Shu kamaya - 2 books and stories free download online pdf in Gujarati

શું કમાયા...? પૈસા કે પરિવાર ભાગ-2

તેવા માં મોહિત ના પણ સમાચાર આવ્યા કે તેને પણ ત્યાંની છોકરી સાથે લગ્ન કરી લીધા છે. અને એક પોતાનું ઘર અને ગાડી પણ ખરીદી લીધી છે, અને આવતા મહિને તે મનસુખભાઈ અને લક્ષ્મીબેન ને પોતાની સાથે લઇ જવા માટે આવી રહ્યો છે. આ સમાચાર સાંભળીને મનસુખભાઈ ના સૂકા હૃદય માં લીલોતરી છવાઈ ગઈ. એક મહિનો પુરો થયો અને મોહિત પોતાના વતન પોતાના ઘરે આવી પહોંચ્યો, મોહિત ને અકલો જોતાં મનસુખભાઇ એ પૂછ્યું તારી વહુ ક્યાં છે ? મોહિતે જવાબ આપ્યો તે પોતાની નોકરી ના કારણે અહીંયા આવી શકી નથી. અને આમ પણ આપણી અઠવાડિયા પછી ની ટીકીટ છે, તો થોડા સમય માટે તેને રજા લેવાનું યોગ્ય ના લાગ્યું. મોહિત આવ્યો બધા ને મળ્યો, બધા તેને મળી ને ખુશ હતા, તેવા માં શનિ-રવિ ની રજા માં કિશન પણ પોતાની પત્ની સાથે ઘરે આવ્યો, બધાએ બે દિવસ સાથે મળી ને ખુબજ વાતો અને મજા કરી. બે દિવસ ક્યાં અને ક્યારે પસાર થઇ ગયા તે ખબર જ ના પડી. શનિ-રવિ ની રજા પુરી થતા કિશન તેની પત્ની સાથે પાછો શહેર જવા રવાના થઇ ગયો.
મોહિત નો પણ પરત જવાનો સમય આવી ગયો, મનસુખભાઈ અને લક્ષ્મીબેન પણ વિદેશ જવાના ઉત્સાહ માં આ સમય ની આતુરતા પૂર્વક રાહ જોઈ રાહ જોઈ રહ્યા હતા અને હવે તે આવી ગયો હતો. મનસુખભાઇ એ પોતાના ઘર ની જવાબદારી જીવણભાઈ ને સોંપી અને ચાવી આપતા કહ્યું, કોઈ સારા ભાડુઆત મળે તો તેમને રહેવા માટે આપજો હવે અમે મોહિત સાથે જ રહેવાના છીએ એમ કહી ને ત્રણેય એરપોર્ટ તરફ જવા રવાના થઇ ગયા.
જીવણભાઈ ની જીંદગી સરસ રીતે પસાર થઇ રહી હતી. વાર-તહેવાર તેઓ પોતાના પરિવાર સાથે મળીને ખુબજ ઉત્સાહ પૂર્વક મનાવતા હતા. જીવણભાઈ ને વધારે કોઈ જવાબદારી રહી નહોતી તેથી તેઓ પોતાના પત્ની કામિનીબેન સાથે ચાર ધામ ની યાત્રા પણ કરી આવ્યા. સમય આ રીતે વીતવા લાગ્યો. સાથે દીકરા ના ઘરે દીકરો આવ્યો એટલે જાણે સોનામાં સુગંધ ભળી, કહેવાય છે કે મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય એવી રીતે જીવણભાઈ અને કામિનીબેન ને પણ પોતાના દીકરા ના દીકરા સાથે ખુબજ લગાવ હતો. ઘણીવાર જીવણભાઈ અને કામિનીબેન પોતાના દીકરા ને ત્યાં શહેર માં રહેવા માટે જતા અને શનિ-રવિ ની રાજા માં કિશન તો આવતો જ . આ રીતે બધા સાથે મળી ને સારું અને સુખી જીવન જીવતા હતા. ઘણા મહિનાઓ પછી અચાનક જીવણભાઈ ના મોબાઈલ ઉપર એક વિદેશી નંબર થી કોલ આવ્યો કોલ ઉપડતાં જ મનસુખભાઈ નો અવાજ સંભળાયો કહ્યું આવતી કાલે અમે ત્યાં પરત આવી રહ્યા છીએ, બપોરે બે વાગ્યા સુધી આવી જઈશુ એરપોર્ટ પર. આટલું કહી કોલ કપાઈ ગયો. જીવણભાઇ આ સાંભળીને ખુબજ ખુશ થયા તેમને આ સમાચાર કામિનીબેન ને સંભળાવ્યા બંને આ વાત સાંભળીને ખુબજ ખુશ થયા. બીજાદિવસે શનિવાર હતો તેથી કિશન પણ આવી પહોંચ્યો. જીવણભાઇ અને કિશન બીજા દિવસે બપોરે જમીને મનસુખભાઈ અને લક્ષ્મીબેન ને એરપોર્ટ પર લેવા માટે પહોંચી ગયા.
