Garuda Purana - 5 books and stories free download online pdf in Gujarati

ગરુડ પુરાણ - ભાગ 5

પાંચમો અધ્યાય

ઋષિઓના એ પૂછવા પર કે દુષ્ટ કર્મોથી મનુષ્ય કેવી રીતે છુટકારો મેળવી શકે છે, શૌનકજી બોલ્યા- હે મુનિ! આ ગરુડ પુરાણ સાંભળીને જ મનુષ્યને કર્તવ્ય બોધ થાય છે. કોઈ પણ શ્રેષ્ઠ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હંમેશાં સત્પુરુષોનો સંગ કરવો અને અસત્પુરુષોનો સંગ ત્યાગ કરવો જોઈએ. જે પોતાનું અને અન્યોનું સાચ્ચું હિત કરે એને જ બંધુ સમજવા જોઈએ. જેમાં સારા ગુણ અને વિચાર જોવામાં આવે અને જે ધર્મની ભાવના રાખે છે, તે જ સાચ્ચું જીવન જીવે છે. જેનું ધન નષ્ટ થઈ જાય છે તે ઘર-બાર ત્યાગીને તીર્થ સેવન માટે ચાલ્યા જાય છે, પણ જે સત્ય અને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે તે તો રૌરવ નરકમાં જ જાય છે. જે કોઈને વચન આપીને એનું પાલન નથી કરતા, જે ચુગલીઓ કર્યા કરે છે, જૂઠ્ઠી સાક્ષી આપે છે, મદ્યપાન કરે છે, તે બધા નરકની ઘોર કષ્ટદાયક વૈતરણી નદીમાં નિવાસ કરે છે. કોઈના ઘરમાં અગ્નિ લગાવવાવાળા, ઝેર આપવાવાળા, ખુદ દાન કરીને પછી એનું અપહરણ કરવાવાળા વ્યક્તિ પણ વૈતરણીમાં મહાકષ્ટ મેળવે છે. જે કૃપણ છે, નાસ્તિક છે, ક્ષુદ્ર સ્વભાવવાળા છે, હંમેશાં ક્રોધ કરતા રહે છે, ખુદ પોતાની જ વાતને પ્રમાણ બતાવવા વાળા અત્યંત અહંકારી છે, કૃતઘ્ની, વિશ્વાસઘાતી છે, તે બધા વૈતરણી નદીમાં દીર્ઘ-કાળ સુધી નરકીય સ્થિતિમાં પડેલા રહે છે.

આ સાંભળીને ઋષિઓએ કહ્યું - હે સૂતજી! તમે અમને લોકોને એ બતાવો કે એવા કયા દેવ છે જેમનું ધ્યાન કરવું જોઈએ? આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરવાવાળું કોણ છ? પરમ પૂજ્ય એ દેવનું સ્વરૃપ કેવું છે? આ જગતનો સર્ગ કયા પ્રકારથી માનવામાં આવ્યો છે? તે સર્વોપરિ વિરાજમાન સર્વેશ્વર કયા વ્રતો દ્વારા પરમ પ્રસન્ન તેમજ સંતુષ્ટ થયા કરે છે અને કયા યોગથી પ્રાપ્ત કરી શકાય છે? સર્વેશ્વરના કયા-કયા અવતાર હોય છે અને કયા પ્રકારથી એમની વંશ વગેરેથી ઉત્પત્તિ થયા કરે છે? ચારેય વર્ગો અને ચારેય આશ્રમોના પ્રવર્તક કોણ છે?

આના પર શૌનકજીએ વ્યાસ અને બ્રહ્માનો સંવાદ સંભળાવ્યો. વ્યાસે બ્રહ્માજીથી કહ્યું હતું કે હે બ્રહ્મન્! પહેલા હરિ ભગવાને બધાથી મહાન અર્થવાળા ગરુડ પુરાણને દેવોની સાથે શિવજીને કેમ સંભળાવ્યું હતું? ત્યારે બ્રહ્માજીએ વ્યાસથી કહ્યું-એક વખત હું સમસ્ત દેવોને સાથી લઈને કૈલાશ પર્વત પર ગયો હતો. ત્યાં પર મેં પરમ પદના ધ્યાનમાં સ્થિત ભગવાન રુદ્રદેવના દર્શન કર્યા હતા. અમે લોકોએ એમને નમસ્કાર કરીને એમનાથી પૂછ્યું હતું-હે ભગવાન શંકર! તમે કયા દેવનું ધ્યાન કરી રહ્યાં છો કેમ કે તમારાથી પરે તો અન્ય કોઈ દેવ નથી. મારા આ પ્રશ્નનો ઉત્તર રુદ્રદેવે આપતા કહ્યું હતું- હું એ પરમાત્મા વિષ્ણુનું ધ્યાન કર્યા કરું છું, જે બધું જ પ્રદાન કરવાવાળા, સર્વત્ર ગમન કરવાવાળા, સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત અને સર્વસ્વરૃપ છે. હે પિતામહ! ભસ્મથી સંપૂર્ણ શરીરને મલ કરીને માથા પર જટા ધારણ કરવાવાળા મારા એ જ ભગવાન વિષ્ણુની આરાધના કરવાની પ્રવૃત્તિ છે.

સમસ્ત ભૂલોના પ્રભુ ભગવાન નારાયણ છે-એમનામાં મણીઓની જેમ આ સંપૂર્ણ વિશ્વમાં સ્થિત રહ્યાં કરે છે અને તેઓ જ આ સૃષ્ટિમાં ગુણભૂત થઈને પ્રવેશ કરે છે.

તે ઋતુ-એકાક્ષર બ્રહ્મ અને સત્ અથવા અસત્થી પણ પરે છે. જેની અર્ચના આ બધા યક્ષ-રાક્ષસ અને કિન્નર કર્યા કરે છે. અગ્નિ જેમનું મુખ છે, દિવલોક જેમનું મૂર્દ્ધા છે, આકાશ નાભિ, ચરણ ક્ષિતિજ, ચંદ્ર અને સૂર્ય જે પરમાત્માના બંને નેત્ર છે, હું એ જ દેવનું સતત ધ્યાન તેમજ ચિંતન કર્યા કરું છું.

એના પછી ભગવાને યોગના વિષયમાં કહ્યું- શ્રી હરિએ કહ્યું-એના અંતર હવે હું પરમયોગના વિષયમાં બતાવું છું. હે મહેશ! એ યોગને હવે તમે સાંભળો. ભગવાન વિષ્ણુ સંપૂર્ણ પ્રકારના પાપોના વિનાશ કરવાવાળા, બધાના ઈશ્વર અને અનંત અને પદ્મ ભૂમિથી રહિત છે. તેઓ જ વાસુદેવ, જગન્નાથ અને બ્રહ્માત્મા છે. આ જ દેહધારીઓમાં સ્થઇત રહીને નિત્ય છે, બધા પ્રકારના દેહોથી પૃથક છે. એમણે બતાવ્યું હતું કે હું દેહના બધા પ્રકારના ધર્મોથી રહિત તેમજ ક્ષર તથા અક્ષરથી વિહિત છું. છ પ્રકારોમાં સ્થિત રહેવાવાળઆ દૃષ્ટા, શ્રોધા, ધ્રાતા, ઇન્દ્રિયોની પહોંચથી પરે છું. એમના ધરમોથી રહિત થઈને સર્જન કરવાવાળા અને નામ તેમજ ગોત્રોથી રહિત છું. મનમાં સ્થિત રહેવાવાળા મહાદેવ છું પરંતુ ખુદ મનથી અપરિવર્તિત રહેવાવાળો છું. મનના જે કંઈ ધર્મ હોય છે એ બધાથી રહિત છું અને હું વિજ્ઞાન તથા જ્ઞાનનું સ્વરૃપ છું. હું બધું જ બાંધી રાખવાવાળો-બુદ્ધિમાં સ્થિત બધાનો સાક્ષી છું અર્થાત્ જોવાવાળો હોવા છતા ખુદ બુદ્ધિથી રહિત છું. જે લોકો પોતાના મનમાં આવું ધ્યાન કરીને યોગ કરે છે તેઓ પરમ પદને પ્રાપ્ત થાય છે.

એના પછી પ્રભુએ બતાવ્યું કે આ જાણી લેવું જોઈએ કે યજન કરવું, યજ્ઞ કરવો, દાન લેવું, બ્રાહ્મણને દાન આપવું, વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવો તથા અધ્યાપન કરવું આ દ્વિજના શ્રેષ્ઠ ધર્મ હોય છે. દાન આપવું-અભ્યાસ કરવો અને યજ્ઞ ધર્મ કરવો-આ ક્ષત્રિય અને વૈશ્યના કર્મ છે. ક્ષત્રિયનું કર્મ દંડ આપવો તથા વૈશ્યનું કર્મ કૃષિ કરવી જ યોગ્ય કહેવામાં આવે છે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતીઓની સેવા કરવી જ શૂદ્રોનો ધર્મ-સાધન કર્મ હોય છે અને શૂદ્રોના કર્મ અને ધર્મ યજ્ઞની જીવિકાનું સાધન હોય છે. ભિક્ષાચરણ કરવી- ગુરુની સેવા કરવી અને સ્વાધ્યાય કરવો સંન્યાસ કર્મ અને અગ્નિ કાર્ય હવન વગેરે કરવા-આ બ્રહ્મચારીના ધર્મ કૃત્ય હોય છે. સમસ્ત આશ્રમોના બે પ્રકાર હોય છે. આગળ આપ્રકારથી ૪ (ચાર) ભેદ હોય છે. બ્રહ્મચારી બ્રહમનું આચરણ કરીને નૈષ્ઠિક, અને બ્રહ્મતત્પર હોય છે. બ્રહ્મચારી વિધિપૂર્વક ગુરુની પાસે બ્રહ્મચર્ય વિધિથી રહીને વેદોનું અધ્યયન કરે અને ફરી સમાવર્તન કરીને ગૃહસ્થ આશ્રમને ગ્રહણ કરે. જે બ્રહ્મચારી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને મરણ પર્યંત બ્રહ્મ કર્મ, અતિથિઓની સત્કારપૂર્વક સેવા-યજ્ઞ કરવો- દાન આપવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું આ ગૃહસ્થનું ધર્મ પાલન કરે છે. ગૃહસ્થી ઉદાસીન અને સાધક ભેદથી બે પ્રકારના થયા કરે છે. જે પોતાના કુટુંબના ભરણ પોષણમાં યુક્ત રહ્યાં કરે છે, તે સાધક ગૃહી થાય છે. દેવ, ઋષિ અને પિતર આ ત્રણેયના ઋણોને દૂર કરીને અર્થાત્ ચુકવીને પછી પોતાની પત્ની અને ધન-વૈભવનો ત્યાગ કરીને એકાકી વિચરણ કર્યા કરે છે તે મૌક્ષિક ઉદાસીન થાય છે. વનમાં નિવાસ કરવાવાળાનો આ ધર્મ હોય છે કે ભૂમિમાં શયન કરે, વનના ફૂલ અને ફળોનું ભોજન કરે, સ્વાધ્યા કરે, તપશ્ચર્યા કરે અને યથાન્યાય સંવિભાગ કરે. તપસ્યાથી જે અત્યંત નબળો થઈને સતત ધ્યાનમાં જ પરાયણ રહે છે એને વાનપ્રસ્થ આશ્રમમાં રહેવાવાળા સંન્યાસી જ સમજવા જોઈએ. જે પુરુષ આત્મામાં જ રતિ રાખવાવાળો, નિત્ય તૃપ્ત સમ્યક્ તથા ચંદન સંપન્ન મહામુનિ હોય છે તે યોગ ભિક્ષુ કહેવામાં આવે છે. ભિક્ષા માંગવી, શાસ્ત્ર વાંચવુ તથા વેદનું જ્ઞાન, મૌન વ્રત ધારણ કરવું, તપશ્ચર્યા, વિક્ષેપ રૃપથિ ધ્યાન લગાવવું અને સારી-રીતે જ્ઞાન તેમજ વૈરાગ્ય રાખવું આ જ ભિક્ષુનો ધર્મ કહેવામાં આવ્યો છે. એનું પાલન કરવાથી પરમ પદ મળે છે. સંન્યાસી ત્રણ પ્રકારના હોય છે. કેટલાક તો જ્ઞાન સંન્યાસી હોય છે અર્થાત્ જ્ઞાનના બળથી હૃદયમાં બધાનો પૂર્ણત્યાગ ભાવ રાખવાવાળા હોય છે, બીજા વેદ સંન્યાસી થયા કરે છે અને ત્રીજા પ્રકારના કર્મ સંન્યાસી હોય છે. યોગ પણ ત્રણ પ્રકારના હોય છે-ભૌતિક યોગી, ક્ષત્રયોગી અને ત્રીજા યોગી મૂર્તિ સમન્વિત અંત્યાશ્રમી હોય છે. પ્રથમમાં પ્રથમ ભાવના હોય છે અને દુષ્કર મોક્ષની ભાવના હોય છે અને ત્રીજમાં અંતિમ પારમેશ્વરી ભાવના થયા કરે છે. ધર્મથી મોક્ષ થયા કરે છે અને અર્થથી કામની ઉત્પત્તિ થાય છે. આ રીતથી વૈદિક કર્મ પ્રવૃત્તિપરક અને નિવૃત્તિપરક બે પ્રકારના થાય છે.

