Dear Paankhar - 6 books and stories free download online pdf in Gujarati

Dear પાનખર - પ્રકરણ - ૬

આકાંક્ષા અને શિવાલી યોગિનીદેવીની સાથે ‌ સ્ટેજ પરથી નીચે‌ ઉતર્યા. ગૌતમની આસિસ્ટન્ટ , ઝરણાંએ શિવાલીની નજીક આવીને કહ્યું , " ડૉ. શિવાલી ! હું ઝરણાં ! ગૌતમ સરની સાથે કામ‌ કરુ છું. એમની આસિસ્ટન્ટ. "
" સરસ ! મળીને આનંદ થયો . કેવુ ચાલે છે રિપોર્ટિંગ ? " શિવાલીએ પૂછ્યું.
" રિપોર્ટિંગ સારું ચાલે છે ! એ બાબતે જ વાત કરવી હતી. મેગેઝિન માટે તમારો ઈન્ટરવ્યુ લેવો હતો. કયારે લઈ શકું છું. ?" ઝરણાં એ પૂછ્યું.
" ગૌતમે કહ્યું છે કે તારો નિર્ણય છે આ ? " શિવાલી એ હસી ને પૂછ્યું.
" સરે તો કોઈપણ પ્રેરણાદાયી સ્ત્રી કહ્યું હતું. તો મને થયું કે તમે જ કેમ નહીં ? " ઝરણાં એ કહ્યું.
" ચોક્કસ ! તને અનુભવ માટે મદદ મળતી હોય તો મને વાંધો નથી . બાકી હું ઈન્ટરવ્યુમાં નથી માનતી . પ્રોગ્રામ પછી હું ફ્રી જ છું. જો શક્ય હોય તો ! " શિવાલી એ કહ્યું.
" Sure! Thank you doctor ! Thank you so much. It will help me a lot ! " ઝરણાં ની ખુશી નો પાર નહોતો રહ્યો.
ગૌતમ પાસે જઈને ઈન્ટરવ્યુ બાબતે વાત કરી . ગૌતમે થોડુ માર્ગદર્શન આપ્યું અને એ પહેલાં પ્રોગ્રામ વિશે રિપોર્ટ પૂરો કરવા કહ્યું.

ઝરણાં એક ખૂણામાં ખુરશી જોઇને બેસી ને રિપોર્ટ લખવા લાગી. એટલામાં આકાશ આવ્યો. ઝરણાં અને આકાશ આમ તો પહેલાં કદી મળ્યા નહોતા , પરંતુ પ્રોગ્રામ માં દરેક વ્યક્તિ કે મહેમાનોનું ધ્યાન રાખવાની જવાબદારી આકાશને સોંપવામાં આવી હતી.

" તમે નાસ્તો લીધો ?" આકાશે ઝરણાં ને પૂછ્યું.
" ના ! હું આ કામ પતાવી ને પછી લઈશ. " ઝરણાં એ કહ્યું.
" નાસ્તા નું કાઉન્ટર બંધ થઈ જશે. પછી જમવા નાં ટાઈમે જ કાઉન્ટર ખુલશે. " આકાશે કહ્યું.
" ચાલશે ! પણ‌ મારા પેલા સર જોયા છે ? " કહી ઝરણાં એ ગૌતમ તરફ ઈશારો કર્યો અને ઉમેર્યું , " ધૂળ કાઢી નાખશે મારી જો સમયસર રિપોર્ટ ના થયો ને તો ! "
ગૌતમની શિસ્તબદ્ધતા અને કાર્યશૈલી આકાશ બહુ સારી રીતે જાણતો પણ હતો અને પ્રભાવિત પણ હતો . સહેજ વારમાં આવીને એક નાસ્તાની પ્લેટ ઝરણાં આગળ મૂકીને ગયો. ઝરણાં એ આભાર માન્યો. અને પાછી રિપોર્ટ લખવા લાગી . નાસ્તો કરતાં કરતાં ઝરણાંની નજર આકાશને શોધવા લાગી. પરંતુ આકાશ ક્યાંય દેખાયો નહીં.

