The consciousness of the female world. books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંસારની ચેતના


સ્ત્રી એટલે શક્તિનો પાવર હાઉસ .સ્ત્રી માટે આજે જેટલું લખું એટલું ઓછુ પડે કારણ કે પેહલા કોઈની લાડકવાઈ દીકરી –કોઈની પ્રેમાળ બહેન – દાદાની વહાલ સાથે ઉછેરતી પૌત્રી –કોઈની ધર્મ પત્નિ – બાળકની માતા અને પછી કોઈની સાસું. નાની અમથી જીંદગીમાં સ્ત્રી કેટલા પાત્રો ભજવે છે તેના કરતા પણ વધારે ફરિયાદ વગર હસતા મુખે ભજવે છે અને ક્યાય પાત્રમાં કોઈને ઓછુ ના આવે તેનું કેટલું સહજતાથી ધ્યાન રાખે છે અને બધાનું ધ્યાન રાખવામાં તે પોતાનું તો જોતી જ પણ નથી.

સ્ત્રી એટલે એવી વ્યક્તિ જે પોતાના સ્વપ્ન અને પોતાની ઈચ્છા દફનાવીને પોતાના પિયર કે સાસરિયામાં એ દફનાવેલા સ્વપ્ન પર જ મોટું ઘટાટોપ વટવૃક્ષ ઉછેરતી વ્યક્તિ. આ વટવૃક્ષ ને ઉછેરવામાં સ્ત્રી પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરી દે છે. જરૂર પડે આ વૃક્ષને પાણી પાઈ છે – માવજત કરે છે અને દિવસ રાત જોયા વગર અને ફળની એક પણ અપેક્ષા વગર સતત કાળજી રાખે છે અને આ વૃક્ષ જયારે મોટું થાય ત્યારે પોતાનું બાળક આ વૃક્ષની ડાળી હીંચકા ખાઈ છે ત્યારે જે પોતાના ગુમાવેલા અને દફનાવેલા સ્વપ્નનો આનંદ લેતી હોય છે .


છતા પણ પેહલેથી જ સતત સ્ત્રીની ઉપેક્ષા થઈ રહી છે , મહાભારત કાળમાં દ્રોપદીજી ને પાંડવો જુગારમાં હારી જાય અને ભરી સભામાં દુશાશન દ્વારા તેને અપમાનિત કરીને લાવવામાં આવે..!એની ભરી સભમાં લાજ લુંટવામાં પ્રયત્ન કરવામાં આવે છે., અને રામાયણમાં સીતાજી જોઈ લો ભગવાન રામ ને વનવાસ હતો તો પણ સીતામાતા તેમની સાથે પોતાનો પતિધર્મ નિભાવવા ૧૪ વર્ષ વનવાસમાં જાય છે અને ૧૪ વર્ષના વનવાસ પછી પતિધર્મ પાછળ ૧૪ વર્ષ વનવાસમાં રહેનાર પત્નિને અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડે છે..‼ આજે આ કહેવતો શિક્ષિત સમાજ પણ ઉપેક્ષા કરી રહયો છે તે હું કહું છુ તેમ નહિ પણ સરકારના ચોપડે નોધાયેલા આંકડા જ કહી રહ્યા છે. જે આપણે આજથી ૨૦ વર્ષ પહેલા શરૂઆત કરી હતી તે આજે પણ શિક્ષિત સમાજ કરી રહ્યો છે અને પહેલા કમસેકમ બાળકીને જન્મતો થતો હતો આજે તો બાળકીને ગર્ભ માં જ મારી નાખવામાં આવે છે આવું કેમ …? અને ક્યાં સુધી આવું