Zombieism - (Part 5) books and stories free download online pdf in Gujarati

ઝોમ્બિવાદ - (ભાગ 5)

"શું આઈડિયા?"

"આગળ એક સુપરમાર્કેટ આવે છે. આપણે બધા ત્યાં જતા રહીએ. ખાવાનું પણ મળશે એન્ડ સેફ પણ રહીશું." કિયારાએ ખુશ થતાં કહ્યું.

"બકવાસ આઈડિયા છે. જ્યાં ભીડ વધારે હશે ત્યાં ઝોમ્બી પણ વધુ આવશે." ઇવાએ કહ્યું.

"શી ઇઝ રાઈટ. આપણે ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાનું છે. કોઈ ઘર મળી જાય તો બેસ્ટ રહેશે." સિદ્ધાર્થે

"આપણે પોલીસને કહીએ કે આપણી હેલ્પ કરે." મોહિત બોલ્યો.

"બેટા અત્યારે પોલોસને જ બચવાના ફાંફા હશે. એકવાર કોઈ સેફ પ્લેસ પર પહોંચીએ પછી શાંતિથી સરકારનો સંપર્ક કરશું ઓક્કે." સિદ્ધાર્થે મોહિત સામું જોતાં કહ્યું.

ત્યાંજ સામે એક સુપરમાર્કેટ દેખાયો. મોહિતે ખાવાની ઈચ્છા પ્રકટ કરતા કહ્યું, "સિડલા, જો અહીંયા કાઉન્ટર ઉપર પણ કોઈ નથી. મરવાનું તો એમ પણ છે પણ હું ભૂખ્યો મરવા નથી માંગતો મારાં ભાઈ, ચાલને આપણે અંદર જઈને કંઈક ખાઈ લઈએ પછી કોઈ ઘર શોધી લઈશું."

મોહિતની વાત સાંભળી કિયારાએ પણ અંદર જવાં માટે કહ્યું, "ગાય્ઝ, મને પણ બહુ જ ભૂખ લાગી છે. પ્લીઝ કંઈક ખાઈ લઈએ."

કિયારાની વાત સાંભળી સિદ્ધાર્થે પણ અંદર જવાનું મન બનાવી લીધું. તે બધા અંદર પહોંચ્યા. મોહિત અને કિયારા તો ખાવાનું જોઈને તૂટી જ પડ્યાં. ઇવા ચૂપચાપ કાઉન્ટર પાસે ઉભી હતી. સિદ્ધાર્થ તેની બાજુમાં જ ઉભો હતો.

"તારે કાંઈ નથી ખાવું?" સિદ્ધાર્થે ઇવા બાજુ ફરીને પૂછ્યું.

"ના, મને ભૂખ નથી લાગી."

સિદ્ધાર્થે પણ અંદર જવાનું ટાળી દીધું. કિયારા બ્રેડ પર બટર લગાઈને લગાઈને મોટા મોટા બાઈટ કરીને ખાઈ રહી રહી. મોહિતને કોઈક બીજી જ વસ્તુની તલાશ હતી. તે આગળ ગયો અને ત્યાં એક મોટા ફ્રિજમાં મિટના પેકેટ જોઈને તેની આંખોમાં ચમક આવી ગઈ. તે ફટાફટ પેકેટો કાઢીને ભૂખ્યા શેરની માફક કાચું ને કાચું મિટ દાંતથી પકડી પક્ડીને ખાવા લાગ્યો. ત્યાંજ સિદ્ધાર્થની જોરથી બુમ આવી, "ગાય્ઝ, આગળ બે ઝોમ્બી અહીંયા જ આવી રહ્યા છે. ચાલો જલ્દી ભાગો."

સિદ્ધાર્થની વાત સાંભળીને કિયારા અને મોહિત બંને દોડવા લાગ્યાં. મોહિત હાથમાં મિટ લેતો લેતો દોડ્યો. તેઓ દોડીને ઝોમ્બિને ગુમરાહ કરીને ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા.

આગળ આવીને સિદ્ધાર્થનું ધ્યાન મોહિતના હાથમાં રહેલ મિટ પર ગયું.