પ્રોગ્રામ હજી પત્યો નહોતો તેથી થોડુ રિપોર્ટિંગ કરવાનું બાકી હતું. ઝરણાંની નજર ફરી આકાશને શોધવા લાગી. આકાશને હૉલની બહાર જતાં જોયો . એક વૃક્ષનાં છાંયા આગળ બૅન્ચ પર જઈને આકાશ બેઠો જ હતો કે ઝરણાં પણ ત્યાં તેની પાછળ પહોંચી ગઈ.
" હું બેસી શકું છું અહીં ?" ઝરણાં એ પૂછ્યું.
" હા! ચોક્કસ ! એમાં પૂછવાની ક્યાં જરૂર છે ? " આકાશે કહ્યું.
" પૂછવું તો પડે જ ને ? તમે કેમ બહાર આવીને‌ બેઠા ? " ઝરણાં એ પૂછ્યું.
" સહેજ વાર બેસવા આવ્યો છું . થોડીવાર રહીને ફરી કામે લાગી જઈશ. " આકાશે કહ્યું.
"બાય ધ વે તમે આ સંસ્થા માં શું કરો છો ?" ઝરણાં એ પૂછ્યું
" એકાઉન્ટ સંભાળુ છું ? " આકાશે કહ્યું.
" તો આજે જે કામ‌ કરો છો ? એ પણ તમારી ફરજમાં આવે છે ?" ઝરણાં એ પૂછ્યું.
" હા! ફરજમાં તો આવે છે ! એ કામનો મને પગાર નહીં મળે. છતાંય મારી ફરજ માં આવે છે. મેં ક્યાં મોટુ કામ કરી લીધું. આ ડૉ. શિવાલી અને આકાંક્ષાબહેન જેટલુ તો કામ નથી કરતો.એ લોકો કોઈ પણ પ્રકારની આશા વગર કામ કરે છે. પોતાના સમય અને પૈસાનો વ્યય પણ થતો હશે. પરંતુ એમણે સંસ્થાને નિઃસ્વાર્થ ભાવે આપ્યું છે . " આકાશની વાતો પરથી સ્પષ્ટ હતુ કે એ પણ નિઃસ્વાર્થ સેવામાં માનતો હતો.
" ઇન્ટરેસ્ટિંગ ! very interesting ! " કહી ઝરણાં હસી.
" શું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું ?" આકાશે પૂછ્યું.
" તમે ? તમે લાગ્યા ! ઇન્ટરેસ્ટિંગ !! " કહી ઝરણાં ફરી હસી.
પોતાના કોઈ છોકરીનાં મોઢે વખાણ સાંભળીને આકાશનાં ચહેરા પર સહેજ લાલી છવાઈ ગઈ. એ આગળ કશું જ ના બોલી શકયો. ફક્ત સ્મિત આપ્યું અને ઉભો થઈને અંદર જવા જતો જ હતો કે ઝરણાં એ રોકાયો . અને પૂછ્યું , " ક્યાં જાવ છો ?"
"અંદર ! હું સહેજ વાર માટે જ બહાર આવ્યો હતો. " આકાશે કહ્યું.
" ફરી ક્યારે મળશો ? તમને ફરી મળવું ગમશે. " ઝરણાં એ પૂછ્યું.
" ખબર નહીં " કહી આકાશ થોડી ઝડપ થી ચાલી ને ગયો, જાણે કે એ આ વાત થી દૂર ભાગવા માંગતો હોય . અંદર જઈને ફરી મદદે લાગી ગયો.

લન્ચ નો સમય થઈ ગયો હતો. સૌએ સમૂહ ભોજન લીધું. ઝરણાં એ પણ જલ્દીથી જમી લીધું. ઈન્ટરવ્યુ લેવા ડાયરીપૅન સાથે એ તૈયાર હતી.

