The pain of bereavement - 2 books and stories free download online pdf in Gujarati

વિરહ ની વેદના - 2

વિરહની વેદના

(૨)

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

સવારે નયન એરપોર્ટ જવા રવાના થયો અને ક્રૃષ્ણા વિશ્વા સાથે ખરીદી માટે નીકળી. વિહા ઘરે આવીને તેની રમત રમવામાં વ્યસ્ત હતી. અને જ્યારે કૃષ્ણાએ તેનો મોબાઈલ જોયો, ત્યારે તેણે જોયું તો નયનનો સંદેશો આવેલ હતો કે તે એરપોર્ટ પહોંચી ગયેલ છે અને હવે ઉદયપુર પહોંચશે અને પછી કોલ કરશે.

કૃષ્ણાના હાથમાં ફોન રાખી જોઇ રહેલ હતી ને તેણે જોયું તો સિદ્ધાર્થ નામની કોઇ વ્યક્તિના સંદેશા ફોનમાં આવેલ હતાં. કુતુહલથી મેસેંજર ખોલી સંદેશ વાંચ્યા, પછી અને તેના હોશ ઉડી ગયા હતા.

સિદ્ધાર્થના સંદેશમાં જણાવ્યા અનુસાર નયન ખરેખર ઉદયપુર નથી ગયેલ પરંતુ, નોઈડાની લેમન હોટલમાં પૂજા નામની મહિલા સાથે રંગરેલીયાની મનાવી રહેલ હતો તેમ જણાવેલ હતું.

કૃષ્ણાને લાગ્યું કે કદાચ કોઈ તેની સાથે મજાક કરી રહ્યું છે, તેથી તેણે લખ્યું, "હું કેવી રીતે માનીશ કે તમે સત્ય બોલી રહ્યા છો?"

ત્યાંથી જવાબ આવ્યો, આપ "રૂમ નંબર 303, સેક્ટર 72, હોટેલ લેમન નોઇડામાં તપાસ કરી શકો છો તમને ખ્યાલ આવી જશે,"

કૃષ્ણા આખી રાત વિચારો ને વિચારોમાં વિતાવી રહેલ હતી. ત્યાં જ નયનનો ફોન આવ્યો કે તેણે કૃષ્ણા માટે લીલા કલરની બાંધણી ખરીદેલ છે અને વિશ્વા માટે જયપુરી ચણીયાચોળી…

ફોન મૂકતા જ, કૃષ્ણાને ખ્યાલ આવી ગયો હતો કે તે કેટલું ખોટું વિચારી રહેલ હતી, બપોરે સિદ્ધાર્થ દ્વારા કૃષ્ણાના મેસેંજર પર તેણે જે કહેલ હતું સત્યતા સાબીત કરવા માટે, નયનના ત્રણ ફોટા મોકલેલ હતા, જે ફોટા મોકલ્યા હતા તે ત્રણ ફોટામાં એક મહિલા નયન સાથે ઉભી ઉભી હસતી હતી, તેનું નામ જ પૂજા હોવું જોઇએ. કજરાળી આંખો, હોઠ પર લાલ લિપસ્ટિક અને લીલા કલરની બાંધણીની સાડી. શું નયન તેને માટે તેની પ્રેમીકાની ઉતરેલ સાડી તેને માટે લાવવાનો હતો ?

સવારે કૃષ્ણા વિશ્વાને તેની સાથે રાખી મેરઠથી સીધી નોઈડા પહોંચી ગઇ. તે હવે બહુ દ્વિધામાં રહેવા માંગતી નહોતી. તે નોઇડામાં તેના માતાના ઘરે પહોંચી હતી. ત્યાં ગયા પછી ખબર પડી કે માતા-પિતા તેમના જૂના ગામે ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. કૃષ્ણાના ભાઈએ કહ્યું, "અરે કૃષ્ણા કેમ અચાનક એકાએક આવી ગઇ !".

કૃષ્ણા એ કહ્યું, “ભાઈ, મને તમારા બધાની ખૂબ યાદ આવતી હતી, ને બસ આવી ગઈ અને આવતી કાલે મારા કેટલાક જૂના મિત્રો નોઈડામાં ભેગા થવાના છે. એટલે વિચાર્યું કે હું આપને બધાને અને મારા મિત્રોને પણ મળીશ."

સવારે નાસ્તા કર્યા પછી કૃષ્ણા ધબકતા હૃદય સાથે હોટલ પર પહોંચી ગઇ. કૃષ્ણા નયન અને પૂજા રિસેપ્શન પર પહોંચીને પુછપરછ કરવા જઇ રહેલ હતી. ત્યાં તો નયન અને પૂજા બંને સાથે સીડી ઉતરી રહેલ હતા તેમને જોઇ લીધા કૃષ્ણાને જોઇ નયનનો ચહેરો પડી ગયેલ હતો, પરંતુ તેણે તેટલી જ નિર્લજ્જતાથી કહ્યું, "કૃષ્ણા તું અહીં શું કરે છે?"

કૃષ્ણા આંસુની સાથે કહ્યું, "હું તને ઘરે લઇ જવા માટે આવી છું."

નયને સામે કહ્યું, "હું દૂધ પીતો બાળક છું...મને મારા ઘરનો રસ્તો ખબર છે."

ગુસ્સાથી કૃષ્ણાએ પૂજા તરફ જોતાં કહ્યું, "તો આ તમારું મહત્વનું કાર્ય હતું જેના માટે તમે ઉદયપુર ગયા હતા."

નયને પણ કોઇ જાતના ખચકાટ વગર કહ્યું, "હા આ જ પૂજા છે જે....મને મારા ધંધામાં મદદ કરે છે. અમે ગઈકાલે જ ઉદયપુરથી આવ્યા છીએ અને આજે મેરઠ પહોંચીને હું તમને સરપ્રાઇઝ આપવાનો હતો."

કૃષ્ણા કશું બોલ્યા વગર જ સીધી તેના ઘરે ગઇ. જ્યારે ભાઈ અને ભાભીને આખી વાત કહી તે તેમણે સાંભળી ત્યારે ભાભીએ કહ્યું, “ઓહ ભાભી આ પ્રકારની મહિલાઓ ને કારણે તમારે તમારું ઘર છોડવાની ભૂલ ક્યારેય ન કરશો. કાલે હું તમને એક ગુરુજી પાસે લઈ જઈશ, તમે ચિંતા ન કરો તે બધું સરસ કરી આપશે."

બીજા દિવસે જ્યારે કૃષ્ણા તેની ભાભી સાથે, ગુરુજીને ત્યાં પહોંચ્યા તેમની સાથે કંઈ બોલ્યા ચાલ્યા વિના, જાણે કૃષ્ણાના મનની સ્થિતિને જાણી લીધી હતી.

ક્રમશ:..
DIPAKCHITNIS (DMC) dchitnis3@gmail.com