pahelo varsad ne lagni na pur books and stories free download online pdf in Gujarati

પહેલો વરસાદ ને લાગણી ના પૂર

" પહેલો વરસાદ ને લાગણી ના પૂર " '' મમ્મી શું કરે છે તું? મારે ઓફીસ જવાનું મોડું થાય છે..ટીફીન બની ગયું? આજે મારે વહેલા ઓફિસ જવાનું છે." ઉર્વશી બોલી.. " હજુ થોડી ક જ વાર..પણ તારે પહેલા કહેવું જોઈએ ને કે વહેલા જવાનું છે." મમ્મી બોલી. પછી બોલી,' જો મેં બે છોકરા ના ફોટા રાખ્યા છે એ જોઈ લે..તારા માટે માગું આવ્યું છે.". " મમ્મી પણ મારે લગ્ન નથી કરવા." ઉર્વશી બોલી. " પણ બેટા ફોટા જોવા માં શું વાંધો છે.." "મમ્મી મારે મોડું થાય છે.તુ ટીફીન રહેવા દે.. હું ઓફિસ માં જ લંચ કરીશ. છોકરા ના બાયોડેટા બોલ.ફોટા જોઈ લઉ.". "જો એક છોકરો છુટાછેડા વાળો છે ૩૫ વર્ષ નો..બીજો કુંવારો છે..પણ ૪૫ નો છે.". "શું તું મમ્મી આવા છોકરા ની સાથે?". "બેટા એમાં વાંક મારો નથી તારો જ છે.તુ યોગ્ય ઉંમરે વિવાહ માટે તૈયાર થઈ નહીં.કેરીયર બનાવવી છે એવું બોલ્યા કરતી.. હવે તારે ૩૨ તો પુરા થયા.હવે ક્યાં સારા છોકરા મલે આપણી નાત માં..! જે માંગા આવે છે એ છુટાછેડા વાળા,વિધુર કે મોટી ઉંમરના કુંવારા ના..તારા ધ્યાન માં હોય તો કહે.". "સારૂં સારૂં મમ્મી, મારે મોડું થાય છે એક તો એક્ટિવા બગડી છે.જલદી ઓફિસ માં પહોંચવું છે.સીટી બસ માં જ જવું પડશે.. લંચ ઓફિસ માં કરીશ..ને આ બધા ને ના પાડજે.. હું તને ભારે પડ્યું છું..? એક તો આકાશ માં વાદળો ઘેરાયા છે.. વરસાદ પડે એમ લાગે છે." ઉર્વશી બોલી..... "બેબી તું રેઈનકોટ કે છત્રી લઈને જા." .... ‌‌. "મમ્મી . હું તો આ ચાલી.".... ઉર્વશી ચાલતી ઘર ની નજીક ના સીટી બસ સ્ટેન્ડ પર પહોંચે એ પહેલા જ વરસાદ ધીમો ધીમો પડવાનો શરૂ થયો.. આ સીઝન નો પહેલો વરસાદ. ઉર્વશી ઉતાવળે બસસ્ટેન્ડમાં પહોંચી..થોડી પલળી ગઈ હતી.. હવે વરસાદ ધોધમાર શરૂ થયો... ઉર્વશી એ રિક્ષા ઉભી રાખવાનો પ્રયાસ કર્યો પણ બધી રિક્ષા ભરેલી હતી.. બસ પણ દેખાતી નહોતી... એટલામાં એક નેનો કાર બસ સ્ટેન્ડ પાસે થી પસાર થઇ ને સ્હેજ આગળ ગઈ.ને પછી..એ પાછી બસસ્ટેન્ડ પાસે આવી ને ઉભી રહી... કાર માં બેસેલા વ્યક્તિ એ દરવાજા નો કાચ ખોલી ને બુમ પાડી. 'હાય.. ઉર્વશી.. જલ્દી કાર માં બેસી જા.વરસાદ વધુ પડે છે." ઉર્વશી એ કાર માં નજર કરી..