Pratiksha - 13 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - 13

બહારથી દેખાતું નાનું વૃક્ષ જેમ મૂળમાં વિવિધ મૂળિયાં ધરાવે છે તેમ માનવીનું મન સપાટી પર દેખાતી મનોસ્થિતિની સાથે સ્મૃતિના પડળમાં અનેક વેદના-સંવેદના ના લટકતા છેડાઓ સાથે જીવે છે અને પોતાના મનમાં આ સારા કે ખરાબ પ્રસંગો પ્રથમ પંક્તિમાં આગળ આવવા સ્પર્ધા કરે છે.

અનેરી ની જાણે ઈશ્વર કસોટી કરવાની શરૂઆત કરે છે ચિંતનભાઈ તો જાણે ભૂતકાળમાં જ જીવવા માગે છે ભવિષ્ય તો તેમની સામે પથારીમાં છે બંને જણા શિલ્પા અમુક સ્થિતિમાં કેમ વર્તન કરે તે વિચારી પોતાની જાતને સાચવી લે છે ડોક્ટર રવિન્દ્ર અઠવાડિયામાં એક વખત આવી શિલ્પાબેન ને દિલાસો આપી જાય છે.

ડો રવિન્દ્ર:-"કેમ છો ભાભી?"

શિલ્પાબેન:-"બસ મજામાં ભાઈ બસ હવે તો ટેવ પડી ગઈ છે આ મશીનના અવાજની. થોડું ઓક્સિજન લેવલ વધી જાય તો આ અવાજ માંથી શાંતિ અને થોડીક નિરાંત."

ડો રવિન્દ્ર:-"બસ થોડો વખત ધ્યાન રાખો એટલે આપો આ બધું સારું થઈ જશે.

ચિંતનભાઈ:-"હમણાં તો બહુ સારું છે શિલ્પાને બસ થોડો વખત થઈ જશે તો સારું થઇ જશે."

શિલ્પાબેન:-"હજુ થોડું સારું થઈ જાય તો મારી ઇચ્છા મારી બહેનને ત્યાં જવાની છે અનેરીની હમણાં પરીક્ષા છે આ ઘોંઘાટમાં તે વાંચી નહીં શકે તેના કરતા...,

ડો રવિન્દ્ર:-"ચિંતન તું પણ થોડો વખત હવાફેર ફેર કરી આવ."

અનેરી:-"ક્યાં જવું છે હવાફેર માટે?"

શિલ્પાબેન: અનુ મારે મીનુ માસી પાસે જવું છે થોડા દિવસ"

અનેરી:-"ચોક્કસ જજે મમ્મી અત્યારે વધારે વાતો કરમાં."
(બધા બીજા રૂમમાં જાય છે)

ચિંતનભાઈ:-"રવિન્દ્ર પહેલા કરતાં તો હવે થોડું સારું લાગે છે શિલ્પાને."

ડો રવિન્દ્ર:-"તેના હાથ પગના નખ સફેદ થઈ ગયા છે લોહી ઊડવા લાગ્યું છે......

અનેરી:-"આગળ કંઈ ટ્રીટમેન્ટ ન થઈ શકે ભલે આ સ્થિતિમાં પણ મમ્મી થોડો વધારે સમય રહે."

ડો રવિન્દ્ર:-"એક ટ્રીટમેન્ટ છે પણ તે શિલ્પા ભાભી સહન નહીં કરી શકે."

અનેરી:-"કઈ ટ્રીટમેન્ટ અંકલ?"

ડો રવિન્દ્ર:-"તેમાં શિલ્પા ભાભી ને કાયમ માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે આખા શરીરમાં ઠેરઠેર કાણા પાડી ઓક્સિજન સપ્લાય કરવામાં આવે, રૂમમાં કોઈને રહેવા ન દેવામાં આવે અને બહરથી કાચમાંથીજોવાનું.... તેનો ચાર્જ પણ...

ચિંતનભાઈ:-"ખર્ચની ચિંતા નથી પણ તેનું પરિણામ?"

ડો રવિન્દ્ર:-"તેનું ખાવા-પીવાનું બંધ થઈ જાય અને જ્યારે તમે કહો ત્યારે મશીન બંધ કરી દેવામાં આવે, અને આપણા હાથે દીધેલું મૃત્યુ ખૂબ જ પીડા જનક હોય છે ચિંતન."

અનેરી:-"ના પપ્પા હવે નહીં.,.. વધારે નહીં .....એ જેવી છે તેવી સ્થિતિમાં ભલે જીવે, વધારે ખરાબ સ્થિતિમાં મમ્મી નહિ રહી શકે...

અને બધાની સમજાવટથી ચિંતનભાઈ તૈયાર થાય છે શિલ્પા બહેન ને મીનુ માસીને ત્યાં લઈ જવા માટે અને પન્નાબેન તથા કવન પરીક્ષા પતે ત્યાં સુધી અનેરી ને પોતાના ઘરે રહેવા મનાવી લે છે.

કવન:-"અનેરી તું તો આટલી સમજુ છો, તારા આખા future નો આધાર ફાઇનલ એક્ઝામ પર છે ધ્યાન રાખજે."