જે જ્ઞાનપૂર્વક કર્મ થાય છે તે નિવૃત્તિપરક થાય છે અને જે યુક્તિ તેમજ દેવ પરક કર્મ હોય છે એ જ પ્રવૃત્તિ કર્મ કહેવામાં આવે છે.

સત ક્રિયાવાળા બ્રાહ્મણોનું પાલન ન્યાય કહેવામાં આવ્યું છે. સંગ્રામોમાં પલાયન ન કરવાવાળા પ્રાણીઓને ઇન્દ્રનું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના ધર્મનું અનુવર્તન કરવાવાળા વૈશ્યોને મારુત સ્થાન હોય છે. પરિચર્યામાં હંમેશાં સંલગ્ન રહેવાવાળા શૂદ્રોને ગાંધર્વ સ્થાન બતાવવામાં આવ્યું છે. એની આગળ હું અન્ય સ્થાનોના વિષયમાં બતાવું છું.

સપ્તઋષિઓનું સ્થાન વનમાં રહેવાવાળા યાત્રિઓનું સ્થાન હોય છે,જે યત્ચિત થાય છે અને ન્યાય કરવાવાળા તથા ઉર્ધ્વરેતા હોય છે, તે આનંદ બ્રહ્મ સ્થાન છે જ્યાંથી ફરી મુનિ પુનરાવર્તિત થયા નથી કરતાં. યોગીઓના વ્યોમ સંજ્ઞાયુક્ત પરમાક્ષર અમૃત સ્થાન હોય છે. તે આનંદમય તથા પરમ સ્થાન છે જ્યાંથી ફરી માનવનું કોઈ પણ રૃપમાં પુનરાવર્તન આ સંસારમાં નથી થતું.

આઠ અંગોના વિશેષ જ્ઞાનથી મુક્તિ થયા કરે છે. એને હું સંક્ષેપમાં બતાવું છું. એને સાંભળો. અહીંસા વગેરે પાંચ યમ હોય છે. પ્રાણીઓની કાયિક (શારીરિક), વાચિક તેમજ માનસિક હિંસાનું ન કરવું જ અહિંસા કહેવામાં આવે છે. ભૂતોનું હિત કરવાવાળા ભાવ જ સત્ય હોય છે. બીજાની વસ્તુને ન ગ્રહણ કરવી અસ્તેય છે. મૈથુન ન કરવું બ્રહ્મચર્ય હોય છે. સમસ્ત વસ્તુઓનો પરિગ્રહ ન કરવો જ ત્યાગ છે. સત્ય વગેરે પાંચ નિયમ હોય છે. બાહ્ય અને આભ્યંતરના ભેદ બે પ્રકારથી હોય છે. વિચાર સત્ય તેમજ સંતોષ છે. તપશ્ચર્યા- ઇન્દ્રિયોનો નિગ્રહ છે-સ્વાધ્યાય મંત્રોનો જાપ છે-પ્રાણાયામ હરિનું ભજન છે- પદ્મ વગેરે આસન છે-વાયુ પર વિજય પ્રાપ્ત કરી લેવો જ પ્રાણાયામ હોય છે. મંત્રના ધ્યાનથી જે સંપન્ન થાય છે તે પરમ કહેવામાં આવે છે. આ પ્રકારથી તે બે તેમજ ત્રણ પ્રકારના હોય છે. પૂરણ કરવાથી તે પૂરક થાય છે. નિશ્ચલ થવાથી કુંભક અને રેચનથી રેચક કહેવામાં આવે છે.

બાર માત્રાઓવાળા લઘુ પ્રાણાયામ હોય છે અને ચોવીસ માત્રાઓવાળા દીર્ઘ પ્રાણાયામ હોય છે તથા છત્રીસ માત્રાઓથી યુક્ત પરમ શ્રેષ્ઠ પ્રાણાયામ હોય છે. પ્રાણ રોકવાને જ પ્રત્યાહાર કહે છે. બ્રહ્માત્મ ચિંતન કરવાને ધ્યાન કહે છે. મનની વૃત્તિને જ ધારણા કહેવામાં આવે છે. ''હું જ બ્રહ્મ છું''- આ પ્રકારની જે અંતઃસ્થિતિ કરી લે છે તે બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે, એને જ સમાધિ કહેવામાં આવે છે. હું આત્મા છું, બ્રહ્મ પર છે અને તે સત્ય તેમજ જ્ઞાન સ્વરૃપ તથા અનંત છે. બ્રહ્માનું વિજ્ઞાન જ આનંદમય છે અને તે ફક્ત તત્ત્વમસિ છે. હું બ્રહ્મ છું. હું શરીર વગરનો અને ઇન્દ્રિયોથી રહિત છું. હું મન, બુદ્ધઇ, અહંકાર વગેરેથી શૂન્ય છું અને જાગૃત, સુષુપ્તિ વગેરેથી યુક્ત એનું જ જ્યોતિસ્વરૃપ છું. હું શુદ્ધ, બુદ્ધિ, યુક્ત, સત્ય તેમજ આનંદ રૃપને પ્રાપ્ત સાધનાનો ચરમ છું અને આ રૃપમાં હું આત્મ સ્વરૃપ અદ્વિતીય છું. આ જે આદિત્ય પુરુષ છે તે હું જ અખંડિત છું. આ પ્રકારથી સ્વયંને ધ્યાન કરવાવાળા બ્રાહ્મણ આ સંસાર મહાબંધનથી વિમુક્ત થઈ જાય છે.

એના પછી ચૌદ મનુઓના વિષયમાં પૂછવા પર હરિએ કહ્યું-હવે અમે ચૌદ મનુઓના વિષયમાં બતાવીએ છીએ અને એમના સુત શુક વગેરેને બતાવી છીએ. પહેલા સ્વાયંભુબ મનુ થયા હતા તથા અગ્નિ ધાદિ એમના પુત્ર થયા હતા. મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ઋતુ અને મહાન તેજવાળા વશિષ્ઠ આ સાત ઋષિવૃંદ બતાવવામાં આવ્યા છે. જ્યાખ્ય, અભિતાખ્યઃ શુક્ર તથા યામ અને દ્વાદશગણ આ બધાને સોમપાયી કહેવામાં આવે છે. આમના શત્રુ વિશ્વભુક, વામ દેવેન્દ્ર, વાષ્કલિ થયા હતા. તે દૈત્ય ભગવાન વિષ્ણુ દ્વારા ચક્રથી માર્યા ગયા હતા. એના અનંતર સ્વરોચિષ મનુ થયા હતા. એમના પુત્ર મંડલેશ્વર ચૈત્રક, વિનત, વિદ્યુત રવિ વૃહદગુણ અને મહાન બળ તેમજ પરાક્રમવાળા હતા. ઊર્જ, સ્તંબ, પ્રાણ, ઋષભ, નિચલ, દગંભોલિ અને અર્વવીર આ સાત ઋષિ બતાવવામાં આવ્યા છે. બાર તુષિત કહેવામાં આવ્યા છે અને પારાવત બતાવવામાં આવ્યા છે. આ રીતથી આ ગણના પૂરી થાય છે.

દેવોના ઇન્દ્ર વિપશ્ચિત હતો અને એનો શત્રુ પુરુકૃત્સર હતો. ભગવાન મધુસૂદને હાથીના રૃપે એને માર્યો હતો. ઔત્તમ મનુના પુત્ર ઓજ, પરશુ, વિનીત, સુકૃત, સુમિત્ર, સુવલ, શુચિ, દેવ દેવાવૃધ તથા મહોત્સા મુખ્ય રુદ્ર હતા. એ મન્વંતરમાં રથોજા, ઊર્ધ્વબાહુ, શરણ, અન્ચ, મુનિ, સુલપા અને શક્ર આ સપ્તર્ષિ બતાવવામાં આવ્યા છે. વશવર્તિ-સ્વધામાન-શિવ-સત્ય અને પ્રતર્દન આ પાંચ દેવગણ બતાવવામાં આવ્યા છે, તે બધા બાર હતા. એક સ્વશાંતિ નામે ઇન્દ્ર હતા અને એના શુક્ર પ્રલંબ નામધારી દાનવ હતો. એ દાનવને મત્સ્યનું સ્વરૃપ ધારણ કરવાવાળા હરિ વિષ્ણુએ નષ્ટ કર્યા હતા. વામસ નામના મનુના પુત્ર જાનુર્જય, નિર્ણય, નવ-ખ્યાતિ, નૃપ-દ્રિયભૃત્વ વિનિક્ષિપ હવુકકંધિ, પ્રસ્તલા, કૃતબંધુ કત હતા અને જ્યોતિધાયા, ધુષ્ટ, કાવ્ય, ચૈત્ર, શ્વૈતાગ્નિ, હેમક આ સાત મુનિ બતાવવામાં આવ્યા છે. સુરાગા અને સ્વધિગ હરિ હતા તથા દેવતાઓના ચાર પાંચ વંશક ગુણ થયા હતા. એમનું સ્થાન પ્રમુખ હતું.

