AKHADO books and stories free download online pdf in Gujarati

અખાડો

વાર્તા- અખાડો લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
રામુદાદા ખુરશીમાં બેઠા હતા.અખાડો ખોદાઇ રહ્યો હતો.રોજ સવારે છ થી આઠ અને સાંજે પાંચ થી સાત રામુદાદાના અખાડામાં કુસ્તી દાવ ખેલાતા.બંને સમયે હનુમાનદાદાને દીવો અગરબત્તી કર્યા પછી કુસ્તી ચાલુ થતી.રામુદાદા નિવૃત્ત શિક્ષક હતા આ રૂપપુર ગામમાં જ જન્મ્યા હતા, અહીં જ જીવનભર નોકરી કરી અને હવે ગામના યુવાનોને પહેલવાન બનાવવાનું ભગીરથ કામ કરી રહ્યા હતા.ભગીરથ કામ એટલા માટે કે આજના યુવાનો તંદુરસ્તી પ્રત્યે બેદરકાર, વ્યસની, ખાવાપીવામાં બેકાળજી, બનીઠનીને ફરવાનું આવા યુવાનોને અખાડામાં આવતા કરી દીધા હતા.
પાંચ વર્ષ પહેલાં અખાડો ચાલુ કર્યો ત્યારે ગામલોકો હસતા હતા કે હવે તો લોકો જીમમાં જાયછે ત્યારે અખાડામાં કોણ આવશે? પણ રામુદાદાએ ઘરે ઘરે ફરીને લોકોને સમજાવીને અખાડામાં આવતા કર્યા હતા.એ પછીતો કેટલાય યુવાનોને તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે ચંદ્રકો મળ્યા અને રૂપપુર ગામનું નામ ન્યુઝ પેપરોમાં ચમક્યું ત્યારે ગામલોકોએ રામુદાદાની વાહવાહ કરી.અત્યારે તો એક્સો ત્રીસ યુવાનો નિયમિત અખાડામાં આવેછે.રામુદાદાની ઇચ્છા હતીકે નેશનલ લેવલે મારા રૂપપુરના યુવાનો કુસ્તી જીતી આવે.અને એ પ્રમાણે મહેનત પણ ચાલી રહીછે.અખાડાના યુવાનોને બે ટાઇમ ગરમ દૂધ અને સૂકા મેવાની કાયમી વ્યવસ્થા જમનાદાસ શેઠ તરફથી કરવામાં આવી હતી.
રામુદાદા વિચારે ચડી ગયા હતા.કુસ્તીનો સમય થઇ ગયો હતો પણ રામુદાદા બેધ્યાન હતા.એક બે યુવાનોએ પૂછ્યું પણ ખરૂં કે ' દાદા તબિયત ઠીક ના હોયતો આજે કુસ્તી બંધ રાખીએ' પણ રામુદાદાએ કહી દીધું કે ' કુસ્તી બંધ નહીં રાખવાની.મને આજે થોડી બેચેની જેવું લાગેછે એટલે હું ખુરશીમાં બેઠો છું તમે કુસ્તી ચાલુ કરીદો'
' કહું છું સાંભળો છો?' નિશાળેથી ઘરે આવીને રામુભાઇ હજીતો પાણી પી રહ્યા હતા ત્યારે ગોમતીબેને પૂછ્યું. ' હા બોલ શું હતું' રામુભાઇ એ સામે પૂછ્યું.હવે ગોમતીબેન રડમશ અવાજમાં બોલ્યા ' તમે ઘરથી નિશાળ અને નિશાળ થી ઘર કર્યે જાઓછો પણ ઘરની કશી ખબર રાખતા નથી.ગઇકાલે સાંજે બહેનપણી ના ઘરે જઈને આવું છું એવું કહીને ગયેલી સુમિત્રા હજી ઘરે પાછી નથી આવી.બહેનપણીના ઘરે જઈને મેં પૂછ્યું તો કહે અહીં આવી જ નથી'
' શું વાત કરેછે અને તું મને હવે જણાવેછે? ' રામુભાઇ ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા.