થતું રહેશે ..?? આના પરિણામ સ્વરૂપ સામજિક અસર મોટી થઈ રહી છે. ગર્ભમાં બાળકને કોઈ મારી ના નાખે તે માટે એક ખાસ કાયદો સરકારે બનાવવો પડે PNDT ACT (જાતીય પરીક્ષણ ). આ કેટલું યોગ્ય સરકાર કહે તો…? અને આ શિક્ષિત સમજમાં માત્ર પુસ્તક પુરતું જ જ્ઞાન વધે છે અને શું આપણે આને જ શિક્ષણ કહેશું …?? પુરુષ આજે એ કેમ ભુલી જાય છે કે પોતાનો જન્મ થયો તે ખોળો પણ એક સ્ત્રી અને માતાનો જ હતો એટલે જ તેનો જન્મ થયો હતો. ક્યાં સુધી આપણો સમાજ સ્ત્રીની ઉપેક્ષા કરતો રેહશે..‼!? સરકારે તો કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા માટે અવનવી યોજના અમલમાં મુકે જેમ કે વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના ..,સરસ્વતી સાધના યોજના.., બેટી બચાવો બેટી વધાવો યોજના અમલમાં લાવવી પડી , બધી સરકારી ભરતીમાં ગુજરાત સરકારે ૩૩ ટકા અનામત.,સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માં ૫૦ ટકા અનામત આપીને સરકાર સકારાત્મક કામ કરી જ રહી છે. પણ..પણ આ સમાજ ક્યારે આ સમજશે કે સ્ત્રી નહિ હોય તો બાળક ક્યાંથી આવશે..? દીકરી હોય કે ના હોય પણ દીકરો તો હોવો જ જોઈએ તેવું પેહલા હતું તેમ નહિ પણ આજે પણ છે જ મેં એવા કેટલા ઘર પણ જોયા છે જેના ઘરે દીકરો ના હોય તેનું સવારમાં મોઢું પણ જોવાનું હાલમાં અપશુકન માનનારો સમાજ જ નો અમુક વર્ગ આજે પણ હું જોવ છુ ત્યારે દુઃખ થાય છે. શું દીકરી જન્મે તેમાં માત્ર સ્ત્રીને જ દોષિત માનવી જોઈએ …?? તે કેટલું યોગ્ય …? જે હું મારા અનુભવે કહી રહયો છું.કે આ સ્ત્રી સાથે અન્યાય છે

સ્ત્રી સાથે આજે અન્યાય અમુકવર્ગ કરી રહયો છે અને અમુક વર્ગ સ્ત્રીની શક્તિ જાણી શક્યો છે એટલે નથી કરતો બધો જ સમાજ દીકરીની ઉપેક્ષા કરે તેવું હું નથી કહેવા માંગતો પણ મે કરેલા સર્વેમાં હજુ ૬૦ ટકા તો અન્યાય થઈ રહો છે તેવું મને લાગી રહ્યું છે – અમુક વર્ગ હાલમાં પણ કરે જ છે તેવું મને લાગી રહું છે અને મારો અંગત અભિપ્રાય આપી રહયો છુ. સાથે જ જ સરકારના ચોપડે નોંધાયેલ ૨૦૧૧ ના આંકડા મુજબ. ૧૦૦૦ પુરુષોએ ૯૪૦ સ્ત્રીઓનું પ્રમાણ ભારતમાં છે અને ગુજરાતમાં આજ પ્રમાણ ૧૦૦૦ પુરુષોએ ૯૧૮ સ્ત્રીઓ છે. જેના પરથી પણ ફલિત થાય છે કે આજે પણ અમુકવર્ગ સ્ત્રીની ઉપેક્ષા કરી રહયો છે.