એમનો ઇન્દ્ર શિવિ અને એમનો શત્રુ ભીમરથ કહેવામાં આવ્યો છે. ભગવાન હરિએ કૂર્માવતાર ધારણ કરીને ભીમરથ અસુરનો વધ કર્યો હતો. રૈવત મનુના પુત્ર, મહાપ્રાણ સાધક-વન બન્ધુ-નિરમિત્ર, પ્રત્યંગ, પરાહા, શુચિ દૃઢવ્રત અને કેતુ શૃંગ થયા હતા.

હવે આપણે મન્વંતરના ઋષિઓનું વર્ણન કરીએ છીએ. એમાં દેવ શ્રી-વેદબાહુ-ઉર્ધ્વ-હિરણ્ય રોમા-પર્જન્ય-સત્ય નામા અને સ્વધામ હતા. અભૂતરજ, દેવશ્વમેઘ, વૈકુંઠ અને અમૃત આ ચાર દેવોના ગણ કહેવામાં આવે છે. આ ગણોમાં ચૌદ સુર હતા. એમના પ્રતાપવાન વિભુ ઇન્દ્ર થયા હતા. એમનો શત્રુ શાંતાસુર થયો હતો અને આ દૈત્યને હંસરૃપધારી ભગવાન વિષ્ણુએ નષ્ટ કર્યો હતો.

હવે અમે ચાક્ષુષ મન્વંતરના વિષયમાં બતાવીએ છીએ. ચાક્ષુસ મનુમાં પુત્ર ઉરુ પૂરુ-મહાબલ-શતદ્યુમ્ન-તપસ્વી - સત્યાબાહુ- કૃતિ -અગ્નિવિષ્ણુ અતિરાત્ર સુદ્યુમન તથા નય થયા હતા. એમાં જ હવિષ્માન- સુતનુ, શ્રીમાન-સ્વધામા-વિરજ-અભિમાન-સહિષ્ણુ અને મધુ શ્રી, ઋષિ ગણ બતાવવામાં આવ્યા છે. આ બધા ઋષિગણ, પૂર્વવર્તી પરંપરામાં આવે છે.

આમાં આર્યા, પ્રસૂતા, ભાવ્ય, લેખા અને પૃથુક આ દેવોના પાંચ ગણ કહેવામાં આવ્યા છે. એમના મનોજવ ઇન્દ્ર હતા, અને ઇન્દ્રના શત્રુ મહાભુજ, મહાકાળ થયા હતા. ભગવાન હરિએ એનો વધ લોકોના ધારણ કરવાવાળા અશ્વનું સ્વરૃપ ધારણ કરીન કર્યો હતો.

હવે વૈવસ્વત મન્વંતરને બતાવવામાં આવે છે. વૈવસ્વત મનુના પુત્ર સવ વિષ્ણુ પરાયણ થયા હતા. એમના નામ આ છે, ઇક્ષ્વાકુ, નાભાખ્ય વિષ્ટિસર્જાતિ હવિષ્યંત, પાશુનભ, નેદિષ્ટ, કુરૂપ, પ્રદ્યુમ્ન. અત્રિ, વસિષ્ઠ, ભગવાન, જામદગ્નિ (પરશુરામ) કશ્યપ, ગૌતમ, ભારદ્વાજ અને વિશ્વામિત્ર તે એ મન્વંતરના સાત ઋષિ છે. આ ક્રમમાં ચાલીસ મરુદ્ગણ કહેવામાં આવ્યા છે અને આદિત્ય, વસુ અને સાધ્ય આ ત્રણ દ્વાદશક ગણ હતા તથા એકાદશ રુદ્ર થયા હતા અને અષ્ટ વસુ હતા. અશ્વિનીકુમાર પણ બતાવવામાં આવ્યા છે તથા દશ વિશ્વ દેવતાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.

દસ અંગિરસ દેવ છે તથા નવ દેવગણ છે. એનામાં તેજસ્વી નામવાળા ઇન્દ્ર થયા હતા અને એમનો શત્રુ હિરણ્યાક્ષ દૈત્ય હતો. એ દૈત્યનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને વધ કર્યો હતો. હવે આપણે સાવર્ણ્ય ભવિષ્ય મનુના વિષયમાં બતાવીશું. સાવર્ણ્ય મનુના પુત્ર વિષય, અર્વવીર નિદેહ, સત્ય, વાક્ કૃતિ ગરિષ્ઠ વાચ અને સંગતિ હતા. અશ્વત્થામા, કૃપ, વ્યાસ, માલવ, દીપ્તિમાન, ઋષ્યભ, ઋંગ, રામ હતા. એ મન્વંતરના સાત ઋષિ છે. સુતપા, અમૃતાભા અને મુખ્યા આ એ દેવોના ગણ છે, જે પોતાની શક્તિમાં પૂરા છે. આમનો ઇંદ્ર વિરોચનનો પુત્ર બલિ થયો જેણે ભૂમિના ત્રણ પગની યાચના કરવાવાળા વામન રૃપધારી વિષ્ણુને બધું જ આપીને, ઋદ્ધ ઇન્દ્ર પદનો ત્યાગ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.

હવે આના અંતર વારુણિ, દક્ષ સાવર્ણિ નવમના પુત્રોને સાંભળો. આ બધા ધૃષ્ટિ કેતુ, દીપ્તિ કેતુ, પંચ હસ્ત, નિરાકૃતિ, પૃથુ શ્રવા, વૃહદ્દ્યુમ્ન, ઋચીક, વૃહતો ગુણ, મેઘાતિથિ, દ્યુતિ, સબલ અને વાસુ હતા. એમની સાથે જ્યોતિષ્માન્-હવ્ય-વિભુ અને ઈશ્વર આ ઋષિગણ થયા હતા. એમાં મરીચિ, ગર્ભ અને સ્વધર્મા આ ત્રણ મુખ્ય હતા. આમાં દેવોનો શત્રુ કાલક સંજ્ઞાવાળો છે. એનું હનન કરવાવાળા પદ્મનાથ થયા છે.

દશમ મનુ પુત્રોના નામ છે - સુક્ષેત્ર, ઉત્તમૌજા, ભરિર્સણ્ય, વીર્યવાન, શતાનીક, નિરમિત્ર, વૃષસેન, જયદ્રથ, ભૂરિદ્યુમન અને સુવર્ચા. આમનો ઇન્દ્ર શાંતિ નામધારી હતો. અયોમૂર્તિ, હવિષ્માન, સુકત, અવ્યય, નાભાગ, અપ્રતિમ અને સૌરંભ આ મન્વંતરના ઋષિગણ હતા.

હવે હું અગિયારમા મનુના પુત્રને બતાવું છું- સર્વત્રગ, સુશર્મા, દેદ્વાનીય, પુરુ, ગુરુ-ક્ષત્ર વર્ણ, ઇઢષુ, આર્દ્રક છે. હવિષ્યમાન, હવિષ્ય, વરુણ, વિશ્વ, બિસ્તર, વિષ્ણુ અને અગ્નિતેજા આ સાત ઋષિ છે. વિહંગમ, કામગમ, નિર્માણ, રુચિ અને એકૈક રુચિ એમના ગણ છે. વૃષિ ઇન્દ્ર છે, દશગ્રીવ એનો શત્રુ છે. આ રીતે આમની વિશાળ પરંપરા છે.

હવે દક્ષ પુત્ર મનુના બાર પુત્રોનું શ્રવણ કરો- એમના નામ છે દેવવાન્, ઉપદેવ, દેવ, શ્રેષ્ઠ, બિઠૂરથ, મિત્રવાહ, મિત્રદેવ, મિત્રવિન્દુ, વીર્યવાન, મિત્રવાહ, પ્રવાહ આ બધા દક્ષપુત્ર મનુના પુત્ર છે. તપસ્વી, સુતપા, તપોભૂર્તિ, તપોરતિ, તપીઘૃત, દ્યુત અને અન્ય આ તપોધન સાત ઋઋષિ છે. સ્વધર્મા, સુતપા, હરિત, રોહિત તથા સુરારિ આ ગણ છે અને પ્રત્યેકની પાસે દક્ષ ગણ છે. ઋતધામા ભદ્ર ઇન્દ્ર છે અને એમની પાસે શત્રુતારક નામવાળો દૈત્ય છે. શંકર હરિ ભગવાને કાર્તિકેય થઈને એનું હનન કર્યું.

હવે તેરમા રોચ્ય મનુના પુત્રને જાણી લો. હું એમને અહીંયા બતાવું છું. એમના નામ ચિત્રસેન, વિચિત્ર, તપોધર્મ રત, ધૃતિ, સુનેત્ર ક્ષેત્ર વૃતિ છે. ધર્મપ, દૃઢ, ધૃતિમાન્, અવ્યય, નિશારૃપ, નિરુત્સુક નિર્માણ અને તત્ત્વદર્શી આ સાત ઋષિ બતાવવામાં આવ્યા છે. સ્વરોમાણ, સ્વર્ણમાણ, સ્વકર્મ્મણ દેવ ગણ છે. એમના તેંત્રીસ વિભેદ છે જે કે ત્યાં પર દેવોના ગણ હોય છે. એમના આરાધ્ય દેવસ્પતિ ઇન્દ્ર છે. એ ઇંદ્રના શત્રુ ઇષ્ઠિમ નામનો દાનવ છે. આ દાનવનું અમે માધવ મયૂરનું સ્વરૃપ ધારણ કરીને હનન કરીશું.

