Red love books and stories free download online pdf in Gujarati

લાલ ઇશ્ક

લાલ ઇશ્ક,

લેખક: નાગરાજ "હ્ર્દય"

ધરતીના ખોળામાં ડૂબતો સૂરજ સંધ્યાના આગમનની સૂચના આપી રહ્યો હતો. આકાશે ખિલતી સંધ્યા સાગરના પાણીને લાલ ઇશ્કની અનૂભૂતી કરાવી રહી હતી. સાગરની ગેલ કરતી લહેરો પણ લાલ સંધ્યાના સ્પર્ષથી અતી માદક બની હતી. માદક બનેલી હવા સાગરને વારંવાર વહાલ ભરેલું આલિંગન કરી, તેના ઋદયમાંથી લાગણીના મોજા કિનારે ઊછાળતી હતી. તે આહલાદક મોજાની મોજ માણતા સાગર અને સંધ્યા એક મોટા પથ્થર પર બેઠા બેઠા પ્રણયના ગિતો ગણગણાવતા હતાં.

સંધ્યાની લાલ રોશનીમાં પથ્થર પર બેઠેલી સંધ્યા લાલ રંગમાં રંગાઈ ગઈ હતી. લાલ વસ્ત્રમાં શુશોભિત સંધ્યાનું ગૌરાંગી મુખ પણ લાલ થઈ ગયું હતું. તેની ભૂરી આંખોમાંથી નિતરતો પ્રેમ એ ક્ષણે સાગરમાં ઢોળાતો હતો. સાગર પણ જાણે સંધ્યાની આંખોમાં ડૂબી ગયો હોય તેમ સ્થિર પ્રતીમા બની બેઠો હતો. તેના મજબૂત હાથમાં પુષ્પ સમા કોમળ સંધ્યાના હાથ હતાં.

ધિરે ધિરે સૂરજ પણ સાગરની ઇર્ષા કરતો ધરતીના હૈંયામાં સમાઈ ગયો. સૂરજને ડૂબતો જોય તરત ચાંદ પોતાની શરવરી સાથે ફ્લટ કરવા લાગ્યો. તે ચાંદની નજર પણ સાગર સાથે વિંટળાયેલી સંધ્યા પર પડી. હવે સંધ્યાના સુંવાળા ગાલ લાલ નહી પરંતું ચાંદના પ્રકાશથી શ્વેત બની ગયાં હતાં. તેની ખૂબસૂર્તી એ સમયે ચંદ્રની ચાંદની સાથે દ્વંદ્વ કરી રહી હતી. સંધ્યાનું યોવન અને સાગરનું પૌરૂષત્વ પૄથ્વી પર સોળે કળાએ ખિલ્યું હતું. તે બન્ને જાણે પ્રણયની પ્રતિમા હોય તેમ ચૂપ ચાપ એકા બિજાને નિહાળી રહ્યાં હતાં. માત્ર સમૂદ્રની સપાટી પર રચાયેલા સંધ્યા અને સાગરના પ્રતિબિંબો હવાની મદદથી એકા બિજાને ચૂંબન કરી રહ્યાં હતાં.

અચાનક સાગરનું મોજુ વિક્રાળ બન્યું. સમયની ગતી સાથે દોડતું મોજુ એક જપાટામાં સંધ્યા અને સાગરને ભેટી પડ્યું. તરત ફરી એ જ ગતીએ મોજુ પરત સમૂદ્રના પેટમાં સમાઈ ગયું.

પાણીથી ભિંજાયેલો સાગર જોર જોરથી ખાસવા લાગ્યો. આંખો પણ પાણીના વારથી બંધ થઈ ગઈ હતી. થોડા સમય બાદ સાગરની આંખો ફરી દ્રશ્યો સ્પષ્ટ કરવા લાગી. સાગરની આંખોએ નોંધ્યું કે સંધ્યા ગાયબ હતી. એટલે તરત સાગરે સાગરમાં દૄષ્ટી નાખી.

