The mystery of skeleton lake - 29 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૯ )

ફ્લેશબેક

આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઝાલા મુખી જે don boscoને પત્ર લખતા હતા તે સરનામે જાય છે અને ત્યાં માત્ર જુનું ખંડેર મળતા ખાલી હાથે પાછા આવે છે ત્યાંથી ઝાલા સીધા કુમારના પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યાં જઈને મુખીને પ્રેમથી આ પત્ર વિશે પૂછે છે અને જવાબ ન આપતા એક ઝાપટ ઝીકી દે છે આના પછી મુખી પોપટની જેમ બધું સત્ય સ્વીકારે છે અને એક અચંબિત કરી નાખે એવો ખુલાસો આપે છે કે આખી ઘટના સાથે પૂર્વ સીએમ સોલંકી પણ જોડાયેલા છે ! બીજા ઘણા બધા રાજકારણીઓના પૈસા આ મિશન કે ષડ્યંત્ર પાછળ ખર્ચ થયેલા છે અને કોઈ અજ્ઞાત વ્યક્તિ ના પત્ર મળ્યા પછી પોતે જે વજીર નું પાત્ર ભજવી રહ્યા છે જેની સીએમ સોલંકી ને પણ ખબર નથી હવે આગળ ભાગ ૨૯

( છેલ્લા પ્રકરણનો અંતિમ ફકરો :-

" હા , આ મિશનની જવાબદારી એમને જ મને સોંપી હતી . પરંતુ જે દિવસે સોલંકી એડવાન્સ રકમ આપવા આવ્યા અને આ પુસ્તક વિશે મને માહિતી આપી એના બે દિવસ પછી મને એક પત્ર મળ્યો બોસ્કો ના નામેં એમાં લખ્યું હતું ' હું જાણું છું એ પુસ્તક તમારી પાસે છે અને તમે એના દ્વારા કોઈ એવું વસ્તુ ગોતી રહ્યા છો જેનાથી ગમે એવી ધાતુને સોનુ બનાવી શકાય , ગમેતે માહિતી મળે પહેલા એની જાણકારી મને મળવી જોઈએ , પછી સોલંકીને . અંતે આ મારી આદેશ મુજબ તો થઈ રહ્યું છે .....! હું જ છું આ શતરંજના ખેલનો કર્તાહર્તા અને હું જ છુ બાદશાહ .... શુ તમે વજીર બનવા તૈયાર છો ...? યાદ રાખજો કે મને કોઇની 'ના' પસંદ નથી , અને જો કદાચ ના પાડી અથવા સોલંકીને આના વિશે જણાવ્યું તો તમારા પત્નિના કેસમાં અંદર થવા તૈયાર રહેજો .... સમજાયું ...? મને તમારા પત્રનો ઇન્ટઝાર રહેશે ' પત્રમાં બસ આટલું લખ્યું હતું અને ૨ લાખનો ચેક હતો જેની પાછળ લખ્યું હતું ' જરૂર પડતી રહે એમ યાદ કરતા રહેજો ' બસ એ દિવસથી બોસ્કો સાથેનો પત્ર વ્યવહાર શરૂ થયો . આજ સુધી મેં ઘણા પ્રયત્ન કર્યા એક મુલાકાત માટે , બસ એક જ જવાબ હતો ' ચાહને વાલેતો દિલ સે ચાહેગે , મુલાકાત મેં ક્યાં રખા હૈ ....!!? ' "

" એ રહસ્યમય રાત્રે શુ બન્યું હતું ....? શુ બોસ્કો ત્યાં હાજર હતો....? એ છે કોણ ....? એના વિશે કોઈ પોલિસ રેકોર્ડ કેમ મળતા નથી ....? " )

" છેલ્લા છ વર્ષના FIRની નોંધ લેશો તો માલુમ પડશે કે ગુજરાતમાં અવારનવાર કોઈ પુખ્ત વયના યુવાનની ગાયબ થવાની ઘટના બને છે , એની તિથિ જોશો તો મોટે ભાગે પૂનમના એક અઠવાડિયા અગાવના જ બનાવો હશે ... આ બધા પાછળ ' બોસ્કો ' નો જ હાથ છે માફ કરશો ' ડોન બોસ્કો ' નો જ ... "