ચતુર્દશ મનુના પુત્રોના નામ આ છે- ઉરુ, ગભ્ભીર, ધૃષ્ટ, તપસ્વી, ગ્રાહ, અભિમાન, પ્રવીર, જિષ્ણુ, સ્કંદન, તેજસ્વી, દુર્લભ, અગ્નિઘ્ર, અગ્નીબાહુ તથા માગધ, શુચિ, ્ર્જિત, મુક્ત અને શુક્ર તપોરવિ અને શ્રુત આ ચૌદમા મનુના સાત ઋષિ છે. ચાક્ષુસ કર્મનિષ્ઠ, પવિત્ર, ભ્રાંતિન અને બાચા આ પાંચ દેવોના ગણ છે જે કે સ્થાપક બતાવવામાં આવ્યા છે. એ દેવતાઓના ઇન્દ્રનું નામ શુચિ છે. એનો શત્રુ મહાદૈત્ય છે જેના હનન કરવાવાળા ખુદ ભગવાન હરિ એક જ દેવ છે. તે જ ચાર રૃપથી વિદ્યમાન છે. વ્યાસના રુપવાળા વિષ્ણુએ ફરી સમસ્ત પુરાણોની રચના કરી છે. અઢાર પુરાણ, ચાર વેદ, એ વેદોના છ અંગ શાસ્ત્ર મીમાંસા, ન્યાય શાસ્ત્રનો વિસ્તાર, પુરાણ, ધર્મ શાસ્ત્ર, આયુર્વેદ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, ગાંધર્વ વેદ આ જ બધી અઢાર વિદ્યાઓ કહેવામાં આવે છે.

ગરુડજીએ પૂછ્યું કે હવે તમે પોતાના ધ્યાનનું મહત્ત્વ બતાવો. શ્રી હરિએ કહ્યું- હવે હું હરિના ધ્યા રૃપને તમને બતાવું છું, જે ધ્યાન આ માયા તંત્રનું વિચ્છેદન કરવાવાળું છે. હે ખગ! તે હરિનું ધ્યાન મૂર્ત ધ્યાન તેમજ અમૂર્ત ધ્યાન આ ભેદોથી બે પ્રકારનું હોય છે. ભાવ રૃપથી સ્મરણ કરવું અમૂર્ત ધ્યાન હોય છે. તે તો મેં તમને પહેલાં બતાવી દીધું છે. જ્યારે હું ભગવાન હરિ અર્થાત્ ખુદના મૂર્ત ધ્યાનને બતાવું છું. એનું શ્રવણ કરો. કરોડો સૂર્યોની સમાન પ્રકાશવાળા વિષ્ણુ અને હરિ ભ્રાજિષ્ણુ હોય છે. કુંદના ફૂલ અને ગાયના દૂધની સમાન ધવલ વર્ણવાળા હરિનું ધ્યાન મુક્તિની ઇચ્છા કરવાવાળાઓએ કરવું જોઈએ. હરિનું સ્વરૃપ વિશાળ તેમજ પરમ સૌમ્ય શંખથી સમન્વિત છે. ભગવાન હરિ સહસ્ત્રો સૂર્યોના તુલ્ય જ્વાળાઓની માળાઓથી ઉગ્ર રૃપવાળા ચક્રને ધારણ કરે છે. હરિનું સ્વરૃપ પરમ શાંત છે. એમનું દર્શન રૃપ પરમ શુભ છે અને ગદા હાથોમાં ધારણ કરેલા છે. રત્નોની આભાથી અતીત જાજ્વલ્યમાન મહાન કિમતી કિરીટથી સુશોભિત છે. વનમાળા ધારી શુભ્ર સમાન અંશોથી યુક્ત અને સુવર્ણથી ભૂષણોના શોભિત શ્રી હરિ જ રહે છે. પદ્માસન પર વિરાજમાન પરમ સુંદર વસ્ત્રોને ધારણ કરીને શુદ્ધ દેહવાળા અને સુંદર કાનોવાળા શ્રી હરિનું જ સ્વરૃપ છે.

શ્રી હરિનું સંપૂર્ણ શરીર હિરણ્યમય છે-સુંદર હારને કારણે તેઓ ગળાને શોભિત કરવાવાળા શુભ અંગદોને પહેરવાવાળા છે. અણિમા મહિમા વગેરે ગુણોથી યુક્ત તથા સૃષ્ટિના સંહાર કરવાવાળા છે. ભગવાનનું મૂર્તિ સ્વરૃપ મહામુનિઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય છે. તેઓ અસુરો દ્વારા પણ ધ્યાન કરવા યોગ્ય છે અને દેવો દ્વારા પણ ધ્યેય છે. શ્રી હરિનું મૂર્ત સ્વરૃપ સંતાપોનો નાશ કરવાવાળું છે. તેઓ શરણાગતની રક્ષા કરવાવાળા, સુખ કરવાવાળઆ સૌમ્ય સ્વરૃપથી યુક્ત અને મહાન ઈશ્વર છે.

ભગવાન નારાયણ બધા લોકોના હિત સંપાદન કરવાવાળા- બધાના સ્વામી, બધાના સુખકર પ્રિય સૂર્યમંડળમાં સ્થિત, અગ્નિમાં સ્થિત અને જળમાં વિરાજમાન છે. વાસુદેવ પ્રભુ સંપૂર્ણ જગતનું ધ્યાન રાખવાવાળા, બધાના ધ્યાન કરવા યોગ્ય મુક્તિની ઇચ્છા કરવાવાળાના વિષ્ણુ છે. હું જ વાસુદેવ હરિ છું, આ પ્રકારથી હરિનું આત્મરૃપથી ધ્યાન કરવું જોઈએ. જે લોકો આ ઉક્ત સ્વરૃપવાળા વિષ્ણુ ભગવાનનું આ રીતિથી ધ્યાન કર્યા કરે છે તેઓ પરમોત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ પહેલાં આ પ્રકારથી સુરેશ્વર વિષ્ણુનું ધ્યાન કર્યું હતું, તેથી ધર્મોના ઉપદેશ કરીને પરમ પદને પ્રાપ્ત થયા હતા. હે શંકર! જે મારા આ બનાવેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન પઠન કર્યા કરે છે તે પણ પરમોત્તમ ગતિને પ્રાપ્ત કરી લે છે.

એના ઉપરાંત શ્રી સૂતજીએ કહ્યું- જે ધ્રુવ અર્થાત્ પરમ નિશ્ચિત પદાર્થોનો, વિષયોનો ત્યાગ કરીને અધ્રુવોનું સેવન કરે છે એ પુરુષના ત્યાગ કરી દેવાથી ધ્રુવ પણ નષ્ટ થઈ જાય છે અને જે અધ્રુવ છે તે તો ખુદ જ નષ્ટ બહુધા થાય છે. બોલવાના અંગથી કે શક્તિથી હીન પુરુષની વિદ્યા એ જ પ્રકારની હોય છે, જેમ કે કોઈ કાયર પુરુષના હાથમાં આપવામાં આવેલું શસ્ત્ર બેકાર થાય છે. જે રીતે જોવા યોગ્ય સ્ત્રી પણ કોઈ નેત્રાંધની તૃષ્ટિ નથી કરતી. ભોજનથી યોગ્ય પદાર્થોનું હોવું એ ભોજ્ય પદાર્થોના ભોજન કરવાની શક્તિનું રહેવું અર્થાત્ ખાવા તથા પાચનની શક્તિને મેળવવી, રમણીની સાથે રતિ ક્રિયા કરવાની શક્તિ, શ્રેષ્ઠ વરાંગનાનું મેળવવું, વૈભવનું મેળવવું અને દાન કરવાની શક્તિનું હૃદય વિદ્યમાન રહેવું આ છ વાતોને આ સંસારમાં પ્રાપ્ત કરવી અર્થાત્ આ બધી વાતો ઘણી તપશ્ચર્યાથી જ પ્રાપ્ત થયા કરે છે. વેદોના ફળ અગ્નિહોત્ર થાય છે. શુભનું ફળ શીલ વૃત્તિનું થાય છે. દારાનું ફળ એ જ હોય છે કે તે રતિ ક્રીડામાં પુત્ર સમુત્પન્ન કરે અને ધનનું ફળ હોય છે કે દાન આપે અને એનો પૂર્ણ ઉપયોગ કરે. પ્રાજ્ઞ પુરુષને જોઈએ કે એવી કન્યાની સાથે વિવાહ સંબંધ કરે જે કોઈ સારા કુળમાં ઉત્પન્ન થઈ હોય ભલે તે વિશેષ રૃપ-લાવણ્યથી હીન પણ હોય. એ અર્થથી પણ શું લાંભ છે જેની સંગતિ અનર્થમાં થાય છે. કોઈ શક્તિ છે કે સર્પની શિખાથી ઉત્પન્ન મણિને ગ્રહણ કરે. દુષ્ટ કુળથી પણ ગુણોનું ગ્રહણ કરી લેવું જોઈએ અને બાળકના મુખથી નિકળેલા સુભાષિતને પ્રાપ્ત કરી લે, અપવિત્ર સ્થાનમાં પણ પડેલા સુવર્ણને લઈ લે તથા સ્ત્રી રત્નને દુષ્કુળથી પણ ગ્રહણ કરી લેવું જોઈએ.

મનુષ્યને જોઈએ કે તે કુળને ભક્તમાં નિયોજિત કરે-પુત્રને વિદ્યામાં નિયોજિત કરે- શત્રુને વ્યસનમાં નિયોજિત કરે અને ઇષ્ટને ધર્મમાં નિયોજિત કરે. નોકરો અને આભરણોને યોગ્ય રૃપોમાં અર્થાત્ સમુચિત સ્થાનોમાં જ પ્રયુક્ત કરવા જોઈએ. પુષ્પોના સ્તવક (ગુચ્છ)ની જેમ મનસ્વીની બે ગતિ થયા કરે છે કાં તો સમસ્ત લોકોના મસ્તક પર આ રહે છે અથવા શૌર્યથી પતિત થઈને જીવનમાં જ પતિત થઈ જાય છે. કાનના ભૂષણથી સંગ્રહણ કરવા યોગ્ય મણિ જો પગમાં બાંધી દેવામાં આવે છે તો શું મણિ ત્યાં શોભા નથી આપ્યા કરતું. પ્રત્યુત ત્યાં તો એના યોજિત કરવાવાળાની જ બુરાઈ થાય છે.

મસ્તક પર ધારણ કરવાવાળા આભૂષમ પગમાં ધારણ કરવા પર શોભા નથી આપતું. ચૂડામણિને જો કોઈ પગમાં ધારણ કરે તો એનાથી એની શોભામાં ફરક નથી પડતો. પરંતુ ધારણ કરવાવાળાની મૂર્ખતાને પ્રગટ કરે છે.

બીજાનો અપકાર કરવામાં ક્યારેય ચિંતન ના કરવું જોઈએ. ધનના પ્રયોગ કરવાના કાર્યો, વિદ્યાના આગમ કાર્યો, આહાર અને વ્યવહારમાં મનુષ્યને હંમેશાં લજ્જાને ત્યાગી દેવાવાળા રહેવું જોઈએ. જે સ્થાન પર ધન સંપન્ન પુરુષ શ્રોત્રિય રાજા, નદી પર કે જ્યાં વૈદ્ય ના હોય, ત્યાં ક્યારેય ના રહેવું જોઈએ. લોક, યાત્રા, ભય, લજ્જા, દક્ષિણા અને દાન શીલતા આ પાંચ જ્યાં પર વિદ્યમાન ના હોય ત્યાં પર તો એક દિવસ પણ રહેવું ના જોઈએ. સમયનો જ્ઞાતા જ્યોતિષી, શ્રોત્રિય, રાજા, નદી અને સાધુ આ પાંચ જે સ્થાન પર ના હોય ત્યાં ના રહેવું જોઈએ.

