vidhva hirali - 13 books and stories free download online pdf in Gujarati

વિધવા હીરલી - 13

શહેરમાં ભરતથી સજેલા વસ્ત્રો વખણાયા, હીરલીને એની ખુશી વિપુલ પ્રમાણમાં હતી.જેથી ઘર ચાલી જાય એમ હતું જેથી ખુશીમાં બમણો વધારો થઈ રહ્યો હતો. હીરલી રસ્તામાં એક દુકાનથી કેટલીક ઘર વખરી ખરીદે છે અને સાથે સાથે ભરત કામ માટેનો સામાન પણ લેવા માટે ઉભી રહે છે.

પરસેવે રેબઝેબ અને હાફ ચડેલી હાલતમાં ભાણભા ગાંડાઘેલાં બનીને હીરલીની શોધમાં દોડી રહ્યો હોઈ છે.પોતાની નજર રસ્તા પર નાખતા જ એક સ્ત્રી દેખાય છે. નજરને વધુ ધ્યાન આપતા, " આ તો હીરલી જ સ." એમ કહીને પગની ગતી વધારે છે.

"હીરલી, ઉભી ' રે....." સાદ પાડ્યો.

સાદ કાને પડતા જ જાણે વર્ષોથી જે અવાજ સાંભળવાની રાહ હૈયું જોઈ રહ્યું હોઈ એમ હીરલીનું હૈયું ચેતન બન્યું.પણ પોતાની સર્વ લાગણીઓને આંખોના ઊંડાણમાં દબાવીને પાછું વળીને જોવે છે.
" ભાણભા, તમે સો...? "
"શેરમાં તારો પગ પડ અન મન અણસાર પણ ન થાય એવું ન બન."ભાણભા લાગણીવશ થઈને બોલ્યા.
"તારી બાંધણી વેસાઈ ગઈ ક."
"વેસાય ગઈ.." નજર ચૂરવતા બોલી.
પ્રેમની તણી લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દની જરૂર ન્હોતી.ચેહરા પર નજર પડે કે દિલના ભાવ સમજી જાય.એમ જ હીરલી અને ભાણભા એકબીજાને લાગણીથી ભીંજવતા હતા. સમાજે ઉભો કરેલા વિચારો થકી ખુદને દોષી સમજતી હીરલી લાગણીને વશમાં કરે છે.
" તમે, અટાણે ઓઇ શોથી?
" ત્યાં હામે દેખાય કે કારખાનું ત્યાં જ કોમ કરું સુ." થોડીવાર અવબોલા રહ્યા પછી.

" શમ સ તુ અન કાનુડો? ઘર તો હાલ સ ક હરખી રીત?"
" થોડા વલખાં કરવા પડ્યા પણ હવ ભરત કામમોથી ઘર આરામથી હાલશે. તમે સુખરૂપથી રો સો ક."
" ઘર તો હાલી જાય, પણ તનને તો દિલના ભંગાણ વસી પણ જીવતું સ.જીવી પણ લેશે."
ભાણભા પોતાની લાગણી છતાં કરી રહ્યા હતા. વધુ આવેગો ન જન્મે તે માટે હીરલી,
"હવ,હું જાવ સુ." એમ કહીને નીકળી જાય છે.
ભાણભા સાથે ભેટો થવાની ખુશી ચહેરા પર છલકાતી હતી.શહેરથી ઘર સુધીનો રસ્તો વિચારોની વચ્ચે ક્યાં પસાર થઈ ગયો તે જ ખબર ન રહી.
સમાજે દૃષ્ટિબિંદુ ઉત્પન્ન કર્યું છે કે વિધવા બાઈ માત્ર ત્યાગ અને બલિદાન માટે જ હોઈ છે.સમાજ ખોરાક ધરે છે પણ માત્ર પેટ ભરે તેવો જેમાં કોઈ સ્વાદ માણી શકાય તેમ ન હોઈ.એવું જ જીવન બની રહે છે,માત્ર જીવતી જાગતી મૂર્તિ.પોતાની પર જે વિતે છે તે આવનારી પેઢી પર ન વિતે એ જ ખ્યાલ મનને મૂંઝવી રહ્યો હતો.સાવત્રીબેનની વાત યાદ આવે છે એટલે તે ગામની વિધવા બાઈઓને મળીને ભરત કામ શીખવવા માંગતી હતી.ભરતકામ એક બહાનુ હતું પણ મંજિલ કઈક અલગ જ વિચારી રાખી હતી.તે પેહલા રાધાને મળવા માગે છે.

