Garuda Purana - 4 books and stories free download online pdf in Gujarati

ગરુડ પુરાણ - ભાગ 4

ચતુર્થ અધ્યાય

શ્રી ગરુડજીએ પૂછ્યું- હે ભગવન્! કયા-કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વૈતરણીમાં પડે છે? કયા પાપોથી નરકમાં જાય છે? કૃપા કરીને બતાવો.

શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું-જે મનુષ્ય હંમેશાં અશુભ કાર્યોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે. પરંતુ ધર્માત્મા પ્રાણી ત્રણ દ્વારથી અર્થાત્ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે. પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે. આ આખું વિવરણ હું તારાથી કહું છું, સાંભળો! દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી વૈતરણી નદી છે, એમાં પણ પોતાના કર્માનુસાર પાપી જાય છે, એનું વર્ણન હું કરું છું.

બ્રાહ્મણને મારવાવાળા, ગાયને મારવાવાળા, બાળકનો વધ કરવાવાળા, સ્ત્રીને મારવાવાળા, ગર્ભપાત કરાવવાવાળા અને ગુપ્ત પાપોને કરવાવાળા વૈતરણીમાં ડૂબી જાય છે. ગુરુના દ્રવ્યને, દેવતાને દ્રવ્યને તથા સ્ત્રીના દ્રવ્યને, બાળકના દ્રવ્યને જે હરણ કરે છે, અને જે ઋણ લઈને આપતા નથી, વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા માટે આપે છે, બીજાના દોષને ગ્રહણ કરવાવાળા, ગુણને છુપાવવાવાળા, ગુણવાનોથી ઈર્ષ્યા કરવાવાળા, નીચની સંગતિ કરવાવાળા, સત્સંગથી દૂર રહેવાવાળા, પુરાણ, વેદ મીમાંસા, ન્યાય, વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા દુઃખીઓને જોઈને પ્રસન્ન થવાવાળા, પ્રસન્નને દુઃખ આપવાવાળા અને દુષ્ટ વચન કહેવાવાળા, દુષ્ટ સ્વભાવવાળા, સારા વચનોને ન સાંભળવાવાળા, યોગ્ય પુરુષને પણ જોઈને ઘમંડ કરવાવાળા, મૂર્ખ હોઈને પણ પોતાને પંડિત સમજવાવાળા, તે બધા અને ધર્મહીન પાપી દિવસ-રાત બંને સમય યમમાર્ગમાં જાય છે. હવે હું તમને બતાવું છું કે યમદૂતો દ્વારા પીડિત થઈને જે પ્રાણી વૈતરણી જાય છે, અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે, એમને ભયાનક કષ્ટ થાય છે. જે લોકો માતા, પિતા, ગુરુ, આચાર્ય અને પૂજ્ય જનોનું અપમાન કરે છે તે પાપી પ્રાણી વૈતરણીમાં ડુબાડવામાં આવે છે. જે લોકો પવિત્રતા, શીલવતી, કુલીન, વિનયયુક્ત સ્ત્રીના દ્વેષથી પરિત્યાગ કરે છે, તે વૈતરણીમાં પડે છે. જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે અને એમનું અપમાન કરે છે, તે લોકો વૈતરણીમાં પડે છે. જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો, અથવા બોલીવને નથી આપતો, એ બંને હંમેશાં એ વૈતરણીમાં પડી જાય છે. જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પસ્તાવો કરે છે અને જે બીજાઓની આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવાવાળાને જે રોકી દે છે, તેઓ વૈતરણીમાં પડે છે. જે યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા છે, જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે, તેઓ હંમેશાં વૈતરણીમાં કષ્ટ સહન કરે છે. જે બ્રાહ્મણ ગોળ, ખાંડ, મધ, મિઠાઈ, ઘી, દૂધ, લવણ વગેરેને વેચવાવાળા છે, વૃષલી (અકુલીન) સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે પશુઓને મારવાવાળા છે તથા બ્રાહ્મણોના કર્મથી ભ્રષ્ટ, માંસ ખાવાવાળા, મદીરા પીવાવાળા, નિરંકુશ સ્વભાવવાળા, શાસ્ત્રોના અધ્યયનથી રહિત, જે શૂદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે, જનોઈ ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે, જે રાજાની સ્ત્રીની ઇચ્છા કરે છે, જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે, જે કન્યાઓથી ભોગ કરે છે અને પતિવ્રતા, કુળશીલા સ્ત્રીઓથી છળ કરે છે, તે વૈતરણી નદીમાં ડૂબી જાય છે. આ પ્રકારે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરણનો ત્યાગ કરે છે, તે પાપી વૈતરણીમાં પડે છે. આ ઉક્ત માર્ગોને ઓળંગીને પાપી યમલોક જાય છે પછી યમની આજ્ઞાને મેળવીને તે યમદૂત એમને વૈતરણીમાં નાખે છે.