હૈ શોનક ! બધી વાતો બધા પુરુષ નથી જાણ્યા કરતા કેમ કે સર્વજ્ઞ કોઈ નથી. એ પણ સત્ય છે કે બધી મુરખ નથી હોતા, જેમને ઉત્તમ, મધ્યમ અને નીચનું જ્ઞાન થાય છે અર્થાત્ વિવિક બુદ્ધિથી યોગ્ય અને અયોગ્યનો નિર્ણય કરી શકે છે તે જ વિદ્વાન હોય છે.

રાજાને સર્વદા ગુણવાનનો જ આદર કરવો યોગ્ય છે. સત્-અસત્ની વિવેક-બુદ્ધિ રાખવાવાળા પંડિતમાં બધા ગુણ થયા કરે છે અને મૂરખમાં ફક્ત દોષ જ રહે છે. મનુષ્ય નિરંતર સત્યપુરુષોની સાથે સંગતિ કરે અને સત્પુરુષોની સાતે ઉઠક-બેઠક રાખે. સત્પુરુષોની સાથે વિવાદ અને મૈત્રી પણ કરવી જોઈએ. પંડિત, વૃંદ, વિનીતજન, ધર્મના જાણકાર અને સત્યવાદી પુરુષોની સાથે બંધનમાં સ્થિત થઈને પણ અવ્યસ્થિત રહે અને ખલોની સાથે કોઈ પણ રાજ્યમાં ક્યારેય ના રહેવું જોઈએ. કેમ કે ખલ સંગનું પરિણામ હંમેશાં ખબાર જ હોય છે. આ કારણથી સમસ્ત વિશેષ રૃપથી કરીને પણ મનુષ્યો અર્થોથી યુક્ત થયા કરે છે. આ કારણથી સમસ્ત કાર્યોને વિશેષ રૃપ જ કરવું જોઈએ. મનુષ્યને જોઈએકે રાષ્ટ્રનથી કરોના સ્વરૃપમાં આ પ્રકારથી ધનનો સંચય કરે જે એના સ્વરૃપને કોઈ દોષ ન લાગે અને તે જેમને તેમ સુંદર કુસુમની જેમ સુખી સુશોભિત બનેલું રહે. ગૌતી ક્ષરની આ રીતે દોહન રાજાને કરવુ જોઈએ. ઝાડ પર મધુનીજાળ અને શુક્લ પક્ષમાં ચન્દ્રમા તથા રાજાનું દ્રવ્ય થોડું-થોડું કરીને જ વધારી શકો છો.

પરમ પ્રશસ્ત કર્મમાં પ્રવૃત્તિ રાખે છે એવા નિવૃત્તિ ભાવવાળા પુરુષ માટે ગૃહ જ તપોવનના તુલ્ય હોય છે. રાગથી નિવૃત્તિ અને સત્કર્મ જ સાચ્ચા પુરુષના મુખ્ય લક્ષણ છે. સત્યથી ધર્મની રક્ષા કરવામાં આવે છે અને યોગથી વિદ્યાની સુરક્ષા થાય છે. ભાગ્યનો નાશ થવાથી જ સંપદાઓનો ક્ષય થયો કરે છે, ઉપભોગ કરવાથી ક્યારેય પણ સંપત્તિનો નાશ નથી થતો. વિપ્રોના ભૂષણ ફક્ત વિદ્યા, પૃથ્વીનું ભૂષણ નૃપ, આકાશનુ આભૂષણ ચંદ્રમા છે અને શીલ બધાનું ભૂષણ છે. ચંદ્રમાની સમાન સંદર બધા પાંડવ-ભીમસેન અને અર્જુન વગેરે અત્યાધિક શૂરવીર, સત્ય પ્રતિજ્ઞાવાળા, દિનકરના શરીરવાળા અને સાક્ષાત્ કેશવ ભગવાનથી રક્ષિત પણ પરંતુ દુષ્ટ ગ્રહોના ફેરમાં અવસ્થિત થઈને જંગલોમાં ભટકી ગયા અને પરવશતામાં સ્થિત થઈ ગયા હતા, ભિક્ષા વૃત્તિ પણ એમને કરવી પડી હતી. આથી એ જાણ થાય છે કે ભાગ્યના બદલવામાં કોઈ સમર્થ નથી હોઈ શકતું. આ કર્મોની રેખા વિધિના વશમાં સારા-સારાને પણ ભ્રમિત કરી કર્યા કરે છે. ભાગ્ય સર્વોપરિ અને સૌથી પ્રબળ હોય છે. એની આગળ કોઈને પણ વશ નથી ચાલતો-આ પરમ સિદ્ધાંત છે.

જે કર્મએ બ્રહ્માને એક કુંભારની જેમ નિયમિત કરી દીધા છે, જે કર્મએ વિષ્ણુને પણ અવતારણ ધારણ કરીને જંગલમાં મહાન સંકટમાં નાખી દીધા છે, જે કર્મએ મહાન દેવ રૃદ્રને પણ ભિક્ષુક બનાવી દીધા છે અને જે કર્મ વશમાં સૂર્ય દેવ નિત્ય-પ્રતિ આકાશમાં ભ્રમણ કર્યા કરે છે એ પરમ પ્રબળ કર્મ માટે અમારા વારંવાર નમસ્કાર છે. રાજા બલિની સમાન મહાન શ્રેષ્ઠ દાન આપવાવાળા શાક્ષાત્ વિષ્ણુ વામન રૃપ ધારણ કરવાવાળા યાચક-ભૂમિ જેવા પરસોત્ત્મદાન, પરંતુ વિપ્રના મુખમાં ફળ આપીને પણ રાજા બલિને યએના પરિણામમાં બંધનને પ્રાપ્ત કર્યા હતા. હે દેવ! યથેષ્ઠ પળ આપવાવાળા તમારા માટે અમારા નમસ્કાર છે. જો માતા સાક્ષાત્ ખુદ મહાલક્ષ્મી હોય અને પિતા સાક્ષાત્ ભગવાન જનાર્દન હોય તો તો પણ જો ખરાબ બુદ્ધિ હોય કાં તો એને હંમેશાં દંડ ધારણ કરવો જ પડે છે. જેણે-જેણે જેવું જે પહેલાં કર્મ કર્યું છે તો એ તો નિશ્ચિત છે કે તે એવું જ ખુદ પોતાના પુણ્ય કે પાપ કૃત કર્મનું ફળ અવશ્ય ભોગવું પડે છે. એનાથી બચાવ ક્યાંય પણ નથી થઈ શકતો. જેનું દુર્ગ ત્રિકુટ હતું અને એ રાક્ષસ મહાબલીની પાસે યુદ્ધ કરવાવાળા યોદ્ધા અને સેવક હતા છતાં પણ એને કષ્ટ સહન કરવું પડ્યું અસુર ગુરુ ઉશના દ્વારા જેણે સંપૂર્ણ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તે રાક્ષસ રાજા રાવણ પણ કાળના વશમાં આવીને નષ્ટ થઈ ગયો.

બાળક, યુવાન અને વૃદ્ધ જે પણ શુભ-અશુભ કર્મ કરે છે, એમનું ફળ જન્મ-જન્માંતર સુધી ભોગવે છે. કર્મનું મળ ન મળે, એ શક્ય જ નથી થઈ શકતું.

જે પ્રાપ્ત થવાના યોગ્ય અર્થ હોય છે એને મનુષ્ય અવશ્ય જ પ્રાપ્ત કરી લે છે, કેમ કે લલાટમાં લખેલા લેખાને કોઈ પણ બદલી નથી શકતું. બીજાઓની પ્રદાન થયેલી વિદ્યા ક્યારેય પણ ઓછી નથી થતી પ્રત્યુત તે બીજાઓના દેન પર વધારે વધે છે. કૂપમાં રહેવાવાળા પાણીની જમ તે સ્થાયી હોય છે. જે અર્થ ધર્મના દ્વારા ગૃહીત થાય છે તે જ સત્ય થયા કરે છે અને ધર્મપૂર્વક પ્રાપ્ત કરવામાં આવેલી શ્રી જ વાસ્તવિક શ્રી છે. આ લોકમાં ધર્મને માનવાવાળા પુરુષ મહાન હોય છે. તેથી અર્થને કારણે જ એનું સ્મરણ રાખળું જોઈએ. અન્નના ચાહવાવાળા પુરુષ અત્યંત કૃપણ હોય છે. તે જે દુખોને ભોગવે છે એ જ દુખોને જો ધર્મને માનવાવાળા મેળવે તો પછી કોઈ પણ ક્લેશનું તે પાત્ર નથી જ થઈ શકતો. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રયત્ન કરવા પર પણ મંત્ર, બળ, વીર્ય, પ્રજ્ઞા અને પૌરુષથી મનુષ્ય અલભ્ય પદાર્થોને પ્રાપ્ત નથી કર્યા કરતા. આથી આ અપ્રાપ્તિના વિષયમાં થોડું પણ દુઃખ ના માનવું જોઈએ, જેની મેં ક્યારેય યાચના નથી કરી હતી એને મેં પ્રાપ્ત કરી લીધું હતું અન મારો માકલેલો તો ફરીથી મારાથી ચાલ્યો ગયો. જ્યાંથી તે આવ્યો હતો ત્યાં જ પર ચાલ્યો ગયો અર્થાત જે પ્રદાતાએ મને આપ્યો હતો, એણે જ એને પનુથ લઈ લીધો છે તે એના માટે દુખ માનવાની કોઈ જરૃર જ ના હોવી જોઈએ. એક જ વૃક્ષ પર રાત્રિના સમયમાં અહીં-તહીંથી અનેક પક્ષીએનો સમાગમ જો જાયા કરે છે. પ્રાતઃકાળ થવા પર તેઓ બધા જે એક સાથે રહ્યાં હતા. વિભિન્ન દિશામાં ઉડીને ચાલ્યા ગયા કરે છે તો એના માટે કંઈ પણ પરિવેદના ના કરવી જોઈએ. તાત્પર્ય એ છે કે આ સાંસારિક સંયોગ પિતા, પુત્ર અન ભાઈ, ભત્રીજા વગેરેનું પણ એવું જ છે. કોઈ એક જ સ્વાર્થના સંપાદન કરવા માટે પ્રયાણ કરવાવાળા બધામાં જે કરી રહ્યાં છે, એમાં કોઈ કરી રહ્યાં છે. એમનામાં કોઈ જલ્દીથી ચાલીને આગળ નિકળી ગયા કરે છે તો એમાં શું દુઃખની વાત છે. સંસ્રામાં પણ આ જ આગળ પાછળ સંસાર ત્યાગ કરવાનો ક્રમ રહ્યાં કરે છે. હે શૌનક! જેનો સમય નથી આવ્યો તે નથી મરતો, નહીંતર એક કુશાના અગ્રભાગથી પણ મરી જાય છે અને કોઈ ઉપોયથી તે જીવિત નથી રહ્યાં કરતો. મૃત્યુનો એક નિયત સમય હોય છે. બાકી બધું તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે. જે પ્રાપ્ત કરવાવાળા હોય છે એને જ માનવ પ્રાપ્ત કર્યા કરે છે. જે એના પ્રાપ્ત થવા યોગ્ય ભાગ્યમાં બંધાયેલ છે એ જ પદાર્થો માનવ પ્રાપ્ત કર્યા કરે છે. દુઃખ અને સુખ પણ એ જ પ્રકારથી થયા કરે છે.