રાધાના લગ્નના છ મહિના પછી એનો ભરથાર કારખાનાની દુર્ઘટનામાં અવસાન પામ્યો હતો.હજુ હાથની મહેંદીનો રંગ એમનો એમ જ હતો પણ તને કાળી સાડી ઓઢી લીધી.રાધાના ઘરમાં સાસું, સસરા અને નણંદ છે,પણ તે એકલી જ છે અંધકારમાં અટવાઈને ઉભી છે. રાધા હજુ તો માંડ માંડ એકવીસ વર્ષની થઈ છે.આખું આયખું કેવી રીતે વિતશે? જિંદગી રઝળતી જ નજર આવે છે. હીરલી રાધાને પાસે જાય છે.

" આવો, હીરલીભાભી ....." નિસ્તેજ અવાજે આવકારો આપે છે.
" રાધા, શમ સ તુ?"

હીરલીને ઈશારો કરીને મજામાં હોઈ એમ માત્ર કહેવા ખાતર કહે છે.જીવન જેના માટે કાળ સમાન હોઈ તે કેવી રીતે મજામાં રહી શકે! આ વાત થી હીરલી પણ વાકેફ હતી જ.જિંદગીના જે પડાવથી તે ગુજરી છે. હીરલી રાધાને ભરતકામ માટેની સીધી વાત કરે છે.

" દુષ્કાળમાં કોઈ કોમ નથી મળી રેતું એટલ ભરતકોમ કરીન બે ચાર પૈશા કમઈ લેહું.રાધા તુ આવીશ ક ભરતકોમ કરવા માટ? આપડે બધા ભેગા થઈન કરશું."
" જેનું જીવનના રંગો જ ઉડી જ્યાં હોઈ તે કોઈ ન હું રંગબેરંગી ચિથરા પેરાઈ શક! "
"ઇમ નિરાશ ન થા.બધું જ હારું થશે." હીરલીએ આશ્વાસન આપ્યું.
" ધૂળ જેવું જ બધું લાગ સ.શોઈ હાશકારો મળ એવો નહિ આ જીવતરમાં હવ."
" આપનું જીવન ભલે કાળું સ પણ બીજાના જીવતરમાં રંગ તો ભરી શકીએ શિએ. તુ એકવાર આવતો ખરી.જો તન ન ગમ તો નહિ આવતી પસી."

" એમ પણ પેટ માટ વલખાં મારવા જ પડ સ . કાલથી ત્યો જ આવીશ." રાધા કમને પણ હા પાડી દે છે.

હીરલી બીજી વિધવા સ્ત્રીઓને પણ ભરતકામ માટે મનાવી લે છે.હમણા રોજગારી ક્યાંય મળી ન રહેવાના લીધે બધા જ આ કામ કરવા માટે રાજી થાય છે. હીરલી મનથી પ્રથમ પડાવ સર કરવાની ખુશી થઈ રહી હતી.
દિવસ આથમવા આવી રહ્યો હતો એટલે કાલની તૈયારીમાં લાગી ગઈ.ભરતકામ માટે ની સર્વ સામગ્રીને ચકાસીને મૂકે છે. હીરલીના મનમાં હામ સમાતો નહોતો.જેનું જીવન રંગહીન છે તે રંગને ભરવાનું કામ કરશે, રંગને સજાવવાનું કામ કરશે અને જીવનના નવ પથ પર પગરવ માંડશે. ક્યાંક ને ક્યાંક જિંદગી છિન્નભિન્ન થઈ રહી હતી તે જિંદગીને ઉકેલી શકાશે.

ક્રમશ:..........