" શુ.... ડોન....ડોન બોસ્કો.... એજ ડોન બોસ્કો જે આજથી ૨૦ વર્ષ પહેલા અંડરવર્લ્ડ સાથે નેટવર્ક ધરાવતો હતો..!! અને એક એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલો....? " ઝાલાએ ૨૦ વર્ષ પહેલાની ઘટના યાદ કરી , જેને સમાચારપત્રોમાં હેડલાઈન માં સ્થાન મળેલું

" કદાચ હોઈ શકે .... મેં એ જાણવા માટે જ ઘણી વાર એને મળવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો . "

" ઠીક છે ..ઠીક છે .... પરંતુ એ અપહરણ કેમ થયેલા ....? કોઈ માહિતી છે ...? "

" એ રહસ્યમય પુસ્તક પર કોઈ અટપટી ભાષામાં કશુંક લખ્યું હતું , એક તાંત્રિક મળ્યા હતા , જે એ પુસ્તક વિશે જાણતા હતા . એમને એ પુસ્તક એક બીજા સાધુ પાસે મોકલાવ્યું . જેથી તેમાં રહેલી માહિતી જાણી શકાય પરંતુ એ સાધુ એને જોઈને અતિ પ્રસન્ન થઈ ગયા કદાચ એ પુસ્તકમાં રહેલી માહિતીથી મોહી ગયા હોય એવું લાગ્યું કારણ કે એ સાધુ હવે પુસ્તક પાછું આપવાનું નામ જ લેતા નહતા , જાણે તેઓ એના વર્ષો જુના માલિક હોય એવું વર્તન કરી રહ્યા હતા . પછી એના માટે ફરી રઘુડાને અમે એમનો શિષ્ય બનાવીને મોકલ્યો , અને એ પુસ્તકને ચોરી લાવ્યો . અને..."

" એક મિનિટ ...હું શુ પૂછું છુ અને તમે શુ બીજું બધુ બડબડ કરો છો ...મને એ કહો કે એ રહસ્યમય રાત્રીએ શુ થયું હતું ....? અને પેલા અપહરણ કેમ થયેલા ...? " ઝાલાએ અધીરાઈ થઈ પૂછ્યું

" સાહેબ ... હું બધું કબુલવા તૈયાર છું અને તમે જે છુપા કેમેરાથી મારી વાતો રેકોર્ડ કરી રહ્યા છો એ પણ હું જાણું છુંવ. તમે ચિંતા ના કરો હું બધી વસ્તુ લેખિતમાં આપવા પણ તૈયાર છું , આમ પણ ઘણા સમયથી મારે આત્મસમર્પણ કરવું હતું , કંટાળી ગયો છુ આવી જિંદગી થી ...આવી જિંદગીના લીધે જ મેં મારી પત્નિની જાન લીધી , અને બીજા ઘણા નિર્દોષોની... નિર્દોષોની નરબલી ચડાવી ..."

