Preet kari Pachhtay - 26 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 26

પ્રિત કરી પછતાય*

26

"શુ જમાનો આવ્યો છે? હે ભગવાન! એક મામો પોતાની ભાણેજ સાથે કુકર્મ કરતાં ખચકાતો નથી.હે રામ!હવે હવે શું કરવું ?"

કપાળ કુટતા તે સ્વગત બબડ્યો.એ ત્યારે તો કાંઈ બોલ્યો નહી.ચૂપચાપ દુકાને પાછો ચાલ્યો ગયો.પણ દુકાને પહોંચ્યા પછી એના હૃદયમાં તોફાન મચી ગયુ.એ ઝડપથી કોઈ નિર્ણય લઈ ન શક્યો.કે આ વાત અરુણ ને કરવી કે નહી.પણ પછી એને લાગ્યું કે મેઘા જેવી ફૂલટા સ્ત્રી આ ઘરમાં રહેશે તો એના છાંટા મારી જુવાન દીકરી ઉપર પણ પડી શકે.એટલે જેમ બને એમ વહેલી તકે એને આ ઘરમાંથી કાઢવી જોઈએ. અને એને અહીંથી કાઢવી હોય તો અરુણ ને આ વાત કરવી જ જોઈએ. આખરે એમણે જે પોતાની આંખોએ જોયું હતુ.એ દીકરાને કહી દીધું.

અને સાંભળતા જ અરુણ ધ્રુજી ગયો.

"મેઘા અને ધીરજ? ના બાપા.ના.આ ન બની શકે.તમારી.તમારી કંઈક સમજ ફેર થઈ હશે?આ અશક્ય છે.આવુ. આવુ બની જ ન શકે."

આવેશ માં એક શ્વાસે અરુણ હાફતા. હાફતા બોલ્યો.

"ખરેખર બેટા.આ ન માની શકાય એવી વાત છે.પણ મેં મારી સગી આંખે આ જોયું છે.છતાં હું તને એમ નથી કહેતો કે તું મારા કહેવા પર વિશ્વાસ રાખીને વહુ ને કાઢી મૂક.આવતા ગુરુવારે ધીરજ પાછો આવે ત્યારે તું તારી આંખેથી જોઈને ખાતરી કરી લેજે.પછી તને યોગ્ય લાગે એમ કરજે."

પિતાની વાત સાંભળીને અરુણ વિચાર માં ડૂબી ગયો.ભોળી ભટાક દેખાતી મેઘા.આટલી હદે ચાલુ હોય એ વાત એ માની શકતો ન હતો.અને બાપ ખોટી રીતે પોતાને ભરમાવે એ શક્ય નહોતું.તો સત્ય છે?એ જાણવાનો એક જ ઉપાય હતો આવતા ગુરૂવારનો ઈંતેજાર કરવો. અને નજરે જોઈને ખાતરી કરવી. સમય જતા વારે શું લાગે?

જોત જોતામાં અઠવાડિયું નીકળી ગયું.અને ફરી પાછો ગુરૂવાર આવીને ઉભો રહ્યો.આ આઠ દિવસમાં અરુણ ને સુંદર અને સચોટ અભિનય કરવો પડ્યો.મેઘાને જરાય કળાવા નો દીધુ કે પોતાને.એના અને ધીરજ ના સંબંધ વિશે જરા પણ ગંધ આવી છે.હમેશની જેમ સ્વભાવિક રીતે જ એ મેઘા સાથે આઠેય દિવસ વર્ત્યો હતો.

દર ગુરુવારની જેમ આજે પણ ધીરજ આવ્યો.બપોરે અરુણે એની સાથે જ ભોજન કર્યું.જમી પરવારીને અરુણ દુકાને જાવ છું કહીને ગયો.મેઘાની સાસુ પાડોશમાં બેસવા ગયા.નણંદ અને દેર સ્કૂલ ગયા હતા.રસ્તો સાફ હતો.ઘરમાં એકાંત હતું.અને આ એકાંતનો લાભ લેવા જ ધીરજ દર ગુરુવારે અહીં આવતો હતો.એણે દરવાજો બંધ કરીને મેઘાને પોતાની નજીક ખેંચી. મેઘા પણ જાણે વાટ જ જોતી હોય.એમ ધીરજ તરફ ખેંચાણી.