"આ તું ક્યારથી ખાવા લાગ્યો?" સિદ્ધાર્થે નવાઈ પામતાં પૂછ્યું.

"મને તો ભાવે જ છે આ બહુ જ." મોહિતે આટલું કહી મિટને બટકો ભર્યો.

"અમારી ભેગો તો નથી ખાતો કયારેય અને આને આમ કાચું ના ખવાય. ખબર હોય નહીંને ખાવા લાગે છે." સિદ્ધાર્થે હળવી ટપલી મોહિતનાં માથે મારતાં કહ્યું.

"એ બધું છોડો અને હવે ક્યાં જવું છે એ કહો." ઇવાએ ચિડાઈને પૂછ્યું.

"આગળ એપલવુડ બંગલા ચાલુ થતાં હશે. જો અહીં બોર્ડ માર્યું છે. ત્યાં જ કોઈ બંગલામાં હેલ્પ માંગીએ. ચલો ગાય્ઝ."

બધા સિદ્ધાર્થની પાછળ પાછળ જવાં લાગ્યાં. મોહિતને ખૂબજ બેચેની અનુભવાઈ રહી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં દરેકનાં ચહેરાં પર પ્રસ્વેદબિંદુઓ બાઝી ગયાં હતાં. સિદ્ધાર્થે વોચમાં જોયું તો બાર વાગી ગયાં હતાં.

"હેપ્પી ન્યુ યર ઓલ." સિદ્ધાર્થે પાછળ ફરતા કહ્યું.

બધાએ હસીને હેપ્પી ન્યુ યર કીધું. ઇવા અને કિયારા બંનેની નજરો સિદ્ધાર્થ તરફ જ હતી પણ સિદ્ધાર્થની નજર માત્ર ઇવાના ચહેરાં પર ટીંગાઈ હતી.

આગળ જતાં બધા લોકો બંગલા પાસે પહોંચી ગયાં. બહારનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. વોચમેન પણ નહોતો દેખાતો.

"આપણે કોટ કૂદીને જવું પડશે. મારાં ખ્યાલથી આ સૌથી સેફ જગ્યા રહેશે હમણાં તો." સિદ્ધાર્થે કહ્યું.

દરેક લોકો કોટ કૂદવાની મહેનત કરવા લાગ્યાં. સિદ્ધાર્થે પોતાનાં ખભે ઇવા અને કિયારાને ચઢાવી. મોહિત પણ સિદ્ધાર્થની મદદથી ચઢી ગયો. છેલ્લે સિદ્ધાર્થ બચ્યો. તેણે જોરથી છલાંગ લગાવી પણ કોટની પાળી સુધી તેનો હાથ ન પહોંચ્યો. ત્યાંજ ઇવાએ હાથ આપ્યો. સિદ્ધાર્થે ઇવાનો હાથ પકડવાં ફરી છલાંગ લગાવી તો તેણે પકડી લીધો અને બીજી તરફ કિયારાએ પણ સિદ્ધાર્થનો બીજો હાથ પક્ડીને ખેંચ્યો. તે લોકો અંદર આવી ગયાં. બધા બંગલામાં નીરવ શાંતિ છવાયેલી હતી. દરેકનાં ઘરમાંથી લાઈટો બંધ હતી. માત્ર ખૂણામાં છેલ્લાં બંગલે એક રૂમમાંથી લાઈટ ચાલુ હતી એ તેની વિન્ડો બહારથી જોઈ શકાતું હતું.

સિદ્ધાર્થે બધાને એ તરફ ઈશારો કરીને અવાજ કર્યા વગર આગળ ચાલવાનું કહ્યું. બધા દબાતા પગલે એ દિશા તરફ વધ્યા.

એ બંગલો શ્રુતિનો જ હતો. તે પોતાનાં ગળે ફાંસો લગાવી રહી હતી. ત્યાંજ અચાનક ઘરની ડોરબેલ રણકી. શ્રુતિ રોકાઈ ગઈ. તેને નવાઈ લાગી કે આ સમયે કોણ હશે?! તે નીચે ઉતરીને દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલ્યો તો સામે ચાર જણા તેની સામે ઉભા હતાં.

