musafar ek prem kahaani books and stories free download online pdf in Gujarati

મુસાફર...એક પ્રેમ કહાની

મુસાફર... એક પ્રેમ કહાની

મુસાફર જે ગામડામાંથી આવીને શહેરમાં વસ્યો હતો. ના તો શહેરની ભાષા જાણતો હતો ના તો શહેરના લોકોને. આમ તો મુસાફર કોલેજ સ્ટુડન્ટ પરંતુ એના પહેલા દિવસની ખાસ વાત હું આજે જણાવીશ.

પહેલા દિવસની વાત....

એક દિવસ મુસાફર એટલે કે શરદ.જે કોલેજની બહાર ઉભો હતો. તેને એક મિત્ર મળ્યો જેને શરદને સવાલ કર્યા કે તું કંઈ કોલેજમાં છે ? ને ક્યાંનો છે ? શરદે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. શરદે પણ સવાલ પૂછ્યા. ભાઈ તમે કઈ કોલેજના છો ? ને સવાલમાં જાણવા મળ્યું કે બંને એક જ કોલેજના હતા પરંતુ શરદ પહેલા વર્ષમાં. જ્યારે પેલો મિત્ર બીજા વર્ષમાં એટલે કે શરદ થી એક વર્ષ મોટો હતો. બન્ને બહુ જ વાતો કર્યા બાદ છુટા પડ્યા. કોલેજમાં બ્રેકમાં પાછા મળ્યા તો પેલા મિત્ર એ એના ગ્રુપ ને મળવાનું શરદને કહ્યું શરદ હા પાડી આવ્યો એમ કહીને ક્લાસમાં ગયો. શરદ જોડે ક્લાસમાંથી એમની બહેન અને એની બહેનની મિત્ર એમને પણ જોડે લઈ ગયો. પેલા મિત્રને શરદે જણાવ્યું કે આ બધા મારા ગ્રુપના મિત્રો છે આમ બંને ગ્રુપ ભેગાં થયાં આમ વાત કરતા જ જાણ્યું કે પેલા મિત્રના ગ્રુપ માંથી બે છોકરીઓ શરદના ગામની ને એકજ સમાજની છે. તે જાણવાં મળતાં જ શરદ હરખાયો. પરિચય થતાં નામ જાણ્યું તો એકનું નામ પુુનમ ને બિજીનુ સારૂન હતું.આમ છુટા પડતાંની વેંત જ અમે સૌ સારા મિત્રો બની ગયા. અમારા નંબર પણ‌ એકબીજાના ક્યાંરે અરસપરસ થયા તેનો ખ્યાલ પણ ન આવ્યો. આમને આમ કોલેજ સમય સૌનેે મળવાનું થતું. એક દિવસ કોલેજનાં કામથી શરદ પર ફોન આવ્યો જે‌ પુનમ‌નો જ હોવાથી શરદએ નંબર સેવ કરેલો. આમ શરદના મનને પુનમ એટલે પ્રિય હતી કે પુનમ કહે ને શરદ કામ ન કરે એવું ન બને.

આમાં ને આમાં દિવસો ને રાતો વીતતી ગઈ આમ નવી સવારની સાથે એક દિવસ પાછા કોલેજના કામથી પુનમ કોલેજ આવેલી શરદ એને જોતાજ એ બાજુ ગયો પુનમ એ શરદને જોતા કેમ છે શરદ એમ પૂછ્યું ત્યાં તો શરદ એ એને કેટલા એ સવાલ પૂછી લીધા આમ જ બંને જોડે જ કોલેજની બાર ગયા. છૂટા પડતાં જ શરદે પૂછી જ લીધું કે તું ક્યાં રહે છે પુનમ એ કીધું હું અહીજ ક્લાસ કરવા માટે પીજીમાં રાહુ છું આ સાંભળી શરદ એ કીધું હું મૂકી જઉં જો તારી હા હોય તો પુનમ એ હા પડતાં બંને ગયા આમ જ બંનેએ એક ચા ની શોપ પર જવાનું નક્કી કર્યું ચા સાથે વાતોમાં મોડું થતાં પુનમ એ કહ્યું મારે જવું પડશે..બંને છુટા પડ્યા.

