Kone bhulun ne kone samaru re - 61 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 61

દેથા કુટુબમા અમે ગાયત્રી ગઢમા ભાગ્યે ગયા હતા પણ ડો કનુભાઇ વેટરનરી સર્જન તેનાથી મોટાઘનીફઇ જેઓ ગલ્સ સ્કુલના પ્રિન્સીપાલ (પહેલા સરકારી ગલ્સ સ્કુલ પછી ફોરવર્ડ ગલ્સ સ્કુલ)

તેનાથી મોટા તખ્તસિંહજી જેઓ વરિષ્ઠ પત્રકાર...કનુભાઇને એક દિકરો હર્શદભાઇ તથા એક દિકરીદક્ષાબેન..મોટાબાપુજીનુ નામ કાયમ રહે માટે કનુભાઇએ હર્શદભાઇને દત્તક મોટાભાઇને બચપનમાઆપી દીધેલા...એટલે હર્ષદ ટી દેથા અમારા જોડીદાર બન્યા હતા...

હર્ષદભાઇ કાયમ સાંજે ફરવા ઘરેથી નીકળે ત્યારે અચૂક બારણા ઉપર ધનીમાં કે બેન કોઇક ઉભા રહઅને પહેલા પુછેભાઇ જલ્દી આવી જઇશ ને ? નીચે સફેદ ઇસ્ત્રી કરેલો પહોળો લેંઘો ને ઉપર બ્લુ કેકોઇ પણ ક્લબનું શર્ટ પણ કડક ઇસ્ત્રી કરેલું હોય હોયજ પગમાં કાળા ચામડાના ચપ્પ્પલ પોલીસકરેલા હોય .પાંચ ફુટ સાત ઇચના પાતળા એકવડા બાંધાના ,કાયમ ઉભા કાળા ભમ્મર વાળ ઓળેઆગળ ઉંચો ફુગ્ગો રાખે .એમના ખીસ્સામા કાયમ દાંતિયો હોય .જરા જો પવનમા ફુગ્ગો વીખાઇજાયતો તરતજ ઓળી લે...વિશાળ ભાલ પ્રદેશ ગોરે રંગ ચમકતી આંખો વચ્ચે અણીદાર ચારણનેશોભે તેવુ નાક...દિલના બહુ સાફ ભોળા સખત પ્રેમી...મોટા માથા નીચે લાંબી ડોક વચ્ચે અણીદારનઢીયો હસે ત્યારે સતત ઉંચો નીચો થાય

પાતળી રેશમી મરદના ઘરેણા જેવી નાનકડી મુંછ હજી ઉગુ ઉગુ થતી હતી...!!!

મનહર અને ચંદ્રકાંત અંદર અંદર હસીને થાકી જતા પણ બહારનો કોઇ ત્રીજો પ્રવેશ થાય તો કદરકરનાર કોઇ મળે એમા આવા નિખાલસ મોટેથી હસતી વખતે છી છી છી કરતા કપાળ ઉપર હાથ મુકીમાથુ હલાવતા આગળ ઘસડાઇ જતા હર્ષદભાઇ પહેલો શિકાર બન્યા...

શરુઆતમા હર્ષદભાઇને રીતે બેફામ હસતા જોઇને સ્તબ્ધ બનેલા બન્નેને ઔર હસવુ આવી જતુ... જોઇને હર્ષદભાઇ ફરી હસી પડે... ચક્ર ચાલુ રહેતુ ...છેલ્લે હર્ષદભાઇ "ભારી કરી છી છી છીકહે .ઓછામા પુરુ મનહરનુ હાસ્ય પણ ગાડી સ્ટાર્ટ કરતી વખતે ઘુઘુફુફુ કરતા વધતુ જાય એટલેબધ્ધા ઔર હસી પડે....રસ્તે જતા આવતાતો ઠીક પણ ત્રેખડને ગણેશ સોસાઇટીના રોડથીદત્તમંદિર જતા આવતા લોકો પણ સાઇડમા ખસી જતા...તો કેટલાક ખાસ જોવા બેસી જતા...