અનેરી:-"મને ખ્યાલ છે કવન, મન તો સમજે છે પણ હૃદયમાંથી મમ્મી ચિંતા જતી નથી અત્યાર કરતાં પણ મને તો સામે દેખાતું મમ્મીનું સંકટ મય જીવન જોવાતું નથી."

કવન:-"ભવિષ્યની ચિંતા અત્યારે ન કર, ઈશ્વર પણ તકલીફ આપે તેની સાથે સાથે જે તે પાત્ર અને ક્ષમતા જોઈને આપે છે અને હું તો હંમેશા તારી સાથે જ છું."

અનેરી:-"મને ખ્યાલ છે કવન હું આજે હું પરીક્ષાની તૈયારી કરી રહી છું તે ફક્ત અને ફક્ત તારા અને આંટી ના લીધે તારું કામ છોડી રજા લઈને તું મારી મમ્મી ના લીધે અહીં છે."

કવન:-"આંટી માટે જેટલું કરું એટલું ઓછું છે, ઓફિસનું થોડું કામ અહીંથી પણ થઈ શકે છે હા, કામ પરથી યાદ આવ્યું ઋચામેમ હમણાં ઘરે આવ્યા છે મારી થોડીક ફાઇલ તેમની સાથે મંગાવી હતી તે આજે સાંજે લેવા જવી છે તો ફ્રી હોય તો સાંજે આપણે જતાં આવસું."

ઈશ્વર એટલે આપણા રહસ્યમય પુસ્તકરૂપી જીવનના રચના કર્તા અને આજે અનેરી ના જીવનના ભવિષ્ય સાથે સંકળાયેલા એક ખાસ વ્યકિતનું રહસ્ય નવું પાનું લઈ નવી વાર્તાઓ સાથે ખુલે છે......

કવન અને અનેરી ઋચા મેમ ના ઘરે જવા નીકળે છે.

અનેરી;-"કવન તું મને શા માટે સાથે લઈ જાય છે?"

કવન:-"અરે તું થોડી ફ્રેશ થઈ જા માટે."

અનેરી:-"મને તો લાગે છે કે તું મિસ કરતો લાગે તારી ઓફિસ અને તારા મેમ ને."

કવન:-"એવું નથી અનેરી તું એકવાર અમારા મેમ ને મળજે, ખૂબ જ સીધા અને સરળ છે હું નવા વાતાવરણમાં તેને કારણે જ સેટ થઇ શક્યો આ બહાને તેમના પતિ સાથે પણ મુલાકાત થઇ જશે."

અનેરી:-"ચાલો સારું મળી લઈએ તારા મેમ ને."

સલવાર-કમીઝ ની સાદગી જાણે રુચા મેમ ને અનોખી સુંદરતા બક્ષતા હતા .અનેરી તેમના વ્યક્તિત્વથી આકર્ષાઈ ત્યાં તો જાણીતી સુગંધ જાણે આવવા લાગી . જાણીતું એક નામ અનિકેત ઋચા મેમના મુખે સાંભળી કાન ચમક્યા તો એક નવા જ પરિચય થી અનિકેત ને સામે જોઈ અનેરી ની આંખો સ્થિર થઈ ગઈ....

ઋચા મેમ:-"અનિકેત પણ હમણાં અહી જ છે."

કવન:-"સારું તેમને પણ મળી લેવાશે."

અનિકેત:-"અરે અનેરી તમે અહીં?"

કવન:-"તમે ઓળખો છો એકબીજાને?"

અનેરી:-"કવન અનિકેત સર અમારી કોલેજમાં લેક્ચરર છે."

ઋચા મેમ:-"અનિકેત આ કવન છે અમે સાથે જ ઓફિસમાં છીએ."

અનિકેત:-"આ અનેરી છે અમારી કોલેજની ચબરાક સ્ટુડન્ટ."

બધા વાતચીતમાં મગ્ન અને અનેરી ?થોડીવાર કંઇ સમજાયું જ નહીં ખુશ થવું કે નહીં? હૃદય જાણે બધા જ ભાવોને સંકોચીને સ્થિર થવાનો પ્રયત્ન કરવા લાગ્યું અને મન ઋચા મેમ ના અને અનિકેતના સુંદર ભવિષ્ય માટે મનોમન યાચના કરવા લાગ્યું....... રસ્તામાં પણ ચૂપચાપ જ હતી......

કવન:-"શું થયું અનેરી?"

અનેરી:-"કંઈ નહીં કવન."

કવન '-"મને ચિંતા થાય અનેરી."

અનેરી:-"કંઈ નહીં અનિકેત સર અને રૂચા મેમ ના રિલેશન વિશે વિચારતી હતી."

કવન:-"સાચું કહું અનેરી હું પણ એ જ વિચારતો હતો. બંને જણા મેડ ફોર ઈચ અધર લાગે છે."

અનેરી:-" હા કદાચ એવું જ હસે.......


🎶સ્વપ્ન તું
સત્ય સમયનું
અદ્રશ્ય હું🎶

(ક્રમશ)