Revenge - the amaizing story of a revenge of a spirit books and stories free download online pdf in Gujarati

બદલો - એક આત્માના બદલાની દિલધડક કહાની



"અભિ, મને તો બહુ જ ડર લાગે છે!!! આ જગ્યા બહુ જ સ્પુકી (ડરાવણી) છે!" આકાશી બોલી પણ ત્યાં તો અભિજિત સાવ પથ્થર થઈ ગયો હતો! એ અંધારા ઓરડામાં પણ એની લાલ લાલ આંખો કોઈ પણને ડરાવવા કાફી હતી!

"અભિ, મજાક ના કર, મને બહુ જ ડર લાગે છે!!!" આકાશી એ કહ્યું પણ અભિજિત તો સાવ એક જ દિશામાં જોઈ રહ્યો હતો. એણે અચાનક જ આકાશી તરફ જોયું તો આકાશી ચીસ પાડી ઉઠી - "અભિ!!!"

અભિજિત એ એના ગળાને દબાવવા કોશિશ કરી, પણ આકાશી જેમ તેમ કરીને ભાગવા સફળ રહી.

"ના... કહેલું ને મેં આવા એડવેન્ચર પર નથી જવું તો પણ અભિ જ ના માન્યો!" એ આપમેળે જ બબડી.

એણે દરવાજે જઈને જોર જોરથી એણે ખોલવા ચાહ્યો પણ દરવાજો તો ટસ થી મસ ના થયો. એ લાચાર થઈને ત્યાં બેસીને રડવા લાગી. એણે એનું મોત બહુ જ કરીબ લાગી રહ્યું હતું!

અભિજિત એનો ફિયાંસે (ભાવિ પતિ) હતો, એમના જસ્ટ થોડા જ સમયમાં મેરેજ થવાના હતા. પણ આમ અચાનક જ એણે આવો પ્લાન બનાવેલો કે એના મામાના ફાર્મ હાઉસમાં મજા કરવા જઈએ.

તેઓ જ્યારથી આ ઘરમાં આવ્યા હતા... કંઇક ને કંઇક અજુગતું થયા જ કરતું હતું, એક અવાજ આકાશી ના કાને આવતો હતો જાણે કે કોઈ કંઇક કહેવા માગતું હોય! પણ આજે તો હદ જ થઈ. એના શરીરમાં જ કોઈ આત્મા આવી ગઈ હતી.

આકાશી ને એના ગણપતિ બાપા પર બહુ જ વિશ્વાસ હતો. એ એ પણ જાણતી હતી કે એણે ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી તો એની સાથે પણ તો ખોટું નહિ જ થાય! એણે મનને મક્કમ કર્યું અને જે પણ પરિસ્થિતિ થાય એનો સામનો કરવા નિશ્ચય કર્યો.

"હું... હું તને મારી જ નાંખીશ!!!" દૂર રહેલો અભિજિત જોરથી ચિલ્લાયો. તો એ હચમચી ગઈ.

અભિજિત નો એક હાથ એનું ગળું દબાવવા આગળ આવતો તો એ જ સમયે એનો બીજો હાથ એ હાથને રોકી લેતો! આ દૃશ્ય જોઈને આકાશી હેબતાઈ ગઈ.

"તું કોણ છું?! અમારી સાથે શું જોઈએ છે?! અમે તારું શું બગાડ્યું છે?!" એ વિરાન અને નિર્જન ઘરમાં બસ આકાશી ની એ ચીસો ગુંજવા લાગી.


અભિજિત જમીનથી ઉપર હવા ઉડવા લાગ્યો... એણે એક છોકરીના અવાજમાં બોલવાનું શુરૂ કર્યું, "મારું નામ માધવી છે, હું મારા કારમા મોતનો બદલો લેવા આવી છું! આ અભિજિત મને અહીં જ આ જ ફાર્મ હાઉસમાં લાવ્યો હતો! મારી સાથે લવ નો નાટક કરીને એણે મને એના હેવાન અને જંગલી દોસ્તોને સોંપી દીધી! એ લોકો મારા શરીરને નોચતા રહ્યા. અને જ્યારે નોચવાનું બંધ કર્યું હું મરી ગઈ હતી!!! એમને મને આ જ ફાર્મ હાઉસના પાછળ દાટી દીધી છે... મારી બોડી નહિ બળે ત્યાં સુધી અને જ્યાં સુધી હું મારો બદલો ના લઈ લઉં ત્યાં સુધી મને મુક્તિ નહિ મળે!"

"પણ, આ અભિજિત મને કેમ મારવા માગે છે?!" આકાશી એ પૂછ્યું.

"એ તને લવ નથી કરતો એ તો તારી ફેમિલીની પ્રોપર્ટી માટે જ લગ્ન કરવા તૈયાર થયો હતો, એણે તને પણ અહીં લાવી ને મારી જ નાખવાની હતી!" એ બોલી રહી હતી.

"તું એની સ્યુસાઇડ નોટ લખી દે... આ મર્ડર એક સ્યુસાઈડ જ લાગવી જોઈએ!" એ આત્મા અભિજિત ના શરીરથી બોલી રહી હતી.

"અભિજિત ના બધા જ સાથીને મારી નાંખવામાં આવ્યા છે... આથી તું સ્યૂસાઇડ નોટમાં એમ લખજે કે બધા જ દોસ્ત એક સામટા જ મરી ગયા તો એ ડિપ્રેશન માં હતો એમ!" એ આત્મા આ બોલી અને તુરંત જ અભિજિત પણ એના જ શરીર થી બોલી ગયો, "ના... આ બધું જૂથ છે! હું તો તને જ લવ કરું છું!"

"આઈ જસ્ટ હેઇટ યુ!!!" આકાશી એ એની તરફ ધિક્કાર થી જોતાં કહ્યું.

એ પછી સવારે પંખા નીચે અભિજિત ની ડેડ બોડી રસ્સી થી જુલતી હતી!

એ જ દિવસે આકાશી એ ફાર્મ હાઉસની પાછળ ખોદયું તો એણે માધવીની બોડી મળી. એણે એણે વિધિવત અંતિમ સંસ્કાર કરાવ્યા. છેલ્લે છેલ્લે એણે એક "થેંક યુ!" નો અવાજ એના કાનમાં પડઘાતો સાંભળ્યો હતો. એક નિર્દોષ છોકરીનો ભયાનક મોતનો આજે બદલો પૂરો થયો હતો.

ફરી ફાર્મ હાઉસમાં જઈને એણે ઘરે કૉલ કર્યો કે અભિજિત એ સ્યુસાઈડ કરી છે.