Premno Suraj books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સૂરજ ‍️‍‍️‍‍️‍

હું બોમ્બે જઈ રહ્યો હતો. ફ્લાઈટમાં આ મારી પ્રથમ મુસાફરી હતી. તેથી મને થોડો ડર લાગતો હતો. મારી બાજુમાં, મારા જેટલી‌ જ ઉંમરની એક ખૂબ જ રૂપાળી અને સુંદર છોકરી 👰 બેઠેલી હતી.

મારી સામે જોઈને તે સમજી ગઈ હતી કે હું થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો છું. મેં તેની સામે નજર કરી તો મને જેવી ગભરાહટ હતી તેમાંનું કશું જ તેના મોં પર નહોતું દેખાતું મેં તેની સામે જોઈને જરા સ્માઈલ આપ્યું તેણે પણ નિર્દોષ ભાવે મને સ્માઈલ😊 આપ્યું પછી મેં તેને પૂછી જ લીધું કે તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો..?? તે ખડખડાટ હસવા લાગી😃 અને બોલી, " ના,ના હું તો અવાર-નવાર કરું છું. " તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરતાં લાગો છો ? " મેં માથું ધુણાવી "હા" પાડી તે ફરીથી ખડખડાટ હસી તેનું હસવાનું કારણ મને હજી સુધી સમજાયું નથી...!!

પછી તેણે મને સીધા બેસવા કહ્યું અને કમરનો બેલ્ટ બાંધતા શીખવ્યું. અને સાથે એમ પણ કહ્યું કે તમને કંઈ નહીં થાય ચિંતા ના કરશો હું તમારી સાથે જ છું. મેં તેને પૂછ્યું મારે જે જગ્યાએ પહોંચવાનું છે તે જગ્યા મેં જોઈ નથી તમે મને ટૅક્સી કરી આપશો..?? તેણે તેની પણ "હા" પાડી ત્યારબાદ મને ઘણી રાહત લાગી.

મેં સાથે એમ પણ પૂછી લીધું કે આ ફ્લાઇટ બોમ્બે કેટલી વાર પછી લેન્ડ થશે તેણે કહ્યું કે એક કલાક લાગશે અને આપણને એરપોર્ટની બહાર નીકળતાં બીજી પંદરેક મિનિટ થશે હવે હું બિલકુલ કમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો હતો.

પછી મેં તેને પૂછ્યું કે તમને વાંધો ન હોય તો તમારું નામ કહેશો. એ ફરીથી હસી અને બોલી, " કશીશ, મારું નામ કશીશ છે. અને તમારું? "
હું અપેક્ષિત તેના આ પ્રશ્નનો જવાબ આપવા માટે જાણે તૈયાર જ હતો તેથી તરત જ બોલી ઉઠ્યો કે, " વિવેક પરીખ મારું નામ વિવેક છે મને મારા બધા ફ્રેન્ડસ પ્રેમથી ''વીકી" કહે છે તમે પણ મને "વીકી" કહી શકો છો. "તેણે રસપ્રદ રીતે મારી સામે જોયું અને હસતાં હસતાં બોલી, "બોમ્બે શેના માટે આવી રહ્યા છો..?" હવે હું બિલકુલ ટેન્શન ફ્રી હતો માટે મેં એકદમ શાંતિથી જવાબ આપ્યો, " મને અહીંયા આઇ.ટી.માં જોબ મળી છે. હું કદી પણ અમદાવાદની બહાર આ રીતે એકલો નીકળ્યો નથી એટલે મને થોડું કન્ફ્યુઝન હતું. પણ તમે સાથે છો એટલે મને ફિકર નથી. તે ફરીથી હસીને બોલી, " ઓ.કે. "

આમ અમારી વાતચીત મુસાફરીના એક કલાક દરમિયાન ચાલુ રહી. અને એક કલાક ક્યાં પૂરો થઈ ગયો તેની ન તો મને ખબર પડી ન એને પડી. હવે બોમ્બે આવી ગયું હતું એટલે અમે બંને સાથે જ નીચે ઉતર્યા કારણ કે મારે જે એડ્રેસ પર જવાનું હતું ત્યાં પહોંચવા માટે મારે કશીશની હેલ્પ લેવાની હતી.

