Bhayank safar (afrikana jangaloni)- 24 books and stories free download online pdf in Gujarati

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 24

અંધારામાં ઘણાબધા માણસો સાથે ઝઝૂમતો હાથી.
*****************************





મેરીને માંચડા ઉપર સુવડાવીને રોબર્ટ ફરીથી અંધારામાં ઘાસના મેદાનને પાર કરીને જ્યાં ઘટાદાર વૃક્ષો હતા ત્યાં ફળો લેવા આવ્યો. અંધારું હતું એટલે રોબર્ટને ફળો શોધવામાં થોડીક વધારે મહેનત કરવી પડી.અને એમાંય માંચડા ઉપર મેરી એકલી હતી એની ચિંતા રોબર્ટને કોરી ખાતી હતી. કારણ કે અજાણ્યો વિસ્તાર હતો એટલે ગમે ત્યારે નવી આફત ફૂટી નીકળતી હતી.


ફળો મળ્યા બાદ રોબર્ટ ઝડપથી તળાવ તરફની દિશાએ ચાલવા લાગ્યો. અને થોડીકવારમાં તો એ મોટા ઘાસનું મેદાન વટાવીને તળાવ કિનારના જે ઝાડના માંચડા ઉપર મેરી સૂતી હતી એ તરફ આગળ વધ્યો. રોબર્ટ હજુ માંચડાથી થોડોક જ દૂર હતો ત્યાં તો એને ખુલ્લા મેદાનના છેડે મેરીની કિકિયારી સંભળાઈ.


મેરીની કિકિયારી સાંભળીને રોબર્ટ એકદમ ચોંકી ગયો. કારણ કે એ મેરીને ઘાયલ અવસ્થામાં માંચડા ઉપર સુવડાવીને ગયો હતો. તો પછી મેરી અ ખુલ્લા મેદાનમાં કેવીરીતે પહોંચી એ વાત રોબર્ટને ના સમજાઈ. ફળોને ત્યાં જ પડતા મૂકીને રોબર્ટ પોતાના હાથમાં રહેલી લાકડીને ખભે કરીને એને જે બાજુએથી મેરીની કિકિયારી સંભળાઈ હતી એ તરફ ઝડપભેર દોડ્યો.


રોબર્ટ દોડતો જતો હતો ત્યાં તો એણે એક વિશાળ હાથીને સામેની તરફ ઘણા બધા માણસો સાથે ઝઝૂમતા જોયો. એ હાથી અંધારામાં પણ ઘણાબધા માણસોને પોતાની સૂંઢમાં પકડીને આમ તેમ ફેંકી રહ્યો હતો. હાથીની સૂંઢમાં ભરાયેલા માણસો બચવા માટે ચીસો પાડી રહ્યા હતા. પરંતુ ગુસ્સે ભરાયેલો હાથી એ માણસોને સૂંઢમાં પકડીને દૂર ફેંકી દેતો હતો. આ માણસો કોણ હશે અને હાથી એમને શા માટે મારી રહ્યો હશે એ વાત રોબર્ટને સમજાઈ નહી. મેરીની કિકિયારી એને આ બાજુથી સંભળાઈ હતી એટલે એની આંખો મેરીને શોધવા લાગી.પણ એને મેરી ક્યાંય દેખાઈ નહીં.


"મેરી.' રોબર્ટે મેરીને ઊંચા અવાજે બુમ પાડી.


રોબર્ટે બુમ પાડી એટલે પેલો વિશાળ હાથી જે માણસોને મારતો હતો એમને મારતો મારતો અટકી ગયો. અને ઝડપથી દોડતો રોબર્ટ તરફ આવવા લાગ્યોમાં હાથીને આવીરીતે પોતની તરફ આવતો જોઈને રોબર્ટ બરોબર ગભરાયો. કારણ કે હવે કઈ બાજુએ જવુ એ રોબર્ટને સમજાયું નહીં. ચારેય બાજુ ખુલ્લું મેદાન હતું જો એ દોડવા જાય તો હાથી એને દોડતો જ પગ નીચે કચડી નાખે.