આઠ-આઠ દિવસથી અરુણના મગજમાં પિતાએ કહેલી જે વાત વલોવાતી હતી.અને આજે એ વાતની સચ્ચાઈ જાણવાની અને તાલાવેલી હતી.મેઘા ખરેખર બેવફા છે.યા નહી. એને પોતાની નજરે એ જોઈને ખાતરી કરવા માંગતો હતો.દુકાને જવાનું એણે ફક્ત બહાનું જ કર્યું હતું.દુકાને જવાના રસ્તે થોડીક દૂર સુધી જઈને એ પાંચ જ મિનિટ માં પાછો ફર્યો.ઘરનો દરવાજો અંદરથી બંધ હતો.અને એને લાગ્યું કે પોતાનો બાપ સાચો છે.પણ પોતાની સ્ત્રી પ્રત્યે પણ એને ઘણો લગાવ હતો. એટલે એના હૃદયે આવો બચાવ કર્યો કે. કદાચ હું નીકળ્યો પછી ધીરજ પણ ચાલ્યો ગયો હોય.તો મેઘા બારણું બંધ કરીને પલંગ ઉપર આરામ કરતી હશે. એણે દરવાજાના કી હોલમાં પોતાની જમણી આંખ ગોઠવી.અને રૂમમાં આંખ ફેરવી.આંખ ફરતી ફરતી જેવી પલંગ ઉપર પહોંચી કે.એના રૂંવાડા ઉભા થઈ ગયા.એની આંખોં માથી અંગારા વરસવા લાગ્યા.

"ના મારો બાપ ખોટો ન હતો.હવે આ કુલટાને હું જીવતી નહીં મુકું."

ક્રોધાવેશમાં એણે જોર જોરથી બારણું ખખડાવ્યું.અને મેઘા અને ધીરજના રંગમાં ભંગ પડ્યો.બન્ને એકી સાથે ચોંકી ગયા.કે.

".આ કબાબમાં હડ્ડી કોણ થયુ?"

"ક.કોણ?"

મેઘાએ ડરતા ડરતા કંપતા સ્વરે પૂછ્યુ.

"કોણ ની કાકી.કુલટા.. દરવાજો ખોલ."

ગુસ્સામાં અરુણે વધુ જોરથી દરવાજો ઠપકાર્યો.મેઘા અને ધીરજ બંને ધ્રુજી ગયા.અરે આ તો અરુણ નો અવાજ. હવે જેમ હવામા ખુલ્લુ મૂકેલુ પેટ્રોલ. અને આગ પાસે મુકેલું કપૂર ઉડી જાય. એમ એ બંનેના શરીરમાંથી કામવાસના છુ થઈ ગઈ.અને ભયની ધ્રુજારી બંનેના શરીરમાં પ્રસરી ગઈ.

માણસ વગર વિચારે પાપ તો કરે છે ત્યારે એને જરાય ખ્યાલ નથી હોતો કે પોતાનુ પાપ એક દિવસ પકડાઈ જશે. ત્યારે શુ થશે? અને જ્યારે પાપ કરતા પકડાઈ જાય છે.ત્યારે પણ એ પોતાને નિર્દોષ જ સમજતો હોય છે.પોતાના વાસના થી ગંધાતા પાપને એ. લૈલામજનુના પ્યારની માફક પવિત્ર સમજતો હોય છે.

અત્યારે મેઘાને પણ પોતાના પ્યારની વચ્ચે આવેલા પતિ ઉપર ક્રોધ ચડ્યો. ઝટપટ કપડા પહેરી એણે ડરતા ડરતા દરવાજો ખોલ્યો.દરવાજો ખુલતા જ અરુણ ગંદી ગાળો આપતો મેઘા ઉપર તૂટી પડ્યો.

"રાંડ.કુલ્ટા.છી.. મારી સાથે દગાબાજી. મારા જ ઘરમાં પરાયા પુરુષ સાથે સુતા તને લાજ ના આવી?"

