A glimpse of love books and stories free download online pdf in Gujarati

પ્રેમની ઝલક

અદિતિ એક મધ્યમ પરિવાર છોકરી હતી,ભણવામાં ખૂબ હોશિયાર હતી,એમના ઘરના ભાગલા પડ્યા પછી એના કાકા સાથે બોલવાનું બંધ થઈ જતાં અદિતિને ખૂબ આઘાત લાગ્યો હતો,અદિતિ આઠમા ધોરણમાં આવી ગયી હતી.સ્કૂલના પ્રવાસમાં જવાનું હોવાથી ખૂબ ખુશ હતી.


અદિતિને સ્કૂલના પ્રવાસમાં જવાનું હોવાથી ખૂબ ખુશ હતી.એ તેની સખી રચનાને ત્યાં ગઈ.

રચના; અરે..અદિતિ અત્યારે કેમ આવવાનું થયું ?

અદિતિ ; અરે રચના આપણે આવતી કાલે પ્રવાસ જવાનું છે.એટલે તને કહેવા આવી કે, મને વહેલા જગાડવા આવજે,કારણકે તારી મમ્મી ખૂબ વહેલા જાગી જાય એટલે કીધું.

રચના; " તારી વાત સાચી "

અદિતિ :" જોજે તું બીજા જોડે ના બેસતી તું ,હું , અને કુંદન એક સીટમાં બેસી જઈશું.

રચના ; યાર અદિતિ તું હવે જા અને તૈયારી કરી સુઈ જા ,જેથી વહેલા જાગી જવાય.

(અદિતિ ઘરે આવી એના ખુશીનો પાર ન હતો)

અદિતિની મમ્મી; "બેટા "
કાલે પ્રવાસમાં જાય તો ત્યાં તોફાન કરવાનું નહીં અને બધા જ સાથે ફરજે, જો બધાથી અલગ થઈશ તો શહેરમાં તું ખોવાઈ જઈશ તો તને કોણ શોધશે ધ્યાન રાખવાનું ' બેટા '

અદિતિ; હા ,"મમ્મી હું મારું ધ્યાન રાખીશ, તું "ચિંતા ના કરતી" પરંતુ મમ્મી મને તો ઊંઘ જ નથી આવતી કાલે પ્રવાસમાં જવાનું છે કેટલી બધી મજા આવશે.

અદિતિની મમ્મી ; "બેટા" અત્યારે જેટલી મજા કરાય એટલી કરી લેવી સારી ,અમારા જેવડા થશો પછી તમને દુનિયાદારીનું ભાન થશે અને તમારે ફરવું હશે તો પણ તમે ફરી શકશો નહીં. અત્યારે અમે એવા બંધાઈ ગયા કે ક્યાંય જઈ શકતા નથી.

(અદિતિ વિચાર કરતી સુઈ જાય છે.)

(બીજા દિવસે સવારે રચના આવી ઉઠાડવા એ પહેલા જાગીને તૈયાર થઈ ગઈ હતી.)

રચના; ' "અરે અદિતિ તું રાત પર સૂઈ નથી કે શું !આટલી વહેલા જાગી ગઈ અને તૈયાર પણ થઈ ગઈ છે ,ચાલ તો હું પણ તૈયાર થઈને હાલ જ આવું છું આપણી શાળાનો બેલ વાગી ગયો છે બધા બાળકોને ભેગા કરવાનો."

અદિતિ ;"ચાલ હવે તું જલ્દીથી તૈયાર થઈને આવ, હું કુંદનને પણ જઈને બોલાવી લઉં છું ત્રણેય સખીઓ તૈયાર થઈને પ્રવાસ માટે શાળામાં આવી ગઈ, એમના માતા-પિતા પણ સાથે જ હતા. ત્રણે જણા બસમાં એક સીટમાં ગોઠવાઈ ગયા. ખરેખર એ ત્રણને એટલો બધો આનંદ હતો દિલમાં કે જાણે કે કોઈ વિદેશમાં ફરવા જતા હોય એવો. ચહેરા પર ભાવ હતો.હોય જ ને ..એ વખતે ભાગ્યે જ બહાર જવાનું થાય. અને લક્ઝરીમાં બેસવાનો સમય તો પ્રવાસમાં જ મળે બાકી છકડો હોય અને તેમાં બેસીને આજુબાજુના ગામમાં મેળા જોવા જવાનું થતું હતું, એટલે બંને સખીઓ ખુશ હતી.

અદિતિ ;" રચના, ખરેખર કેટલી બધી મજા આવી રહી છે."

