Pink Purse - 11 in Gujarati Women Focused by Jaydeepsinh Vaghela books and stories PDF | પિંક પર્સ - 11

પિંક પર્સ - 11

આલિયા પર્સ ને એની સાથે રાખી ને સુઈ ગઈ ,અને સવાર પાડી ગઈ
એને સવારે વહેલા ઉઠી ને કૅલેન્ડર માં જોયું તો એમાં એ દિવસ બુધવાર હતો.
અને એ ખુશ થઈ ગઈ...અને એને બુમ પડી કે મમ્મી આજે તો ફ્રી ડ્રેસ....
રીટાબેન બોલ્યા " હા મને ખબર છે બેટા ફટાફટ તૈયાર થઈ જા એટલે...હું તને નાસ્તો આપી દઉં...અને તું પાપા ની સાથે સ્કૂલ એ જાય...નાઈ તો તારા પપ્પા ચાલ્યા જશે.તારા પપ્પા ને પણ નોકરી જવા નું છે ..."
આલિયા નીચે ઉતરતા ઉતરતા " પાપા ને નોકરી મળી ગઈ? "
મમ્મી બોલ્યા " હા બેટા હવે તારે વેહલ ઉઠવા નું છે...કારણ કે એમને રોજ વહેલા નોકરી જવા નું થશે..."
આલિયા બોલી " કઈ વાંધો નાઈ મમ્મી" એમ કહી ને નાસ્તો કરવા બેસી ગઈ અને એ નાસ્તો કરી ને તરતજ ...ગાડી માં બેસી ગઈ....પર્સ લઇ ને..
વિજય ભાઈ બોલ્યા "બેટા ઓહો તરે તો પર્સ પણ મળી ગયું..." આલિયા ખુશ હતી અને એમ ને એમ સ્કૂલ આવી ગઈ...અને સ્કૂલ માં ચાલી ગઈ....
સ્કૂલ માં જતાં. જ ફેની આવી અને બોલી કે હાય આલિયા કેમ છે ..આજે તો પર્સ લાવી છે ને?
એટલા માં આલિયા નાં હાથ માં રહેલ પર્સ જુએ છે અને ખેચી ને જોવા લાગે છે.
આલિયા ધીમે થી આપતા "જોજે કઈ થઈ જાય નાં" "અરે કઈ નાં થાય, કેટલા માં લીધું ?"
"મને નથી ખબર, પાપા લાવ્યાં હતા " "પણ તને ખાલી અંદાજો તો હસે ને?"
"નાં નાં ફેની મને નથી ખબર" ફેની પર્સ ને જોઈ ને સારું છે પણ મારું પર્સ થોડું મોટું છે..પણ ચાલી જાય તરે કયા .અંદર કઈ મૂકવા નું છે."
"કેમ ? ફેની હું બધું મૂકીશ આના અંદર બઉ બધી વસ્તુ માઇ સકે છે"
"હમમ, સારું છે"
એમ કહી ને ફેની એ પર્સ પાછું આપી દીધું...
અને બંને રૂમ માં ચાલ્યા ગયા....ત્યાં જઈ ને ટીચર એ બધા નાં કપડાં અને બધા ની વસ્તુ ને જોઈ...
પછી બધા બહાર ગાર્ડન માં બેસવા ગયા...તો બધા નવી નવી વસ્તુ લઈ ને ફરતા હતા...
આલિયા અને ફ્રિની બંને ત્યાં ગાર્ડન માં બેઠા હતા તો એવા માં ફેની ની નઝર ત્યાં એક દુકાન પર પડે છે ...અને ફેની બોલી કે "ચાલ ને આલિયા આપડે આઈસ ક્રીમ ખાવા જઈએ..."
આલિયા ને ખબર હતી કે પર્સ માં કઈ નથી ...એટલે એને આઇસક્રીમ ની નાં પાડી દીધી " નાં નાં ફેની મને નથી ભાવતી...હું નથી ખાતી..."
"ભાવતી નથી કે ખાતી નથી? " "નાં નાં એમ નથી પૈસા તો છે પણ નથી ખાતી "
" સારું તો હું ખાવા જઉં છું તું મારા સાથે અવ ખાલી" " હા હા ચાલ" એવા માં આગળ ફેની ચાલવા લાગી અને પાછળ આલિયા " આલિયા બોલી કે પિંક પર્સ મારા જોડે તો પૈસા નથી અને મારે આઇસક્રીમ ખાવા ની ઈચ્છા થઈ છે....મારે ખાવી છે ..."
એવા માં ફીની એ આઇસક્રીમ લીધી અને બોલી કે કેટલા પૈસા થયા ભાઈ? એમને કીધું કે " 80 રૂપિયા થયાં" આલિયા બોલી કે "અરે યાર મારા જોડે તો 50 જ રૂપિયા છે...આલિયા એક કામ કર ને મને 30 રૂપિયા ઉછીના આપને મારે આઇસક્રીમ ખાવી છે," "હા હા કેમ નાઈ " આલિયા ને ખબર હતી કે કઈ છે નાઈ પર્સ માં પણ એ ખાલી ખાલી...પર્સ નાં ખાના ચેક કરવા લાગી...એને એક ચેઈન ખોલી પણ એમાં પૈસા નાતા, બીજી ચેઈન ખોલી એમાં પણ પૈસા ન હતા, અને પછી આલિયા એ ત્રીજી ચેઈન ખોલી જે જેમાં પેલો પત્થર હતો... એ...એમાં એને જોયું તો તે આશ્રય ચકિત થઈ ગઈ...
