JAY JAVAN JAY KISAN books and stories free download online pdf in Gujarati

જય જવાન જય કિસાન

પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર ૧૯૦૧ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસી થી ૭ માઈલ દૂર એક નાના રેલવે ટાઉન મુગલસરાય થયો હતો. અને અવસાન 11 જાન્યુઆરી 1966માં તાશ્કંદમાં થયું..તેમના પિતાનુ સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર માત્ર દોઢ વર્ષના હતા ત્યારે પિતા નું દેહાંત થયું. માતા ત્રણ સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઈને વસ્યા. લાલ બહાદુરને‌ વારાણસીમાં કાકા સાથે રહેવા મોકલાયા હતા, જેથી ઉચ્ચ વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. તેઓ ઘણા માઈલ અંતર ઉઘાડા પગે ચાલીને શાળાએ જતા. ભીષણ ગરમીમાં જ્યારે રસ્તાઓ ખૂબ ગરમ થતા ત્યારે પણ તેમણે આ જ રીતે જવું પડતું. શાસ્ત્રી સ્કૂલે જતા તેની વચ્ચે એક નદી આવતી અને નાવિકને આપવાના પૈસા ન હોય તેથી તેઓ દફતર નાવિક પાસે રાખી, પીઠ પર ચોપડીઓ રાખીને નદી ઓળંગીને ભણવા જતા.
મોટા થવાની સાથે જ લાલ બહાદુર વિદેશી ગુલામીમાંથી આઝાદી માટે દેશના સંઘર્ષમાંં વધુ રસ દાખવવા લાગ્યા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા ભારતમાં બ્રિટિશ શાસન ને સમર્થન કરી રહેલ ભારતીય રાજાઓની કરાયેલી નિંદાથી અત્યંત પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ અસહકાર આંદોલનમાં સામેલ થવા માટે દેશવાસીઓને આહવાન કર્યું હતું. આ સમયે લાલ બહાદુરે પોતાનું ભણતર છોડી, તેમાં સામેલ થવાનું નક્કી કર્યું.તેમના નજીકના લોકોને ખબર હતી કે એક વખત નક્કી કરી લીધા બાદ તેઓ પોતાનો નિર્ણય ક્યારેય ના બદલતા. કેમકે બહારથી વિનમ્ર દેખાતા લાલ બહાદુર અંદરથી ખડક જેવા દ્રઢ હતા. લાલ બહાદુર બ્રિટિશ શાસનની અવજ્ઞા માં સ્થાપિત કરાયેલી ઘણી રાષ્ટ્રીય સંસ્થાનોમાંથી એક કાશી વિદ્યાપીઠમાં સામેલ થયા હતા. અહીં તેઓ મહાન વિદ્વાનો તેમજ રાષ્ટ્રવાદીઓ ના પ્રભાવમાં આવ્યા. વિદ્યાપીઠ દ્વારા તેમને આપેલ સ્નાતકની પદવીનુ નામ 'શાસ્ત્રી' હતું.પરંતુ લોકોના મનમાં તે તેમના નામ ના ભાગરૂપે વસી ગયું. ત્યારથી તેઓ લાલ બહાદુર શાસ્ત્રી તરીકે ઓળખાયા.
1927માં તેમના લગ્ન થયા. 1930માં મહાત્મા ગાંધીએ મીઠાનો કાયદો તોડીને દાંડી યાત્રા કરી. આ પ્રતીકાત્મક સંદેશે સમગ્ર દેશમાં એક પ્રકારની ક્રાંતિ લાવી દીધી હતી. શાસ્ત્રીજી ૧૯૨૧થી ગાંધીજીપ્રેરિત આંદોલનોમાં સક્રિય હતા. જેલમાં થી છૂટયા અને તરત 'ભારત છોડો'ના નારા માં પોતાનો સુર ભેળવી દીધો હતો.
૧૯૪૬માં કોંગ્રેસ સરકારનું પતન થયું ત્યારે શાસ્ત્રીજીએ દેશના શાસનમાં રચનાત્મક ભૂમિકા નિભાવવાની જવાબદારી અપાઈ હતી.તેમને પોતાના ગૃહરાજ્ય ઉત્તર પ્રદેશના સંસદીય સચિવ નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ થોડા વખતમાં ઝડપથી જ તેઓ ગૃહ મંત્રીના પદ પર પહોંચી ગયા. 1951માં નવી દિલ્હી આવ્યા. કેન્દ્રીય મંત્રી મંડળના ઘણા વિભાગોનો ભાર સંભાળ્યો. પરિવહન મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી વગેરે પદો પર રહ્યા હતા.