ભગવાન નારાયણે પહેલાં ગણાવેલા ૨૧ નરકોના વિષયમાં બતાવતા કહ્યું કે, હે ગરુડ! બધા નરકોમાં મુખ્ય જે એકવીસ નરક છે, એમાં બધાથી વધારે પીડા આપવાવાળી વૈતરણીમાં યમદૂત પાપીઓને યમની આજ્ઞાની નિર્દયતાથી નાંખે છે. જેણે કાળી ગાયનું દાન ના કર્યું હોય અને ઊર્ધ્વ-દૈહિક ક્રિયા જેમણે ના કરી હોય, તે પ્રાણી એ નરકોમાં મુશ્કેલ દુઃખને ભોગવીને એ વૈતરણીના કિનારે ઉત્પન્ન વૃક્ષો પર જાય છે. ખોટી સાક્ષી આપવાવાળા, ખોટા ધર્મનું આચરણ કરવાવાળા, ઊંચા વૃક્ષોને કાપવાવાળા, વન-બગીચા કે ફુલવાડીને નષ્ટ કરવાવાળા, વ્રત તીર્થોના ત્યાગી, વિધવાના શીલને નષ્ટ કરવાવાળા તથા જે સ્ત્રીઓ પોતાના પતિમાં દોષ આપીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે, આવા બધા પાપી-જેમના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. એ વૃક્ષ પર લટેકલા પાપી દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે દૂત એમને નરકમાં નાંખે છે, એ નરકોમાં જે ફેંકવામાં આવે છે, એમના પાપોને હું તમારાથી કહું છું.

ઈશ્વરને ન માનવાવાળા, દાનનું ખંડન કરવાવાળા, પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા, પોતાના કર્મ તથા આશ્રિતો (પુત્ર, સ્ત્રી, દેવતા, અતિથિ અને સેવક વગેરે)ને દુઃખ આપવાવાળા, સંસારના વિષયમાં સંલગ્ન, સંસારને ઠગવા માટે દંભ કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે. કુવા, બાવલી, તળાવ, દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં ખૂબ કષ્ટ ભોગવે છે. એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી, બાળક, સેવક તથા ગુરુજનને ન આપીને એકલા ભોજન કરે છે અને દેવતા, પિતર તથા બલિ વૈશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં આવે છે. જે કાંટાઓથી, પુલથી, લાકડીથી, પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે, તેઓ નિશ્ચય નરકમાં જાય છે. જે અજ્ઞાની શિવ, પાર્વતી, વિષ્ણુ, સૂર્ય, ગણેશ, સદ્ગુરુ અને પંડિતની સેવા-પૂજા નથી કરતા, તેઓ ચોક્કસ જ નરકમં જવાવાળા હોય છે. જે બ્રાહ્મણ પોતાના ધર્ને ભૂલીને દાસીની સાથે પથારી પર સૂવે છે તે નરક જાય છે અને જે શૂદ્રની સ્ત્રીથી પોતાની સંતાન પેદા કરે છે તે બ્રાહ્મણત્વથી નષ્ટ થી જાય છે. તે બ્રાહ્મણોમાં અધર્મ છે. એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ના કરવી જોઈએ. જે અજ્ઞાની દેવતા વગેરેથી વિમુખ રહે છે, તે અવશ્ય નરકગામી થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા, બલ્કે અનુમોદન કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં જાય છે. જે સ્ત્રીઓના પતિ એક જ શરણ છે, એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પણ વેરથી જો એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરક ભોગવે છે. જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રીની સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રીથી સંભોગ કરે છે, તે નિશ્ચય નરકમાં જાય છે. જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે, બગીચામાં તથા ગાયોને સ્થાનમાં મળ-મૂત્ર કરે છે, તે નિશ્ચય જ નરકગામી થાય છે.

જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા, જે તલવાર વગેરે શસ્ત્રો તથા તીર ધનુષને બનાવવાવાળા તથા વેચવાવાળા છે, તે નિશ્ચય નરક જાય છે. ચામડાને વેચવાવાળા વૈશ્ય, ચરિત્રને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા નિશ્ચય જ નરકમાં જાય છે. જે ગરીબ-અનાથ પર દયા નથી કરતા અને જે સજ્જનોથી દ્વેષ કરે છે, જે અપરાધ વગર કોઈને દંડ આપે છે, તે નિશ્ચય જ નરક જાય છે. જે મનુષ્ય આશાથી યુક્ત ઘરમાં આવીને યાચક બ્રાહ્મણને રસોઈમાં તૈયાર થવા પર પણ ભોજન નથી આપતા તેઓ પણ નિશ્ચય જ નરક જાય છે અને બધા જીવોમાં અવિશ્વાસ કરવાવાળા અને દયા ન કરવાવાળા, સમસ્ત પ્રાણીઓની સાથે કુટિલતા કરવાવાળા નિશ્ચય જ નરકમાં જ જવાવાળા હોય છે. સંધ્યાવંદન, કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે નિયમને પ્રતિજ્ઞાપૂર્વક અંગીકાર કરીને પછી ઇન્દ્રિયોને વશમાં થઈને છોડી દે છે તે પુરુષ ચોક્કસ જ નરકમાં જાય છે. અધ્યાત્મ વિદ્યા આપવાવાળાને જે ગુરુ નથી માનતા, પુરાણ વાંચવાવાળાને પણ જે ગુરુભાવથી નથી જોતા, તેઓ નિશ્ચય નરકમાં જાય છે. જે મનુષ્ય મિત્રોથી દ્રોહ કરે છે, જે પ્રીતિ-ભંગ કરે છે, જે આશાઓ પર તુષારાપાત કરે છે, તે પણ નિશ્ચય જ નરકમાં જવાવાળા હોય છે. જે પુરુષ લગ્નને, દેવયાત્રાને અને તીર્થયાત્રાને નષ્ટ કરે છે, તેઓ નિશ્ચય નરકમાં વસે છે. ત્યાંથી તેઓ ફરી ક્યારેય પાછા નથી ફરતા. ઘરમાં, ગ્રામમાં તથા વનમાં આગ લગાવવાવાળાને યમદૂત પકડીને અગ્નિકુંડમાં પકાવે છે જ્યારે અગ્નિમાં શરીર બળવાથી તે પાપી પ્રાણી છાયા માંગે છે ત્યારે એને યમદૂત પકડીને (પૂર્વોક્ત) આસિપત્ર વનમાં લઈ જાય છે. તલવારની સમાન તીખા પાંદડાઓના વાગવાથી શરીર જ્યારે કપાઈ જાય છે, ત્યારે યમદૂત કહે છે કે હે પાપી! ઠંડા છાંયડામાં સુખની નિદ્રા લઈ લે. જ્યારે તે પાપી પાણી પીવા માંગે છે ત્યારે યમદૂત એને પીવા માટે અત્યંત ગરમ તેલ આપે છે અને કહે છે કે લો ખાઓ, પીઓ. એ ગરમ તેલને પીતા જ એ જીવની આંતરડી જળ થઈ જાય છે અને તે મૂર્ચ્છિત થઈને પડી જાય છે. ખુબ જ મુશ્કેલીથી કોઈ પ્રકારે ઉઠીને, ખૂબ દીનતા બતાવીને અને પરવશ હોવાને કારણે લાંબી શ્વાસો લે છે, કંઈક કહેવામાં પણ અસમર્થ રહે છે. આ રીતે અપકર્મ કરવાવાળા પુરુષ નર-નારી કષ્ટ સહન કરે છે.

ભગવાન નારાયણે કહ્યું- હે ગરુડ! પાપીઓની યાતનાને મેં આ પ્રકારે કહી છે, પણ આટલાથી શું થાય છે, એનું વર્ણન બધા શાસ્ત્રોમાં વિશેષ રૃપથી કરવામાં આવ્યું છે. પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી-પુરુષ છે, તે આ પ્રકારે હજારો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં જાય છે. તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જ જન્મ લે છે, અર્થાત્ નરકમાં રહેવાવાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે. વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વત, તૃણ, ઘાસ, ફૂલ વગેરેની સ્થાવર સંજ્ઞા છે, અર્થાત્ એમને સ્થાવર કહે છે. કીટ, પશુ, પક્ષી, જળચર વગેરે ૮૪ લાખ દેવયોનિઓ છે, એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર મળે છે, પરતં જે નરકથી આવીને મનુષ્ય થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, નરકના આ ચિહ્ન કોડ, જન્મના અંધ તથા વધારે પણ ભયાનક રોગોથી પીડિત રહે છે.

મનુષ્યએ એ સમજી લેવું જોઈએ કે માનુષ જન્મના પાપ જન્મપર્યંત, અનેક જન્મોમાં એનો પીછો કરે છે! તેથી મનુષ્યએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ.

***

Share

NEW REALESED