મનસુખભાઈ તથા લક્ષ્મીબેન વતન ની જમીન પર પગ મુકતા ની સાથે થોડા ભાવુક થઇ ગયા. આ જોઈ જીવણભાઈ ને લાગ્યું કે કંઈક અલગ થયું છે. પણ આ સમયે કઈ જ બોલ્યા વગર બધા ઘરે આવ્યા. બધી વાતો કરી ને મનસુખભાઇ નું ઘર સાફ-સફાઈ કરી ને રહેવા લાયક બનાવ્યું. પછી કામિનીબેને કહ્યું કે મોહિત ને બધા એ આવવું જોઈએ ને વેકેશન કરવા. લક્ષ્મીબેને વીલા મોઢે જવાબ આપ્યો, “ના” એને સમય મળે તેમ નથી અને અમે હવે અહીંયા જ રહેવાના છીયે, કામિનીબેન ને આ સાંભળી ને થોડું અજીબ લાગ્યું પણ સંજોગ જોતા આગળ વાત કરવાની ટાળી. ફરી પછી આજીંદગી ની એક નવી શરૂઆત થઇ જીવણભાઈ ને તેમના મિત્ર મળી ગયા. તો પહેલા ની જેમ બંને સાથે હરવા- ફરવા લાગ્યા.
એક સાંજે બંને જણ પાસે ના બગીચા માં બેઠા હતા. ત્યારે જીવણભાઈ એ એક સવાલ કર્યો. પાછા આવવાનું અને અહીયા જ રહેવાનું કારણ..? મનસુખભાઈ એ કહ્યું જે સુખ આપના દેશ માં છે એ બીજે ક્યાંય નથી, અને સુખી અને નશીબદાર માણસ અને કહેવાય કે " જે માણસ જે જગ્યા પર જન્મે છે અને એ જ જગ્યા પર તે મૃત્યુ પામે છે " એ જ સૌથી નસીબદાર માણસ છે. ત્યાં મોહિત અને તેની પત્ની વહેલી સવારે કામ પર નીકળ્યા પછી છેક મોડી રાતે ઘરે પાછા ફરે અને અમે બંને જણ આખો દિવસ એકલા, આજુ-બાજુ માં કોઈ પાડોશી આપણી સાથે વાત ન કરે કે ના કોઈ આપણા સગા-સબંધી, શરુવાત ના થોડા દિવસો સારા લાગ્યા પણ પછી જાણે જેલ ની સજા. એક-એક દિવસ મહિનાઓ જેવા લાગવા લાગ્યા અમે મોહિત ને આ વાત કરી તો તેના જવાબ પર થી એવું લાગ્યું કે તે પોતાના જીવન માં એટલો સેટલ થઇ ગયો છે કે તેને આ તકલીફ નો અંદાજ આવી શકે તેમ નથી, અમે તેને એવું કહી ને આવ્યા છીએ કે અમે ત્યાં એક મહિના માટે જઈએ છીએ પછી અહીંયા પાછા આવી જઈશુ. પણ અમે હવે એવું નક્કી કર્યું છે કે ત્યાં નથી જવું.
