારણકે હું સહેજ પણ નબળો પડીસ તો જોહન મારા પર ભૂખ્યા સિહની જેમ ત્રાટકીને મારો ખેલ ખતમ કરી દેશે. એટલે મેં ફરીથી સુતીર્થ એટલે કે જોહન માટે સલીમને ફોન કરીને કીધું કે તારા માણસોને જોહનના ઘરે પહોચાડી દે અને જો દર એક કલાકે મારો ફોન તારા પર ન આવે તો તારે જોહનની પત્ની અને એની દીકરીનું ગળું ધડથી અલગ કરી દેવાનું. આ ઉપાય મને ખુબ કામમાં લાગ્યો કારણકે હવે જોહન મને કોઈ પણ પ્રકારે નુકશાન પહોચાડે એવું શક્ય ન હતું, કારણકે જો જોહન મને મારી કાઢશે અને મારો ફોન સલીમ ઉપર નહિ જાય તો સલીમ એના ફેમિલીને પતાઈ દેશે. હવે મેં બંદુક અને ફોન ખીસ્સામાં મૂકીને તાપણું કરવા લાગ્યો.

.....વધુ ભાગ-૭માં

સુકેતુ કોઠારી