Hind mahasagarni gaheraioma - 10 books and stories free download online pdf in Gujarati

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 10

દ્રશ્ય દસ -
નીલ ની બગડતી હાલત જોઈને દેવને અંજલી સાથેે બધા ચિંતામાં આવી ગયા હજુ થોોડો સમય સમજવામાં વિતાવ્યો હતો એટલામાં જ ગુફામાંં શ્રુતિ આવી જાય છે અનેે તેને જોઈને બધા ડરીીી જાય છે.
શ્રુતિ કંઈ પણ બોલ્યા વગર એની બેન ની પાસે બેસી જાય છે તે એનો હાથ પકડી ને આંખો બંદ કરે છે એના શરીર થી નીકળતી વાદળી રંગની ઊર્જા તે નીલ ને આપવાનુ શરૂ કરે છે અને નીલ થોડી ઊર્જા મળ્યા પાછી ધીમે થી આંખો ખોલી ને શ્રુતિ ની સામે જોઈ ને બોલે છે. " શું થયું હતું મારી શક્તિ કેવી રીતે ઓછી થયી ગયી."
નીલ ની વાત સાંભળી ને શ્રુતિ કઈ પણ બોલતી નથી પણ નીલ તેને વારંવાર એક પ્રશ્ન પૂછે છે જેનાથી શ્રુતિ બોલવાનુ શરૂ કરે છે. " આ મારી ભૂલ હતી મે જ્યારે બીજી ગુફાઓને તને પૂછ્યા વિના ખોલી ત્યારે તેમાં થી અગ્નિ નીકળી અને તે આપડા જેવી શક્તિ વાળી હતી પણ એના ઇરાદા નેક ના હતા તે મારી ગુફા માં આવી અને તેને પોતાના કાબૂ માં લીધી પછી તે મારી સમાધિ ની જગ્યા પર ગઈ અને તે સમયે તું પણ તારી શક્તિ માં વધારો કરવા સમાધિ માં હતી તેનો ફાયદો ઉઠાવી ને તેને તરી શક્તિઓ પોતાની તાકાત થી ખેંચી લીધી મને આ વાત ની જાણ થતાં હું ત્યાંથી ભાગી ને તારી પાસે આવી ગઈ."
નીલ ને પૂછ્યું " તે દરવાજા કેમ ખોલ્યા તને ના પાડી હતી કે ગુફાઓ ક્યારે ખોલવાની નથી."
શ્રુતિ ને જવાબ આપ્યો " હું તો આ બધાને ત્યાં પૂર્વા માગતી હતી અને તને પણ તું બહુ દયાળુ છે તું બધી વખત મનુષ્ય ના પર વિશ્વાસ કરી લે છે અને તે તને દગો આપે છે માટે ત્યાં પૂરીને અહી મનુષ્યનું આવવાનુ કાયમ માટે બંદ કરવા માગતી હતી પણ મને એ વાત ની જાણ ન હતી કે તે ગુફા માં કોઈ આપડા જેવી દૂત ને પૂરી છે. કોણ છે તે શું કરવા માગે છે તે."
નીલને જવાબ આપ્યો " તે આપડી મોટી બહેન છે સૌથી પેહલા તેને ગુફાની શક્તિ ને ધ્યાન રાખવાનું કામ આપ્યું હતું. પણ તેને ત્યાં બેસી ને પોતાની ગુફા બનાવી અને પોતાની શક્તિઓ વધારી. તેની શક્તિઓ ખૂબ વધારે હતી કાબૂમાં લાવી શકાય તેમ ન હતી તે ક્રોધ કરે તો લાવા ની નદીઓ થી બધાને મોત ને ઘાટ ઉતારે અને એની સાથે રહેલા પ્રાણીઓ ને પણ એની જેવા કરી લીધા. તે જંગલી પ્રાણી છે જે લાવા ના બનેલા છે તેમની શક્તિ પણ અપાર છે. તેમને કાબૂ માં ના લાવી શકાય માટે મને બનાવી હું પાણી થી તેને શાંત કરવાનો પ્રયત્ન કરતી પણ તે મારાથી પણ શાંત ના થતી માટે તેને આપડા પૂર્વજો ને એની ગુફા માં કેદ કરી અને કાયમ માટે તે દરવાજા બંદ કર્યા."
