Aashuma - the real mother india - 1 books and stories free download online pdf in Gujarati

આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા પાર્ટ-1

આશુ માં ધ રીયલ મધર ઇન્ડિયા ભાગ૧
વર્ષો પહેલા મહેબૂબખાન નામ ના ગુજરાતી દિગ્દર્શકએ એક મૂવી બનાવી હતી નામ હતું "મધર ઇન્ડિયા."ફિલ્મ માં ભારતીય નારી ના જીવનસંઘર્ષ નું ખૂબ સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું.ફિલ્મ માં એક ગીત હતું "દુન્યા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ ઝહર તો પીના હી પડેગા"સાચેજ જીવન એક સંઘર્ષ નથી તો છે શુ?જે લડે છે એ વિજેતા બને છે જે હિમ્મત હારી જાય નાસીપાસ થઈ જાય એ વ્યક્તિ હારી જાય છે.
આજે મારે વાત કરવી છે એક આવીજ વાસ્તવિક મધર ઇન્ડિયા ની જે આજે પણ હયાત છે અને ગૌરવભેર પોતાનું જીવન વ્યતીત કરી રહી છે જીવન ના ભીષણ સંઘર્ષ માં વિજેતા બની ને.નામ છે એમનું આયશાબેન કાસમભાઈ કુરેશી.જીવન ના અંતિમ પડાવ માં 93વર્ષ ની ઉંમરે પણ ઝીંદદિલી સાથે પોતાના સંતાનો ને સંતાનો ના સંતાનો સાથે જીવન વ્યતિત કરી રહ્યા છે.કાઠિયાવાડી નારી છે, એટલે જોમજુસ્સો તો વારસાગત હોયજ.નામ આયેશાબેન લોકો બોલાવે આશુમાં કહી ને.વતન એમનું સિમરણ તે જમાના માં જિલ્લો ભાવનગર હાલ જિલ્લો અમરેલી.

આઝાદી પહેલા જન્મ લીધો, દેશ ગુલામ, લોકો ગરીબ, ગામડા પછાત પણ લોકો ના ચારિત્ર ઉજળા. છોકરી સાપ નો ભારો માટે જલ્દી પરણાવી ભાર ઓછો કરવાની માનસિકતા બધે. આશુમાં ના લગ્ન પણ નાની ઉમરે લેવાયા, સાવરકુંડલા ના કાસમભાઈ જોડે.કાસમભાઈ અંગ્રેજ કે જમાને કે જેલર તો નહીં,પણ જમાદાર જરૂર હતા.પગાર પણ ખાસ્સો બે રૂપિયા પ્રતિ મહિને.હતા પોલીસખાતા માં પણ દિલના મોમ, ખુબજ દયાળુ,દિલદાર, નીતિ પર ચાલનારા ને જરૂરતમંદો ને મદદ કરનારા.1947 માં દેશને આઝાદી મળી.આઝાદ ભારતની હવામાં લોકો એ શ્વાસ લીધો.ચારેતરફ ફિલગુડ નો માહોલ હતો.દેશભક્તિ નો જુવાળ હતો. લોકો દેશ માટે મરીફિટવા તૈયાર હતા.આઝાદી પછી વિનોબાભાવે નું ભુદાન આંદોલન શરૂ થયું કાસમભાઈ એ પોતાની જમીન પોતાના ગણોતીયાઓને આપી દીધી. આશુમાં ને કાસમભાઈ નું જીવન ધીરેધીરે સુખેથી વ્યતીત થવા લાગ્યું.કુટુંબ નો વિસ્તાર થવા લાગ્યો પાંચ છોકરી ને ત્રણ છોકરા આમ કુલ આઠ બાળકો નો જન્મ થયો
બંને પતિ પત્ની પોતાની જીવન નૈયા હંકારી રહ્યા હતા.કાસમ ભાઈ નું પોસ્ટિંગ હતું ખાંભા મુકામે. ભલાભોળા કાસમ ભાઈ ને સંસ્કારી આયશા બેન ના ઘર માં પ્રથમ પુત્રી નો જન્મ થયો પણ નવા નવા આઝાદી પામેલા ગરીબ ભારતદેશ માં અનેક સમસ્યા હતી એમની એક સમસ્યા તે પોલીયો. નાના બાળકો પોલીયો નો ભોગ બનતા આ પહેલી દીકરી પોલીયો નો ભોગ બની. ભલે કોઈ એમ કહેતું હોય કે જિંદગી એક સફર હૈ સુહાના પણ ભારત માં આજે પણ મોટા ભાગ ના લોકો માટે જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ.આમ જીવન ની જંગ સરું થઈ. જીવન કદી આસન નથી હોતું.ડગલે ને પગલે સંઘર્ષ કરવો પડે છે.રાજા હોય કે રંક કુદરત આગળ સહુ કોઈ લાચાર છે.વિધાતા ના લેખ કદી મિથ્યા જતા નથી.સાચુજ કહ્યું છે કે ના જાણ્યું જાનકીનાથે કે કાલ શું થવાનું છે?આ તો હજી શરૂઆત હતી પિકચર તો હજી બાકી હતું.કુટુંબ નો વિસ્તાર થતો ગયો બીજી તરફ સમસ્યા ઓ પણ વધવા લાગી.કહે છે ને કે તકદીર કે કલમ સે કોઈ બચ ના પાએગા પેશાની પે જો લિખા હૈ વોહી પેશ આએગા.