આવી જ રીતે જીવન ચાલી રહ્યું હતું. જીવણભાઈ અને તેમના પરિવાર ની ખુશીઓ જોઈ ને મનસુખભાઇ અને લક્ષ્મીબેન ને એમના જીવન માં બધું વેરાન લાગતું હતું. મોહિત પણ એનીજીંદગી માં એટલો વ્યસ્ત થઇ ગયો હતો કે એકાદ મહિના માં એક વાર પોતાના માતાપિતા સાથે ફોન પર વાત કરતો. લક્ષ્મીબેન ને એવુ લાગતુ કે છોકરા હોવા છતાં છોકરા વિનાના છીએ. જીંદગી માં કોઈ રંગ નથી રહ્યો દિવસે ને દિવસે બધુ વેરાન થતું જઈ રહ્યું છે. મોહિત તેનો પરિવાર અને સેટલ જીવન છોડી ને અહીંયા આવવા નતો માંગતો જયારે મનસુખભાઈ અને લક્ષમીબેન ત્યાં જવા નતા માંગતા.
એકવાર અચાનક લક્ષ્મીબેન બીમાર પડ્યા તેમને હૃદય રોગ ની બીમારી થઇ અને દવાખાના માં દાખલ કર્યા. મોહિત ને ફોન કરી ને જાણ કરવામાં આવી, મોહિત ને કંપની માંથી દસ દિવસ પછી રાજા મળે તેમ હતી એટલા માટે તે તરત આવી શકે તેમ ન હતો. બે દિવસ માં લક્ષ્મીબેન નું અવસાન થયું. મોહિત દસ દિવસ પછી આવ્યો પણ ત્યાં સુધી બધી વિધિ-ક્રિયા પુરી થઇ ગઈ હતી. મનસુખભાઇ ને ઘણી જ ઈચ્છા હતી કે મોહિત અને તેનો પરિવાર છેલ્લી ઘડીએ લક્ષ્મીબેન ની સાથે રહે પણ આવું બની ના શક્યું. મોહિત તેના પરિવાર સાથે દસ દિવસ રહ્યો પછી મોહિતે મનસુખભાઇ ને કહ્યું કે હવે મારે જવું પડશે. કંપની માથી ફોન આવે છે અને અમે લીધેલી રાજાઓ પણ પુરી થઇ ગઈ છે. તમે પણ અમારી સાથે ચાલો. પણ મનસુખભાઇ ને તો જૂનો અનુભવ હતો, તેમને ધીમા અવાજે હૃદય ઉપર પહાડ મુકીને કહ્યું સારું તમે જાઓ. હું અહિયાં જ રહીશ. જમવાનું ટિફિન બંધાવી દઈશ અને ઘર કામ કરવા માટે કોઈ ને રાખી લઈશ. મોહિતે પણ વળતો જવાબ આપ્યો સારું હું તમને દર મહિને પૈસા મોકલતો રહીશ પણ તેને ક્યાં ખબર હતી કે પૈસા જ બધું નથી. મોહિત અને તેનો પરિવાર પાછો જવા રવાના થઇ ગયો.
હવે મનસુખભાઈ એકલા તે ઘર માં રહેતા. જીવણભાઈ અને કામિનીબેન બને તેટલી તેમની મદદ કરતા અને કિશન પણ એવો પ્રયત્ન કરતો કે તેમને એકલું ન લાગે. પણ આપણે તો જાણીએ જ છીએ, એકલા માણસ ની હાલત . રોજે મનસુખભાઈ અને જીવણભાઈ પાસે ના બગીચામાં બેસવા જતા અને મનસુખભાઈ તેમની આપબીતી જણાવતા અને કહેતા હું ખુબજ દોડ્યો, આખી જીંદગી ઘણુ કમાયો, પરંતુ પરિવાર અને ખુશીઓ ના કમાઈ શક્યો.
આજે મને....
"ધોધમાર વરસાદ માં પણ બધું સૂકુ લાગે છે,
આ ઘર મારુ આજે ખાલી મકાન લાગે છે."
આટલું કહેતાં તેમની આંખો માંથી આંસુ સરી પડ્યા. થોડા દિવસ પછી તેમને તેમનું ઘર કે જેમાં આખીયે જીંદગી ની યાદો હતી તે અને બીજી નાની મોટી પ્રોપર્ટી વેચી ને એક વૃદ્ધા આશ્રમ ને દાન કરી દીધું, અને તે પણ તેમની યાદો નું પોટલું બાંધી ને વૃદ્ધા આશ્રમ માં જતા રહ્યા.

|| સમાપ્ત ||