ભાગ્ય અનુસાર જ પ્રાપ્તિ થયા કરે છે તેથી કોઈના માટે પણ પ્રલાપ કરવો વ્યર્થ છે. પૂર્વના કરમના પળ જ યોગ્ય સમય. પર પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મ તપશ્ચર્યા જ સમય આવવા પર ફળવતી થાય છે. ભાગ્યોદયમાં કુળ, શીલ, વિદ્યા, જ્ઞાન, ગુણ અને બિજ-શુદ્ધિ મદદરૃપ થઈ શખે છે પણ એનું કારણ નથી બની શકતા. જે રીતે ગાયોના સેંકડો સમુદાયમાં વાછરડું પોતાની માતાની પાસે પહોંચી જાય. છે એ જ પ્રકારે પૂર્વ જન્મના કરેલા શુભાશુભ કર્મ પોતાની કર્તા પાસે પહોંચી જાય છે અને તે અનુસાર જ ફળ આપે છે.

હે દ્વિજ! જે પુરુષ રાગ અને દ્વેષથી યુક્ત હેોય છે એમને ક્યારેય સુખ પણ પ્રાપ્ત નથી થતું. વિચાર કરીને હું સારી રીતે જોઈ રહ્યો છું કે સુખ વસ્તુતઃ ત્યાં જ પર હોય છે જયાં નિવૃત્તિ હોય છે જ્યાં સ્નેહ હોય છે. દુઃખોનું મૂળ સ્નેહ હોય છે તથી એના સ્નેહના ત્યાગ કરી દેવા પર મહાન સુખ થઈ જાય છે. આ શરીર જ દુ:ખ અને સુખનું આયતન હોય છે. જીવિત અને શરીર જાતિની સાથે જ ઉત્પન્ન થાય છે. બીજાના અધીન કંઈપણ રહેવું દુઃખ હોય છે અને બધાને પોતાના અધીનતામાં રહેવાનું સુખ હોય છે. સંક્ષેપ સ્વરૃપથી સુખ અને દુઃખ એક ચક્રની જેમ પરિવર્તિત થયા કરે છે. અર્થાત્ સુખ પછી દુખ અને દુખ પછી સુખ આવ્યા જ કરે છે. સુખના અનંતર દુઃખ અને દુઃખના અનંતર સુખ આવે છે. ચક્રનું પરિવર્તન પણ આ રીતે નીચેથી ઉપર અને નીચેથી ઉપર થયા કરે છે. જે થઈ ગયું તે અતિક્રાંત છે. જે થવાવાળું છે તે દૂર છે. જે વર્તમાનથી વર્તે છે તે શોકથી બાધિત નથી થતાં.

શ્રી સૂતજીએ કહ્યું- આ સંસારમાં કોઈપણ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી. અહીંયા પર તો કામના વશ થઈને જ મિત્ર કે શત્રુ બનાવ્યા કરે છે. શોકથી ત્રાણ કરવાવાળા, ભયથી સુરક્ષાના સંપાદક તથા વિશ્વાસનું પાત્ર મિત્ર આ બે અક્ષરોવાળા ઉત્તમ રત્ન કોઈને સૃજિત કરે છે. જેણે ફક્ત એક જ વાર પરમ પ્રીતિ તેમજ ભક્તિ ભાવથી, 'હરિ' - આ ભગવાનના બે અક્ષરનું પુનીતનામનું ઉચ્ચારણ કર્યું છે, એણે મોક્ષની પ્રાપ્તિને ગમન કરવા માટે પોતાના પરિકરને બદ્ધ કરી લીધા છે. સ્વભાવથી સમુત્પન્ન મિત્રમાં મનુષ્યના જેવો પરમ સંતુષ્ટ વિશ્વાસ હોય છે, એવો જ વિશ્વાસ પોતાની માતા, પત્ની, સહોદર ભાઈ અને પુત્રમાં પણ નથી થયા કરતા. જો સર્વદા પરિત્યાગ બની રહેવાવાળી પ્રીતિને સ્થીર રાખવાની ઇચ્છઆ છે તો ત્યાં પર ત્રણ દોષોનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ, દ્યૂત ક્રીડા કરવી, ધનના લેવા-દેવાનો પ્રયોગ અને પરોક્ષમાં સ્ત્રીઓને જોવી અથવા એમનાથી સંભાષણ કરવાના કામ, પોતાની માતા, બહેન, પુત્રી એમની સાીથે એક આસન પર ક્યારેય નિવાસ ના કરવા જોઈએ કેમ કે ઇન્દ્રિયોનો સમુદાય અત્યંત બળવાન હોય છે અને આ મહાન વિદ્વાનને પણ આકર્ષિત કરી લે છે અર્થાત્ મહાન પાપ કર્મ કરવાની તરફ ખેંચી લીધા કરે છે. પોતાના અધીન રહેવાવાળાઓમાં વિપરીત રતિવાળા કામ નથી થતા. જ્યાં અપાય બંધ દંડ છે એવા જ અનુવર્તન છે.

હે શૌનક! એક તો ક્ષણ માત્રનો સમય નથી મળી શકતો, બીજું, એકાંત સ્થળનું મળવું મુશ્કેલ હોય, ત્રીજું, પ્રાર્થના કરવાવાળો પુરુષ ન મળે તો જ સ્ત્રીના સતીત્વની રક્ષા થઈ જાય છે. નહીંતર જો આ ત્રણેય વાતો સુલભ થઈ શકતી હોય તો પછી નારીઓનું સતીત્વ બચી શકવું મહા મુશ્કેલ જ હોય છે. એક પુરુષ તો તે નિત્ય પ્રતિ સેવન કર્યા કરે છે. તો પણ એના ચિત્તમાં અન્ય પુરુષનું સેવન કરવાની રુચી બની રહ્યાં કરે છે. પુરુષોની પ્રાપ્તિ ન થવાથી જ નારી પતિવ્રતા રહ્યાં કરે છે. માતા મદનથી આતુર જે કર્મકલાપોને રહસ્યમાં કર્યા કરે છે, પુત્રને એના પર ચિંતન ના કરવું જોઈએ કેમ કે તે શીલની વિપ્રતિપત્તિ કરવાવાળા હોય છે. નિદ્રા પરાધીન હોય છે. હૃદયના કૃત્યોનું અનુસરણ હંમેશાં એવા હાસ્ય શોકથી પણ રહિત હોય છે. સંસારમાં ગણિકાનું જીવન એવું હોય છે કે એનું શરીર પૈસાને પ્રાપ્ત કરવા માટે હંમેશાં નિરત રહે છે અને વિજ્ઞજનો દ્વારા એના ગળા હંમેશાં વિદારિત રહ્યાં કરે છે. તે ખુબ જ ઉત્કંઠાને સંતૃપ્તની વૃત્તિવાળી અને ઘણાં લોકોની ઇચ્છઆ પૂર્ણ કરવાવાળી માનવામાં આવી છે. અગ્નિ, બળ, સ્ત્રીગણ, સર્પ અને રાજકુળ આ નિત્ય પરોપસેવ્ય અર્થાત્ બીજાઓના સેવાન કરવા યોગ્ય હોય છે અને આ છ સદ્યઃ પ્રાણોને હરણ કરવાવાળા પણ છે. એમાં કઈ એવી આશ્ચર્યની વાત છે કે જો શબ્દ શાસ્ત્રમાં કુશળ પ્રિય પંડિત હોય છે. આ પણ કોઈ વિચિત્ર વાત નથી કે દંડ નીતિમાં કુશળ વિપ્ર ધાર્મિક હોય. એમાં પણ વિચિત્રતા નથી કે રૃપ-લાવણ્યથી સંપન્ન સ્ત્રી સાધ્વી ન રહે અને એ પણ કંઈ અદ્ભુત વાત નથી કે કોઈ નિર્ધન પુરુષ ક્યારેય કોઈ પાપ કર્મ નથી કરતો.

વનમાં કોઈ એક વૃક્ષ હોય જે સુગંદ યુક્ત પુષ્પોથી પરિપૂર્ણ હોય તો એ એક સુવૃક્ષથી જ સંપૂર્ણ વન સુવાસિત થઈ જાય છે, જેમ એક સુપુત્રથી સંપૂર્ણ કુળ પ્રખ્યાત થઈ જાય છે. ગુણોથી સંપન્ન એક જ પુત્ર સૌથી શ્રેષ્ઠ ગુણ હીન સેંકટો પુત્રોથી શું લાભ છે જેમ કે એકલા ચંદ્રમા અંધકારને નષ્ટ કરી દે છે પણ તારાગણ સહસ્ત્રાધિક રહીને પણ અંધકારને નષ્ટ કરવાની ક્ષમતા નથી રાખતા. પુત્રનું લાલન પાંચ વર્ષની અવસ્થા સુધી કરવું જોઈએ. એના પછી એને થોડા સારા-ખરાબનું ભાન થઈ જાય છે. છ વર્ષથી દસ-પંદર વર્ષ સુધી દાંટ-ફટકારથી એને સુમાર્ગ પર લાવો. જ્યારે સોળમાં વર્ષમાં પદાર્પણ કરે તો ફરી એની સાથે એક મિત્રની જેમ વ્યવહાર કરો. પુત્ર જ્યારે મોટો થઈ જાય છે, ધનનું હરણ કર્યા કરે છે. જો પુત્ર પિતાની સામે જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પિતાને મહાન વેદના થાય છે, જાણે એના પ્રાણ નિકળી ગયા હોય એમ. એવા પુત્રની સમાન અન્ય કોઈ શત્રુ નથી કે જેના માટે લોકો અત્યંત લાલાયિત રહે છે. કેટલાક વાઘ મૃગના તુલ્ય મુખવાળા હોય છે એના યથાર્થ સ્વરૃપના પરિજ્ઞાન પ્રાપ્ત કરવામાં પદ-પદ પર અવિશ્વાસ થયા કરે છે. ક્ષમા ધારણ કરવાવાળા પુરુષને બધા પ્રકારથી સારા માને છે પરંતુ એનામાં એક જ મોટો ભારે દોષ હોય છે કે ક્ષમાથી યુક્ત પુરુષ હોય છે. એને લોકો શક્તિથી હીન સમજવા લાગે છે. એ જ માનવામાં આવે છે કે સાંસારિક ભોગ ક્ષણભંગુર હોય છે. તો પણ સ્નિગ્ધોમાં વિદગ્ધ પુરુષની વૃદ્ધિ અનાકુળ હોય છે.