દેવ ને પૂછ્યું " જો તેને કેદ માં રાખી હતી તો પછી ફરી કેદ માં પૂરી દો તમે તો એના જોડે રહ્યા છો તમને તો તેને કેદ કરવાનો રસ્તો પણ ખબર હસે."
નીલ ને જવાબ આપ્યો " હા પણ મારી પાસે શક્તિ બચી નથી હવે હું ઊભી થવાની હાલત માં પણ નથી કે શ્રુતિ પણ કઈ કરી શકે તેમ નથી તેની શક્તિ અને અગ્નિ ની શક્તિ એક સમાન છે."
શ્રુતિ બોલી " શું અમારી શક્તિ એક સમાન છે એટલે હું પણ તેના જેવી છું માટે તેને મને કઈ ના કર્યું."
નીલ ને કહ્યું " ના તું એના જેવી નથી તેની શક્તિ તો ખૂબ વધારે છે પણ તારી શક્તિ એની એક અંશ કહી શકાય તું તેને પાછી કેદ કરી શકે તેટલી શક્તિ વાળી નથી."
માહી ને પૂછ્યું " તો હવે શું કરી શું આપડે તો અહી રહીશું તો તે અહી આવી ને આ ગુફા પર પણ કાબુ કરી લેશે."
નીલ ને જવાબ આપ્યો " ના આ ગુફા માં આવવું એની માટે અશક્ય છે આ ગુફા પૂર્વજો ની શક્તિ ની બની છે અને તેની શક્તિ અહી ઓછી પડી જસે."
અંજલિ ને કહ્યું " તો આપડે તેને અહી બોલાવી ને કાબૂ માં કરી લયીએ પછી તેની ગુફા માં કેદ કરી શું."
નીલ ને કહ્યું " હા એવું કરી શકાય પણ તમારી પાસે કોઈ તાકાત નથી હું પણ અશક્ત છું અને શ્રુતિ ની તાકાત ઓછી પડશે. અને તે એટલી મૂર્ખ પણ નથી કે અહી આવે."
કેવિન ને કહ્યું " જો તે મૂર્ખ ના હોય તો આપડે તેને મૂર્ખ બનાવવી પડશે. કોઈ રસ્તો શોધવો પડશે જેથી તે અહી આવવા મજબૂર થતી જાય."
માહી ને કહ્યું " હા કોઈ રસ્તો તો શોધવો પડશે."
શ્રુતિ ને પૂછ્યું " નીલ તારી શક્તિ ને પાછી લાવવાનો કોઈ રસ્તો નથી."
નીલ ને જવાબ આપ્યો " હા છે પણ તે રસ્તો મુશ્કેલી થી ભરેલો છે અને મારા સિવાય કોઈ પાર ના કરી શકે અને હું તે રસ્તો પાર કરી શકવાની હાલત માં નથી અને હું સમાધિ થી શક્તિ એકઠી કરે તો તે શક્તિ અગ્નિ ખેંચી લેશે જેનો કોઈ અર્થ નથી.."
શ્રુતિ ને પૂછ્યું " નીલ વિચારી જો કોઈ બીજો રસ્તો મળી જાય."
નીલ ને કહ્યું " આપડા પૂર્વજો ને મારી માટે એક તલવાર બનાવી હતી જે એ સમયે ઉપયોગ માં આવએ જ્યારે મારે એની જરૂર હોય તેને લેવા માટે પૂર્વજો ની ગુફા માં જવું પડશે જ્યાં જવાનો રસ્તો મને ખબર નથી કે તે ક્યાં છે તે પણ મને ખબર નથી."
દેવ ને પૂછ્યું " શું તમને કઈ યાદ છે જે તમારા પૂર્વજો ને તમને કહ્યું હોય કે કોઈ જગ્યા ગુફા સિવાય બતાવી હોય કે ગુફા માં બતાવી હોય."
નીલ ને કહ્યું " હા એક જગ્યા છે જે મારી ખાનગી પણ કહી શકાય એક વાર મારા ગુરુ ને ત્યાં આવી કહ્યું હતું તારી મુશ્કેલી ના સમયે આ જગ્યા તને રસ્તો બતાવશે."