છૂટા પડતાં જ અનેક વિચારો સાથે શરદ એના ઘર તરફ ફર્યો ન જાણે આજની સાજ એની માટે ખુબજ ખાસ કેમ ન હોય એ રીતે મનમાં ને મનમાં હરખાતો ઘરે આવ્યો થોડી વાત વિચાર કરતાજ પુનમ નો ફોન આવ્યો કે શું કરે છે? આમ જ બહુજ લાબી વાત ચાલી આમ જે કામ માટે પુનમએ ફોન કર્યો હતો એ તો ખાલી બુક લાવવા માટે હતો પરંતુ આમ જ બન્ને ખાસ મિત્રોથી સાથે એટલા નજીક આવી ગયા હતા. કે જાણે એવું લાગતું કે શરદ ને મન તો પુનમ એની જ હોય.પણ પૂનમના મનમાં એવો સપનેએ વિચાર્યુ ન હતું.

લાગણીયોને વેરાતા ક્યાં વાર લાગે છે આ તો વાત કરવાનુ રોજનો નિત્યકમ્ બની ગયો પુનમ જે માટે અહી રોકાએલી એમાંથી કંઇક ન હતું થઈ રહ્યું ન વાચવાંનું કે ન ભણવાનું એ બહુજ કંટાડી ગયેલી એક દિવસ તો શરદ ને કઈ જ દિધું મને મેસેજ કે ફોન પર વાત કરવી નથી પસંદ આખરે દશ એક દિવસ શરદએ કોઈ જ વાત ન કરી પણ રોજ એ વિચારતો કે એવું તો શું કરું કે એની જોડે મારી વાત થાય. એક દિવસ કોઈ કામ પડતાં પુનમ એ શરદ પર ફોન કરેલો શરદએ એનું કામ કર્યું હતું જે બુકનું જ હતું. શરદ એટલો ઉદાર દિલનો હતો કે એના દરેક કામ પહેલા કરતો.ક્યારેક તો એને એવું ફીલ થતું કે પુનમએ જ્યારે એનો કામવાળો બનાવી રાખ્યો ન હોય.પણ શરદ એના કામ ને લીધે જ મળી શકતો માટે એ ખુશીથી એના કામ કરતો.શરદ માટે એના કામ કરતા પુનમ સાથે મળવાનુ થતું એ જ એની માટે મહત્વનું હતું. એ જ એની ખુશી હતી. પરંતુ આ બધા થી અજાણ પુનમ જાણે એક સારા મિત્ર બની રહેવાના સપનાથી શરદ સાથે મજાક મસ્તી કરતી અને એને મળતી. આખરે એણે એમ હતું કે શરદ મને સમજસે મારું બધું કીધું કરે છે તો મને પણ સમજી જસે પરંતુ શરદ એ એવી રીતે વાત કરવાનુ ચાલુ કર્યું જેના મજાક ની રીતે પૂનમ જવાબ આપતી પછી એ વાત ફોન પરની હોય કે મેસેજ પરની હોય. આખરે એ શરદને ખુશ રાખવા માગતી બધી જ રીતે મદદ કરેલી એ કઈ રીતે ભૂલી સકે મારે એને એક દિવસ શરદને કઈ જ દીધું કે તું સગાઈ કરી લે આમ પણ તમારે તો થઈ જ જાય છે આટલી ઉંમરે પરતું એને ક્યાં ખબર હતી શરદ એની પાછળ પાગલ હતો.