" શુ ....તમે નરબલી બોલ્યા ...!?" રાઘવકુમાર અને ઝાલા એક સાથે આશ્ચર્યથી બોલી ઉઠ્યા

" જી હા સાહેબ , એ પુસ્તક ફરી પેલા સાધુ પાસેથી લાવ્યા પછી પેલા તાંત્રિકે કોઈ વિદ્યા કિધેલી . તેના અનુસાર કાળીવિદ્યાની દેવીને રીઝવવા માટે ઉપાય બતાવ્યો . જે વિધિ દર પુનમે કરવાની હોય છે . જે રાતથી આ ઘટનાઓનો દોર શરૂ એ રાત્રે પૂનમ હતી , દેવીને રીઝવવા માટે દર પૂનમની જેમ આ વખતે પણ યજ્ઞકુંડ તૈયાર કરાયો હતો . એ તાંત્રિકના મતે ૧૦૧ નરબલી ચડાવવાની હતી , અને એ રાતે છેલ્લી બલી ચડવાની હતી . યજ્ઞકુંડ તૈયાર થઈ ગયો હતો , હવે એની જ્યોત જાણે ઉંચા આકાશને આંબતી હોય એમ લાગતું હતું . દૂરથી જોતા કોઈને પણ આ દાવાનળ લાગે એટલી ભયાનકતા થી જ્વાળાઓ નીકળી રહી હતી . તાંત્રિકે પોતાની વિધિ આટોપી બરાબર બલી ચડાવવાની તૈયારીમાં જ હતો ત્યાં ઝાડી માંથી એક અવાજ આવ્યો , જાણે છુપાઈને કોઈ આખી ઘટના જોઈ રહ્યું હોય . જો ખરેખર કોઈ ત્યાં ઝાડીઓમાં હતું તો પહેલા એને ઠેકાણે પાડવું વધારે જરૂરી હતું કારણ કે લગભગ સાડા આઠ વર્ષોની મહેનતનો આજે છેલ્લો દિવસ હતો . જો આ વાત બહાર પડેતો મોટો બખેડો થયા વગર રહે નહીં અને બખેડો થાય તો સોલંકીનું નામ આવ્યા વગર રહે નહીં . જો ભૂલથી પણ સોલંકીનું નામ બહાર આવી જાય તો એ અમને સૌને મોતની પથારીમાં સુવડાવતા એક ક્ષણ પણ વિચારે એમ નહતું . તેથી અમે જલ્દીથી એ અવાજની દિશામાં ગયા . જેવું એક ડગલું આગળ ભર્યું ત્યાં અચાનક ચંદ્ર અને તારા વાદળો પાછળ છુપાઈ ગયા . આ એક ખરાબસંકેત હતો , કારણ કે આ વિધિ પૂર્ણ ચંદ્રની હાજરીમાં કરવાની હતી . હજી કોઈ કશુ વિચારે એના પહેલા તો વીજળી અને વાદળોના ગડગડાટ સાથે સાંભેલાધારે વરસાદ વરસવા લાગ્યો જાણે કે આભ ફાટ્યું હોય . એટલી તીવ્રતા સાથે મેં મારા આખા જીવનમાં વરસાદ પડતા નથી જોયો . કદાચ એ જુવાનના નશીબ સારા હતા ... તમે જાણો છો એ જુવાન કોણ હતો ....? "

" કોણ ...? "

" એ જુવાન હતો ક્રિષ્ના... જે તમને અમારા ષડ્યંત્રો વિશેના દરતાવેજો આપવાનો હતો પરંતુ પોતાની બહેનના આવા અપમૃત્યુથી એ થોડા વર્ષો માટે ગાયબ થઈ ગયો અથવા અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો . ફરી એ બીજા દસ્તાવેજો સાથે બહાર આવ્યો હતો . આ વખતે એની પાસે ભાવના રેડ્ડી રેપ એન્ડ મર્ડર કેસના પણ પુરાવા હતા . તેથી રસ્તાનો કાંટો બનેલા ક્રિષ્નાને કાયમ માટે હટાવી દેવાનું નક્કી કર્યું હતુ . પરંતુ બાબુડાએ બધી બાજી બગાડી નાખી "

" કદાચ એ રાતે તમારું મિશન કામિયાબ થઈ જાતતો ... તો તમને પરિણામ શુ મળેત ...? "

" જેમ આગળ કહ્યું એમ આ પુસ્તકમાં કોઈ એવી જગ્યા એ જવાનો રસ્તો છે જ્યાં એક રહસ્યમય વસ્તુ છુપાયેલી છુપાયેલી છે . એ નકશા સુધી પહોંચતા પહેલા આમાં શુ લખેલું છે એ જાણવું જરૂરી હતું . એ વિધિ પુરી થાત તો કદાચ ...કદાચ એ પુસ્તકને ઉકેલવા માટેનો રસ્તો મલેત . " થોડી વાર રોકાઈને કહ્યું " એ રાતે હું , રઘુડો , જગુડો , પેલો તાંત્રિક અને ક્રિષ્ના ત્યાં હાજર હતા . વરસાદ એટલો તીવ્ર પડવા લાગ્યો કે બાજુમાં કોણ ઉભું છે એ પણ જોઈ શકાતું નહોતું . તેથી અમારા માં દોડધામ મચી ગઈ . રઘુડો અને જગુડો પોતાના માટે સુરક્ષિત સ્થાન ગોતવા આમતેમ દોડતા હતા અને હું જલ્દી મારા ગામ બાજુ ચાલ્યો . આ પુસ્તક દોડધામમાં ત્યાંજ છૂટી ગયું . ત્યાં ઝાડીમાં બીજું કોઈ નહીં પણ મારા ગામનો બાબુડો હશે એ મને ગામમાં જઈને ભ્રાંતિ થઈ જ્યારે અવાજ સાંભળી બાબુડો જંગલમાં ગયો છે એવું ગામલોકો એ કહ્યું . "