કુંદન; " સાચી વાત છે ,આપણે તો ક્યારે લક્ઝરી માં બેસી બહાર ફરવા જ નથી ગયા. "

"રચના વાતો વાતોમાં જો આપણી બસ ઊભી રહી સાપુતારા આવી ગયું. આપણે બધા સાથે જ ફરવાનું છે."

"અદિતિ રચના અને કુંદન ઉભા હતા ત્યારે મુકેશ આવ્યો અને અદિતિને કહ્યું અદિતિ તારે કંઈ જરૂર હોય તો કહેજે."

"રચના અને કુંદન મુકેશ ને જોઈ જ રહ્યા!! કેમ! અદિતિ ને કહ્યું હશે."

અદિતિ, રચના અને કુંદન ત્રણે જણા હસવા લાગ્યા.

મુકેશ: ' અદિતિ તને વાંધો ન હોય તો તમારા ત્રણ સાથે હું અને ચિરાગ આવીને બેસીએ."

અદિતિ ;ના..હો... તમારી અહીં કઈ જરૂર નથી... પ્રવાસમાં આવ્યા છો તો પ્રવાસમાં ફર્યા કરો અમારે સાથે ફરીને તમારે શું કામ છે.

કુંદન ;"અલી આપણા ક્લાસના છોકરા છે ભલે ને આપણે સાથે ફરે આપણને શું વાંધો છે આપણું ધ્યાન રાખશે."

રચના કહે ;"ભલે ચિરાગ, મુકેશ આવે અદિતિ આપણને મજા આવશે."

"આદિતિ એ મુકેશ અને ચિરાગ ને હા પાડી."

બસમાં પણ સાથે સાથે વાતો કરતા કરતા એકબીજાને ચીડાવતા પાસે જણા સાપુતારા ની મજા લઈ રહ્યા.

અદિતિને મુકેશ સાથે જાણે કે કંઈક અલગ દિલમાં અહેસાસ થતો હોય એવું લાગી રહ્યું હતું ધીમે ધીમે એને મુકેશ સાથે વાતો કરવાનું મન થતું હતું મુકેશને અદિતિ ગમતી હતી પરંતુ એકબીજા સામે ક્યારે પણ એકરાર કરતા ન હતા. અદિતિ મુકેશને કહેતી ;અને મુકેશ તરત એનું કામ કરી લેતો .પ્રવાસમાં ખૂબ જ મજાક મસ્તી કરી.

પ્રવાસમાં અદિતિને બસમાં ચક્કર આવ્યા અને તરત જ મુકેશ એની બાજુમાં જ હતો એને અદિતિને પકડી લીધી અને અદિતિને કહ્યું કે ;તું મારા ખભા ઉપર સૂઈ શકે છે તને તકલીફ હોય એવું લાગે છે.

અદિતિની તબિયત સારી ન હતી. મુકેશની બાજુમાં જ એ બેસી રહી અને બધા જ બજારમાં ફરવા ગયા પરંતુ મુકેશ અદિતિ સાથે બેસી રહ્યો રસોઈયા પણ રસોઈ બનાવતા હતા એટલે શિક્ષકે કહ્યું; તમે આ બંનેનું ધ્યાન રાખજો.

મુકેશ અને અદિતિ પ્રવાસમાં એકબીજા સાથે જોડાઈ ગયા એકબીજાના દિલમાં જાણે એક બીજાએ સ્થાન બનાવી દીધું હતું. પરંતુ અદિતિ અજાણ હતી કે એ મુકેશ ને ચાહે છે! મુકેશને પણ અદિતિ ખૂબ જ ગમતી હતી પરંતુ એને ક્યારેય એકરાર કર્યો ન હતો પરંતુ કહેવાય છે ને કે 15 વર્ષે એકબીજા નો આકર્ષણ એકબીજા સાથે જોડાઈ ગયું હતું. પ્રવાસમાં ખૂબ જ નિકટ રહેવા મળ્યું તેથી એકબીજાની લાગણીઓને એ બંને જણા સ્પર્શી શકતા હતા એ વખતે નહોતા મોબાઈલ કે, ના કોઈ whatsapp બંને માટેનું whatsapp એટલે બંનેની લાગણીઓ એકબીજાના દિલ સાથે અથડાતી અને એક આકર્ષણ ઊભું થતું અને એમાંથી બંને વચ્ચેનો સંબંધ આપોઆપ જોડાઈ ગયો.

પ્રવાસ પૂરો થઈ ગયો રચના કુંદન અને અદિતિએ ,મુકેશ અને ચિરાગ સાથે ખૂબ જ મજાક મસ્તી કરી જીવનભર યાદ રહી જાય તેવો સાપુતારા નો યાદગાર પ્રવાસ એમને
માણી લીધો.