"કોણ છો તમે?"

"પ્લીઝ અંદર આવવા દો. અમે મુસીબતમાં છીએ." સિદ્ધાર્થે હાથ જોડતા કહ્યું. શ્રુતિને દયા આવી. તેણે અંદર આવવાનો ઈશારો કર્યો. બધા ચુપચાપ અંદર આવી ગયાં.

"શું થયું છે? તમે બધા આમ અચાનક?" શ્રુતિએ નવાઈ પામતાં પૂછ્યું.

"તમે ટીવી નથી જોયું??" સિદ્ધાર્થે પૂછ્યું.

"ના. કેમ?" શ્રુતિએ ફરી અચંબિત થતાં પૂછ્યું.

"બહાર ઝોમ્બી વાયરસ ફેલાતો જાય છે. લોકો એક પછી એક મરી રહ્યા છે. તમારાં સોસાયટીમાં પણ તકેદારી લેવાઈ તોય તમને ખબર નથી?! કિયારાએ પૂછ્યું.

"ગાય્ઝ, પ્લીઝ જરાં એમની તબિયત તો જો. આરામ કરતાં હશે એટલે નહીં ધ્યાન રહ્યું હોય." ઇવાએ પેટ તરફ ઈશારો કરતાં કહ્યું.

"તમે બેસો. તમે ચિંતા ના કરશો. બધું સારું થઇ જશે. તમે અહીં એકલા જ રહો છો?" ઇવાએ આસપાસ નજર કરતાં પૂછ્યું.

"મારાં પતિ રહે છે પણ તેઓ હમણાં આઉટ ઓફ સીટી છે." શ્રુતિએ ગભરાઈને જવાબ આપ્યો. કિયારા ધ્યાનથી જોઈ રહી.

"સારું છે આઉટ ઓફ સીટી છે. અહીંયા હોત તો આઉટ ઓફ વર્લ્ડ થઇ જવું પડત." મોહિત મજાક કરતાં બોલ્યો પણ બોલાઈ ગયાં બાદ બધાનો ફેસ જોઈ તેને પોતાની ભૂલ સમજાઈ.

"ઓક્કે. તમે કાંઈ ખાશો?" શ્રુતિએ વાત વાળતાં પૂછ્યું.

"હા, મને તો હજુ બહુ જ ભૂખ લાગી છે." મોહિતે જવાબ આપ્યો.

"તમે બધા બેસો. હું ફટાફટ કંઈક બનાવીને લાઉં છું." ઇવાએ રસોડામાં જતાં કહ્યું.

"હું પણ ઇવાની થોડી મદદ કરી દઉં." સિદ્ધાર્થ પણ ઇવાની પાછળ પાછળ જતો રહ્યો.

કિયારાએ શ્રુતિ પાસે રિમોટ માંગ્યું અને ટીવીમાં અમદાવાદનાં ન્યુઝ ખોલીને જોવા લાગી. શ્રુતિ રૂમમાં જઈને ફટાફટ ફાંસીનો ફંદો કાઢવા લાગી. મોહિત પણ કંટાળીને રૂમમાં આંટા મારવાં લાગ્યો. તે શ્રુતિને તેનાં રૂમમાં ફંદો કાઢતાં જોઈ ગયો. તે થોડીવાર બાદ શ્રુતિ પાસે ગયો.

"વોશરૂમ અહીંયા છે?" મોહિતે રૂમમાં રહેલાં ટોયલેટ તરફ ઈશારો કરતાં પૂછ્યું.

શ્રુતિ એકદમ ગભરાઈ ગઈ. તેણે તરત મોહિતને રોકતા કહ્યું, "ના, આ નહીં. આ... આ.. હું યુઝ કરું છું. બહાર બીજું છે. તમે એ યુઝ કરી લો."

મોહિતને કંઈક અજુગતું તો લાગ્યું પણ તેણે ધ્યાન આપ્યાં વગર બહારનાં વોશરૂમમાં જઈને ફ્રેશ થવા જતો રહ્યો. થોડીવાર બાદ બહાર આવીને તેણે ફરી શ્રુતિનાં રૂમમાં ડોકિયું કર્યું. શ્રુતિ બેડ ઉપર બેઠી હતી. મોહિતે અંદર આવીને પૂછ્યું, "અહીંયા બેસું?"