પણ ઓળખાણ પડી નહીં.. અજાણ્યા ની પાસે લિફ્ટ લેવી નહીં.. ઉર્વશી મનમાં બોલી.... એ અજાણ્યા વ્યક્તિ એ દરવાજો ખોલ્યો બોલ્યો," ઓળખાણ ના પડી.!... હું શ્વેતાંગ .ચાલ જલ્દી બેસી જા .'... ‌‌ ઉર્વશી ને હવે યાદ આવ્યું...ઓહહ. આ શ્વેતાંગ , કોલેજ માં સાથે હતો..ને કોલેજ માં થી કાઢી મુક્યો હતો... ઉર્વશી ને મોડું થતું હતું એટલે એ કાર માં બેસી ગઈ..... " ક્યાં જોબ છે.? તારી ઓફિસ સુધી મુકી જઉ.". ઉર્વશી બોલી," આ પકવાન ચાર રસ્તા પાસે ઉભી રાખજે.ત્યા નજીક માં છે મારી ઓફિસ.". ‌‌. 'ઓકે'..... કાર માં ધીમે ધીમે સંગીત વાગતું હતું. ઉર્વશી ને થયું આ શ્વેતાંગ.. કોલેજ કાળ માં તો શાંત હતો.. ઉર્વશી ને એ નાનું શહેર યાદ આવ્યું જ્યાં એ કોલેજ માં હતી.. આખી કોલેજ માં ઉર્વશી જેવું કોઈ દેખાડવું ને સ્માર્ટ યુવતી નહોતી..બધા યુવાનો એની આજુબાજુ ફરતા..આમ જોઈએ તો.. ઉર્વશી ને એનું અભિમાન હતું.. આ શ્વેતાંગ છાનો માનો તીરછી આંખે ઉર્વશી ને જોયા કરતો .....પણ બોલવાની હિંમત નહોતી... એક દિવસ ની વાત છે કોલેજ ની લાયબ્રેરી માં થી એક પુસ્તક ની ચોરી થઇ..એ વખતે લાયબ્રેરી માં દસ વિદ્યાર્થીઓ હતા. એમાં આ શ્વેતાંગ પણ હતો.. પણ કોઈ ની પાસે થી એ પુસ્તક મલ્યું નહીં. બીજા દિવસે પહેલો પિરિયડ ગુજરાતી નો હતો.. હેમા મેડમ નો... એ કદાચ યુવાની માં દેખાવડા જ હશે.. આ ઉંમરે પણ દેખાવડા લાગતા હતા. હેમા મેડમ ક્લાસ માં આવ્યા.. એમણે ચોક અને ડસ્ટર લેવા ટેબલ નું ખાનું ખોલ્યું.. જોયું તો એક પુસ્તક હતું. જે ગઈ કાલે લાયબ્રેરી માં થી ગુમ થયું હતું.. મેડમે પુસ્તક બહાર કાઢી ને સ્ટુડન્ટ્સ સામે જોયું.એમને પુસ્તક માં કોઈ ચિઠ્ઠી દેખાઈ.. મેડમે ચિઠ્ઠી લીધી. વાંચી... હેમા મેડમ, I love you. ચિઠ્ઠી માં નામ શ્વેતાંગ નું લખ્યું હતું.. મેડમ થોડા હસ્યા..ને ધીરે ધીરે શ્વેતાંગ પાસે આવ્યા. શ્વેતાંગ ને એક લાફો મારી ને ગેટ આઉટ કર્યો... બીજા દિવસે શ્વેતાંગ ને કોલેજમાં થી LC આપી ને કાઢી મુક્યો... ઉર્વશી આ શ્વેતાંગ ની વાત વિચારી રહી હતી.. એ વખતે શ્વેતાંગ બોલ્યો..મને કોલેજ માં થી કાઢી મુક્યો એ જ યાદ કરતી હતી ને? એટલામાં પકવાન ચાર રસ્તા આવી ગયા.. વરસાદ બંધ થયો હતો. ઉર્વશી કાર માં થી ઉતરી ને પોતાની ઓફિસમાં ગઈ. ઓફિસ માં ગયા પછી ખબર પડી કે વડોદરા થી સ્ટાફ માટે બપોરે ચાર વાગ્યે મોટીવેશન સ્પીચ માટે કોઈ આવવાના છે.. ચાર વાગ્યે સ્ટાફ ના વીસ પચીસ જણ ઓફિસ ના હોલ માં ગયા.. થોડી વારમાં મોટીવેશન સ્પીચ આપનાર વ્યક્તિ આવી.. ઉર્વશી ચમકી.