એમાં એને જોયું તો એને અંદર 200 રૂપિયા ની નોટ દેખાઈ...અને તે લઇ ને તેને આઇસક્રીમ વાળા કાકા ને આપી અને બોલી " કે લો ભાઈ આ રહ્યા પૈસા એમાં થી કાપી દો અને મને પણ એક 80 વાળી આઇસક્રીમ આપી દો..
કાકા એ પૈસા કાપી ને પાછા આપ્યા અને આઇસક્રીમ આપી...
બંને જણા ચાલતા થયા...અને ફીની બોલવા લાગી કે વાહ આલિયા તુતો ઘરે થી 200 રૂપિયા લઈ ને આવી છું? તને કોને આપ્યા ?
આલિયા બોલી કે " હા હા એતો મારા પપ્પા એ સવારે મને વાપરવા માટે આપ્યા હતા અને એમને કીધું કે એક મેકઅપ કીટ લઇ લેજે....મારા જોડે બીજા પૈસા પણ છે....
ફીની બોલી " અરે બોલને કેટલા પૈસા છે..કેટલા આપ્યા છે તારા પપ્પા એ?
" કઈ નાઈ જવાદે ...ચાલ ટીચર આપડી વાટ જોતા હશે...." એમાં ને એમ ચાલતા ચાલતા આલિયા વિચારવા લાગી કે મને તો પાપા એ પૈસા આપ્યા હતા એ મે વાપરી નાખ્યાં હતાં તો આ બીજા પૈસા આવ્યા ક્યાં થી?"
આલિયા જલ્દી જલદી ગાર્ડન માંથી તે ..પોતાના રૂમ તરફ જવા લાગી અને તરતજ ક્લાસ રૂમ નાં બાજુ માં ટોઇલેટ માં ચાલી ગઈ અને અંદર થી દરવાજો બંધ કરી દિધો....
અને બોલી કે થેંક્યું માય પિંક પર્સ...તે મને આજે બચાવી લીધી...અને ચેઈન ખુલી તો અંદર કઈ નાં નીકળ્યું....
અને આલિયા બોલી મે ...હું આજ બઉ ખુશ છું...કે મને એટલું સરસ પર્સ મળ્યું છે...મારે આજે સાંજે મેકઅપ કીટ કેવા જવું છે...તો મારે 200 રૂપિયા બીજા જોઇતા હતા....
એટલું બોલી ને આલિયા ચેઈન ખોલે છે તો એના અંદર થી 200 રૂપિયા મળે છે...એતો ખુશ ખુશ થઈ જાય છે....
એ પૈસા બીજા ખાના માં મૂકી ને તે ચાલવા લાગે છે ...એને ખબર પડી ગઈ કે ... જે જાદુઈ ખાનું હતું એમાં કોઈ પૈસા નાઈ મૂકવા નાં નાઈ તો ...કોઈ ખવાઈસ પૂરી થશે નાઈ ...
એટલે એને 200 રૂપિયા અને આગળના રૂપિયા ..બધા બીજી ચેઈન માં મૂકી દીધા....
અને સ્કૂલ છુટા થતા તે...મેકઅપ કીટ લેવા ચાલ્યા ગયા....ત્યાં જઈ ને તે ઘણી બધી કીટ જુએ છે પણ એને મોંઘી કીટ પસંદ આવે છે અને એ બોલે છે આતો બધી નથી સારી...મારે તો મોંઘી લેવી છે અને પૈસા નથી પિંક પર્સ કઈક કર .....200 જેવા ની હજુ જરૂર છે...
એવા માં ...તે પર્સ ની ત્રીજી ચેઈન ખોલે છે તો ...એમાં બીજા 200 રૂપિયા પડ્યા મળે છે અને તે લઇ મે કીટ ખરીદી લે છે...એતો ખુશ થઈ જાય છે અને ચાલવા લાગે છે.....
અને બોલે છે કે આભાર પિંક પર્સ...તે આજે બઉ મદદ કરી...
એમાં નાં એમ એના પપ્પા લેવા આવી જાય છે....
અને એના પાપ ગાડી માં બેસાડી ને લઇ જતા હોય છે તો ..આલિયા બોલી ઊઠે છે કે ..અરે પાપા એતો જાદુઈ પર્સ છે....
પાપા એ કીધું શું કીધું? " હા પાપા " " નાં હોય "
આલિયા ને યાદ આવે છે કે ...એને કોઈ ને નથી જેહવા નું કે એ જાદુઈ પર્સ છે તો ....આલિયા એ વાત બદલી નાખી કે પાપા હું મેકઅપ ની કીટ લાવી...."
પાપા બોલ્યા " ઓહો સારું કેવાય પણ પૈસા ક્યાં થી લાવી? "
આલિયા બોલી કે " પાપા ભેગા કર્યા તા અને તમે પણ આપ્યા હતા ને? "
" હા હા બેટા મે આપ્યા હતા...પણ તે આગળ વપ્ર્યાજ નાતા?"
" નાં પાપા થોડા જ વાપર્યા હતા"
એમ નાં એમ ઘર આવી ગયું અને આલિયા જલ્દી જલદી પોતાના રૂમ માં જઈ ને પર્સ ને એના ખાના માં મૂકી દીધું...