શ્રુતિએ હકારમાં ડોકું હલાવ્યું. મોહિત તેની સામે રહેલી સોફા ખુરશીમાં બેઠો. તે એકધારું શ્રુતિ સામે જોઈ રહ્યો હતો. શ્રુતિની નજર માત્ર તેનાં પેટ પર વાગતી લાતો તરફ હતી.

"કયો મહિનો જાય છે?" મોહિતે અકડાઈને પૂછ્યું.

"છેલ્લો."

"જો બેબીને બહાર આવવું હશે તો ક્યાં જઈશ?! હોસ્પિટલમાં તો જવાય એવું નથી." મોહિત ફરી એ જ નિરસ સૂરમાં બોલ્યો.

"એટલે જ તમને લોકોને અંદર બોલાવી લીધા. કદાચ મને હેલ્પ મળી રહે." શ્રુતિએ ચહેરા પર માપનું હસીને જવાબ આપ્યો.

"તો આત્મહત્યા શું કામ કરવાની હતી? તને તારા બાળકની ચિંતા ના હોય તો કાંઈ નહીં પણ જેવું તારું બાળક આવે એને પહેલાં હું જ મારીને ખાઈ જઈશ." આટલું કહેતાં જ મોહિત સીધો ઉભો થઈને શ્રુતિનાં પેટ પર તૂટી પડ્યો. શ્રુતિ ડરીને ભાગવા ગઈ પણ તેનો પગ ટેબલથી પછડાયો એટલે તે પડી ગઈ. મોહિતે તેનાં હાથ ઉપર બટકું ભરવા ગયો પણ ત્યાં જ કિયારાએ આવીને મોહિતનાં માથાં પર જોરથી ફ્લાવરવાઝ માર્યું. મોહિત શ્રુતિનાં હાથ પર બટકો તો ના ભરી શક્યો પણ તેણે શ્રુતિનો નખ તેનાં દાંતમાં ભરાવીને તોડી જરૂર દીધો જેનાં લીધે શ્રુતિનાં નખમાંથી લોહી વહેવા લાગ્યું.

********************

"તો શું બનાવતા આવડે છે મિસ ઇવાને?" સિદ્ધાર્થને વાતની શરૂઆત ક્યાંથી કરવી તે સમજ નહોતી પડતી એટલે સીધો આવો સવાલ કર્યો.

"આવડે છે તો બધું જ. તું કહે તારે શું ખાવું છે?" ઇવાએ શરમાતા જવાબ આપ્યો.

"ખાવા તો તારા હાથથી ગુલાબજાંબુ છે પણ આ ઝોમ્બીએ તો ગુલાબ લેવા જેવો પણ નહીં રાખ્યો." સિદ્ધાર્થ મોઢું બગાડતાં બોલ્યાં.

ઇવા આ સાંભળી ખડખડાટ હસી પડી.

"બાયધવે એક વાત કહું. તારી સાથે બહુ લોન્ગ ફ્રેન્ડશીપ નથી તોય કંઈક સ્ટ્રોંગ બોન્ડ હોય એવી ફીલિંગ આવે છે." સિદ્ધાર્થે મૃદુ સ્વરે કહ્યું.

"અચ્છા, હજુ તો આપણને એકબીજાની સરનેમ પણ નથી ખબર ને તને સ્ટ્રોંગ બોન્ડ પણ લાગી ગયો."

"સરનેમથી શું ફરક પડે છે?! તારા વિશે જેટલું જાણવું જોઈએ એટલું જાણી ગયો છું એન્ડ એટલું ઇનફ છે."

"મારાં માટે ઇનફ નથી સિડ. હું બહુ જ સિમ્પલ ગર્લ છું. મને મારી સિમ્પલ લાઈફ જ ગમે છે. બહુ ઊંચા સપનાઓ હું જોતી નથી કેમકે સપનાં તૂટવાનો ડર મને ખૂબ લાગે છે."

"સપના જોવામાં શેનો ડર?"

"પ્લીઝ લીવ ધીસ ટોપિક."

