The Rise of Kindness books and stories free download online pdf in Gujarati

દયા નો ઉદય

જીવન માં દયા ,કરૂણા છે તો જીવન માં ઈશ્વર છે

ભેગા થવું એ શરૂઆત છે
ભેગા રહેવું તે પ્રગતિ છે
પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે...

મારા મન ના વિચારો હું તમારા હૃદય સુધી પહોંચાડી શકું તેવો પ્રયત્ન કરીશ

આજ નો મારો ટોપિક છે...kindness


તુલસી દાસ નો દોહો છે...

दया धर्म का मूल है
पाप मूल अभिमान,
तुलसी दया न छोडिये
जब तक घट में प्राण

અર્થાત: તુલસી દાસ જી કહે છે કે દયા એ જ ધર્મ છે...અને અભિમાન એ પાપ છે જ્યાં સુધી આ શરીર માં પ્રાણ છે ત્યાં સુધી દયા ભાવના ના છોડવી જોઈએ

દયા એ જ ધર્મ છે અને ધર્મ એ જ દયા...

દયા એટલે...
જ્યારે કોઈ દુઃખી હોય છે ત્યારે તેમના દુઃખ માં ભાગીદાર બની તેમના દુઃખ ને દૂર કરવાનો પ્રયત્ન કરવો...

ધર્મ એટલે...
ધર્મ એટલે કર્તવ્ય અને કર્તવ્ય એને જ કહે છે જે સંપૂર્ણ માનવતા અને સંપૂર્ણ સંસાર માટે શુભ હોય...

આપણા ભારત ની સંસ્કૃતિ માં દયા ને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે

જ્યારે મન માં દયા અને સમાજ હિત માટે મન માં જિજ્ઞાસા હોય છે ત્યારે એ વ્યક્તિત્વ અમર બની જાય છે

જે માણસ દરેક ને પોતાના માને છે અને તેમના દુઃખ માં દુઃખી, સુખ માં સુખી થાય છે ત્યારે દયા નો ભાવ ઉદભવે છે

જેટલા પણ મહાપુરુષ થયા, ધાર્મિક પુરુષ થયા
એ બધા જ લોકો એ દયા અને કરુણા ને પોતાનું મુખ્ય શસ્ત્ર બનાવ્યું હતું..કારણ કે એમના મન માં સમાજ ના હિત માટે દયા અને કરુણા હતી

જો મહાત્મા બુદ્ધ ના મન માં જન - જન ની પીડા નો વિચાર ના આવ્યો હોત તો એ ક્યારેય સત્ય ની પ્રાપ્તિ માટે વન વન ના ભટક્યા હોત...

જો મહાત્મા ગાંધી માં સમાજ કલ્યાણ માટે ભાવ ના હોત તો એ દક્ષિણ આફ્રિકા માં જઈને આંદોલન ના કરત...ભારત માં મીઠા નો કાનૂન ના તોડત અને જેલ માં પણ ના જાત

જો ભગત સિંહ ,સુખદેવ ,રાજ ગુરુ માં દેશ હીત ની ભાવના અને દયા ના હોત તો એ દેશ માટે ક્યારેય ફાસી ના ખાધી હોત

આવા ઘણા મહાન વ્યક્તિ ઓ છે જેમણે સમાજ હીત માટે ઘણા બધા ત્યાગ આપ્યા છે

પરંતુ એ બહુ દુઃખ ની વાત છે કે આજ ના youth માં દયા , ભાવ ,કરુણા નો અભાવ જોવા મળે છે

આજ ના youth માં ઈર્ષા નું પ્રમાણ વધી રહ્યું છે મારા કરતાં બીજા ને વધાર માર્ક્સ ના આવા જોઈએ...આજે ક્લાસ માં ભણતા આપણા સાથી મિત્રો પ્રત્યે પણ દયા રહી નથી

જે વ્યક્તિ માં દયાપણા નો ભાવ નથી હોતો તે વ્યક્તિ ક્યારેય સફળ નથી થયી શકતો...પોતાના માટે તો બધા જીવે છે પરંતુ જે વ્યક્તિ સમાજ માટે જીવે તેજ ખરો માણસ...

એટલે જ કહેવું ગમે કે...