અમારો સામાન પીક-અપ કર્યા પછી કશીશે બહાર આવીને મને ટૅક્સી કરી આપી અને ટેકસી વાળાને આખો રૂટ પણ સમજાવી દીધો. હવે મારે તેની પાસેથી તેનો મોબાઈલ નંબર લેવો હતો તેથી સૌપ્રથમ તેણે મને જે હેલ્પ કરી હતી તેને માટે મેં તેનો ખૂબ આભાર માન્યો અને સાથે સાથે એમ પણ કહ્યું કે, " તમે મારી સાથે આ મુસાફરીમાં ન હોત તો મારી આ સફર આટલી સુંદર ન બની હોત..! ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને વાંધો ન હોય તો મને તમારો કોન્ટેક નંબર આપશો..?? "

તે એક સેકન્ડ માટે થોભી ગઈ અને પછી તરત જ તેણે મને તેનો સેલ ફોન નંબર લખાવ્યો મારે જે જગ્યા ઉપર જવાનું હતું ત્યાં હું હેમખેમ પહોંચી ગયો હતો. બીજે દિવસે મેં મારી ઓફિસમાં જોઇનિંગ પણ લઇ લીધું.

જગ્યા પણ નવી હતી અને ઓફિસ પણ નવી હતી એટલે બે દિવસ તો મારા ક્યાં પસાર થઈ ગયા તેની મને ખબર જ ના પડી ત્રીજે દિવસે હું ઓફિસથી મારા રૂમ પર પહોંચ્યો અને મેં મનોમન કશીશને યાદ કરી અને મારા મોબાઈલમાં કશીશનો ફોન આવ્યો હું ખૂબજ ખુશ થઈ ગયો.

અમે બંને અડધો કલાક સુધી ફોનમાં વાત કરી મને કશીશ સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી. મેં તેને મને બોમ્બે ફેરવવા માટે કહ્યું તેણે તરત "હા" પાડી રવિવારે મારે રજા હતી કશીશે મને બોમ્બેમાં સિદ્ધિવિનાયક, હાજીઅલીની દરગાહ, મહાલક્ષ્મી ટેમ્પલ અને જુહુ ચોપાટી આ બધી જગ્યાએ ખૂબ જ પ્રેમથી ફેરવ્યો. પછી અમે બંને જુહુ ચોપાટી ઉપર સાથે જ જમ્યા.

મારી સાથે કશીશ પણ ખૂબજ ખુશ હોય તેઓ મને અહેસાસ થયો. અમારો બન્નેનો દિવસ ખૂબજ સરસ રીતે પસાર થયો. આજે મેં તેને મારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે બધી જ વાત કરી અને તેના ફેમિલી વિશે પણ મેં તેને બધી પૂછપરછ કરી. અમારી બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી પણ વિચારો ખૂબ મળતાં આવતાં હતાં.

પછી મેં તેને તેના બિલ્ડીંગ નીચે ઉતારી અને હું મારા રૂમ પર આવી ગયો તે દિવસે આખી રાત હું ઊંઘી શક્યો નહીં મને કશીશના જ વિચારો આવતા રહ્યા રાત્રે મેં નક્કી કર્યું કે સવારે ઉઠીને હું કશીશને ફોન કરીશ અને તેને" આઇ લવ યુ " કહીશ. પણ "આપણું ધાર્યું ક્યાં કંઈ થાય જ છે..?" સવારમાં જ મારા પપ્પાનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તને વોટ્સએપ માં ફોટા મોકલ્યા છે એ છોકરી પણ આઈ.ટી. એન્જિનિયર થયેલી છે અને આપણી કાસ્ટની છે ખૂબજ સુંદર દેખાય છે મને અને તારી મમ્મીને ગમી છે તું જોઈ લેજે પછી આપણે જવાબ આપીશું અને મારો મૂડ બિલકુલ ઑફ થઈ ગયો.