"ના, એટલું તો કહેવું પડશે. પ્લીઝ?"

"મારી મોમ મારી લાઈફ હતી. એ હતી તો હું ખૂબજ ખુશ હતી. બટ એક દિવસ મારી ખુશીઓને જાણે મારી જ નજર લાગી ગઈ. મમ્મા મને બચાવવામાં પોતે ટેરેસ પરથી પડી ગઈ." આટલું કહી ઇવાની આંખોમાંથી ટપ્પ ટપ્પ આંસુ પડવા લાગ્યાં. સિદ્ધાર્થ તેને ગળે વળગી ગયો.

"ડોન્ટ ક્રાઈ ઇવા. યુ આર ધ સ્ટ્રોંગેસ્ટ ગર્લ એવર આઈ હેવ મીટ. જે થયું એ આપણા હાથમાં નહોતું સો જસ્ટ ફર્ગેટ ઈટ. આપણે માત્ર આપણું વર્તમાન જ બદલી શકીએ એમ છીએ. ઇમેજિંન જો તું કિયારાને રોકવા ના આવી હોત તો કિયારા સાથે કંઈક થઇ ગયું હોત મેયબી મારી સાથે પણ, બીકોઝ પાર્ટીમાં હું તારા લીધે નહોતો ગયો. જે થાય એ સારા માટે જ થાય. આપણે બસ બેચાર દિવસો અહીં કાઢવા પડશે. ત્યાં સુધીમાં કંઈકને કંઈક રસ્તો જરૂર નીકળી જશે."

ઇવા માથું હલાવી સાંભળતી રહી. ત્યાંજ બહારથી કંઈક અવાજ આવ્યો. ઇવા અને સિદ્ધાર્થ બંને એ તરફ દોડ્યા. તેમણે અંદર જઈને જોયું તો કિયારાએ મોહિતને ફ્લાવર વાઝ મારીને નીચે પાડી દીધો હતો. શ્રુતિ ખૂબજ ગભરાઈ ગઈ હતી. ઇવા તેને પક્ડીને બહાર લઈ ગઈ.

"આ બધું શું થયું?" સિદ્ધાર્થે કિયારાને પૂછ્યું.

"સિડ.... મો મોહિત પણ ઝોમ્બી બની ગયો છે." કિયારાએ ડરતાં ડરતાં કહ્યું.

મોહિત ફરી ઉભો થવાં જતો હતો. તેની આંખો લાલઘુમ થઇ ગઈ હતી. ચહેરાં પર સફેદી છવાઈ હતી. માથામાં વાગવાનાં લીધે તેનાં માથામાંથી લોહી ટપકીને તેનાં કપાળથી થઈને નાક પાસેથી ફેલાઈને મોંઢા પાસે આવી રહ્યું હતું. મોહિત ઘડીક બેભાન અવસ્થાએ પહોંચી ચૂક્યો હતો. સિદ્ધાર્થે કિયારાનો હાથ પક્ડીને દરવાજાની બહાર ખેંચી અને જોરથી દરવાજો બંધ કરી દીધો.

"આ બધું કેવી રીતે થયું?" ઇવાએ પૂછ્યું.

"હું શાંતિથી બેઠી હતી. તે અચાનક મારાં પર તૂટી પડ્યો." શ્રુતિએ રડતાં રડતાં કહ્યું.

"સિડ, મોહિત ઝોમ્બી કેવી રીતે બની ગયો પણ? ન્યુઝમાં બતાવ્યા પ્રમાણે જો કોઈ ઝોમ્બી નાનું અમથું પણ બાઈટ કરે તો સામેવાળી વ્યક્તિ બે થી ત્રણ કલાકમાં ઝોમ્બી બનવા લાગે છે. મોહિતને તો ક્યાં કોઈએ બાઈટ કર્યું હતું?"
કિયારાએ સિદ્ધાર્થ પાસે આવીને ટીવીની સ્ક્રીન તરફ નજર રાખવાનું કહ્યું.

"કર્યું હતું. દીપે મોહિતનાં પગ પર બાઈટ કર્યું હતું. ઘા બહુ ઊંડો નહોતો એટલે તેની અસર પણ ધીમી થઇ પણ થઇ ચોક્કસ."

