gharelu udhyog ne protsahan, nahi to pachhi maandvaad ? books and stories free download online pdf in Gujarati

ઘરેલુ ઉદ્યોગ ને પ્રોત્સાહન, નહીં તો પછી માંડવાળ ?

ઘરેલુ ઉદ્યોગ ને પ્રોત્સાહન , નહીં તો પછી માંડવાળ ?
ભરમ-ભરમ ચેનલની બજેટ સંશોધન ટીમ બજેટ વિશેનું મંતવ્ય જાણવા વૃદ્ધાશ્રમે પહોંચી ! વૃદ્ધાશ્રમના વૃદ્ધો બજેટ વિશે કઇં પણ કહેવા તૈયાર ન હતા , તેના કારણોમાં દરેકના પોત-પોતાના કારણો હતા ! કોઈ આગળ આવતું ન હતું ! માંડ કરીને એક વૃદ્ધ દંપતી તૈયાર થયુ ! મીડિયાકર્મી જિગ્નાસુએ આ વૃદ્ધ દંપતી ના મોફાટ વખાણ કર્યા અને તેમની હિમ્મતને બિરદાવી પછી તે વૃદ્ધ દંપતીનું નામ પુછ્યું ! તે વૃદ્ધદંપતી માથી વૃદ્ધ બોલ્યા મારૂ નામ મિલન માંડવાળ અને આ મારી પત્ની મોહિની માંડવાળ ! થોડી પ્રાથમિક ફોર્માલિટી પુરી કરીને મિલન માંડવાળ તથા તેની પત્ની મોહિની માંડવાળની બજેટ વિશેની જિગ્નાસા જાણવાની જિગ્નાસુએ શરૂઆત કરી !
મીડીયા કર્મી જિગ્નાસુ : હા તો મિ. મિલન માંડવાળ ! આપ બજેટ વિશેનો આપનો અનુભવ કહો તથા બજેટ માં સરકારે શુ કરવું જોઈએ તે કહો , આપનું બજેટ વિશેનું મંતવ્ય જણાવો !
મિલન માંડવાળ : દિકરા જિગ્નાસુ ! બજેટ વિશે તારે મારા મોઢેથી મારુ મંતવ્ય જાણવું છે ને ? તો દિકરા તારે તે માટે મને થોડો ટાઇમ આપવો પડશે , દિકરા તારી પાસે ટાઇમ છે ને ? બોલ, તો અમે લોકો બજેટ વિશે વિસ્તૃત છણાવટ કરીએ , જિગ્નાસુ !
જિગ્નાસુ : હા , હા સર ! હા સર ! મારી પાસે ટાઇમ જ ટાઇમ છે ! અમારી ચેનલ માર્કેટમાં નવી-નવી છે એટલે અમે લોકો નવા-નવા ક્ષેત્રના માણશોને બજેટ વિશે અભિપ્રાય આપવા ગોતીએ છીએ ! આજે મને થયુ ચાલો વૃદ્ધાશ્રમે બજેટ વિશે જાણવા જઇએ ત્યાંથી કઈક અમારી ચેનલને , પબ્લિકને તથા સરકારને કઈ નવું પ્રાપ્ત થશે ! એટલે સર હું અહી વૃદ્ધાશ્રમે આવ્યો છુ ! બોલો સર બોલો તમારા મનમાં જે કાઇપણ બજેટ વિશે વિચારો ચાલતા હોય તે બેધડક જણાવો ! આપણી પાસે ટાઇમ જ ટાઇમ છે , બીજું કશું જ નથી !
મિલન માંડવાળ હસતા-હસતા ; એલા જિગ્નાસુ, સાંભળ ! આ સરકારને અમારી જેમ વૃદ્ધાશ્રમે જવાનો વિચાર તો નથી ને ?!
જિગ્નાસુ : સર , આપ શુ કેહવા માંગો છો ?!
મિલન માંડવાળ : જેમ કે અમે લોકોએ અમારા ઘરનું બજેટ બનાવવા માટે ખોટા પગલાં લીધા અને પરિણામ સ્વરૂપ અમારે અહિ વૃદ્ધાશ્રમમા આવવાનો અવસર પ્રાપ્ત થયો કઈક આવીજ ભુલ સરકાર કરતી હોય તેવુ લાગી રહ્યું છે , એટલે કહુ છુ, દિકરા જિગ્નાસુ !
જિગ્નાસુ : સર જરા ખુલીને વાત કરો , જરા વિસ્તારથી વાતનો ફોડ પાડો !
મોહિની માંડવાળ વચ્ચેથી : ભાઇ જિગ્નાસુ ! આ સરકારે ઘરેલુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ , જો બહારના ઉદ્યોગને વધારે પ્રોત્સાહન આપ્યુંને તો ......... તો પછી અમારા જેવી હાલત સરકારની થશે , તમે જો , જો !
જિગ્નાસુ : ઇન્ટરેસ્ટીંગ , વેરી ઇન્ટરેસ્ટીંગ ! વિગત થી આગળ જણાઓ !
મિલન માંડવાળ : તુ વચ્ચે- વચ્ચે ડાહીની થામા ! મને બોલવા દે ! હા તો જિગ્નાસુ ! અમારે કુલ 6 કંપનીઓ હતી તેમાની અત્યારે એકપણ બચી નથી , અમારી સાથે નથી ! બધી કંપની અમારા થી અલગ થઇ ગઈ ! અમે લોકોએ ઘરેલુ કંપનીઓને પડતી મુકીને આવી બધી બહુ બહાર ની કંપનીઓને – ભાઈબંધની ,પડોશીની ,બહેનપણીઓ ની , સાળા –સાળીઓની કંપનીઓને પ્રોત્સાહન આપ્યું તેમાં આ મોકાણ સર્જાંણી ! અમારે કુલ 4 છોકરા અને 2 છોકરીઓ એટલે કે કુલ 6 છોકરા ! મતલબ 6 ઘરેલુ કંપની !