હે શૌનક! પિતાના મૃત થઈ જવા પર જ્યેષ્ઠ ભાઈ પિતાના જ તુલ્ય હોય છે. તે બધાનું અનુપાલન કરવાવાળો હોય છે અને આથી પિતાના જ તુલ્ય હોય છે. જે પણ એનાથી નાના હોય છે એ બધાની સાથે એનો વ્યવહાર સમાન હોય છે. જે પ્રકારેથી તુલ્ય ઉપભોગ કરવાવાળા અને જીવન વિતાવવાવાળા પુત્રોમાં થયા કરે છે. અત્યંત શક્તિવાળા પણ જો વધારે એકત્ર થઈને એક સમુદાયમાં સંઘટિત થઈ જાય છે, તો મહાન દારુણ શક્તિશાળી થઈ જાય છે. જેમ કે એક-એક તણખલાંથી બનેલી, મોટી દોરડી એટલી મજબુત થઈ જાય છે કે એમાં પછી હાથી જેવા મહાન બળવાન પશુને પણ બાંધી લેવાની શક્તિ થઈ જાય છે. બીજાના ધનનું અપહરણ કરીને જે પરી એનું દાન કર્યા કરે છે એનું દાન આપવાવાળો પુરુષ નરકનો ગામી થાય છે અને હકીકતમાં એ દાનનું દાન એ જ ફળ પણ હોય છે. દેવોત્તર સંપત્તિનું અપહરણ કે વિનાશ કરવાથી બ્રાહ્મણનું ધન અપહરણ કરવાથી અને બ્રાહ્મણોનું અતિક્રમણ કરવાથી કુળોની અકુળતા થઈ જાય છે એટલે કે સમસ્ત કુળોનો નાશ થઈ જાય છે. બ્રાહ્મણનું હનન કરવાવાળા, સુરાના પાન કરવાવાળા, ચોરી કરવાવાળા, અને વ્રતને ભંગ કરવાવાળા પુરુષની સત્પુરુષોની નિષ્કૃતિ એટલે કે પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે પરંતુ જે કૃતઘ્ન હબોય છે એનું કોઈ પણ પ્રાયશ્ચિત નથી થતું. કરેલા ઉપકારને ન માનવાવાળા પુરુષને કૃતઘ્ન કહેવામાં આવે છે. ક્ષુદ્ર અને વૃષલી (અદ્રા)ના સ્વામીના અહીંયા દેવગણ અને પિતરગણ ભોજન નથી કર્યા કરતા. જે પત્ની દ્વારા જીતેલો હોય અર્થા પત્નીનો જ જેના પર પૂૂર્ણ પ્રભાવ હોય અને જેની પત્ની કોઈ ઉપપતિ ઘરમાં રહે છે એને ત્યાં પણ દેવપિતર અસંતુષ્ટ થઈને ભોજન નથી કર્યા કરતા.

આ ચાર પુરુષ સ્વભાવ અને કર્મને કારણે જ ચાંડાલ થયા કરે છે. આ તે જે કરેલા ઉપકારને માન્યા નથી કરતા. બીજા તે જે અનાર્ય હોય છે. ત્રીજા તે જેમાં ખૂબ લાંબા સમય સુધી રોષ વિદ્યમાન રહે છે. અને ચોથા તે જે હંમેશાં કુટિલ વૃત્તિવાળા હોય છે. પાંચમા ચાંડાલ તો તે છે જે એ ચાંડાલ જાતિથી સમુત્પન્ન થાય છે. દુષ્ટ બુદ્ધિવાળા સાધારણ શત્રુ પણ આ ભાવનાથી કે તે સામાન્ય શત્રુ આપણું શું બગાડી શકે છે ક્યારે પણ ઉપેક્ષા કરવાના યોગ્ય નથી હોતા. અગ્નીના નાના એવા કણની પણ ઉપેક્ષા નથી કરતો અર્થાત્ એ સામાન્ એવી અગ્નીમાં પણ બધું જ સળગાવીને રાખ બનાવી દેવાની ક્ષમતા વિદ્યમાન રહ્યા કરે છે. નવી ઉઠેલી અવસ્થામાં જેનાથી સ્વાભાવિક રૃપથી ક્યારેય અશાંતિ થયા જ નથી કરતી જે પુરુષ શાંતિથી યુક્ત રહે છે તે જ વાસ્તવમાં શાંત પ્રકૃતિ વાળો પુરુષ હોય છે એવો મારો વિચાર છે. જ્યારે ઉંમર ઢળી જાય છે તો સંપૂર્ણ શરીરની ધાતુ ક્ષીણ થઈ જાય છે. એમાં તો બધાને શાંતિ આવી જાય છે. કેમ કે કોઈ પણ પ્રકારની શક્તિ રહ્યા જ નથી કરતી. હે વિપેન્દ્ર! જે રીતે માર્ગોમાં બધાના ચાલવાનો અધિકાર હોય છે એવી જ રીતે શ્રીને ભોગવાનો પણ બધાને હકહોય છે. આ શરીર ધાતુઓના વશમાં રહેવાવાળું અને ચિત્તના અધાન જ થયા કરે છે. જ્યારે ચિત્ત જ નષ્ટ થઈ જાય છે તો સંપૂર્ણ ધાતુઓ પણ નાશને પ્રાપ્ત થાય છે. આ ચિત્તની હંમેશાં રક્ષા કરવી જોઈએ. જ્યારે ચિત્ત સ્વસ્થ રહે છે તો ધાતુઓ પણ શરીરમાં ઉત્પન્ન થઈને સબળ તેમજ સમર્થ થાય છે.

સૂતજીએ કહ્યું- દુષ્ટ સ્વભાવની પત્ની અને કુત્સિત મિત્ર તથા ખરાબ રાજા તેમજ કુપુત્ર, ખરાબ કન્યા અને ખરાબ દેશને દૂરથી જ ત્યાગી દેવા જોઈએ.

હવે વર્તમાન કળિયુગનો પ્રભાવ બતાવે છે- આ યુગ એવો છે કે એમાં ધર્મ તો એવો ચાલ્યો ગયો છે કે ક્યાંય પણ નામ નજરે જ નથી પડતું, તપ પણ આ સમયમાં નષ્ટ થઈ ગયું છે એટલે કે તપસ્યા કોને કહે છે , એ પણ કોઈ નથી જાણતું. સત્ય તો નામ માત્રને પણ કળિયુગમાં ક્યાંય છે જ નહીં. સત્યતા કોઈ વસ્તુ છે એની સત્તા તેમજ મહત્તાને કોઈ નથી જાણતું જ નથી. સમસ્ત ભૂમિનો ભોગ એવો છે કે એમાં જેવી ઉપજ હોવી જોઈએ તે ક્યાંય પણ નથી હોતી. મનુષ્ય બહુધા બધા કપટનો વ્યવહાર રાખવાવાળો છે. જે બ્રાહ્મણ લોકો છે તે ખૂબ જ વધારે બતબના થઈ ગયા છે અર્થાત્ ચંચળતાથી પૂર્ણ છે. કળિયુગમાં મનુષ્ય સ્ત્રીઓના વશમાં રહ્યાં કરે છે. સ્ત્રીઓ વધારે ચંચળ છે. નીચ જાતિના મનુષ્ય ઉન્નતિશીલ થઈ ગયા છે. તેઓ મનુષ્ય પરમ ધન્ય તેમજ ભાગ્યશાળી છે જે પોતાની જીવન લાલી સમાપ્ત કરીને મરી ગયા છે. આ કળિયુગના સમયમાં એ મૃત્યુને પ્રાપ્ત થવાવાળા દેશના ટુકડાઓમાં વહેંચાઈ જવાવાળી ભંગતાને જોઈ રહે છે અને ના કુળોને ક્ષયને જ જુએ છે. બીજાઓમાં પોતાના ચિત્તને રમાડવાવાળી દારાઓને અને ખરાબ વ્યસનોમાં ફસાયેલા પુત્રોને પણ તેઓ મરી જવાને કારણે નથી જોઈ રહ્યાં. કુપુત્રમાં નિવૃત્તિ નથી હોતી અને જે કુપત્ની છે એમાં રતિ પણ કેવી રીતે થઈ શકે છે? કુમિત્રમાં વિશ્વાસ નથી હોતો અને ખરાબ રાજ્યમાં જીવન કેવી રીતે રહી શકે છે? બીજાનું અન્ન, બીજાનું ધન, બીજાની પથારી, બીજાની સ્ત્રી, બીજાના ઘરમાં નિવાસ આ ઇન્દ્રની પણ શ્રીનું હરણ કરવાવાળા કાર્ય હોય છે. વાતચીતથી, શરીર સ્પર્શથી, સંગતિથી, સાથે ભોજનથી, સાથે શયનથી અને સાતમાં ગાયનથી મનુષ્યોના પાપનું સંક્રમણ થયા કરે છે. સ્ત્રી વધારે રૃપ લાવણ્યના હોવાથી નષ્ટ થઈ ગયા કરે છે, ક્રોધથી તપસ્યાનો નાશ થાય છે, ક્રૂર પ્રચારથી ભાગ અને શૂદ્રના અન્નથી શ્રેષ્ઠ દ્વિજનો નાશ થઈ જાય છે.

એક જ આસન પર સ્થિત રહેવાથી, એક જ પથારી પર સૂવાથી, એક સાથે જ બેસીને ભોજન કરવાથી પતિના સાહચર્ય થવાથી અર્થાત મળી જવાથી, અધકચરા ઘડાના બીજા ઘટમાં જળ નાખવાની જેમ, એક બીજામાં પાપનું સક્રમણ થયા કરે છે. લાડ-પ્રેમ કરવામાં ઘણા દોષ ઉત્પન્ન થઈ ગયા કરે છે અને તાડવાથી વધારે ગુણ થાય છે. આથી પોતાના શિષ્ય અને પુત્રને સર્વદા તાડવા જ જોઈએ, ફક્ત પ્રેમ ના કરવો જોીએ. દેહધારીઓ માટે વધારે ચાલવું વાર્ધક્ય છે, પર્વતો માટે જળ જ જરા છે અર્થાત્ એમની ક્ષીણતા પહોંચાડવાવાળા હોય છે. નારીઓની સાથે સંભોગ ન કરવો જ એમની વૃદ્ધતાને વધારવાવાળી જરા છે અને વસ્ત્રને આતપમાં રાખવા જરા છે. જે અધમ શ્રેણીના માનવ હોય છે તેઓ હંમેશાં કલહ જ ઇચ્છ્યા કરે છે-મધ્યમ શ્રેણીના પુરુષ સંધિની ઇચ્છા રાખે છે તથા ઉત્તમ કોટિના મનુષ્ય માનના ઇચ્છુંક હોય છે કેમ કે મહાન પુરુષોનું એકમાત્ર ધન માન જ થયા કરે છે.

