Maadi hu Collector bani gayo - 8 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 8

Featured Books
Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 8

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૮

બીજા જ દિવસે જીગર રજનીશજી ના ઘરે તેને કરેલ નિર્ણય કેહવા ગયો. જીગરે ખુરશી પર બેસતા જ તેની વાત કરી - હવે હું લાઈબ્રેરી માં કામ નહી કરી શકુ. જ્યાં મારી ઈમાનદારી ની કદર નહી હોય ત્યાં હું કામ નહી કરું રજનીશજી.

રજનીશજી એ જોર થી ઠાહાકો લગાવ્યા બાદ કહ્યું - ચા તો તું પીતો નથી, લે બિસ્કુટ ખા બાજુમાં પડેલ પ્લેટ માંથી બિસ્કુટ લંબાવ્યા.

રજનીશજી - લાઈબ્રેરી ના મેનેજર વ્યવસાયી માણસ છે જીગર! જીવન ભર એને સો સો રૂપિયાની સાડીઓ વેચીને નફો કાર્યો છે. તેને સાડીઓ ની પરખ તો છે પણ તારા જેવા માણસો ની પરખ નથી. મને તારા પર ભરોસો છે તું કોઈ ચિંતા કર્યા વગર નોકરી કર!

જીગર - મેનેજર નો ભરોસો હવે મારા પર રહ્યો નથી હવે હું લાઈબ્રેરી માં તો કામ નહીં કરી શકુ.

એક મહિના પછી પંડિત જીગર ને મળવા લાઈબ્રેરી પહોંચ્યો. જીગર લાઈબ્રેરી માં ન હતો. લાઈબ્રેરી ના મેનેજર અંદર ખુરશી રાખી ને બેઠા હતા. મેનેજર ને પૂછતાં જાણવા મળ્યું કે જીગરે એક મહિના પેહલા જ નોકરી છોડી દીધી છે, અને અહીંથી ક્યાંક ચાલ્યો ગયો છે. એક વર્ષ લાઈબ્રેરી માં કામ કર્યા પછી જીગરે લાઈબ્રેરી છોડી દીધી.

ક્યાં ગયો! - પંડિતે આશ્ચર્ય થી પૂછ્યું
મેનેજરે એક પર્ચી આપી જેમાં જીગર નું નવું સરનામું હતું.
" ઘનશયામ ઘંટી, ગણેશ મંદિર શિવાનંદ આશ્રમ પાસે"
પર્ચી લાઈને પંડિત લાઈબ્રેરી ની નીચે ઉતર્યો અને તે સાયકલ લઈને પર્ચી માં લખેલ સરનામે જવા નીકળ્યો.

શિવાનંદ આશ્રમ ની આસપાસ ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તાર હતો. ગોતવા થી પંડિત ને આસાની થી ગણેશ મંદિર મળી ગયું. મંદિર ની પાસે દરેક જગ્યાએ ગંદકી હતી, બાજુમાં જ ગંદા પાણી નો વોકળો નીકળતો હતો. પંડિતે ત્યાંજ ઉભેલ એક છોકરા ને ઘનશ્યામ ઘંટી નું એડ્રેસ પૂછ્યું અને આગળ ની શેરી માં થી તે ઘનશ્યામ ઘંટી એ પોંહચી ગયો. પંડિત સમજી ગયો કે જીગરે કોઈ ઘંટી વાળા ને ત્યાં રૂમ ભાડે રાખેલ છે. ઘનશ્યામ ઘંટી માં એક છોકરો સફેદ બનિયાન અને લાલ રંગનું પેન્ટ પેહરી ને ઘંટી માં ઘઉં પીસી રહ્યો હતો, અને ઘંટી માંથી ઉડતો સફેદ લોટ તેના આખા શરીર પર હતો. પંડિતે એ છોકરા ની નજીક ગયો અને જીગર નું સરનામું પૂછ્યું. નજીક જઈને પંડિતે જોયું તો તે ચોંકી ગયો!!
ઘનશ્યામ ઘંટી માં કામ કરવાવાળો એ છોકરો જીગર નીકળ્યો!!

જીગરે જયારે પંડિત ને તેની સામે જોયો તો તે હસવા લાગ્યો. એને પંડિત ને કહ્યું - થોડી વાર માં કામ પૂરું થઈ જશે પછી રૂમ પર જશુ ! પંડિત ઘંટી ની બહાર ઉભા ઉભા જીગરનું કામ જોઈ રહ્યો હતો. અડધો કલાક કામ કર્યા બાદ જીગરે સફેદ લોટ ને તેના શરીર પર થી સાફ કર્યો, પાસે જ બારી માં ટીંગાળેલ શર્ટ પહેર્યો. અને દુકાન ની બહાર આવીને દુકાન ને શટર લગાવ્યું, અને તાળું માર્યું પછી તે પંડિત સાથે ચાલ્યો!

પંડિત કઈ બોલ્યા વગર જ સાયકલ લઈને ચાલી રહ્યો હતો. ત્રણ શેરી ચાલ્યા બાદ જીગર એક મકાન સામે ઉભો રહ્યો. પંડિતે તે મકાન ની દીવાલે સાયકલ રાખી. જીગર મકાન અંદર જઈને ઉપર બીજા માળ પર ગયો પંડિત પાછળ ગયો. જીગરે એક રૂમ નો દરવાજો ખોલ્યો, લાઈટ ચાલુ કરી તો પીળા રંગ નો પ્રકાશ રૂમ માં આવ્યો. જમીન પર એક ગાદલું હતું. અને બાજુમાં બુકો પડી હતી. ખૂણા માં એક સ્ટવ અને થોડાક વાસણો પડ્યા હતા. પંડિત જમીન પર બેસ્યો.