જિગ્નાસુ : વાહ વાહ ! શુ અવલોકન છે તમારું બંનેનું ! બોલો આગળ !
મિલન માંડવાળ : મારો સ્વભાવ પહેલેથી જ બીજાને મદદરૂપ થવાનો ! આ બીજાને મદદરૂપ થવામાં હુ હંમેશા પોતાનાને ભુલી જતો એજ મારી મોટી ભુલ ! પાડોશીના છોકરાઓ ઘરમાં આવે તો હું તેની પાછળ ઓળ-ઘોળ ! સાળા-સાળીના છોકરાઓ આવે તો તેની પાછળ પણ ઓળ-ઘોળ , મારા ભાઇઓના છોકરાઓ આવે તો એની પાછળ ઓળ-ઘોળ , મારા મિત્રોના છોકરાઓ આવે તો તેની પાછળ પણ ઓળ-ઘોળ ! અને આ મારી મોહિની ! મોહિની તો પાછી મારીય ગુરુ !
જિગ્નાસુ : મતલબ ? બોલો આગળ !
મોહિની માંડવાળ વચ્ચે થી : હા દીકરા જિગનાસુ ! તારા અંકલ સાચું કહે છે ! હું પણ જો મારી બહેનપણી ના છોકરાઓ આવે તો તેની પાછળ ઑળ-ઘોળ ! મારી બહેનોના છોકરાઓ આવે તો તેની પાછળ પણ અમે બંને ઓળ-ઘોળ ! મારા ભાઇઓના છોકરાઓ આવે તો તેની પાછળ ઓળ-ઘોળ એજ રીતે અમારી પડોસનના છોકરાઓ આવે તો પણ ઓળ-ઘોળ ! એક ફક્ત અમારા છોકરા-છોકરીઓ પ્રત્યે જ અમોને ભારે ચીડ ! એટલેકે ઘરેલુ કંપનીઓને પ્રોત્સાહનનો અભાવ !
મિલન માંડવાળ : તું વચ્ચે- વચ્ચે ડાહીની થામાં ! હા તો દીકરા જિગ્નાસુ... આમ તો તારી આંટી સાચું કહે છે !
અમે લોકો અમારા છોકરાઓને મૂકીને બીજા બધાનું કેટ-કેટલું ધ્યાન રાખતા ! દરેક પ્રત્યે અમારો માયાળું સ્વભાવ પ્રગટ થતો , સિવાય કે અમારી 6 કંપનીઓને મૂકીને ! પરિણામે અમારી 6 એ 6 કંપની પગભર થતા અમારાથી અલગ થઈ ગઈ !પરિણામ સ્વરૂપ તારી સામે અમે લોકો વૃદ્ધાશ્રમમાં ! એટલે જ હવે ખુબજ પસ્તાવો થતા કહું છું કે દીકરા ઘરેલુ કંપનીઓને જ પ્રોત્સાહન અપાય અને આપવુ જ જોઈએ ! પેલી કહેવત છે ને કે ડુંગર દૂરથી રળિયામણા !
જિગ્નાસુ: બંનેને પગે લાગીને ! આજે હું જીવનના પાઠ અહીથી ભણીને જાઉ છું કે ઘરેલુ ઉદ્યોગ ને પેલા પ્રોત્સાહન આપવું જોઈએ અને આજ પછી હું પણ આપીશ ! ખાસ કરીને ઘરેલુ ડિમાન્ડ વધારે હોય ત્યારે આ વસ્તુ ખાસ જરૂરી બની જાય છે ! જો તમારે તમારી કંપનીને વૈશ્વિક લેવલે પહોચાડવી હોય તો ! નહિ તો પછી ………….પરિણામ આપ સૌની સામે છે ! માંડવાણ કરવાનું આવે છેલ્લે ! આનુ જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે છે મિલન માંડવાણ અને મોહિની માંડવાણ ! આશા છે કે સરકાર પણ આ વૃદ્ધ દંપતી માથી શીખ લઈને ઘરેલું ઉદ્યોગને બજેટમાં પ્રોત્સાહન આપશે ! આ સાથે વિખ્યાત ન્યુઝ ચેનલ ભરમ-ભરમના પત્રકાર જિગ્નાસુ તથા તેની ટીમ ને કેમેરામેન દહીસાગર તથા દૂધસાગર સાથે રજા આપશો , આપ સૌ જોતાં રહો ભરમ-ભરમ ન્યુઝ ચેનલ ! , નમસ્કાર !!!
( તા. ક. અત્યારે લગ-ભગ 19000 કે તેથી વધુ ઘરેલુ કંપનીઓ N C L T માં હેરકટ , નાદારી તથા પુન;ગઠનની રાહ જોઈ રહી છે , ઇન્વેસ્ટરો ના લાખ ના બારહજાર નહીં પરંતુ લાખના માઇનસ બારહજાર થઈ રહ્યા છે (વ્યાજ સાથે નો હિસાબ કરતાં) , જે વાચકોની જાણ માટે .આને કહેવાય ઘરેલું કંપનીઓને પ્રોત્સાહન નો અભાવ ! સૌને ધન્યવાદ .)
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)