માન જ અર્થનું મૂળ છે કેમ કે મહાન માનની પ્રાપ્તિ માટે અર્થની ઇચ્છા જ થયા કરે છે. જો માન છે તો પછી એના હોવા પર અર્થથી શું પ્રયોજન છે! જેના માનનું દર્દ જ ભ્રષ્ટ થઈ ગયું છે એને ધન અને આયુમાં પણ શું લાભ છે?

અધર્મ પુરુષ જ ધનની ઇચ્છઆ કર્યા કરે છે. જે મધ્ય શ્રેણીના લોકો છે તેઓ ધન અને માન બંને જ અભિલાષા રાખ્યા કરે છે. ધનહીન પુરુષ પણ જે સારા કુળોમાં ઉત્પન્ન થાય છે ક્યોય પણ નીચ કર્મોને આરંભ નથી કર્યા કરતા અર્થાત્ ધનની પ્રાપ્તિ માટે ખરાબ કામ ક્યારેય નથી કરતાં.

વનમાં સિંહનો ક્યારેય કોઈએ અભિષેક નથી કર્યો એટલે કે એને કોઈએએ વનના રાજ્યનો રાજા નથી બનાવ્યો પરંતુ પોતાના પૌરુષને કારણે જ વનના જીવોનો રાજા બની ગયો છે. પ્રમાદશીલ વૈશ્ય એટલે કે વેપાર-વ્યવસાય કરવાવાળા, માન રાખવાવાળા, ભવ્ય એટલે સેવા વૃત્તિ કરવાવાળા માનવ-વિલાસશીલ ભિક્ષુ અને વગર ધન વાળા કામી તથા અપ્રિય બોલવાવાળી વિરાંગના આ લોકો પોતાના કર્મોમાં ક્યારેય સફળ નથી થઈ શકતા. દાનશીલ પુરુષનું દરિદ્ર હોવું, અર્થસંપન્ન પરુષનું કૃપણ થવું, પુત્ર આજ્ઞાકારી ન થવો, દુષ્ટ પુરુષની સેવા કરવી અને બીજાના અપકાર કરવામાં મૃત્યુ થઈ જવું, આ પાંચ દુશ્ચરિત્ર થયા કરે છે. પોતાની પત્નીથી વિરહ થઈ જવો, પોતાના જનો દ્વારા અથવા પોતાના જ જનોના મધ્યમાં અપમાન થળું, ઋણનું બાકી બની રહેવું, ખરાબ પુરુષની સેવા કરવી આને દારિદ્રય હોવાને કારણે મિત્રોથી વિમુખ થઈ જવું આ પાંચ કાર્ય એવા છે જે વગર જ અગ્નિના ખૂબ તીવ્ર જલન આપ્યા કરે છે. આમ તો મનુષ્યોને સહસ્ત્રો પ્રક્રારની ચિંતાઓ, ખાંડાની ધારના દ્વારા અપમાનનું હોવું, પત્નીનું ભૂખ્યું રહેવું, પત્નીને પોતાના વિષયમાં વિરક્ત રહેવું અને સહજ અપરાધનું હોવું, પુત્ર વંશગત હોવો, અર્થોપાર્જન કરવાવાળી વિદ્યાના પોતાની પાસે રહેવું, રોગોનું ન હોવું, સજ્જન પુરુષોની સંગતિનું રહેવું, પત્નીનો પ્રેમ અને પોતાના વશમાં રહેવું આ પાંચ કારણ એવા છે જે દુઃખના મૂળનું ઉદ્ધરણ કરવાવાળા હોય છે. હરિણ, માતંગ, પતંગ, ભૃંગ અને મીન આ પાંચ પાંચેય ઇન્દ્રિયોના કારણે મરે છે. હરિણ શ્રવણેન્દ્રિયના અધીન થઈના વાદ્ય સાંભળવામાં આવે ખોવાઈ જાય છે કે શિકારી એને મારી નાંખે છે, માતંગ મદોન્મત્તતાથી, પતંગ દીપકની જ્વાળા પર પ્રેમ કરવાથી, ભૃંગ પુષ્પરાજના આસ્વાદનથી અને મીન ગંધાકર્ષણના મૃત્યુનો ગ્રાસ થાય છે. એ બધામાં એક-એક ઇન્દ્રિયનું જ આકર્ષણ મોતના મ્હોંમાં નાખી દીધા કરે છે તો જે માનવ પોતાની બધી ઇન્દ્રિયોની અર્થાત્ પાંચેયને આધીન થાય છે તે કેમ નથી મરણ યોગ્ય હશે?

જેમ-જેમ મનુષ્ય કલ્યાણથી પોતાની વૃદ્ધઇ કર્યા કરે છે તેમ-તેમ જ તે બધી જગ્યાએ લોકનો પરમ પ્રિય થઈને સંબંધ કર્યા કરે છે. આ જગતી તલમાં મનુષ્ય લોભ, પ્રમાદ અને વિશ્વાસ, આ ત્રણેયમાં નાશને પ્રાપ્ત થાય છે. આથી લોભ ના કરવો જોઈએ, પ્રમાદ (બેપરવાહી) ના કરવી અને દરે એકનો વિશ્વાસ પણ ક્યારેય ના કરવો જોઈએ. ભયથી ત્યાં સુધી ડરવું જોઈએ જ્યાં સુધી તે ભય આપણાથી દૂર રહે છે અને આવતો નથી. જ્યારે ભય નજીક આવી જાય છે અને તીવ્ર રૃપ ધારણ કરી લે છે, તો પછી એકદમ નિડર થઈને એની સ મક્ષ સ્થિત થઈને એની પ્રતિક્રિયા કરવી જોઈએ. ઋણનું બાકી રહી જવું, રોગનો કેટલોક અંશ બચી જવો અને અગ્નિનો કેટલોક પણ થોડો એવો ભાગ રહી જવો પછી વારંવાર વધીને ઉગ્ર રૃપ ધારણ કરી લીધા કરે છે. આથી આ ત્રણેય વસ્તુઓને બિલ્કુલ સમાપ્ત જ કરીને રહેવું જોઈએ. જે જેવો પણ વ્યવહાર ખરાબ-સારો કરે છે એનો જવાબ પણ એવા જ વ્યવહારથી આપવો જોઈએ. જો કોઈ હિંસાપૂર્ણ વ્યવહાર કરે તો એની સાથે પ્રતિહિંસા જ કરે. જે સમક્ષમાં તો પરમ પ્રિય ભાષણ કરવાવાળા હોય અને પાછળ કાર્યને નષ્ટ કરી દેવાવાળા રહ્યાં કરતા હોય એવા માયાથી પરિપૂર્ણ શત્રુની જેમ મિત્રનો ત્યાગ જ કરી દે. દુર્જન પુરુષના સંગથી સજ્જન પુરુષ પણ વિનષ્ટ થઈ ગયા કરે છે. જે રીતે સ્વચ્છ જળને પણ કીચડથી મેલું કરી દેવામાં આવે છે એવી જ રીતે સાધુ પ્રવૃત્તિ પણ દુષ્ટ પ્રવૃત્તિથી મળીને ખરાબ થઈ જાય છે.

જેનું ધન દ્વિજો માટે હોય છે તે પણ સારી રીતે ભોગ કરવાનું સુખ પ્રાપ્ત કરે છે. જે દ્વિજોના ઉપભોગથી બાકી રહે છે તે જ ભોગની વસ્તુ થયા કરે છે. બુદ્ધિમાન એ જ પુરુષ છે, જે ક્રાયે પાપ કર્મ નથી કરતો. પ્રશંસા હકીકતમાં એ જ છે, જે પીઠ પાછળ કરવામાં આવે અને ધર્મ એ જ છે જે કોઈ દંભ વગર કે દેખાવા વગર કરવામાં આવે. વૃદ્ધ પણ એમને ના કહેવા જોઈએ જે ન્યાયસંગત ધર્મની વાતો નથી કહેતા. ધર્મ એ જ હોય છે, જેમાં સત્યતા વિદ્યમાન છે અને સત્ય એ જ છે જે છળ-કપટથી અનુવિદ્ધ ન થાય. મનુષ્યોમાં બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, તેજોમાં સર્વાધિક સૂર્યદેવ છે, શરીરના સંપૂર્ણ અંગોમાં માથું સર્વોત્તમ અંગ હોય છે અને વ્રતોમાં સત્યનું વ્રત જ સૌથી ઉત્તમ વ્રત છે. મંગળ કાર્ય એ જ છે જેમાં માનવનું મન પ્રસન્નતાનો અનુભવ કર્યા કરે છે. જીવન એ જ સાર્થક તેમજ સફળ થાય છે, જેમાં બીજાઓની સેવાનું કાર્ય કરવામાં આવે. કમાણી એ જ છે જેનો ઉપભોગ પોતાના મનુષ્યો દ્વારા કરવામાં આવે અને ગર્જના કરવી એ જ સફળ છે જે સંગ્રામમાં શત્રુઓની સમક્ષ કરવામાં આવે છે, સ્ત્રી એ જ સુખ પ્રદાન કરવાવાળી છે જે ક્યારેય અભિમાન કરતી નથી. સાચ્ચું સુખ એ જ મનુષ્ય હોય છે, જેણે તૃષ્ણા નથી હોતી. મિત્ર એ જ હોય છે જેમાં પૂર્ણ વિશ્વાસ કરવામાં આવે, અને હકીકતમાં પ્રશસ્ત પુરુષ એ જ હોય છે. જેનાથી પોતાની ઇન્દ્રિયોને જીતી રાખ્યા છે. જેમાં સૌહાર્દ વિલુપ્ત થઈ જાય છે. અર્થાત્ત સૌહાર્દનો ભ વ જ નથી રહ્યાં કરતો ત્યાં સ્નેહ અને આદર પણ છૂટી જાય છે. પ્રશંસાના યોગ્ય એ જ છે જેની સ્તુતિ આત્મા દ્વારા કરવામાં આવે છે.

આ પ્રકારે સદાચાર અને ધર્મના અનેક રૃપ માનવ જીવનની શિક્ષા માટે થાય છે. એને અપનાવીને મનુષ્ય પોતના જીવનમાં સંતુલન પ્રાપ્ત કરી શકે છે અને જીવન સફળ કરી શકે છે.

***