" હવે આ બધી વાતો ખબર પડી ગઈ , પરંતુ તમે આટલા બધા વર્ષોથી આ ધતિંગ કરો છો .. કોઈ એ તમને જોયા કેમ નહિ ....? કોઈ આજુબાજુમાં હાજર જ નહોતું...? "

" અમને ખબર હતી જો અમારે અમારા કામને અંજામ આપવો હશેતો પૂનમની રાતે કોઈ જંગલ તરફ આવે નહિ એ વાતનું ધ્યાન રાખવું પડશે . તેથી વર્ષો જૂની વાયકા સાચી છે અને મુઘલો દ્વારા માર્યા ગયેલા લોકો આત્મા સ્વરૂપે ભટકે છે તેવી અફવા ફેલાવેલી . અધૂરામાં પૂરું એવી અફવા પણ ફેલાવી કે મારી બૈરીને એ ભૂતોએ જ મારી લટકાવી દીધી . તેથી પૂનમની રાત્રે આજુબાજુના લોકો જંગલમાં તો શુ ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા . "

" ખરેખર ખૂબ વિચારીને તમે આખા મિશનને રૂપ આપ્યું , જો તમારી આ કહાની ઉપર કોઈ થ્રિલર નવલકથા લખવામાં આવે ક પછી પિક્ચર બનાવવામાં આવે તો સુપરહિટ જાય " ઝાલાએ કહ્યું

આટલી માહિતી પૂરતી હતી સોલંકીને પકડવા માટે પરંતુ આગળ કહ્યું એમ જો એ માહિતી લીક થાય તો રાજ્ય સરકાર તો ઠીક પણ કેન્દ્ર સરકાર પણ હચમચી ઉઠે . કોણ જાણે કદાચ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓના નાણાં પણ ફળવાયેલા હોઈ શકે . તેથી હાલ પૂરતી આ માહિતીને ગુપ્ત રાખવાનું નક્કી કર્યું અને આ ડૉન બોસ્કો કે જે આ શતરંજનો બાદશાહ હતો એને પકડવાનું કામ હાથમાં લીધું . બપીરના ૨ વાગી ગયા હતા . મુખીએ જેટલી પ્રામાણિકતા થી વાત કરી એ જોઈને એમને પણ શરતોને આધિ મુક્ત કરી દેવામાં આવ્યા હતા . શરતો પ્રમાણે એક બયાન લખી એના પર હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા તેના અનુસાર મુખી જરૂર પડ્યે સોલંકી અને ડોન બોસ્કો વિશે તાજના સાક્ષી બની બયાન આપશે , અને રાઘવકુમારને જાણ કર્યા વગર ગુજરાત બહાર ક્યાંય જઈ શકશે નહિ . હવે મુખી પોલીસ સ્ટેશન માંથી બહાર નીકળી ગયા હતા .

મુખીને છોડીને ઝાલાએ સોમચંદને મેસેજ કર્યો (જો કે તેઓ હજુ સોમચંદના ડિટેકટિવ હોવાની વાત જાણતા નહોતા .) ' We find the WAZIR ....!! And you are right ...mukhi is wazir.....!! How do you know ...? "