ઓહહ. આ તો શ્વેતાંગ. શ્વેતાંગે સ્પીચ નો વિષય કહ્યો.." આત્મવિશ્વાસ અને પ્રમાણિકતા". શ્વેતાંગ બોલતો ગયો..પણ ઉર્વશી વિચારો માં ખોવાઈ ગઈ.. શ્વેતાંગ શું બોલ્યો એ ખબર પડી નહીં બસ છેલ્લે બોલ્યો એજ સાંભળ્યું...કે. એ વ્યક્તિ એ કોલેજ માં થી પુસ્તક ગુમ કર્યું નહોતું તેમજ ચિઠ્ઠી પણ લખી નહોતી.જેના કારણે કોલેજ માં થી કાઢી મુકવામાં આવ્યો હતો.. પછી છ મહિના સુધી ડીપ્રેશન માં રહ્યો..પણ એની મમ્મી એ એનામાં આત્મવિશ્વાસ નો સંચાર કર્યો..એ વ્યક્તિ એ MBA કર્યું ને એક કંપની માં જોબ મલી.એના આત્મવિશ્વાસ અને પ્રમાણિકતા થી આગળ વધ્યો........મોટીવેશન સ્પીચ આપનાર કંપની માં જોડાયો.... એ વ્યક્તિ કોઈ નહીં પણ હું છું..અને કોલેજ માં જે યુવતી ને મનમાં પ્રેમ કરતો હતો એ આ હોલ માં હાજર છે.. હું આજે પણ એને પ્રેમ કરૂં છું.. આ સાંભળી ને ઓફિસ ના કર્મચારીઓ એક બીજા સામે જોયું .આપણી વચ્ચે આ કોણ હશે? ઉર્વશી એની સીટ પર થી ઉભી થઇ.. શ્વેતાંગ ની પાસે આવીને એનો હાથ પકડી ને ઓફિસ ની બિલ્ડીંગ ની બહાર લઈ ગઈ... એ વખતે આકાશ માં વિજળી ના ગડગડાટ થતાં હતાં.. વાદળો એ વરસવાનું શરૂ કર્યું... શ્વેતાંગ બોલ્યો,"ઉર્વશી આ વરસાદ માં તું પલળી જઈશ. ઉર્વશી બોલી," શ્વેતાંગ આ વર્ષ નો આ પહેલો વરસાદ છે..જે મારી ખુશીઓ લાવી રહી છે...ચાલ આપણે વરસાદ માં ભીંજાઈ જ ઈએ.. તને મારી સાથે વરસાદ માં ભીંજાઈ જવું ગમશે!!!!. પલટાયો પવન આજ શહેરમાં,
પલટાયો પવન આજ,
શ્યામ રંગે મેઘો છવાયો,
શ્યામ રંગે મેઘો છવાયો,
ઝબકે વીજળી આકાશ માં,
પલટાયો પવન આજ શહેરમાં,
પલટાયો પવન આજ,
ધીરે ધીરે બારિશ આવતી,
પહેલો વરસાદ દેખાયો શહેરમાં,
પહેલો વરસાદ આવ્યો,
આકાશ માં વાદળો ગડગડાટ કરતા,
આકાશ માં વાદળો ગડગડાટ કરતા,
મૂશળધાર વરસાદ આવ્યો શહેરમાં,
મૂશળધાર વરસાદ આવ્યો,
પ્રેમી બની આજ આનંદે ઝુમતા,
વરસાદ નો આનંદ માણતા,
પલટાયો પવન આજ શહેરમાં,
પલટાયો પવન આજ,
હ્રદય કમળ માં લાગણી ઓ જાગતી,
હ્રદય કમળ માં સ્પંદનો થતાં,
પ્રેમ ના અંકુર ફુટતા,
વર્ષા ની વધામણી કરતા કરતા,
વર્ષા ની વધામણી કરતા કરતા,
પહેલી વર્ષા એ આનંદ છવાયો,
પહેલી વર્ષા એ આનંદ છવાયો,
@ કૌશિક દવે