આશુમાં ના લગ્ન એક જમાદાર સાથે થયા.પતિજ નહીં આશુમાં ના ભાઈઓ પણ પોલીસખાતા માં હતા.પતિદેવ નો પગાર મહિને બે રૂપિયા.એવું કહેવાય છે બ્રિટિશરાજ માં પોલીસ ના હાથ માં એક નાનો ડંડો રહેતો છતાં ધાક પોલીસ ની એવી કે લોકો ડરતા.ભ્રષ્ટાચાર ખૂબ ઓછો, કોઈ પોલીસવાળો સાયકલ ખરીદે તો એના પર તપાસ બેસાડવામાં આવતી કે સાયકલ ખરીદવા ના પૈસા લાવ્યો ક્યાં થી?આપણી આશુમાં ના પતિ કાસમભાઈ તો સીધાસાધા કોઈ ખુશી થી આપે તોય ના લે.પોતાના પુત્રો ને પોલીસ ની નોકરી ના કરવાની વસિયત કરી ગયેલા.આવા પતિ સાથે વધતી મોંઘવારી ને વિસ્તરતા કુટુંબ સાથે ટૂંકા પગાર માં ઘર ચલાવવું સાચે જ એક પડકાર છે.પરંતુ ધન્ય છે ભારતીય નારી ને જે પોતાની અસાધારણ સૂઝબૂજ થી બધું કરી શકે છે.બલ્કે પતિને ખબરે ના પડે એમ બે પૈસા બચાવી પણ જાણે છે.અલબત્ત આશુમાં ની કિસ્મત માં વિધાતા એ સતત સંઘર્ષ લખેલો,કુટુંબ વિસ્તરતું ગયું ને સાથે સમસ્યા વધી.પ્રથમ સંતાન છોકરી જ પોલીયો નો શિકાર બની પરંતુ તે છોકરી ને અહેસાસ ના કરવા દીધો કે એ વિકલાંગ છે ઘરના બધા કામો માં દીકરી ની આશુમાં મદદ લે, નાના ભાઈ બહેનો ની સંભાળ મોટી દીકરી રાખે પરિણામે પોલીયો ની ખોડ એટલી વર્તાય નહીં. કામકાજ અભ્યાસ માં વ્યસ્ત રાખી દીકરી ના શરીર ને મજબૂત તેમજ મન મગજ ને પણ તંદુરસ્ત બનાવ્યું જેથી દીકરી માં લઘુતાગ્રંથિ ના ઉદ્દભવે. હાલ 93 વર્ષે આશુમાં તો હયાત છે પણ એમની દીકરીઓ પૈકી ફકત પોલીયો નો શિકાર બનેલી આ મોટી પુત્રીજ હયાત છે.અન્ય દીકરીઓ આ ફાની દુન્યા ને અલવિદા કરી ગઈ છે. પહેલી દીકરી પછી બીજું સંતાન દીકરો જન્મયો. પછી તો છ સંતાન સુધી એક દીકરી પછી એક દીકરો પેદા થયા અંતિમ બે સંતાનો સાતમું ને આઠમું સંતાન દિકરીઓ અવતરી.

વધુ આવતા અંકે
નોંધ: કવર ફોટો ખુદ આશુમાં નો જ છે