આખરે બંને વચ્ચે એક દિવસ બહુજ મોટો ઝગડો થઈ ગયો હતો એ પણ બસ આ પ્રેમની વાતને લઇ આ પછી પુનમ એ શરદને કામ વગરની વાત કરવાની પણ ના પડી દીધી આખરે શરદ એના પ્રમે ને જંખવા માટે એને જેમ કીધું એ બધું કરવા લાગ્યો. જોબ ની સાથે અભ્યાસ અને એની સાથે પૂનમનું પણ ધ્યાન રાખવાનું આખરે બહુ કંટાળી ગયો હતો શરદ એ ટાઈમ પણ ન હતો આપી સકતો સાથે વાત પણ થવાની બન થઈ ગઈ હતી આમ મહિનાઓ અને દિવસ વિતવા લાગ્યા. ન જાણે એકલો પાડી ગયલો શરદ હવે શું કરે એનું એને કંઈ ભાન જ ન હતી. પણ કોઈન મળી નથી શકતું એનો મતલબ એ નથી કે આપણે એને ભૂલી ગયા શરદ એની સાથેની વાતો ને યાદ કરી જીવવાનું ચાલુ કરેલું ક્યારેક એના મને પુનમ સેલ્ફિશ હોઈ એવું લાગ્યું. ન કોઈ કોલ ન કોઈ વાત શરદ પણ પુનમ કેમ છે શું કરે છે એની માહિતી એની ફ્રેન્ડ જોડે લેતો રહેતો.

એક દિવસે એના જ ગામની સારૂને વોટ્સઅપ પર સ્ટેટ્સ મૂક્યું પુનમ અભિનંદન એ જોતાં જ થોડી વાર માટે શરદ શબ્દ બની ગયો હતો. શરદની આંખ માંથી આસુ ને એક બાજુ ગુસ્સો શું કરવું એનું ભાન ભૂલી ગયેલો શરદ પૂનમને ફોન કર્યો એને ફોન ન ઉપાડ્યો પરતું મેસેજ આવ્યો પુનમે કીધું બોલ એમ શું કઈ કરે? જાણે એન કંઇ ખ્યાલ જ ન હોય એમ શરદ એ કીધું મને ફક્ત એક વાર મારો શું વાંક હતો એ જણાવી દે મારામાં શું ખામી હતી એ કંઈ દે પછી હું તને ક્યારે મેસેજ કે ફોન નઇ કરી ને તારી ભૂલી લઈશ. આટલું જ બોલતા પુનમે કીધું મારી સગાઈ મારા પરિવારને અને મારા ગમતવત થઈ છે એટલે માટે જ મૈં વાત કરવાનું છોડી દીધું હતું કે તું કંઇક કરતા ભૂલે મને ને મને સમજે આપડે જેવું ધરી લઈએ એવું થઈ એ જરુરી નથી શરદ તને મારા કરતાં સારી છોકરી મળશે તું બસ તારા કેરિયર પર ધ્યાન આપ. શરદએ કહ્યું હવે થી ના તો હું તને જાનું છું ના તો તને જાણવા માનું છું તું ખુશ છે એથી વધારે બીજું શું જોઈએ મારે. પુનમ મને તારી સાથે જ રહેવું છે પરંતુ પહેલાની જેમ મિત્ર બની મૈં એથી આગળ તારી માટે વિચારી નથી. આખરે શરદ ગુસ્સામાં આવી એનો નમ્બર કાઢી દેવા કહ્યું પુનમ એ આખરે કંઇ જ દીધું બ્લૉક તો એ જ દિવસે કરી દેવાની હતી જે દિવસે મને ખ્યાલ આવ્યો કે તું મને પ્રેમ કરે પરતું તું મારી આટલી મદદ કરી એને કંઈ રીતે હું ભૂલી શકું ને એવા મિત્રને બ્લૉક કરી સકું એટલે મને થતું એ મને સમજી જસે એમ જાણી તારી સાથે વાત કરતી આખરે શરદે જ કહ્યું તું ખુશ રહે એવી ભગવાને અરજ કરું. આખરે આવજો કહી શરદ જ આખે આસુની સાથે એનો સંપર્ક તોડ્યો...જેટલી સબંધ બનતા વાર લાગે છે એટલી ક્યાં તૂટતાં વાર લાગે છે....

મિત્રો ગમે તો લાઈક, કમેન્ટ , શેર જરૂર કરજો..