' સવારે તમે કહ્યું કે મારે નિશાળમાં ઇન્સપેકશન આવવાનું છે એટલે બહુ કામછે એટલે મેં તમને કહેવાનું માંડી વાળ્યું'
રામુભાઇ રઘવાયા થઇ ગયા.હવે શું કરવું, કોને કહેવું? તાલુકા પોલીસ મથકે ફરિયાદ લખાવવી પડે.ફરિયાદ કરીએ તો આખા ગામમાં હોબાળો મચી જાય.પણ થોડો વિચાર કરતાં મગજમાં બત્તી થઇ કે તાલુકા પોલીસ મથકનો હવાલદાર કનુ તેમનો વિદ્યાર્થી હતો તેને ખાનગીમાં તપાસ કરવાનું કહું.
બે દિવસ સુધી ખાધાપીધા વગર બંને જણ ઘરમાં પુરાઇ રહ્યા.ત્રીજા દિવસે કનુ સાદાં કપડાંમાં ઘરે મળવા આવ્યો અને રિપોર્ટ આપ્યો કે ' આપણા ગામનો જ માથાભારે અને છેલબટાઉ મોહંમદ નામનો યુવાન સુમિત્રાને ભગાડી ગયો છે.અને લગ્ન કરી દીધાછે.' રામુભાઇનો ચહેરો લાલઘૂમ થઇ ગયો.' સાલા હરામખોરના હું ટુકડા કરી નાખીશ'
કનુએ એમના ખભે હાથ મૂકીને કહ્યું ' સાહેબ, મોહંમદ એકલો નથી એના જેવા બીજા ઘણા લુખ્ખાઓ સાથે છે.સારા ઘરની છોકરીઓને ફસાવીને પરણી જાયછે અને આપણે સારા ઘરના લોકો સમસમીને બેસી રહીએ છીએ.સુમિત્રાને પરત લાવવા માટે એક જ રસ્તો છે.મોહંમદને સમજાવીને અને થોડા પૈસા આપીને પોલીસ ઇન્સ્પેકટર ની રૂબરૂમાં સુમિત્રાને પાછી લાવી દઇએ.ફરિયાદ કરવી નથી.'
રામુભાઇ નું મન માનતું નહોતું.તેમને વળી વળીને પ્રશ્ન થતો હતો કે મારો દીકરો મોહંમદની બેનને ઉઠાવી ગયો હોયતો એ લોકો મને સમજાવવા આવે? કે અમને પતાવી દેવા આવે? કેમ આપણે ડરીએ છીએ? આપણામાં શક્તિ નથી કે હિંમત નથી કે સંગઠન નથી?
રામુભાઇ એ કનુ ના કહેવા મુજબ કર્યું અને દીકરીને ઘરે લાવ્યા.અને પંદર જ દિવસમાં ન્યાતમાં પરણાવી દીધી.અને એ જ દિવસે રામુભાઇએ હનુમાનજી ના મંદિરે જઇને સંકલ્પ કર્યો કે હવે કોઇ મોહંમદ ની તાકાત નથી કે બહેન દીકરી ઉપર નજર કરે.
અખાડો આ સંકલ્પનું પરિણામ હતું.એ પછી બે ત્રણ આવા બનાવો બન્યા હતા પણ અખાડાના ચાલીસ પહેલવાનો તેમના બાવડાં નું બળ બતાવી આવ્યા હતા.એ પછી રામુભાઇને લોકો રામુદાદા કહેવા લાગ્યા.ગામમાંથી ધીરેધીરે લુખ્ખાઓ વિદાય થયા.
રામુદાદા વિચારતંદ્રા માંથી બહાર આવ્યા.કુસ્તી પતી ગઇ હતી.સંધ્યા સમય થયો હતો.મંદિરમાં આરતીનો ઘંટારવ સંભળાઇ રહ્યો હતો.
રામુદાદા ને પગે લાગી રહેલા પહેલવાનો ને એમણે કહ્યું ' મારા દીકરાઓ, શક્તિને જ દુનિયા નમેછે.મેં તમને શક્તિશાળી બનાવ્યા છે.હવે મારૂં કર્તવ્યકર્મ પૂરૂં થાયછે.મારી ઉંમર પણ હવે થઇ છે.ગામેગામ આવા અખાડા હોયતો કોની તાકાતછેકે નિર્દોષ બેન દીકરીઓ ને રંજાડે.દરેક ગામમાં આવા સો પહેલવાનો બનાવો અને એ બધાનું સંગઠન બનાવો.દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહિએ.'
( સમાપ્ત)
મિત્રો, તમને નથી લાગતું કે રામુદાદાની વાત સાચીછે? લવજેહાદ ના બનાવો બનતા અટકાવવા માટે આ જ રસ્તો છે.શક્તિશાળી બનો.