સમૂદ્રની સપાટી પર એક વિશાળ વહાણ દોડી રહ્યું હતું. તેમાં થતી પિળી લાઈટો અને આભે જળહળતો પૂનમનો ચાંદ તે વિશાળ જહાજને પ્રકાશમાં લાવતા હતાં. સંધ્યા એ સમયે તે જહાજમાંથી ચિસો નાખતી સાગરને બોલાવી રહી હતી. પરંતું એક ભયંકર અને વિશાળ કદ ધરાવતો માણસ સંધ્યાને જહાજમાં ઢસડી રહ્યો હતો. તેનો કાળો વાન અને કાળા કપડા તે વિક્રાળ માણસને સમૂદ્રી ડાકુ ઘોષીત કરતા હતાં.

સાગર પણ સંધ્યાને સમૂદ્રી ડાકુના કબજામાં જોય, વગર વિચારે સંધ્યાને બચાવવા સમૂદ્રમાં કૂદી પડ્યો. ત્રણ માળનું તે વિશાળ જહાજ ધિરે ધિરે પાણીમાં આગળ ધપી રહ્યું હતું. સાગર એક કૂશળ તરવયો હતો. તેની તરવાની ગતી ઘણી સારી હતી. તેથી થોડા તરણ બાદ સાગર સમૂદ્રી ડાકુઓના જહાજ પાસે પહોંચી ગયો. ઘણાં પ્રયાસ પછી આખરે સાગરે કૂશળતાથી જહાજમાં પ્રવેશ પ્રાપ્ત કરી લિધો.

જ્યાં સંધ્યા ઊભી ઊભી સાગરને ભૂમો પાડતી હતી, તે જગ્યાએ સાગર પહોંચી ગયો હતો. પરંતું એ સમયે સંધ્યા ત્યાં ન હતી. માત્ર નિરવ શાંતી જ તે જગ્યાએ આંટા મારતી હતી. એ નિરવ શાંતીએ સાગરના દિલમાં અશાંતી પાથરી દિધી. સંધ્યાની ચિંતા સાગરના મન પર ઘા કરી રહી હતી. સાગરનો ચહેરો પણ જહાજની પિળિ લાઈટમાં પિળો પડી ગયો હતો. ત્યાં એકાએક બંધૂકની ગોળીએ સાગરને સભાન બનાવ્યો. ઘણાં ડાકુ હાથમાં બંધૂક લઈને સાગર તરફ આવી રહ્યાં હતાં. સાગરની દ્રષ્ટીએ પણ ખતરાને પ્રત્યક્ષ જોયો. એટલે તે ડાકુઓથી બચવા સાગર આગળ દોડવા લાગ્યો. તે સમયે સાગર જહાજમાં બનેલાં ઓરડાની પાછળની બાજુએ દોડી રહ્યો હતો. બંધુકની ગોળીઓ સાગરનો પીછો કરી રહી હતી. અંતે સાગર જહાજના એક ઓરડામાં ઘૂસી ગયો.

તે જહાજમાં ઘણાં એક સરખાં ઓરડા હતાં. ત્રણ માળના તે વિશાળ જહાજમાં છૂપાઈ જવા માટે ઘણા સારા વિકલ્પો પણ હતાં. સમૂદ્રી ડાકુઓની નજર ચૂકાવીને સાગર એક ઓરડામાં આવી ઊભો હતો. તેને વિશાળ જહાજ જોયા પછી સમજાઈ ગયું હતું કે, સંધ્યાને શોધવી સહેલી ન હતી. આમ, વિચારતો સાગર ઓરડામાં ઊભો હતો. તેવામાં અચાનક કોઈના પગલાંનો અવાજ ઓરડા તરફ આવતો સંભળાયો. તે પગલાના અવાજે સાગરના કાન ખડા કરી દિધાં. તે ઓરડામાં આમ તેમ નજર ફેરવતો સંતાવાની જગ્યા શોધવા લાગ્યો. પેલા પગલાંઓ જડપથી ઓરડા તરફ આવી રહ્યાં હતાં. પગલાના અવાજ સાથે કોઈ સ્ત્રીના રડવાનો પણ અવાજ ઓરડા તરફ આવી રહ્યો હતો. એકાએક સાગરની નજર ઓરડાના ખૂણામાં પડેલાં કપડાના ઢગલા પર પડી. તે ઢગલોં માત્ર સ્ત્રીઓના જ કપડાંથી ખડકાયેલો હતો. તરત સાગર સમય અને જાતને બચાવવા માટે, તે ઢગલામાં સંતાઈ ગયો.