( મિત્રો આશા છે કે તમને મારી વાર્તા પસંદ આવતી હશે...જો પસંદ આવે તો તમારી એક કૉમેન્ટ ની રાહ જોઇશ...જે પણ આ સ્ટોરી ને અત્યાર સુધી વાંચ્યું છે ... એ મને કૉમેન્ટ જરૂર કરે...અને અને જ્યારે આ સ્ટોરી ને પૂરી કરીશ ત્યારે હું....પ્રશ્નો અને જવાબ માટે..રમીશું એમાં જે પણ જીતશે...એને એક વાઉચર રૂપે ઇનામ આપવા માં આવશે....અને અમારી હોરર હાઉસ વાર્તા પૂરી થઈ ગઈ છે એમાં અમે છેલ્લે ...ગેમ નાં રૂલ્સ લખ્યા છે ...તો એમાં વાર્તા વાંચી ને ભાગ લેવા વિનંતી.......એના પેલા તમે અમારે આ વાર્તા માં એક રિવ્યુવ અને એક સ્ટીકર દ્વારા અમન પ્રોત્સાહિત કરી સકો છે....ભલે તમે પ્રોત્સાહિત સ્ટીકર ની રકમ 1 હોય પણ ...તમારો એક સપોર્ટ મને ...સ્ટોરી આગળ લખવા માં મદદ રૂમ થશે.....)

Rate & Review

Bipinbhai Thakkar

Bipinbhai Thakkar 9 months ago

Krishna Gohel

Krishna Gohel 9 months ago