Premni ek anokhi varta - 7 in Gujarati Fiction Stories by Anurag Basu books and stories PDF | પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 7

પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 7

આપણે આગળ નાં ભાગ - ૬ માં જોયું તેમ..
શ્રીયા અને અમિત એકબીજા સાથે દરરોજ વાતો કરતા હતા..તેમજ એકબીજા ની પસૅનાલીટી થી આકષૉયા હતા... જેનાથી દિક્ષા બિલકુલ જ અજાણ હતી..
બીજી તરફ દિક્ષા માટે માગું લઈને આવનાર સ્માર્ટ યુવક "દિપેશ" એ પણ દિક્ષા ને નહીં પરંતુ શ્રીયા ને પસંદ કરી હતી..

હવે આગળ..

દેવભાઈ ના કહેવાથી લક્ષ્મી દેવી એ શ્રીયા ને એકાંત માં,તેના રૂમમાં જઈને લાડ થી પુછ્યું," બેટા! દિક્ષા ને જોવા આવનાર દિપેશ,તને પસંદ કરે છે.. તેઓએ તને મંજૂર હોય તો તારી માટે માગું નાખ્યું છે..તે તો તેને જોયો જ છે...ઘર પરિવાર પણ ખૂબ જ સારૂ છે..અમને તે તારા માટે યોગ્ય લાગે છે.તો પણ તારા પપ્પા એ એક વખત તને પૂછીને જ પોતાનો નિર્ણય જણાવવા માટે કહ્યું છે.તારી શું મરજી છે? "
અચાનક ન વિચારેલો સવાલ પુછાતા શ્રીયા થોડી અસમંજસ માં મૂકાઈ ગઈ....તેને શું જવાબ આપવો તે સમજ માં જ ન આવ્યું.
તેથી થોડું કંઈક એમ વિચારીને...
તેણે કહ્યું," મમ્મી! મને વિચારવા માટે થોડો સમય જોઈએ છે.."
લક્ષ્મી દેવી એ કહ્યું," હા હા બેટા! કેમ નહીં?? તારી આખી જિંદગી જેની સાથે જ વિતાવવા ની હોય તેના માટે આમ તરત જ જવાબ ન આપી શકાય..તું તારે નિરાંતે વિચારી ને મને તારો જવાબ આપજે..."
આજે અમિત નો ફોન આવ્યો ત્યારે શ્રીયા એ આ વાત અમિત ને જણાવી.. અમિત એ કહ્યું કે," શું હું તારા ઘરે મારા માતા પિતા સાથે તારો હાથ માંગવા આવી જઉ?"
શ્રીયા એ હામી ભરી..અને ઉમેર્યું કે,
"હા , દિપેશ વાળી વાત આગળ વધે એ પહેલાં આવી જા.."