" આજે મારા ઘરે પધારો બેન ! " શિવાલી એ યોગિની દેવી ને આમંત્રણ આપતા કહ્યું.
" આવીશ ચોક્કસ! પણ‌ આજે નહીં.હવે મારે નીકળવું જોઈએ. " યોગિની દેવી એ પોતાની જવા માટે ઈચ્છા દર્શાવી. ગૌતમ એમને કાર માં મૂકવા ગયો.
ઝરણાંએ શિવાલી પાસે જઈને પૂછ્યું, " ડૉક્ટર ! અત્યારે ઈન્ટરવ્યુ લઉં તો અનુકૂળ છે તમને ? "
" હા ! ચોક્કસ ! પણ પ્લીઝ કોઈ પર્સનલ સવાલ નહીં . "
" પ્રોફેશન ને લાગતા જ પ્રશ્નો પૂછીશ ." ઝરણાં એ કહ્યું.
" ઓકે. પૂછ. શું પૂછવું છે ? " શિવાલીએ ખુરશીમાં વ્યવસ્થિત બેસતાં કહ્યું.
" ડૉક્ટર તમારી પાસે સૌથી વધારે કંઈ ઉંમરનાં ક્લાયન્ટ કાઉન્સિલિગ માટે આવે છે ? "
" ટીન એઈજ ! સૌથી વધારે આવે છે . "
"ટીન એઈજ કાઉન્સિલિંગ માટે ? કરિયર વિશે મદદ લેવા ? "

" ના ! સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી માટે ! એક્ઝામ ફિવર ! આજકાલના ટીનેજર્સને એક્ઝામ ફિવર બહુ હોય છે. એક્ઝામ ટાઈમે એ લોકો ઍન્ગ્ઝાયટીથી પીડાતા હોય છે . અને તેથી જ ઘણા જાગૃત મા -બાપ એમને મારી પાસે કાઉન્સેલિંગ માટે લાવે છે. "
" તેમને તમે શું સલાહ આપશો. "
" એજ કે પરિક્ષા એ જિંદગીનો પડાવ છે. અભ્યાસ કરતી વખતે વધારે ધ્યાન આપવું. પરીક્ષા વખતે હેલ્ધી ખાનપીનથી ફક્ત તબિયતની કાળજી રાખવી. આખી રાત વાંચીને પરિક્ષા આપવા થી પરફોર્મન્સ પર અસર થાય છે. માટે પૂરતી ઉંઘ લેવી. મનગમતું મ્યુઝિક સાંભળવું અને થોડીવાર ખુલ્લી હવા માં ટહેલવા ચોક્કસ જવું. "
" માતા પિતા માટે શું સલાહ છે ?"
" બાળકો આગળ પરિક્ષાની વાત વારંવાર ના કરવી. કારણકે માતા-પિતાનું ટેન્શન બાળકો મહેસૂસ કરતાં હોય છે. ટેન્શન લેવુ જરુરી નથી. ટેન્શન ને અતિ મહત્વ ના આપો. "
"આજ ની સ્ત્રી ઓ માટે તમારો શું અભિપ્રાય છે અને શું સલાહ આપવા માગો છો ? "
" આજ ની સ્ત્રીઓની તકલીફ પહેલાંની સ્ત્રી ઓ થી કંઈક જુદી છે. તેઓ પહેલાંની સ્ત્રીઓ કરતાં શારિરીક શ્રમ ઓછો કરે છે , મશીન અને વાહનો નાં લીધે સુખ સાહિબી વધી છે. છતાંય ખુશ કે સુખી એવું નથી. મારી સલાહ તો એક જ છે કે કોઈને ખુશ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે ખુશ હો. પોતાનું ધ્યાન છેલ્લા નહીં, પહેલાં રાખો. દરેક વ્યક્તિ માટે એક કહેવત છે , ' પહેલુ સુખ તે જાતે નર્યા ' તંદુરસ્તી હશે તોજ ખુદ સુખી થઈશું અને બીજા ને કરી શકીશું. સુખ ને માણી લેવુ , દુઃખ ને ફ્રેન્ડ બનાવી બાજુ માં બેસાડવુ. એનાથી ભાગવાની કોશિશ ના કરવી. "

સંસ્થા ની બહેનો આવી અને સેલ્ફીની વિનંતી કરવા લાગી. શિવાલી એ સહેજ વચ્ચે સમય માંગીને બહેનો સાથે ફોટા પડાવા ગઈ. ઝરણાં એમને અચરજથી નિહાળી રહી . 'અતિ તકલીફોની વચ્ચે પણ જે માણીએ એ જ જિંદગી . ઉંમર નાં આંકડા નહીં , માણેલી પળો એજ સાચી જિંદગી. '

(ક્રમશઃ)