O Lord - I have nothing to take, but to say. books and stories free download online pdf in Gujarati

હે પ્રભુ - મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.

પ્રેરણાત્મક પ્રાથનારૂપી કવિતા
હે પ્રભુ,
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.
તારી બનાવેલી દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.
અંગો આપ્યાં તે જેના માટે, ભૂલી ગયો છે એ,
શેના માટે ?
સાંભળ, સાંભળવા જેવું છે.
તારી બનાવેલી દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.
હે પ્રભુ
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.
આંખોમાં એણે ભર્યું છે ઝહેર, એની જીભ મચાવતી, કાળોકેર હાથોથી એ કરતો એવી ચાલાકી,
ભોગવી રહ્યા સૌ, સારા હાલાકી
સારા માટે જીવન જાણે, જીવતા દોઝખ જેવું છે.
તારી બનાવેલી દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.
હે પ્રભુ
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.
પોતાના દિમાગથી એ સીધો ન ચાલે,
હેઠો પાડવા પાછો, સારાનો એ પગ ઝાલે.
સારાનું લોહી ચૂસીચૂસીને, એ તો પાછો, મોટરમાં મહાલે.
બચાવ એવા લોકોને, જેણે બહુ વેઠેલું છે.
તારી બનાવેલી દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.
હે પ્રભુ
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.
એની કાલ સુધારવા, સારાની એ આજ બગાડે,
દિવસે ઉંઘે પોતે, ને સારાની એ રાત બગાડે.
એનું જીવન ફિક્સ ડિપોઝીટ, સારાનું જીવન જાણે દેવું છે.
તારી બનાવેલી દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.
હે પ્રભુ
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.
હું માનું છું કે
હે પ્રભુ
સારો કે ખરાબ, કોઈ જન્મથી હોતો નથી
પણ
લાલચમાં સપડાયા પછી, એ પાછું વળી કેમ જોતો નથી ?
આવો માણસ તો બસ ઠોકર ખાધા પછીજ ઓળખાય છે. સારો માણસ તો બસ, એની વાતો-વાતોમાંજ ભોળવાય છે.
હદ થઈ ગઈ હવે તો,
અલગ કરી દે તુ સારા-ખોટા
નાના-નાના તો બહુ સહન કર્યા, દુઃખના ડુંગર થઈ ગયા છે, હવે તો બહુ મોટા-મોટા
પહોંચી વળતા નથી જ્યારે,
સારા-ખોટાને
ત્યારે
આશ્વાસન આપે છે એ પોતાને,
ઘર હોય કે ઓફીસ,
મારે અહીં બહુ ક્યાં રહેવું છે.
તારી બનાવેલી દુનિયામાં હવે માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.
હે પ્રભુ
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.
ક્યાં જશે ? એ સારો,
પૃથ્વીનો ખૂણે-ખૂણો અભડાયો છે.
જીવનચક્રની ઘંટીમાં એ, બરાબરનો ભરળાયો છે.
કંઈક તો કરવું પડશે તારે, હવે.
નહીં તો,
ફરી મનુષ્ય અવતાર નહીં માંગે એ આવતે ભવે.
સમય એવો આવ્યો છે કે,
ખરાબને સારા કહેવું પડે છે, અને એમ કહેતા પણ,
સારાંનેજ સૌથી વધારે સહેવું પડે છે.
શોધ્યું સુખ સંસારમાં,
ક્યાંય એ ના જડે છે,
કેમકે
સૌથી વધારે અત્યારે,
માણસને માણસ નડે છે.
છતાં...
સારો હોય તો વાંધો નહીં, ને ખરાબને પણ હું પહોંચું છું. તકલીફ ત્યારે થાય છે કે જ્યારે, સારો ને ખરાબ જેનામાં આ બેઉ છે.
હે પ્રભુ
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.
કે,
તારી બનાવેલી આ દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.
તોયે,
જ્યારે સારા કે ખોટા બધા સંબંધો કાપી, થાકી કંટાળી,
એ પોતાના ઘરમાં બેઠો છે.
ત્યારે એને ખબર પડી કે,
લાલચ રૂપી આ સડો તો એના ઘરમાં પણ પેઠો છે.
સંતાનમાં જ્યારે, લાલચરૂપી મિલ્કતનો કીડો દોડે છે,
ત્યારે તે બધું ભૂલી
મા-બાપનો સંબંધ તોડે છે.
બાપને હરાવવા એ રોજે-રોજ, નવી-નવી યુક્તિ ખોળે છે.
ત્યારે તે
એ ભૂલી જાય છે કે,
એનામાં એનાં બાપનુંજ લોહી દોડે છે.
એટલે છેલ્લે...
હાથ-પગ બાંધી આંખ-મો બંધ કરી,
આવો સંસારરૂપી ભવસાગર તરવા, એને હવે
સામે પ્રવાહે ના વહેવું છે.
તારી બનાવેલી દુનિયામાં હવે
માણસને માણસ થઈ, ક્યાં રહેવું છે.
હે પ્રભુ,
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.
તારી બનાવેલી દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.
વ્હાલા વાચક મિત્રો,
મારી આ કવિતા તમને કેવી લાગી, પ્રતિભાવ અવશ્ય આપશો.
વાચકના દરેક પ્રતિભાવનું મહત્વ, લેખક માટે ખૂબજ આનંદ દાયક પ્રેરણા દાયક અને ઉત્સાહ દાયક હોય છે.