"હવે શું કરીશું?" ઇવાએ પૂછ્યું.

"હવે તમે લોકો આને લઈને ક્યાંક જતાં રહો પ્લીઝ. હું ઓલરેડી મરવાની હતી પણ મારું બાળક બહાર આવવા છટપટાઈ રહ્યું છે. હવે હું એનો જીવ જોખમમાં મૂકવા નથી માંગતી." શ્રુતિએ બે હાથ જોડીને રડતાં રડતાં કહ્યું.

"તમારી તબિયતને જોતાં તમને એકલા મૂકવા પણ યોગ્ય નથી. પ્લીઝ આજની રાત જવાં દો. સવાર થતાં જ અમે કંઈક રસ્તો કરી લઈશું.પ્લીઝ?" સિદ્ધાર્થે હાથ જોડીને આજીજી કરી. શ્રુતિએ રડતાં રડતાં ડોકું હલાવ્યું.

******************

"સર, ન્યુઝમાં રોડ પરનાં કેમેરા અને પાર્ટીમાં જેણે વિડીયો ઉતાર્યો છે એનાં વિડીયો જ બતાય બતાય કરે છે. કોઈ વધારાની જાણકારી તો દેતાં જ નથી. મારો તો ફોન પણ હમણાં સ્વીચઓફ થઇ જશે."

"ડોબા, જાણકારી હોય તો જણાવે ને. આપણે જાણકારી માટે તો જઈએ છીએ."

"હા, બરાબર. સર, પણ આમાં આપણે ક્યાંથી તપાસ કરીશું?"

"દીપેશ, આ વાયરસની શરૂઆત ગ્રીનવુડ ફાર્મહાઉસથી જ થઇ છે. સૌથી પહેલો વિડીયો આયો પણ ત્યાંથી જ છે. આપણે ત્યાં જઈને જ તપાસ કરવી પડશે." એસીપી અભય ગાડી પાછી યુ ટર્ન લેતા બોલ્યાં.

"ઓ...સર, આવું ના કરો પ્લીઝ. ત્યાં બધા મને પણ ઝોમ્બી બનાવી દેશે." સબ ઈ. દીપેશ ગભરાઈને અભયનાં પગ પકડતાં બોલ્યાં.

"અબે, પહેલાં તૈયારી વગર ગયાં હતાં. હવે તૈયારી સાથે જઈશું. યાદ કર. તારી ગોળી છૂટી પછી જ બધા ઝોમ્બી એ દિશા તરફ આગળ વધ્યાં હતાં. આપણે એમનું ધ્યાન ભટકાવીને ત્યાંની તપાસ કરીશું."

"કેવી રીતે?"

"તારે એક કામ કરવાનું છે. ગાડી લઈને એ લોકોનું ધ્યાન ભટકાવાનું છે. હું અંદર જઈને તપાસ કરી લઈશ."

"સર, આ બહુ રિસ્કી છે. કંઈક બીજું વિચારો."

"તો તું અંદર જા. હું ધ્યાન ભટકાઉં."

"હું ભટકાઈશ. તમે અંદર જજો પણ માત્ર દસ જ મિનિટ. અગિયારમી મિનિટે હું ગાડી મારાં ઘર બાજુ જવાં દઈશ."

"ઓક્કે ડન." આટલું કહી એસીપી અભયે ગાડી વધુ સ્પીડથી દોડાવી.

"સર, મને તો લાગે આ લોકોએ થીમ હૅલોવીન રાખી હશે એમાં જ ફેલાઈ ગયો હશે." આટલું કહી સબ ઈ. દીપેશ જોરજોરથી હસવા લાગ્યાં.

"તારા પોઇન્ટમાં દમ છે દીપેશ. હાલ તો મારે અંદર કોઈ સુરાગ મળે એની રાહ જોવી છે."

તે લોકો ગ્રીનવુડ ફાર્મહાઉસની બહાર ઉભા હતાં."

"સર, બેસ્ટ ઓફ લક. આ જેકેટ અને ગન રાખો. કામ આવશે." સબ ઈ. દીપેશે બેઉ વસ્તુ ધરતાં કહ્યું.