જોર જોરથી હાસ્ય કરતો એક ડાકુ રોકકળ કરતી સ્ત્રી સાથે ઓરડામાં પ્રવેશ્યો. પહેલાં તો સાગરને તે સ્ત્રીમાં સંધ્યાં દેખાણી. પરંતું કપડાના ઢગલામાંથી સાગરે ખૂબ કાળજી પૂર્વક જોયું કે, પેલી રડતી સ્ત્રી કોઈ અન્ય સ્ત્રી હતી. પેલાં ક્રૂર ડાકુએ તે સ્ત્રીને જોરથી ઓરડામાં રહેલાં પલંગ પર પટકી. હાથમાં રહેલી બંધૂકને દિવાલના ટેકે મૂકી, તે ડાકુ રડતી સ્ત્રી પર ભૂખ્યાં વરૂની જેમ ત્રાટક્યો. કામાતૂર બનેલો ડાકુ બળપૂર્વક તે સ્ત્રીના કપડા ફાડવા લાગ્યો. ફાંટેલા કપડા ડાકુ પેલાં કપડાના ઢગલા પર ઘા કરતો હતો. પછી તે પોતે પણ નગ્ન થઈ ગયો. તે બધું જોય સાગરને ઘણો ગુસ્સો આવતો હતો. પણ એ સમયે સાગર કંઈ પણ કરી શકે તેમ ન હતો. પેલી સ્ત્રી પિડામાં ભૂમો પાડી રહી હતી. તે ભૂમોમાં સાગરને સંધ્યાનો અવાજ સંભળાતો હતો. પિડિત સ્ત્રીની ચિસો સાગરના હૈંયા પર આઘાત કરતી હતી. તેથી તે સ્ત્રીને બચાવવા માટે સાગરે વિચારવાનું શરૂ કર્યું. ક્રૂર અને ઘાતકી ડાકુને રોકવા સાગરે ઓરડામાં એક નજર ફેરવી. ત્યાં એકદમથી સાગરની નજર દિવાલ પર ટેકવેલી ડાકુની બંંધૂક પર પડી. હવે તે બંધૂક જ પિડિત સ્ત્રીને ડાકુના સકંજામાંથી છોડાવી શકે તેમ હતી. તેમ વિચારતો સાગર ઝડપથી કપડાના ઢગલામાંથી બહાર નિકળ્યો. ડાકુની આંખો હજી તો સાગરને જુએ, તે પહેલા તો સાગરે બંધૂક ઊઠાવી લિધી. સમય પોતાની એક ક્ષણ બદલે તે પહેલાં તો સાગરે ડાંકુની પિંઠમાં એક ગોળી ધરબી દિધી. ગોળીથી ઘાયલ થયેલાં ડાકુએ પિંઠ ફેરવીને બંધૂકધારી સાગરને જોયો. સાગરના તે આઘાતથી ડાકુ ક્રોધમાં સાગર સામે ઢોળા કાઢી રહ્યો હતો. એટલે સાગરે તરત ડાકુની ઉઘાડી છાંતી બિજી ગોળીથી વિંધી નાખી. એ વખતે ડાકુનું મો ફાંટી રહ્યું. બિજી ગોળીએ ડાકુનું પ્રાણ પંખીડું ઊડાડી દિધું હતું. સાગરની તે હિમ્મતે પેલી સ્ત્રીની ઝીંદગી બચાવી લિધી.