કશીશને ભૂલી જવાનું અને આ નવી છોકરી મારા જીવનમાં આવી છે તેને એક્સેપ્ટ કરવાનો મેં મનોમન ખૂબજ પ્રયત્ન કર્યો પણ હું મારા મનને મનાવી ન શક્યો... મને મારી નજર સમક્ષ હસતી-ખેલતી, મારી સાથે વાતો કરતી કશીશ જ દેખાતી હતી અને મેં નક્કી કર્યું કે મમ્મી-પપ્પાને કશીશ માટે હું મનાવી લઈશ. અને લગ્ન તો કશીશ સાથે જ કરીશ.

લગભગ આમને આમ એક અઠવાડિયું નીકળી ગયું. ન તો મેં કશિશને ફોન કર્યો ન એનો ફોન આવ્યો. બીજે દિવસે રવિવાર હતો સવારે ઉઠીને મેં તરત જ કશીશને ફોન કર્યો અને આજનું તેનું શું શિડ્યૂલ છે તેમ પૂછ્યું કશીશે જણાવ્યું કે હું પણ તમને ફોન કરવાની જ હતી તમે જો ફ્રી હો તો આપણે મળીએ અને અમે બંને એક સારી રેસ્ટોરન્ટમાં મળ્યા.

મેં તેનો હાથ પ્રેમથી મારા હાથમાં લીધો તેની આંખોમાં આંખો પરોવી અને હું " આઈ. લવ. યુ. " બોલ્યો.👩‍❤️‍👨 તેણે પણ એટલા જ પ્રેમથી મને " આઇ.લવ.યુ. " કહ્યું. કશીશના ઘરમાં તે અને તેની મમ્મી બંને એકલા જ રહેતા હતા તેના પપ્પા એક્સિડન્ટમાં એક્સપાયર્ડ થઇ ચૂક્યા હતા તેના કાકા જે અમદાવાદ રહેતા હતા તે જ તેનું બધું ધ્યાન રાખતા હતા. કશીશ પણ એન્જીનીયર થએલી હતી અને જોબ કરતી હતી તેણે મને જણાવ્યું કે મારા ઘરેથી કોઈ જ વાંધો નથી મારા કાકાએ મને કહી રાખ્યું છે કે, " મને કોઈ છોકરો ગમે તો હું તેની સાથે મેરેજ કરી શકું છું ખાલી તમારે એકવાર મારા કાકાને મળવા મારી સાથે અમદાવાદ આવવું પડશે. "

આમ કશિશ તરફથી તો બધી જ વાત નક્કી થઈ ગઈ પણ મારા મમ્મી-પપ્પાને કઈ રીતે મનાવવા તે હું વિચારી રહ્યો હતો. રાત્રે ઘરે જઈને મેં મમ્મીને ફોન કરીને આ બધી જ વાત જણાવી મમ્મીએ આ બધી વાત પપ્પાને જણાવી અને પપ્પાએ ચોખ્ખી "ના" પાડી દીધી હવે મારે શું કરવું તે હું વિચારતો હતો.

મારાથી મોટી મારી બહેન હતી વનિતા મેં તેની હેલ્પ લેવાનું નક્કી કર્યું બીજે દિવસે મેં મારી દીદીને અને જીજાજીને મારી અને કશીશની બધી જ વાત જણાવી તેમણે મને પ્રોમિસ આપી કે તેઓ મમ્મી-પપ્પાને મનાવી લેશે પણ થોડો સમય લાગશે.

આમ કરતાં કરતાં, છ મહિના નીકળી ગયા. હું અને કશીશ અવાર-નવાર મળતાં રહ્યા. હું હવે તેના ઘરે પણ જતો અને તેની મમ્મીને પણ મળતો. તેના કાકા સાથે પણ મેં ઘણી બધી વાર વિડીયો કોલ પર વાત કરી. એ લોકોને મારી સાથે કશીશને પરણાવવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો. બસ, પ્રોબ્લેમ હતો તો મારા ઘરેથી જ હતો..!!

પણ દીદી અને જીજાજીએ ખૂબજ જહેમત ઉઠાવીને મમ્મી-પપ્પાને મનાવી લીધા અને મારા લગ્ન કશીશ સાથે નક્કી થઈ ગયા👍અને મારા જીવનમાં પ્રેમરૂપી સુખનો સૂરજ🌅 ઊગ્યો.
~ જસ્મીન