હવે શ્રીયા એ હા તો પાડી.પરંતુ તેનું મન નક્કી નહોતું કે કરી શકતું કે ,તેના માટે કોણ યોગ્ય છે??
તેણે રાત્રે ડિનર કર્યાં પછી તેની મમ્મી પપ્પાને એકસાથે બેસાડ્યા અને પોતાના મન ની વાત કરી કે," હું અમિત પટેલ ને પસંદ કરૂં છું. તેમજ તેમની સાથે મેરેજ કરવા માગું છું.
દેવ ભાઈ તેમજ લક્ષ્મી દેવી,એમ તો ખુલ્લા મન વિચારો ના હતા . તેથી તેમણે કહ્યું કે," અમે તને કોઈ પણ વાત ની રોકટોક કરતા નથી.તારી દરેક ઈચ્છા પૂરી કરીએ જ છીએ.
તું અમિત ને મળવા બોલાવ.. પછી અમને બધું જ યોગ્ય લાગશે તો અમે આ સંબંધ નો જરૂર થી સ્વિકાર કરીશું..."
આ સ્વિકૃતિ મળતા જ,શ્રીયા ખુશ તો થઈ ગઈ. પણ,
તેને દિક્ષા નો વિચાર આવતા.થોડી દુઃખી પણ થઈ..
તેને ઘણી વખત વિચાર તો આવ્યો હતો કે, "હું દિક્ષા સાથે આ બાબતે ચર્ચા કરી લઉ.."
પરંતુ જ્યારે જ્યારે પણ તેણે વાત કરવા માટે દિક્ષા ને બ્યુટી પાર્લર માં કોલ કર્યો.અમિત એ દિક્ષા કોઈ કામ માં છે માટે પછી થી વાત કરાવવાનુ કહી ,પોતે જ વાત કરવા લાગ્યો..
પણ હવે દિક્ષા ને આ બાબત થી વાકેફ કરાવવી, શ્રીયા ને ખુબ જ જરૂરી લાગ્યું..
તેને થયું કે એક વખત હું અમિત ને ઘરે બોલાવતા પહેલા, દિક્ષા સાથે વાત કરી લઉ..
એ વિચારે, તેણે દિક્ષા ને કોલ પર વાત માટે,તેના દાદા અંબાલાલ ભાઈ ના ઘરે થી બે ઘર દૂર રહેતા હેમંત અંકલ ને કોલ કરીને, દિક્ષા ને બોલાવી લાવવા વિનંતી કરી...
હેમંત અંકલ એ એમના દિકરાને, દિક્ષા માટે શ્રીયા નો કોલ છે..તેમ કહી, દિક્ષા ને બોલાવી લાવવા માટે કહ્યું..

એમનો દીકરો ચિન્ટુ તરત જ દોડી ને દિક્ષા ને બોલાવી લાવવા અંબાલાલ ભાઈ ના ઘરે ગયો.

બહાર થી જ તેણે બુમ પાડી," દિક્ષા દીદી, જલ્દી ચાલો . તમારા માટે શ્રીયા દીદીનો કોલ આવ્યો છે..

દિક્ષા તેની મમ્મી ને રસોઈ માં મદદ કરી રહી હતી..તે શ્રીયા નો કોલ છે.એમ સાંભળી, બધું જ કામ પડતું મૂકી.. ઉત્સાહ સાથે ચિન્ટુ સાથે દોડી ને હેમંત અંકલ ના ત્યાં પહોંચી ગઈ.તેને થયું કે આજે તો ઘણા સમયે શ્રીયા સાથે વાત કરવા મળશે હમણાં થી તો વાત જ નહોતી થતી..

આજે તો મન ભરીને વાત કરી લઉ..

પણ

તેને ક્યાં ખબર હતી કે શ્રીયા જે સમાચાર આપવા જઈ રહી છે તે તેનું જ હ્દય ચીરી નાખશે...😔

તે તો ઉત્સાહ થી સહેજ મીઠો ઠપકો આપતાં , લાડ થી બોલી,"હેલો! શ્રીયા.. હમણાં થી કેમ કોલ નહોતી કરતી? હું તો હમણાં થી બ્યુટી પાર્લર માં બહુ જ કસ્ટમર હોવાને લીધે, કામ માં બહુ જ બિઝી રહેતી હતી.એટલે કોલ નહોતી કરી શકતી.

પણ હું તને પળ પળ યાદ કરતી હતી. તું તો મને ત્યાં બીજા શહેરમાં જઈને સાવ જ ભૂલી ગઈ ."

હવે આગળ શ્રીયા આ સમાચાર કેવી રીતે જણાવશે?

આ જાણીને, દિક્ષા ના શું રિએકશન હશે?

શું બંને બહેનો વચ્ચે નો પુષ્કળ પ્રેમ પળવારમાં, કોઈ એક યુવક ના લીધે તુટી જશે??

જાણીશું આગળ નાં ભાગ -૮ માં..

Rate & Review

KALPANA

KALPANA 2 months ago