માનવતા કેરો કિરદાર નિભાવે
એજ ખરો નટ સમ્રાટ

ભક્ત નરસિંહ મહેતા ની પાસે કઈ જ ન હતું પરંતુ તેમની પાસે દયા , પ્રેમ , અને કરુણા હતી તેથી જ તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ તેમની મદદ માટે આવતા નરસિંહ મહેતા પરથી મને તેમનું એક સરસ મજાનું પદ યાદ આવે છે

વૈષ્ણવ જન તો તેણે રે કહીયે
જે પીડ પરાઈ જાણે રે...
પર દુખે ઉપકાર કરે તોય
મન અભિમાન ન આણે રે

સાચો માણસ એ જ છે જે બીજા ના દુઃખ ને જાણે
અને તેમના દુઃખ ને દૂર કરે , અને મદદ કરીને પણ અભિમાન ના આવે...

જ્યારે મન અને હૃદય માં દયા નો ભાવ હોય છે ત્યારે એ માણસ ની અંદર થી કપટ નો નાશ થાય છે...અભિમાન નો નાશ થાય છે...સમાજ માં તમારું વ્યક્તિત્વ કંઈક અલગ રીતે જ જોવાય છે

આજ ના યુવાનો એ દેશ નો પિલર છે... જો એ ધારે તો સમાજ ને એક અલગ દિશા માં લઇ જઇ શકે છે...

આજે આપણા દેશ માં ઘણી બધી ngo ચાલે છે સમાજ ના હિત માટે...

આજે બાળકો બાળ મજૂરી નો ભોગ બને છે ગરીબી ના કારણે બાળકો ને ભણતર નથી મળતું...આપણી આવક માંથી આપણે 20% ભાગ આપણે દાન કરવું જોઈએ...કારણ કે આપણી પાસે જે કાંઈ છે એ બધું ઈશ્વર નું આપેલું છે તો આપણે ઈશ્વર નું જ ઈશ્વર ને અર્પણ કરવાનું છે કારણ કે દરેક ની અંદર ઈશ્વર નો વાસ છે

ભગવદગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે...

यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति।

અર્થાત: જે માણસ બધી જ વસ્તુ માં દરેક જીવ માં મને જુવે છે એના માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારા માટે અદ્રશ્ય નથી હોતો હું ક્યારેય એના થી દુર નથી હોતો એ જ્યાં ક્યાંય પણ રહે છે મારી કૃપા ની કક્ષ માં રહે છે

અર્થાત દરેક જીવ ની અંદર ભગવાન નો વાસ છે તો આપણે સૌ લોકો પ્રત્યે દયા રાખીને તેમની મદદ કરવી જોઈએ

આજે સમાજ માં અબોલ જીવ ની હત્યા કરીને તેમને ખોરાક રૂપે ખાવામાં આવે છે...શું એ અબોલ જીવ માં વેદના નથી ? શુ તેમના માં ઈશ્વર નથી ? શુ તેમને પીડા થતી નથી? જે વેદના જે પીડા માણસો ને થાય છે તે જ પીડા અબોલ જીવ ને પણ થાય છે...

અબોલ જીવ પર દયા રાખો અને તેમને દુઃખ ના આપો કારણ કે કોઈ ને પણ દુઃખ આપવું એટલે ઈશ્વર ને દુઃખ આપવું

કારણ કે આત્મા પરમાત્મા છે સૌ પ્રભુ ના રૂપ...

જ્યારે એમ્બ્યુલન્સ આપણી બાજુ માંથી પસાર થાય છે અને ત્યારે ઓટો મેટિક આપણા મન માં પ્રાર્થના થવા લાગે છે કે હે ભગવાન આ એમ્બ્યુલન્સ માં જે કોઈ હોય એમને સાજા કરી દેજો એમને હિમ્મત આપજો આ ઘટના ત્યારે થાય છે જ્યારે આપણાં હૃદય માં દયા ની ભાવના હોય છે


મારી વાત હું અહીંયા પુરી કરું છું...
જો મારો આ લેખ તમને ગમ્યો હોય તો
તમારા મિત્રો માં , પરિવાર માં જરૂર share કરજો...


જય ભોલેનાથ 🙏