મેઘાના પેટમાં અને વાંસામાં ગડડાપાટુ એ ફટકારવા લાગ્યો.અરુણ ના મારથી મેઘાને છોડવવાની હિંમત ધીરજમા ન હતી.એને તો ઉલટાનો આ ડર લાગ્યો.કે મેઘાના પાપમાં પોતે પણ સરખો જ ભાગીદાર છે.હમણાં માણસો ભેગા થઈ જશે.તો મને પણ મારી મારી ને અધમુવો કરી નાખશે.અને આ વિચાર આવતા જ એ મેઘાને માર ખાતી મૂકીને ભાગ્યો.અરુણે એને ભાગતા જોયો. એટલે એ મેઘાને પડતી મૂકીને એની પાછળ દોડ્યો.પણ ધીરજ હાથ ના આવ્યો.ધીરજના સહી સલામત છટકી જવાથી.અરુણ વધુ ઉશ્કેરાયો.ઘરમાંથી શાક સમારવા ની છૂરી લઈ આવી એ મેઘા ઉપર ઘસી ગયો.પણ આ બધી ધમાલ સાંભળીને એકઠા થઈ ગયેલા લોકોએ.અને પડોશમાં ગયેલી એની માએ આવી જઈને એને રોક્યો.માંડ માંડ એને વાર્યો કે.

"બેટા તું એને મારી નાખીશ પછી પોલીસ પણ તને નહીં મૂકે.માટે એના પાપની સજા રૂપે આપણે એને ઘરમાંથી કાઢી મૂકીએ એ જ ઘણું છે."

મા ની આ વાત અરુણ ના મગજમાં પણ ઉતરી ગઈ કે હું અને મારી નાખીશ તો મને પણ ઓછામાં ઓછી જન્મ ટીપ તો થશે જ.આખી જિંદગી મારી જેલમાં સબડવું પડશે.એના કરતા આને છૂટાછેડા આપીને છુટકારો કેમ ન મેળવી લવ.અને એણે મેઘાનું બાવડુ ઝાલીને ઘરની બહાર કાઢી મૂકી.

" જા ચાલી જા કુતરી.અહીંથી.હવેથી તારી મનહુસ સુરત લઈને અહીં ક્યારેય ન આવતી."

બે ઇજ્જત થયેલી મેઘાને.વરે કાઢી મૂકતા ઉલટાની એને ખુશી થઈ.એના મનમાં વિચાર આવ્યો કે.

"ના ભગવાન જે કરે છે એ સારા સારું જ કરે છે.એ ભગવાને જાણી જોઈને જ મને અરુણ ના ઘરમાંથી કઢાવી છે. કારણ કે એ જાણે છે કે હું અને ધીરજ એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. મારું હવે પછીનું જીવન અને આ શરીર ફક્ત ધીરજ માટે જ છે."

અરુણ ના ઘરેથી હડધુત થયેલી મેઘા સીધી જ ધીરજ ના ઘરે પહોંચી.ધીરજ મેઘાને પોતાની ત્યાં જોઈને ડઘાઈ જ ગયો.મેઘા સીધી પોતાને ત્યાં આવશે. એવું તો એણે ધાર્યું જ ન હતું.

એને તો એમ હતુ કે.અરુણ આજે મેઘાને મારી મારીને પુરી જ કરી નાખશે. અને ખતમ નહી કરે તો એના પિયર મા મોકલી દેશે.પણ મેઘા સીધી ધીરજ પાસે ગઈ.

ધીરજને જોતા જ મેઘા ધીરજને વળગી ગઈ.

"હવે તમારા સિવાય મારો કોઈ જ આસરો નથી ધીરજ."

ડુસકા ભરતા મેઘા એ કહ્યું.ધબકતા હ્રદયે ધીરજ એને સાંભળી રહ્યો.

"અરુણે મને કાઢી મૂકી.

"કાઢી મૂકી?"

ધીરજે જાણે પડઘો પાડ્યો.

"હવે.હવે.શું થશે મેઘા?"

ધીરજનો ગભરાટ વધતો જતો હતો. પણ મેઘા પાસે આ પ્રશ્નનો જવાબ હાજર જ હતો.એ બોલી.

"જો ધીરજ.હું તમને ઘણો જ પ્યાર કરું છું.અને તમે પણ મને પ્યાર કરો છો ને?"

"હા મેઘા.હુ પણ તને ખૂબ જ ચાહું છુ."

"બસ ધીરજ.આપણે બંને એકબીજાને ચાહિએ છીએ.તો હવે આપણે એક થઈ જ જઈએ."

"શુ?"

ધીરજ ચોંકી પડતા બોલ્યો.