[તા-૨૨ સમય ૭:૧૫] મુખીને બહાર નીકળતા જોઈને રતનસિંહ નજીક આવીને માહિતી આપે છે " સાહેબ પેલા મકાન વિશે માહિતી મળી ગઈ છે. એ મકાનના માલિક કોઈ મકરંદ ત્રિવેદી છે . એમનીને વારસદાર તરીકે માત્ર એક દીકરી હતી જેનું નામ ભાનુમતી હતું . ભાનુમતીની માતા બાળપણમાં જ ગુજરી ગઈ હતી. ભાનુમતી જ્યારે કોલેજમાં હતી તે દરમિયાન જ રમેશચંદ્ર ઠાકર નામના એક મવાલી , ગુંડા અને લુખ્ખા છોકરા સાથે થયેલો . આખી કોલેજ રમેશચંદ્ર નામથી ડરતી . ભાનુમતીએ જ્યારે પિતાજીને પોતાના પ્રેમ વિશે વાત કરી ત્યારે પહેલા તો એમને રમેશચંદ્ર વિશેની વાત સાંભળી ચોખ્ખી ના કહી દીધી હતી , પરંતુ પોતાની દીકરીની જીદ સામે હારીને પરાણે એ સંબંધને માન્ય રાખ્યો હતો . રમેશચંદ્રને બીક હતી કે કદાચ એ કપાતર જાતનો પોતાની સંપત્તિ માટે જ લગ્ન કરે છે . અને એવું જ બન્યું લગ્ન પછી પોતે ઘરજમાઈ બની ગયો અરે અટક પણ બદલી દવે કરી નાખી . કોઈ દિવસ સપને પણ રમેશચંદ્રએ આટલો રૂપિયો જોયેલો નહિ તેથી પૈસા જોઈ રમેશચંદ્ર પાંગળો થઈ ગયો અને દારૂ અને જુગારના નશે ચડી ગયો . ધીમેધીમે એ ગોરખધંધામાં જોડાયો હતો અને દારૂ-જુગારે ચડી ગયો હતો અને મકરંદ ભાઈને દેવાદાર બનાવી દીધા . રોજેરોજ લેણદારો આવતા અને મકરંદ ભાઈને ધમકાવી ચાલ્યા જતા . બીચારા મકરંદભાઈ પોતાની પુત્રીની બળતરામાં એક દિવસ હાર્ટ એટેકથી મરી ગયા . પછી એક દિવસ અચાનક એ મકાન ખાલી કરી ક્યાંક ગાયબ થઈ ગયો . તો આજ દિવસ સુધી કોઈ પતો લાગ્યો નથી . રમેશચંદ્રના આવા સ્વભાવ અને ધંધાને લીધે કોઈ સ્વજનો સાથે સબંધ રહ્યા નહોતા તેથી કોઈ જગ્યાએ એમના ગાયબ થવાનો રિપોર્ટ લખાવેલો નથી . એ દિવસ પછી એની પત્ની ભાનુમનીનો પણ કોઈ પતો નથી . કદાચ બંને કોઈ નવી જિંદગી શરૂ કરવા દૂર ચાલ્યા ગયા હોય એવું અનુમાન માહિતી દ્વારા મળ્યું છે .
એક તરફ ઝાલા અને સોમચંદ દ્વારા મુખી પાસેથી સત્ય બહાર કાઢી લેવાયું હતું અને બીજી તરફ બીજી ટિમ ત્યાં લક્ષમણજુલા તરફ જઈ રહી હતી . આ બંને ઘટના એક સાથે બની રહી હતી .

(ક્રમશઃ)

યે કહાની હમેં કિસ મોડ પે લે આઈ ...!!


અહો આશ્ચર્યમ .... જો તમે ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ આવે એવી કથાના શોખીન હશો તો આ ભાગ જરૂર ખૂબ ગમ્યો હશે અને આગળ આનાથી પણ આશ્ચર્યજનક ટ્વિસ્ટસ આવશે .

હવે તમે આ રહસ્યમય પૌરાણિક પુસ્તકનું સત્ય જાણી ગયા હશો કે જેને આટલો કોલાહલ મચાવ્યો હતો અને આ આખી ઘટનાનો દોર જેના લીધે શરૂ થયો હતો .

ઇન્સ્પેક્ટર ઝાલાને વર્ષો પહેલા બધા દસ્તાવેજો આપવાનું કહી અને પોતાને ભાવના રેડ્ડીનો ભાઈ ગણાવતો માણસ જે અચાનક ગાયબ થઈ ગયો હતો એ બીજું કોઈ નહીં ક્રિષ્ના રેડ્ડી જ હતો .

એ રહસ્યમય રાત્રીએ આવતો ભયાનક અવાજ આ ક્રિષ્નાનો જ હતો કે જેની નરબલી ચડવાની હતી અને આ દ્રશ્ય જોઈને જ બાબુડો બેભાન થઈ ગયો હતો ....!!

ફરી પાછો એક સવાલ તમને ઉભો થતો હશે .... આ ડોન બોસકોનું સરનામું હતું એ મકાનના માલિક મકરંદ ત્રિવેદીનો આખી ઘટના સાથે સંબંધ હશે ...!? હશે તો કેવી રીતે ...!? જાણવા માટે વાંચતા રહો ભાગ ૩૦