એક રેલવે દુર્ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતા, તેના માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું . જવાહરલાલ નેહરુએ તેમના આ પગલાની તથા તેમના ઉચ્ચ આદર્શની ખૂબ પ્રશંસા કરી હતી. રેલવે દુર્ઘટના પર લાંબી ચર્ચાનો જવાબ આપતાં શાસ્ત્રીજીએ કહ્યું : "કદાચ લંબાઇમાં ટૂંકો હોવાથી તેમજ નમ્ર હોવાને કારણે લોકોને લાગે છે કે હું બહુ દ્રઢ નથી થઈ શકતો.જો કે શારીરિક રીતે હું મજબૂત નથી, પરંતુ મને લાગે છે કે આંતરિક રીતે હું એટલો પણ કમજોર નથી."
પોતાના મંત્રાલયના કામકાજ દરમિયાન પણ તેઓ કોંગ્રેસ પાર્ટી સંબંધિત બાબતો નું ધ્યાન રાખતા તેમજ તેમાં ભરપૂર યોગદાન આપતા.ઈ.સ. ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ની ચૂંટણીમાં અદભૂત ક્ષમતાનુ ખૂબ મોટું યોગદાન હતું. ૩૦થી વધુ વર્ષો સુધી પોતાની સમર્પિત સેવા દરમિયાન શાસ્ત્રીજી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયા હતા.વિનમ્ર, સહિષ્ણુતા તથા જબરદસ્ત આંતરિક શક્તિ વાળા શાસ્ત્રીજી લોકો વચ્ચે એવા વ્યક્તિ બનીને ઊભરી આવ્યા કે જેમણે લોકોની ભાવનાઓને સમજી.
લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીની રાજનૈતિક શિક્ષાઓ થી અત્યંત પ્રભાવિત થયા હતા. પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ તેઓ પ્રધાનમંત્રી બન્યા. 9 જૂન 1964ના રોજ ભારતના પ્રધાનમંત્રી નું કાર્ય સંભાળ્યો. તેમનું અવસાન 11 જાન્યુઆરી 1966માં તાશ્કંદમાં થયું હતું.
શાસ્ત્રીજી 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધ સમયે લીધેલા નિર્ણય આજે પણ લોકો યાદ કરે છે. તેમણે "જય જવાન જય કિસાન" નારો આપ્યો હતો જેનો અર્થ કે કિસાન જો ધન આવશે તો સૈનિક લડી શકશે. આપણી જમીન ની રક્ષા તો જ થઈ શકે જો તેમાં ધાન પકવનાર નું મહત્વ સમજીએ. બંદૂક અને હળ બંનેનું મહત્ત્વ સ્વીકારનાર કદાચ આ એક જ પ્રધાનમંત્રી હતા અને યુદ્ધ ચાલતું ત્યારે તેમણે દેશને એક ટંક ભૂખ્યા રહેવાની અપીલ કરી હતી. લાલ બહાદુર શાસ્ત્રી પોતાની સાદગી અને પ્રમાણિકતા માટે જાણીતા હતા. દેશ મુસીબતમાં હોય ત્યારે વિરોધીઓની સલાહ પણ લેનારા અને ૧૯૬૫માં go' ફોરવર્ડ એન્ડ strike' નું કમાન્ડો આપનારા હતા.
આઝાદીની ચળવળમાં તેઓ જોડાયેલા તે 1921 ની અસહકારની ચળવળ અને 1941 નુ સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું. રાજનૈતિક દિગ્દર્શકો માં મુખ્ય પંડિત ગોવિંદ વલ્લભ પંત હતા.
લાલ બહાદુર શાસ્ત્રી ની અટક ખરેખર તો શ્રીવાસ્તવ હતી અને તેઓ કાયસ્થ જ્ઞાતિના હતા.તેઓ જ્ઞાતિવાદ માનતા ન હતા. રાજકારણમાં હોવા છતાં પોતાની જ્ઞાતિ જાહેર ન થાય તે માટે તેમની અટક શ્રીવાસ્તવ માંથી શાસ્ત્રી કરી નાખી એવું કહેવાય છે.
અલબત્ત અન્ય મહાનુભાવોને યાદ કરીએ છીએ તેટલા કદાચ લાલ બહાદુર શાસ્ત્રી આપણા સ્મરણમાં ના પણ હો, જે ખરેખર હોવા જોઈએ તેમની રાજકીય કારકિર્દી, વિદેશનીતિ, અર્થનીતિ માં એકાદ પેપરનું તો સ્થાન ધરાવે જ છે તેમનું મૃત્યુ આજે પણ ચર્ચાસ્પદ છે અલબત્ત મોરારજી દેસાઈએ તે સમયે કહ્યું હતું કે તેમનું અવસાન હાર્ટએટેકથી થયું હતું. પણ તેમના મૃત્યુ અંગે અનેક કથાઓ પ્રવર્તે છે.
આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ની પુણ્યતિથિ એ શત શત વંદન.