" બસો રૂપિયા ભાડુ છે રૂમ નું ! આમ તો ત્રણસો રૂપિયા છે પણ એક લેખક છે ઘનશ્યામજી તેનું મકાન છે. લાઈબ્રેરી માં આવતા હતા. મે તેને મારી સમસ્યા જણાવી તો તેને સસ્તામાં રૂમ આપ્યો. અને તેને તેની પુરી ઘંટી ની જવાબદારી મને સોંપી દીધી. દિવસ માં ચાર પાંચ કલાક ઘંટી માં આનાજ દળવાનું કામ છે. ચારસો રૂપિયા મહિનાના મળેશે. બાકી આખો દિવસ વાંચું છું. લોકો જો સમય નો સારી રીતે ઉપયોગ કરે તો સમય ઓછો નથી પડતો. ભગવાન એક રસ્તો બંધ કરે તો બીજો રસ્તો જરૂર ખોલે છે." જીગરે બોલ્યો

પંડિતે જીગર ની વાત ધ્યાન થી સાંભળી પણ તે કંઈ બોલ્યો નહીં. પીળા રંગ નો બલ્બ અચાનક બંધ થઈ ગયો. શાયદ લાઈટ ગઈ રૂમ માં અચાનક અંધારું થઈ ગયું. રૂમ માં કોઈ બારી ન હતી જેને ખોલીને જીગર અંજવાળું કરે. જીગરે બાજુમાં પડેલ મીણબત્તી સળગાવી. જીગરે તેની બધી વાત પંડિત ને કરી દીધી હતી હવે તે પંડિત પાસે થી કંઈક સાંભળવાની ઈછા રાખતો હતો.

પંડિત - તું માન્યો નહી હો જીગર! લાઈબ્રેરી છોડી જ દીધી.

જીગર - મને સંતોષ છે કે મે લાઈબ્રેરી છોડી દીધી પણ મારો સિદ્ધાંત ન છોડ્યો.

પંડિત - પણ હવે તો અહીંયા psc ની તૈયારી કેવી રીતે કરીશ?

જીગર - બહાર નું અંધારું સમસ્યા નથી પંડિત, સમસ્યા તો ત્યારેજ થાય જયારે આપણું મન સુવિધાઓ ની લાલચ માં સમજોતા કરવા લાગે!

પંડિતને તરસ લાગી તો ત્યાં રાખેલ માટલા માંથી પાણી પીધું. હવે પંડિત ને વાત કરવાનો કોઈ વિષય ન સુજ્યો તો તેને જીગર ને કહ્યું - જીગર, હવે હું જાઉં છું.

બંને બહાર આવ્યા પંડિતે સાયકલ લીધી. પંડિત થોડીવાર જીગર સામે જોઈ રહ્યો હતો. જીગરે સાવ દુબળો પળી ગયો હતો. ચેહરા નો એ સફેદ રંગ પીળો લાગવા લાગ્યો. તેની આંખો અંદર ઘસી ગઈ હતી. પંડિત સાથે જીગર પણ ચાલવા લાગ્યો.
શેરી માં વળાંક વળતા જીગર બોલ્યો - આવીજ રીતે આવતો રેજે પંડિત, તારા આવવાથી સારું લાગે છે.

થોડા ચાલ્યા બાદ પંડિત બોલ્યો - જીગર એક શાનકોઠી છે જ્યાં psc ની તૈયારી વાળા ઘણા વિદ્યાર્થી રહે છે. ગુપ્તા એ પણ ત્યાં રૂમ રાખ્યો છે. ત્યાં ખુબ જ સારો માહોલ છે તૈયારીનો! હું વિચારી રહ્યો છું કે રૂમ રાખી લઉં અને ત્યાંજ તૈયારી કરું તું મારી સાથે રહીને તૈયારી કરીશ?

જીગર ને તેના કાન ઉપર ભરોસો ન આવ્યો. જે શાન કોઠી માં રહેવા માટે તરસી રહ્યો હતો. તે પ્રસ્તાવ પંડિતે જ જીગર ને આપ્યો. જીગર નું છે જાણે સપનું પૂરું થયું હોય. તેને ઉમ્મીદ ન હતી કે પંડિત આ પ્રકાર નો પ્રસ્તાવ આપી શકશે. પરંતુ જીગર નું ધ્યાન તેની આર્થિક હાલત પર પડ્યું. તેને પંડિત ને કહ્યું - પણ મારી પાસે શાન કોઠી માં રહેવા માટે પૈસા નથી.

પંડિતે સાયકલ માં બેસતા કહ્યુ- ના જણા ના ખર્ચામાં બે જણા આસાની થી રહી શકે છે.

એટલું બોલતા જ પંડિત જીગર નો જવાબ સાંભળ્યા વગર સાયકલ માં બેસી ને ચાલ્યો ગયો. અને જીગર ત્યાં સુધી પંડિત ને જોતો રહ્યો જ્યાં સુધી તે તેની આંખો થી દેખાવાનું બંધ ન કરે!

to be continue...

ક્રમશ : આવતીકાલે

જયદીપ સોનારા "વિદ્યાર્થી"