નગ્ન બનેલી સ્ત્રીએ સાગરની સામે જ કપડાના ઢગલામાંથી સારા કપડા પહેરી લિધા. એટલે ત્વરિત સાગરના દિમાગમાં પણ સંધ્યાને બચાવવાની યોજના જન્મી ગઈ. તેણે તરત મરેલાં ડાકુના કપડા પહેરી લિધાં. અને પોતાના કપડા ડાકુને પહેરાવી દિધાં. હવે સાગર ડાકુના વેશમાં સંધ્યા સુધી પહોંચવાનું વિચારી રહ્યો હતો. ત્યાર પછી સાગરે સંધ્યા વિશેની બધી વાત પેલી સ્ત્રીને કરી.

તે સ્ત્રીએ પોતાનું નામ ચાંદની જણાવ્યું. તેને ખબર હતી કે સંધ્યા ક્યાં હતી. તેમ પણ સાગરને જણાવ્યું. ચાંદનીના તે શબ્દોએ સાગરના ચહેરા પર ફરી ચમક પાથરી દિધી. ચાંદનીના કથન મુજબ સંધ્યા ડાકુઓના સરદાર પાસે હતી. અને સરદાર સુધી પહોંચવાનો રસ્તો ચાંદની જાણતી હતી. ચાંદની છેલ્લા પાંચ દિવસથી તે જહાજમાં ફસાયેલી હતી. એટલે સંધ્યાને છોડાવવા માટે ચાંદની પણ સાગરને મદદ કરવાં તૈયાર થઈ ગઈ.

સાગર અને ચાંદનીએ મરેલાં ડાકુને સમૂદ્રમાં ફેંકી દિધો. એટલે મોટા અવાજ સાથે ડાકુની લાશ પાણીમાં પડી. તે અવાજે બધાં ડાકુને ત્યા એક્ઠા કરી દિધાં. પરંતું સાગરના કપડા પહેરેલા ડાકુને સાગર સમજી, બધાં ડાકુ મોટે મોટેથી હાસ્ય કરવા લાગ્યાં. એ સમયે બધાં ડાકુ ત્યાં હતાં. એટલે તે મોકાનો લાભ લેતા સાગર અને ચાંદની બધા ડાકુની સામેથી ઓઝલ થઈ ગયાં. ચાંદનીના કથન અનુસાર સરદારનો ઓરડો ત્રીજા માળે હતો. સાગર અને ચાંદની ત્રીજા માળે પહોંચવાં એકી શ્વાસે પગથિયાઓ ચડવા લાગ્યા હતાં.

આખરે ત્રીજો માળ આવી ગયો. ચાંદનીએ હાથના ઇશારાથી સાગરને સરદારનો ઓરડો બતાવ્યો. તે ઓરડો સૌથી છેલ્લો અને મોટો હતો. તેના બારણા અંદરથી બંધ હતાં. સાગરે તરત તે ઓરડાના બારણાં પર ટકોરા માર્યાં. એટલે થોડીવાર પછી તે બારણા ખુલ્યાં.

