Gita .... why don't you study? books and stories free download online pdf in Gujarati

ગીતા.... તું કેમ ના ભણી ?

પર્જન્યને નોકરી નો ઓર્ડર સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકામાં થયો.જિંદગી નો પ્રથમ અનુભવ હતો કે તે વડોદરા ઘેર થી નીકળ્યો કે ડુમ્મસ ક્યાં હશે? લોકો કહેતાં કે ડુમ્મસ એટલે સુરતનું દરિયા કાંઠાનું પર્યટન સ્થળ છે. રેત અને બાવળની અંદર છુપાયેલું બે ઘડીક પ્રિયજન સાથે બેસીને વાતો કરવાનું સ્થળ છે. તેમાંય રવિવાર એટલે અબાલવૃદ્ધ બધાં પોતપોતાનું વ્હીકલ લઇ મોજ મસ્તી માટે ઉમટી પડે તેવું સુંદર સ્થળ છે. એવું મિત્રો પાસે સાંભળ્યું હતું. પરંતુ પ્રત્યક્ષ જોયું ન્હોતું. અવનવા વિચારમગ્ન ચહેરે આશાઓ,અરમાનો સાથે નવી ધરતી,નવાં માનવીઓ સાથે મારી નવી દુનિયા ઉભી કરવાની હતી.સુરત બસ ડેપો થી ઊતરી ડુમ્મસ ની બસ બદલી પર્જન્ય સીધો ડુમ્મસ તરફ ઉડવા લાગ્યો એક પછી એક બહુમાળી મકાન આંખ સામે પસાર થાય છે. ક્યારે આવશે? કેટલું દૂર છે હજુ? મનની તાલાવેલી તીવ્ર ગતિએ હતી બસ ની ગતિ ગોકળ હતી. મચ્છીમારી સાથે સંકળાયેલા સહપ્રવાસી અને મચ્છીની તીવ્ર વાસ થી તેનું મગજ ભમવા લાગ્યું. બારી પાસે બેઠો હતો એટલે સારું હતું બાકી એટલી જોરદાર ઉલ્ટી થઇ કે પેટ ખાલી થઇ ગયું. આંખે ચક્કર આવવા લાગ્યા. બસ પ્રવાસી જેવી જીભ માં આવે તેવી ગાળો બોલવા લાગ્યા. ઓ….. ભાઈ! તને ઉલ્ટી થતી હતી તો તારે પાછળની સીટ માં બેસવું જોઈતું હતું. અને ઘણાં લોકો મોઢું વકાસી ને એને કહેવા લાગ્યાં.ભાઈ! પછળ જતા રહો.તેણે તેનો બધો સમાન લઇ બસમાં પાછળની સીટ માં તે ગોઠવાયો. કોઈ ઓળખતું ન્હોતું કે હું સરકારી નોકરીએ પ્રથમ હાજર થવા જાઉં છું....
ડુમ્મ્સ નજીક હતું,પર્જન્યે પૂછ્યું...બાંધકામ ખાતાની ઓફિસે જવું છે,માટે મને નજીક પડે ત્યાં ઉતારજો.કંડક્ટરની સૂચના મુજબ એ નિર્ધારિત સ્થળે ઉતર્યો.
ઓફિસ ખાતે હાજર થઇ ત્યાંના પટ્ટાવાળા સાથે રહેવા ભાડા ના મકાનની શોધખોળ કરી. મકાન ભાડે મળી ગયું. પટ્ટાવાળા એ એક માછીબાઈ ને કીધું કે આ સાહેબ માટે ઘર સાફ સફાઈ,ચા,જમવાનું આજે તારા ઘરે થી કરજે. તેમ ભલામણ કરી ચલતા થયા, પર્જન્ય પોતાનો સામાન લઇ આવી ને ભાડાના ઘરમાં મુક્યો. માછી બાઈ કોઈ સારા વેલસેટ ઘરની પૂત્ર વધુ હતી.તે બોલી આજે સર..! હું બધું કામ કરી આપું છું કાલે કોઈ કામવાળી હું શોધી આપીશ પરંતુ હમણાં જે કામનો ભાવ છે તે મુજબ પાંચ પચીસ વધુ આપજો. પર્જન્યે હા પાડી.બીજા દિવસે સમયસર એ મચ્છીમારીની છોકરી લઇ આવી ગઈ.બધું સમજાવી તે ચાલી ગઈ.તેણે વણચીંધેલું બધું જ કામ કરી ને કહેતી ગઈ કંઈ કામ પડે તો મને બોલાવજો, સર! પર્જન્ય બોલ્યો... તમારું નામ શું? પ્રત્યુત્તર મળ્યો 'ગીતા'!.. ગીતા! તને વાંધો ના હોય તો હું જે છે તે કરતાં વધુ પગાર આપીશ. મારા માટે ચા - નાસ્તો, જમવાનું, કપડાં, વાસણ, સફાઈ ઇતયાદી કામ કરી આપજો. મને કંઈજ નહીં આવડતુ અને હું નવો છું. ગીતા.