સ્ત્રી શું છે અને તે કેટલું ત્યાગ કરી શકે તેની કલ્પના પણ પુરુષ ના કરી શકે કારણ કે આપણે એક ઘરમાં વાસણની ચમચી પણ લઈએ તો પણ નામ લખવાનું ભૂલતા નથી. ચમચીમાં નામ ના સમાય તેમ હોય તો ટુંકું નામ લખીએ છીએ બાકી લખી તો નાખીએ જ. ત્યારે સ્ત્રી બાળકને કેટલીય યાતનાઓ સાથે નવ મહિના પોતાની કોખમાં બાળકને રાખે છે., સતત પાંચ વર્ષ સુધી દિવસ – રાત એક કરીને બાળકને ઉછેરે-સંસ્કારનું ચિંચન કરે અને નામ પિતાનું આપે અને તે પણ કયારેય મનમાં લાહ્ય વગર આનાથી વધારે સ્ત્રી શું કરી શકે અને પુરુષને આનાથી વધારે જોઈએ છે પણ શું…?( કંકોત્રીમાં ક્યારેક કોઈનું આપણે નામશરત ચૂકથી રહી જતું હોય ત્યારે શું પરસ્થિતિ થાય છે તે આપડે બધાને અનુભવ છે જ ને ..?) હું એવા ઘણા ઘરે ગયો છુ કે જ્યાં રાત્રે પુરુષ ઘરે આવે ત્યારે સ્ત્રી રસોઈ બનાવતી હોય અને બાળક જો થોડીવાર વધારે રડે તો પણ પુરુષ અકળાઈ ઉઠે છે અને બોલી ઉઠે છે ”બંધ કર આને પેહલા પછી બીજું બધું કરજે” થોડીવાર પણ સહન નથી થતું ત્યારે માતા બાળક સાથે સતત ૨૪ કલાક રહે છે તેની થોડી નોધ તો લેવાવવી જ જોઈએ એક પણ જગ્યાએ એવું લખ્યું છે કે બાળકને ઉછેરવાની તમામ જવાબદારી માત્ર માતાની જ રહેશે…? પુરુષ ઓફિસથી ઘરે આવ્યા પછી પોતાનો હાથરૂમાલ પણ ખીસામાં રાખી શકતો નથી ત્યારે સ્ત્રી નવ-નવ મહિના બાળકને પોતાની કોખમાં ઉછેરે છે. ક્યારેક આ બધી યાતના- સ્ત્રીના દર્દ – સ્ત્રીને પરિસ્થિતિની જગ્યાએ પુરુષે પોતાની જગ્યાએ મુકીને માત્ર કલ્પના કરવી જોઈએ તો પણ ઘણું સમજાય જશે કે સ્ત્રીએ મારા માટે શું શું કર્યું છે .
ભગવાન શ્રી રામને પણ આ ધરતીમાં જન્મ લેવા માટે માતા કૌશ્યલાની જરૂર પડી હતી તો ભગવાન શ્રી કૃષ્ણને પણ આ ધરતીમાં આવવા માટે માતા દેવકીની જરૂર પડી હતી ભગવાન ને પણ આ પૃથ્વી પર જન્મ લેવો હોય તો માતાની જરૂર પડે છે તો આપણે તો શું કહેવાઇ એ ..‼
આપણી બધાની માન્યતા પણ કેવી છે ઘરમાં કોઈની દીકરી બીજા સાથે લગ્ન કરે તો ઘર અને કુટુંબ માથે આભ તૂટી પડે તેવું લાગે પણ પોતાનો દીકરો બીજી જ્ઞાતિમાં કોઈ દીકરી સાથે લગ્ન કરે તો એક જ જવાબ મળે ગોઠવાય ગયું ને….‼ આવું કેમ..? આવું ક્યાં સુધી …? કારણ કે તમારો લાડકવાયો દીકરો કોઈને લઈને આવ્યો હશે તે કોઈની દીકરી –કોઈની બહેન હશે જ ને …?