સરદારના ઓરડામાં અજવાળું હતું. સંધ્યા ઋદન કરતી પલંગ પર પડી હતી. ભયંકર દેખાવવાળો સરદાર બારણું ખોલી સાગર સામે પ્રશ્નના ભાવથી જોતા ઉભો રહ્યો. ત્યાં એકાએક સરદારની આંખોએ સાગરને ઓળખી કાઢ્યો. તેને ખબર પડી ગઈ કે ડાકુના વેશમાં કોઈ બિજું હતું. એટલે તરત સરદારે સાગરને એક લાત મારીને જમિન પર પાડી દિધો. સાગરના માથા પરથી સમૂદ્રી ડાકુની પાઘડી નિકળી ગઈ. આથી સં"ધ્યા પણ ડાકુના વેશે આવેલા સાગરને ઓળખી ગઈ. પરંતું એ સમયે સાગર જમિન પર પડ્યો પડ્યો સરદારની લાતો ખાઈ રહ્યો હતો. સંધ્યાએ પણ સરદારને રોકવાની કોશિશ કરી, પરંતું જાનવર જેવો સરદાર રોકાયો નહી.

આખરે ચાંદનીએ ચપળતાથી જમિન પર પડેલી બંધૂક ઊઠાવી લિધી. ત્યારબાદ ચાંદનીએ બાજ ગતીએ બંધૂકની ગોળીઓ સરદારના શરીરમાં ઉતારવાનું શરૂ કર્યું. જ્યાં સુધી સરદારે અંતિમ શ્વાસ ન લિધો ત્યાં સુધી ચાંદનીએ ગોળી ચલાવવાનું શરૂ રાખ્યું. ગોળીના જિવલેણ મારથી અંતતઃ સરદાર જમિનદોષ થઈ ગયો.

ચાંદનીએ સરદારનું પૂરૂ શરિર ગોળીઓથી વિંધી નાખ્યું હતું. પોતાની અને બિજિ ઘણી બધી નિર્દોષ સ્ત્રીઓ સાથે થયેલાં અત્યાચારોનો બદલો એ ક્ષણે ચાંદનીએ લઈ લિધો.

ઘણી બધી ગોળીઓનો અવાજ સાંભળી બિજા ડાકુઓ ઉપર આવતા જણાયાં. એટલે તરત ચાંદનીએ સાગર અને સંધ્યાને પોતાની પાછળ આવવા જણાવ્યું. ચાંદની, સાગર અને સંધ્યા એક નાની હોડી પાસે આવ્યાં. તે હોડી જહાજ સાથે બાંધેલી હતી. ચાંદની સાથે મળીને સાગરે અને સંધ્યાએ તે હોડીને પાણીમાં ફેંકી. ત્યાર પછી દોરડાના સહારે તે ત્રણેય નાની હોડીમાં આવીગયાં. એટલે ચાંદનીએ તરત એક ગોળી દ્વારા દોરડાને તોડી નાખ્યું. અને નાવ વિશાળ જહાજથી દૂર ભાગવા લાગી. અન્ય ડાકુઓએ તે ત્રણે પર ગોળીઓનો વરસાદ શરૂ કર્યો. પણ હવે તેનો કોઈ મતલબ ન હતો. હોડી ધિરે ધિરે સૂરક્ષિત વિસ્તારમાં પહોંચી ગઈ હતી.

સાગર અને સંધ્યા તે હોડીને હલેસા મારી રહ્યા હતા. તે બન્નેની આંખો તે સમયે મૌનની ભાષામાં વાતો કરી રહી હતી. એકાએક સંધ્યાની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી. તે જોય સાગરની આંખો પણ ભીની થઇ ગઇ. એટલે ચાંદનીએ તે બન્નેની મૌન ભાષાને સમજવાનો પ્રયત્ન કર્યો. તેણે સંધ્યાના નયન માર્ગે પોતાની દ્રષ્ટિ દોડાવી. આથી ચાંદનીને ખબર પડી કે સંધ્યા સાગરના લાલ ઘાવ જોઈને રડતી હતી. સાગર પણ સંધ્યાના શ્વેત ગાલ પર લાગેલા લોહીના ટીપાને જોઈને રડતો હતો. એટલે ચાંદનીના હોઠોમાંથી અચાનક બે શબ્દો સરી પડ્યા. તે શબ્દો હતા, લાલ ઇશ્ક, લાલ ઇશ્ક, લાલ ઇશ્ક.