જે થશે એ જોયું જશે આવું વિચારીને રોબર્ટ ત્યાં જ જડ પદાર્થની જેમ ઉભો રહી ગયો. ત્યાં તો પેલો દોડતો આવી રહેલો હાથી એકાએક એની પાસે આવીને થંભી ગયો. રોબર્ટ તો અંધારામાં એ હાથી સામે ફાટી આંખે જોઈ રહ્યો. રોબર્ટના મનમાં એવું હતું કે હમણાં આ હાથી મને મારી નાખશે અથવા એના પગ નીચે કચડી નાખશે. બીકનું માર્યું રોબર્ટનું શરીર થર-થર કાંપવા લાગ્યું. હમણાં હાથી મને મારી નાખશે પછી મારી મેરીનું શું થશે આવું વિચારીને રોબર્ટ ધ્રુજી ઉઠ્યો.


રોબર્ટ ધ્રુજતા શરીરે આંખો મીંચીને ઉભો હતો ત્યાં તો હાથીની સૂંઢ હળવેકથી એની કમરની આજુબાજુ વીંટળાઈ ગઈ. હાથીની સૂંઢના ભરડામાં આવતાની સાથે જ રોબર્ટ ચીસો પાડવા માંડ્યો. પણ અહીંયા અલગ જ ઘટના બની હાથીએ રોબર્ટને હળવેકથી પોતાના માથા ઉપર મૂકી દીધો. જેવો હાથીએ રોબર્ટને હાથીના માથા ઉપર મુક્યો ત્યારે રોબર્ટને અહેસાન થયો કે આ હાથી તો પહેલા એ અને મેરી જે હાથી ઉપર બેસીને આ તળાવ કિનારે આવ્યા હતા એ જ હાથી હતો. રોબર્ટ પ્રેમથી હાથીની સૂંઢ પંપાળવા લાગ્યો. હાથી રોબર્ટને પોતાની પીઠ ઉપર બેસાડીને જે બાજુએથી આવ્યો હતો એ તરફ દોડવા લાગ્યો.


**********************************




પીળા રંગના પાણી વાળી નદી.
*****************



સવારે ગર્ગ સૌથી પહેલા જાગ્યો. ગર્ગ જાગ્યો ત્યારે એની સામે જે વસ્તુઓ મુકવાનું હતું એના ઉપર પાણી અને કોઈક નાસ્તો પડ્યો હતો. એ નાસ્તામાંથી અલગ જ પ્રકારની સુમધુર સુગંધ આખા યા મકાનમાં ફેલાઈ રહી હતી. જ્યારે એ સુગંધ ગર્ગના નાક સુધી પહોંચી ત્યારે ગર્ગના મોંઢામાં પણ પાણી આવવા લાગ્યું. પોતાના બાકીના ત્રણેય સાથીદારો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા એટલે ગર્ગને એકલાને આ નાસ્તો ખાવો ઉચિત લાગ્યો નહીં.


ગર્ગ ઉભો થયો અને જે પાત્રમાં પાણી પડ્યું હતું એમાંથી થોડુંક પાણી લઈને એણે બે ત્રણ કોગળા કર્યા. કોગળા કર્યા બાદ ગર્ગે થોડુંક પાણી પીવા માટે ગર્ગ એ પાત્રને ઉંચુ કરીને પાણી પીવા લાગ્યો.


"ઉઠી ગયા.' ગર્ગ પાત્રમાંથી પાણી પી રહ્યો હતો ત્યાં એને પાછળથી માયરાનો સુમધુર અવાજ સંભળાયો.


"હા.' પાણીનું પાત્ર નીચે મૂકી હસીને ગર્ગે માયરાને ટૂંકો જવાબ આપ્યો.


"મારું નામ તો તમને બધાને ખબર છે પરંતુ તમારું એકેયનું નામ હું જાણતી નથી. કહેશો મને તમે તમારા બધાના નામ ? માયરાએ ગર્ગને પૂછ્યું.


"મારું નામ ગર્ગ છે અને આ જે ઊંધો પડીને સૂતો છે એ જ્હોન છે. તથા આ માર્ટિન અને આ મોટી દાઢીવાળા છે એ છે ભાષાશાસ્ત્રી એન્થોલી.' ગર્ગે વારાફરીથી ત્રણેય તરફ પોતાની આંગળી ચીંધી.