એ હા ભણી..હો! સર. !. બપોર પછી રૂમ ની સાફ સફાઈ કરી, રસોઈ બનાવી પર્જન્ય ને જમાડી ઓફિસ મોકલ્યા.. બાકી નું કામ તે કરતાં કરતાં બપોર થઇ ગયા. સાંજ પડી. પરજન્ય ઘર આવ્યો. ફાવતું ન્હોતું. ગીતા આવી. સર ! શું બનાવું જમવાનું? શાકભાજી અહીં તાજી નહીં મળે, માછલી તાજી મળશે.તમેં નોનવેજ ખાઓ છો? ગીતા કકળાટ બોલી તો ખરી પરંતુ પર્જન્ય પણ આ છોકરી સામું જોઈ જ રહ્યો.મનોમન વિચાર કર્યો.સમાજ જે જાતિ નો વિરોધ કરે છે તે તો ખૂબજ ઉમદા, ચોખ્ખી બોલી, ગરીબ હોવા છતાં ચોરી નહીં કરતો આ સમાજ શિક્ષણ માં નિરક્ષર છે,પરંતુ બુદ્ધિમાં ખૂબ આગળ છે...ગીતા..! હું વેજિટેરિયન છું.જા લે આ પૈસા લઇ આવ. ગીતા દુકાન ચાલી ગયા બાદ ગીતા તે સાચાં અર્થમાં ગીતા હતી તે વિચારે ખોવાઈ ગયો. ગીતા શાકભાજી લાવી.. બાકીના પૈસા પાછા આપ્યાં. હિસાબ ચોખ્ખો.રસોઈ સ્વાદિષ્ટ જોઈ ઘરથી પણ વધુ ફાવવા લાગ્યું.ચાર દિવસ ની રજા લઇ તે વતન વડોદરે આવ્યો.પાછૉ નોકરી પર આવી ગયો. ત્યાં ગીતા એ બધું જ તૈયાર કરી રાખ્યું હતું. સમય વીતતો ગયો.એકબીજાના ગાઢ પરિચય બાદ..પર્જન્ય બોલ્યો.! ગીતા! તું આટલી ઉંમરે ભણવાની જગ્યાએ મજૂરી કેમ કરે? ગીતા બોલી ! મારો બાપ દારૂ પીએ છે. રાતે મારી મમ્મી જે કંઈ કમાઈ લાવી હોય તે લઇ દારૂ પી મમ્મી ને મારે છે. મારાથી બીજાં ત્રણ ભાઈ બહેન છે.મમ્મી ની મજૂરીમાં આટલી મોંઘવારી માં ઘર ખર્ચ બહુ થાય છે માટે મારે અભ્યાસ છોડી આવવું પડ્યું.આટલું સાંભળતાં પર્જન્ય ગીતા સામું જોઈ રહ્યો. ગીતાની અસ્ખાલિત વાણી સાભળી બોલ્યો. ગીતા તારે ભણવું જ હોય તો હું ખર્ચ આપીશ.. તું પાછી સ્કૂલે જા.ત્યારે ગીતા બોલી.... મારી મમ્મી દારૂ ગાળનાર ની ભઠ્ઠી પર મજૂરીએ જાય છે, અને હું તમારે ત્યાં!!!!બીજી કોઈ મંજૂરી નથી, મારી સગાઇ મારા પપ્પાએ રૂપિયા લઇ કરી દીધી છે,હવે થોડા સમય પછી મારાં લગ્ન છે. હું જતી રહીશ.... (આંખમાં આસું સાથે આગળ બોલી ) સર... આ મહિના પછી હું તમારું કામ કરવા નહીં આવું. બીજી કામવાળી શોધી દઈશ તમને..!!. ચિંતા ના કરતા... પર્જન્ય વરસાદ વગર અનરાધાર વરસી પડ્યો.મહિના બાદ ગીતા જતી રહી.ગીતા એ આપેલો ઉપદેશ કાયમ સમુદ્ર ના મોજાં સાથે કાનમાં અથડાય છે. ગીતાએ જે કીધું તે પ્રમાણે થયું.દર્દ પૂનમ ની ભરતી જેમ આવે છે અમાવસ જેમ સમાઈ જાય છે. ગીતા... મેં ભગવદગીતા વાંચી નથી.. પણ તને જોયા પછી મને આખી ગીતા સમજાઈ ગઈ છે.
અસ્તુ....
(વાર્તા ગમી હોય તો અભિપ્રાય જરુર લખવા અનુરોઘ છે. આભાર મિત્રો )
. - સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )