Tu nae hu kalpnama books and stories free download online pdf in Gujarati

તું અને હું કલ્પના મા....

" તું અને હું કલ્પના "



તું કોઈ વરસાદ નથી. છતાં મને ભીંજવી દે છે.
તારી વરસાદ રૂપી લાગણીમાં હું ભીંજવ છું .

તું કોઈ સમુદ્ર નથી. છતાં પણ તારામાં હુંં સમાઉ છું .
તારા સમુદ્ર્ર રૂપી પ્રેમને પામવા .હું તારામાં મળી જાઉ છુ.

તારા સમુદ્ર રૂપમાં મારા અશ્રુ ખરતા તે મોતી બની જાય છે .
તારા સમુદ્ર રૂપમાં તારામા હું ભડી જઈને વિશિષ્ટ બની જાઉ છુ .

તું કોઈ સ્વપ્ન નથી. છતાં તને બંધ આંખે જોવ છું .
તું કોઈ કલ્પના નથી .છતાં હું તને કલ્પના માં જોવું છું .

તારા આંખો રુપી સમુદ્રમાં હું મોજા (લહેરો) બની તારા માં સમાઉ છું .
મારા કમળ રુપી નયનોમાં તુ કાજળ બનીને શોભાય છે .

મારા સંગીત રૂપ જીવનમાં તું શબ્દો બનીને ગુંજે છે .
હુંં કોઈ ધૂન છુ .તો તું ધુનનો રાગ છે .

હું એ પુષ્પ છુ .જેમાં તુ ઝાકળ (બિંદુ )બંનીને વરસે છે .
તુ એ પ્રકાશનું એવું કિરણ છે. જેમાંથી હું જીવન પામી છુ.

જેમ સૂર્ય અને ચંદ્ર વગર દિવસ અને રાત શક્ય નથી.
તેમ તારા અને તારા પ્રેમ વગર હું અને મારુ જીવન શક્ય નથી.

તું મારા જીવનનો એ રંગ છે .જેમાં હું હંમેશા રંગીન રહું છું .
તું મારા જીવનની એ ક્ષણ છે. જેમાં હું હંમેશા ખુશ રહું છું.

હું મારુ અસ્તિત્વ ભૂલી તારામાં જીવું છું .
હું મારું સર્વસ્વ ભૂલી તને જ પામુ છું.

***** ***** *****. ***** *****. ****** *****



" તારા આવવાથી "



અંધારું અંધારું જ હતું જીવનમાં મારા પણ
તારા આવવાથી દિવા સમાન પ્રકાશ થયો છે .

શબ્દો હતા ઘણા બધા પણ
તારા આવવાથી તે પણ પંકિત બની ગયા છે.


સપના તો પહેલા પણ જોયેલા હતા .પણ
તારા આવવાથી તે હકીકત થવા લાગ્યા છે .

ગીતો તો પહેલા પણ સાંભળેલા હતા .પણ
તાારા આવવાથી તે ગીતો વધુ મધુર લાગે છે.

ચંદ્રને તો પહેલા પણ જોયેલો છે. પણ
તારાા આવવાથી ચંદ્રમા મેં તારી કલ્પનાા કરી છે .

પ્રેમ વિશે બહુ બધુંં સાંભળ્યું હતું .પણ
તારા આવવાથી પ્રેમને મેં અનુભવે લીધો છે .

હવા તો પહેલા પણ ચાલતી હતી. પણ
તારા આવવાથી તે મનેે સ્પર્શતી તારો અનુભવ કરાવે છે.

આ પ્રકૃતિ તો ખૂબ જ સુંદર છે. પણ
તારા આવવાથી તે મને વધારે મોહક લાગે છે .

આ જીવન તો હું પહેલા પણ જીવતી જ હતી .પણ
તારા આવવાથી આ જીવન સાથે પણ મને પ્રેમ થઈ ગયો .

તહેવાર તો પહેલા પણ આવતા જ હતા. પણ
તારા આવવાથી તે વધારે રંગીન અને ખૂશનમાં લાગે છે.

તારા આવ્યાની પહેલા પણ હદય તો ધબકતું જ હતું .પણ
તારા આવવાથી તે અધિક ગતિથી હવે ધબકે છે.



**********. **********. ********** **********. **********.



" હદય મારુ ...... "



હદય મારુ કાચનુ નથી .
છતા પણ તે તૂટી ગયું હતું .

આંખો મારી નદી ન હતી .
છતાં પણ ભરાઈ જતી હતી .

કોઇક આવ્યુ જીવન મારા
તૂટી ગયેલા હદયને જોડી દીધું .

આંખોમાં હવે આસુ નહીં.
તેના માટેનો પ્રેમ અને લાગણી હતા .

દુઃખમય દુનિયા અને જીવન હતું.
તે હવે બહુ જ સારું લાગવા લાગ્યું હતું.

હવા ની માફક સમય જતો હતો .
સમય જતા પ્રેમ અને લાગણી વધતી જતી હતી .

ફરી હદય જોડનાર એ જ એ હદય તોડયુ.
હદય કાચનુ નથી .છતા પણ તુટી ગયુ .

આસુ લુછનાર જ.......... .
આસુ આવવાનું કારણ બન્યો .

કોઇક આવ્યું જીવન મારા
ફરી મને છોડીને જતું રહ્યું .

હદય તો મારું આજે પણ ચાલે છે .
પણ ન ચાલવા બરાબર ચાલે છે .

આજે ખબર પડી કે માણસ જ હતો .એટલે બદલાયો ગયો. અને જતો રહ્યો .
જીવનમાં તો તું નથી .નથી નસીબમાં પણ દુવા અને હદયમા મારા તું જ રહીશ.


********** **********. **********. **********. **********



આભાર 🙏🙏


લી
વ્યાસ ધારા /ધવુ