સ્ત્રી આજના સમયમાં નોકરી કરતી હોય તો પણ સવારે વેહલા જાગીને પોતાનું કામ કરે પોતાનું ટીફીન બનાવે., બાળકોનું લન્ચબોક્સ તૈયાર કરે.,બાળકોને જગાડે તૈયાર કરે.,સવારમાં ગરમાંગરમ નાસ્તો બનવી આપે પછી ઓફિસ જાય ત્યાર સાંજે થાકીને આવે તો પણ આવીને તરત બાળકોની સંભાળ લે.,સાથે જ રાત્રિનું જમવાનું બનાવે .,ઘર કામ કરે બાળકોને ગૃહકાર્યમાં મદદ કરે અને આ બધા ની વચ્ચે સમાજ માતો રેહવું જ પડે ત્યારે કેહવાય કે ૨૪ કલાક વગર પગારે સૌથી મોટી જવાબદારી વાળી નોકરી કરતી વ્યક્તિ હોય તો તે સ્ત્રી છે.આજે દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારી ના કારણે લોકડાવુંન ચાલી રહ્યું છે આ લોકડાવુંનનું ત્રીજું સેક્શન ચાલી રહ્યું છે ત્યારે પુરુષોનો અમુક વર્ગ ઘરમાં પુરાયને અકળામણ અનુભવી રહયો છે ત્યારે લગ્ન કરીને કાયમી લોકડાવુંન થતી અમુક નારી ની વ્યથા કેવી હશે તે કલ્પના તો કરવી જ રહી..‼
સ્ત્રી સતત એવું ઈચ્છતી હોય છે કે ખાલી મને કોઈ સાંભળે – સમજે, મારી લાગણી સમજે - પરિસ્થિતિ સમજે બસ સ્ત્રીને બીજું કશું જ જોઈતું નથી તે મેં અનુભવ્યું છે .સ્ત્રીને સમજવા ખાલી પ્રયત્ન કરજો પછી જો જો તેને એ વાત નો પણ આત્મસંતોષ થાય છે કે કોઈએ મને સમજવા પ્રયત્ન તો કર્યો ભલે તે મને સમજી ના શક્યો પણ પ્રયત્ન કર્યો તે પણ મારા માટે ઘણું છે .પુરુષનો ગુસ્સો નાની નાની વાતે બહાર આવે છે ત્યારે તે સ્ત્રીને કહી દે છે તે આ કેમ ના કર્યું..? તારે આ કરવું જોઈતું હતું., તારી આ ભૂલ છે ., તારે આ ના કરવું જોઈએ ., તારાથી આ બોલાય કેમ .,પુરુષ એટલું બધું કહી દે છે કે પોતાના ઘરે લાવીને ઉપકાર કર્યો ના હોય..‼ પુરુષ એવું કેમ નથી વિચારતો કે સ્ત્રી પોતાનું બધું જ મુકીને પારકાને પોતાના બનાવવા સાસરે આવી છે. મારા અને મારા પરિવાર માટે મારી આવનારી પેઢી માટે પોતાનું બાળપણ., ઘર –માતા-પિતા., મિત્રો ., ગામ., બધું જ એક પળમાં જતું કરીને આવી છે.પુરુષ જો આટલું વિચારે તો લગભગ બધું જ સમજી શકાય છે .

જો કોઈ મને કહે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની બરાબર છે તો હું તેમને એટલું જ કહેવા માંગું છુ કે પગની પાની પર જ આખા શરીરનું વજન આવતું હોય છે અને આખા શરીરનો વજન જીલીને શરીરને વ્યવ્સ્તીત ઉભું રાખે છે તે પગની પાની જ છે .પગના આગળના પહોચા વડે શરીર ઉભું ના રાખી શકાય તે જેટલું બંને તેટલું વેહલું સમજી લેજો. મકાનને ઘર માત્ર સ્ત્રી જ બનાવી શકે બાકી મકાન જ રહે છે.
તમે પણ શું માનો છો સ્ત્રી સાથે હાલમાં પણ અન્યાય થઈ રહો છે…???
મિલન મહેતા – બુઢણા
૯૮૨૪૩૫૦૯૪૨