હર્ર્ષદભાઇ તભાભટ્ટ મીયા ફુસકીજ કે બકોર પટેલ બહુ વાંચ્યા હતાંતેમની એટલી કડક ચોકીકરવામા આવતી કે બીજું કંઇ આડું અવળું વાંચે નહી ,ટાઇમ સર બાબાભાઇ દુધનો ગ્લાસ પુરો ખાલીકરો...ચાલો જોઉં ..રોટલા ઉપર ઘીનો થર કરી ગોળ સાથે ખાવાનો ને નાનો ટુકડો મોટા બાપુજીજોઇલે ત્યાં સુધી રાખી મુકાતો . ગઢમાંથી છુટેલા વહાલા મિત્રને એક દિવસ ચંદ્રકાંતે પોતાનાં ઘરેઇસ્ત્રી રીપેર કરતા ઘરમાં પાના પક્કડ લઇ બેઠા હતા...મનહર બાજુમા બેઠા મુકેશના ગીતોસંભળાવતા હતા...ત્યાં હર્ષદભાઇની એન્ટ્રી થઇ ..."શુ કરે છે ચંદ્રકાંત?"

ચંદ્રકાંતે મનહરને આંખ મારી...મનહર સાવધાન થઇ ગયો...હર્ષદભાઇ ઇસ્ત્રી ઉપર બરાબર ધ્યાનલગાવીને હજી બેઠા હતા...ઇસ્ત્રીનો વાયર જે છુટો પડી ગયો હતો તે ફીટ કરીને વાયરનો બીજો છેડાનીપીન ચંદ્રકાંતે હર્ર્ષદભાઇનાં હાથમા પકડાવી. મનહરને ચંદ્રકાંતે આંખ મારી . ચંદ્રકાંતે આમ ને આમઇલેક્ટ્રીક સ્વીચ ચાલુ કરી સાથે હર્શદભાઇ જંપ મારીને કુદ્યા...."પીન ફેંકી દીધી...."અરેરેચંદ્રકાંત શું કરે છે?જોતો નથી શોક લાગી જાય ?તેનુ ભાન છે?"હર્શદભાઇ પહેલી વખત લાલચોળ થઇગયા....!!!મનહર ચંદ્રકાંત જોરથી ખડખડાટ હસી પડ્યા હસતા હસતા બેવડ વળી ગયા પણહર્શદભાઇ સ્તબ્ધ...!!! હજી ભયની કંપારીથી હર્ષદભાઇ ધ્રૂજતા હતા.

"તમે લોકો હસો છો પણ ૨૪૦ વોલ્ટનો શોક જેને લાગે તો ખબર પડે..કે કેવો ઝટકો લાગે.... માણસમરી જાય ,ખબર છે ?આવી તે છોકરમત હોય ?

"પણ..."

"શું પણ? આવી તે મશ્કરી હોય કોઇક દીવસ ભારે પડી જાય"

"હર્શદભાઇ પીન તમારા હાથમા હતી આપણે સોકેટમા ફીટ નહોતી કરી ફક્ત ડરાવવા માટેસ્વીચચાલુ કરી હતી વાયર તો મારા હાથમાં હતો જૂઓ !,... કરંટ નહોતો...!!"

"હે? હે?હે? હમમમ અરે...?એમ?" એમ કેમ બંને ? તારા હાથમાં વાયર હતો તો સ્વીચ કેમ ચાલુ કરી?એનો જવાબ દે હવે

ચંદ્રકાંત અને મનહરે આખી મજાક ફરીથીડેમો આપી સમજાવી ત્યારે હર્ષદભાઇનો શ્વાસ નોરમલ થયોતમે લોકો છેને ….પછી છે છે છે હી હી હી કરતા કપાળ પકડીને રૂમની બહાર દોડી ઘરનાબગીચામાં બે ત્રણ વાર હસ્યા એટલે ઇસ્ત્રી મુકીને મનહર અને ચંદ્રકાંત ફરીથી હસાવવા દોડી ગયા .


ચંદ્રકાંત