"શું કહ્યું તમારી સાથે પણ ભાષાશાસ્ત્રી છે.!!' નવાઈ પામતા માયરા બોલી.


"હા આ છે ભાષાશાસ્ત્રી એન્થોલી.' ગર્ગ ઘસઘસાટ ઊંઘી રહેલા એન્થોલી તરફ ઇસારો કરતો બોલ્યો.


"વાહ મને પણ નવી નવી ભાષાઓ જાણવાનો શોખ છે મને એમની જોડેથી કંઈક નવું શીખવા મળશે.' માયરા ઊંઘી રહેલા ભાષાશાસ્ત્રી એન્થોલી તરફ એકીટશે જોતાં બોલી.


"હાથીદાંતની શોધમાં આજે જવાનું છે ? એન્થોલી તરફ જોઈને વિચારમાં ખોવાયેલી માયરાને ગર્ગે પૂછ્યું.


"હંહ.. હા જવાનું જ છે.' એન્થોલી તરફથી ધ્યાન હટાવતા માયરા બોલી.


"ઠીક છે. તો હવે હું આ લોકોને જગાડી દઉં.' ઊંઘી રહેલા જ્હોન,માર્ટિન અને એન્થોલી તરફ જોતાં ગર્ગ બોલ્યો.


"હા તમે આમને જગાડી દો એટલા સુધીમાં હું થોડાંક હથિયારો લઈને આવી જાઉં.' આમ કહીને માયરા સામેની દીવાલમાં જડેલા બારણાને ઉઘાડી અંદર સરકી ગઈ.


માયરા બારણામાં ઘૂસી ત્યાં સુધી ગર્ગ એને જોતો રહ્યો. માયરા દેખાવાની બંધ થઈ એટલે ગર્ગે વારાફરતી બધાને ઉઠાડ્યા. બધાએ ઉઠીને હાથ-મોં ધોઈ લીધા. પછી બધા માયરા મૂકી ગઈ હતી એ નાસ્તો કરવા બેઠા. ઘણા સમયથી બધાએ આવો સ્વાદિષ્ટ નાસ્તો ખાધો નહોંતો એટલે થોડીકવાર વારમાં તો આ ચારેય જણ બધો જ નાસ્તો ઝાપટી ગયા.


"તમે બધા તૈયાર છો ? બધા નાસ્તો કરીને વાતોએ વળગ્યા હતા ત્યાં એમને માયરાનો અવાજ સંભળાયો.


માયરાનો અવાજ સાંભળતા બધાનું ધ્યાન માયરા તરફ ગયું. માયરા સાથે એક બીજી યુવતી પણ હતી. એ પણ માયરા જેવી જ દેખાવડી અને સુંદર હતી. માયરા બધા પાસે આવી ત્યારે બધા ઉભા થયા.


"હા અમે તૈયાર છીએ.' ગર્ગ માયરા સામે જોઈને સ્માઈલ આપતા બોલ્યો.


"તો ચાલો હવે.. નાસ્તો તો કરી લીધો છે ને તમે બધાએ ? માયરા બધા સામે પ્રશ્નાર્થ નજરે જોતાં બોલી.


"હા નાસ્તો કરી લીધો છે. બહુજ સ્વાદિષ્ટ હતો.' જ્હોન હસતા હસતા બોલ્યો.


જ્હોન,ગર્ગ,માર્ટિન અને એન્થોલી આ ચારેય સાથીદારો માયરા અને માયરાની સાથે જે યુવતી હતી એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વખતે બધા અલગ જ અને સાવ સાંકડી સુરંગમાં બહાર નીકળ્યા. અડધો કલાક જેવું ચાલ્યા ત્યારે બધા સુરંગની બહાર નીકળ્યા. સુરંગ નદી કિનારે ખુલતી હતી. જેવા બધા બહાર નીકળ્યા એવા જ્હોન,ગર્ગ,એન્થોલી અને માર્ટિન સુરંગની બહાર વહી રહેલી નદીને નવાઈ ભરી નજરે જોઈ રહ્યા.


"અરે આ નદીનું પાણી એકદમ પીળાશ પડતું કેમ છે.' સામે વહી રહેલી નદીનું પાણી જોઈને ગર્ગ એકદમ બોલી ઉઠ્યો.


(ક્રમશ)