"ગન તું રાખ. જો જીવ ઉપર આવે ને ખરેખર જરૂર પડે તો જ વાપરજે. ખોટો ખૂનખરોબો મને પસંદ નથી." આટલું કહી એસીપી અભયે જેકેટ પહેરી લીધું. તેમણે ધીરે ધીરે આગળ ચાલવા માંડ્યું. સબ ઈ. દીપેશની નજર પણ તેમની પર સ્થિર હતી. તે બસ આદેશની રાહ જોતાં હતાં. ગેટ પાસે પહોંચતા જ એસીપી અભયે અંગુઠો બતાવ્યો અને પોતે એક ટેબલની નીચે છુપાઈ ગયાં.

સબ ઈ. દીપેશે ગાડીને અંદર દોડાવી અને એફએમનાં વોલ્યુમનું બટન ફૂલ હાઈ કરી દીધું. ગાડી છેક અંદર પેસેજ સુધી આવી ગઈ. ગીતોનો વોલ્યુમ કાન ફાડી દે એવો તીવ્ર હતો. તરત જ ત્યાં રહેલાં ઝોમ્બી એક એક કરીને અવાજની દિશામાં દોડવા લાગ્યાં. જેવું સબ ઈ. દીપેશને લાગ્યું કે બધા ઝોમ્બી તેમની તરફ જ આવી ગયાં છે તો તેમણે કારને રિવર્સ મોડમાં નાખીને દોડાવી. આશરે દસ બાર જેટલાં ઝોમ્બી તેમની ગાડી પાછળ દોડવા લાગ્યાં. સબ ઈ. દીપેશ ગાડીને રોડ પર લાવીને ગોળ ગોળ ઘુમાવીને પોતે પણ ગીતો ગાઈ રહ્યા હતાં.

"આઓ આઓ ઝોમ્બીની ઓલાદો. તમારો બાપ આયો છે તમારું મનોરંજન કરવા. દોડો ચલો બધા. એય વાઈટ શર્ટ તારું મોઢું સાફ કર. નકરું ચોંટેલું છે બધું." સબ ઈ. દીપેશ આમ કરીને બધા ઝોમ્બીનું ધ્યાન ભટકાવીને પોતે પણ મજા લઈ રહ્યા હતાં.

આ તરફ એસીપી અભયે પાર્ટીના પબમાં જોયું તો લોકોની અડધી ખવાયેલી લાશો પડી હતી. તેઓ તરત ઉપરનાં રૂમ તરફ દોડ્યા. ત્યાં પણ લોહીની નદીઓ વહી રહી હતી. માંસનાં લૉંદા વેરવિખેર પડ્યાં હતાં. માખીઓ તેની ઉપર બણબણી રહી હતી. ત્યાં બે જણાની અડધી ખવાયેલી લાશ પડી હતી. અચાનક એસીપી અભયનું ધ્યાન ત્યાં રહેલી ખુલ્લી તિજોરી ઉપર ધ્યાન ગયું. ત્યાં ડ્રગ પાઉડરની થેલીઓ પડેલી હતી. આખી તિજોરી ડ્રગના માલથી ભરી પડી હતી. તેમણે તરત એક થેલી ઉપાડી ને પોકેટમાં સરકાવી દીધી. તેમણે ત્યાં સળગાવા માટે માચીસ શોધી. એક લાશની પોકેટમાંથી લાઈટર બહાર પડ્યું હતું. એ મને કમને તેમણે ઉઠાવ્યું અને આખા ડ્રગ પાઉડરને સળગાવી દીધા. પ્લાસ્ટિકની કોથળીઓને લીધે તરત આગ પકડાઈ ગઈ અને બધું ભડ ભડ સળગવા લાગ્યું.

તેઓ તરત નીચે આવવા માટે પાછળ ફર્યા તો તેમની સામે એક ઝોમ્બી ઉભો હતો, જે તેમને જોઈને ખૂંખાર ફેસ બનાવતો હતો. તે ધીરે ધીરે એસીપી અભય તરફ જ આવી રહ્યો હતો.